હાલોલ
Table of Contents
Toggleહાલોલ તાલુકા વિશે
તાલુકો
હાલોલ
જિલ્લો
પંચમહાલ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
120
વસ્તી
41,108
ફોન કોડ
02676
પીન કોડ
389350
હાલોલ તાલુકાના ગામડા
હાલોલ તાલુકાનો ઇતિહાસ
હાલોલ તાલુકાના પાવાગઢ ડુંગરની તળેટીમાં વસેલું રમણીય ચાંપાનેર ઐતિહાસિક વારસો ધરાવતું સ્થળ છે. વર્ષ 2004માં યુનેસ્કો દ્વારા ગુજરાતની પ્રથમ અને ભારતની 26મી વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવી હતી.
– પાવાગઢ ડુંગર પર જૈન ધર્મનું મહત્વનું કેન્દ્ર આવેલું છે. ડુંગર ૫૨ આવેલા દૂધિયા, છાશિયા તળાવની આજુ બાજુમાં દિગંબર જૈન સંપ્રદાયના દેરાસરો આવેલા છે.
–
ડુંગરો અને જંગલોની કુદરતી સુંદરતાના કારણે અહીં ફિલ્મ ઉદ્યોગ વિકસ્યો છે. અહીં લક્કી ફિલ્મ સ્ટુડિયો આવેલો છે.
-> વર્ષ 2011માં 62મા વન મહોત્સવ દરમિયાન પાવાગઢ ખાતે વિરાસત વનનું નિર્માણ ક૨વામાં આવ્યું.
– હાલોલ તાલુકાના દેસર ખાતે પ્રાચીન રુદ્ર મહાલય મંદિર આવેલું છે.
રુદ્ર મહાલય મંદિર, પાવાગઢ
– તાનસેનનાં સમકાલીન બહાદુરી રાગમાં નિષ્ણાત બૈજુ બાવરા (મૂળ નામ: બૈજનાથ મિશ્ર) ચાંપાનેરના વતની હતાં. તેમનો જન્મ ઈ.સ. 1500ની આસપાસ ચાંપાનેરના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેઓ સ્વામી હરિદાસના શિષ્ય હતાં. બૈજુ બાવરાએ ગ્વાલિયરના રાજા માનસિંહના દરબારી ગાયક તરીકે કાર્ય કર્યું હતું. હોરી ગાયકીનું સર્જન બૈજુ બાવરાએ કર્યું હતું. રાજા માનસિંહે બૈજુના સન્માનમાં ગ્વાલિયર સંગીત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. બૈજુએ ‘ઓકેદેશા’ નામના ગ્રંથની રચના કરી છે.
– જ્યારે મુઘલ બાદશાહ હુમાયુએ ગુજરાત ૫૨ ચઢાઈ કરી અને તેમાં મઘ્યપ્રદેશમાં આવેલો માંડુનો કિલ્લો જીતી લેવાયો ત્યારે કિલ્લામાં હત્યાઓ શરૂ કરી હતી, આ કિલ્લામાં બૈજુ બાવરા પણ હાજર હતો ત્યારે બૈજુએ હુમાયુને સંગીત સંભળાવતા ખુશ થઈ ગયો અને તેણે બૈજુને ઈનામ માંગવા કહ્યું તે સમયે બૈજુએ કહ્યું કે કિલ્લામાં હત્યાઓ બંધ કરી દેવામાં આવે અને સર્વ કેદીઓને મુક્ત કરી દેવામાં આવે. જે વાતને હુમાયુએ માન્ય રાખી હતી.
હાલોલ તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
હાલોલ
1