ઉમરગામ

તાલુકો

ઉમરગામ

જિલ્લો

વલસાડ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

54

વસ્તી

1,79,572

ફોન કોડ

0260

પીન કોડ

396170

ઉમરગામ તાલુકાના ગામડા

અચ્છારી, અહુ, અણગામ, અંકલાસ, ભાઠી કરમબેલી, ભીલાડ, બોરલાઇ, બોરીગામ, દહાડ, ડહેલી, દેહરી, ધણોલી, એકલારા, ફણસા, સરીગામ INA, સેરોંદા, સોળસુંબા, ઝરોલી, ગોવાડા, હુમારણ, જામ્બુરી, કચીગામ, કાલઇ, કરમબેલે, કરંજ, કાંકરીયા, કરમબેલી, કલગામ, ખતલવાડા, મલાવ, મમકવાડા, માંડા, તડગામ, તલવાડા, ટેંભી, તુંબ, માણેકપુર, મરોલી, મોહનગામ, નગવાસ, નહુલી, નંદીગામ, નારગોલ, પાલગામ, પાલી, પાલી કરમબેલી, પુનાટ, સંજાણ, સરાઇ, સરીગામ, ઉમરગામ, ઉમરગામ INA, વલવાડા, વંકાસ
Umargam

ઉમરગામ તાલુકા વિશે માહિતી

ઈરાનથી આવેલા પારસીઓ ઉમરગામના સંજાણ ગામે ઉતર્યાં હતા આથી સંજાણને ‘પારસીઓનું ગેટ વે ઓફ ઇન્ડિયા’ કહેવામાં આવે છે.

– વિધાનસભાની 182 નંબરની અંતિમ બેઠક ઉમરગામ ખાતે આવેલી છે.

– ઉમરગામ તાલુકામાં આવેલું નારગોલ ‘વિદ્યાધામ’ તરીકે જાણીતું છે. આ સ્થળને ‘ગુજરાતના પંચગીની’ (પંચગીની હિલ સ્ટેશન મહારાષ્ટ્રમાં આવેલું છે) તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળે અરવિંદ આશ્રમ પ્રેરિત શાળા આવેલી છે.

આ ઉપરાંત, નારગોલનો દરિયા કિનારો પણ જોવાલાયક છે. ગુજરાત સરકાર દ્વારા આ દરિયાકિનારાને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવા માટે મંજૂરી અપાઈ છે.

તે ઉપરાંત નારગોલ ગામ ખાતે દુનિયાનું સૌથી મોટું અને દરિયા કિનારાને અડીને સર્વપ્રથમ મિયાવાકી પદ્ધતિ ધરાવતું વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વનમાં 1,20,000 વૃક્ષોનું વાવેતર કરાયું છે.

દરિયાકિનારે વસેલું ઉમરગામ ફિલ્મ ઉદ્યોગ માટે જાણીતું કેન્દ્ર છે. અહી ‘વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો’ આવેલો છે. આ સ્થળે રામાનંદ સાગર દ્વારા રામાયણ ટી.વી. સિરિયલનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, ભિલાડ પાસે સીમંધર સ્વામી જૈન મંદિર આવ્યું छे.

ઉમરગામ તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

ઉમરગામ તાલુકામાં પ્રખ્યાત

  • 1