પારડી
Table of Contents
Toggleપારડી તાલુકા વિશે
તાલુકો
પારડી
જિલ્લો
વલસાડ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
53
વસ્તી
1,85,392
ફોન કોડ
0260
પીન કોડ
396125
પારડી તાલુકાના ગામડા
અંબાચ, અરનાલા, આમળી, આસમા, ઉદવાડા, ઉમરસાડી, ઓરવાડ, કચવાલ, કલસર, કીકરલા, કુંભારીયા, કોલક, ખડકી, ખુંટેજ, ખેરલાવ, ગોઈમા, ચીવલ, ટુકવાડા, ડહેલી, ડુંગરી, ડુમલાવ, તરમાલીયા, તીઘરા, દસવાડા, ધગડમાળ, નાનાવાઘછીપા, નીમખલ, નેવરી, પંચલાઈ, પરવાસા, પરીયા, પલસાણા, પાટી, પારડી, બગવાડા, બરઈ, બાલદા, બોરલાઈ, મોટાવાઘછીપા, મોતીવાડા, રાબડી, રેંટલાવ, રોહીણા, લખમાપોર, વરઈ, વેલપરવા, સામરપાડા, સારણ, સારોધી, સુખલાવ, સુખેશ, સોંઢલવાડા, સોનવાડા
પારડી તાલુકા વિશે માહિતી
પારડી તાલુકાનું વાસ્તવિક નામ કિલ્લાપારડી છે. લોકવાયકા મુજબ વિશ્વામિત્ર ઋષિએ નદી પાર કરવા પારનેરાના ડુંગર પર મહાકાળી માતાની સાધના કરી હતી. આમ, માતાજીની કૃપાથી નદી પાર કરી હોવાથી આ નદીનું નામ ‘પાર’ તથા તેના કિનારે વસેલા નગરનું નામ ‘પારડી’ પડયું હતું.
પોર્ટુગીઝ શાસન દરમિયાન પારડી એક મહત્વનું લશ્કરી થાણું રહ્યું હતું.
કોલક નદીના કિનારે આવેલ પારસીઓના યાત્રાધામ ઉદવાડામાં પારસીઓએ ઈરાનથી લાવેલા અગ્નિ (આતશ બેહરામ)ને આજ સુધી પ્રજવલિત રાખી છે. તેથી જ ઉદવાડાને ‘પારસીઓના કાશી’ તરીકે ઓળખવામાં આવે છે.(સમગ્ર ભારતમાં કુલ 8 આતશ બેહરામ આવેલા છે જેમાં 4 મુંબઈમાં, 2 સુરતમાં, 1 ઉદવાડામાં અને 1 નવસારીમાં આવેલા છે). કોલક નદીમાં મોતી આપતી કાલુ માછલી મળી આવે છે.
પારડી તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
પારડી તાલુકામાં પ્રખ્યાત
- 1