વલસાડ સીટી

તાલુકો

વલસાડ સીટી

જિલ્લો

વલસાડ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

89

વસ્તી

4,15,140

ફોન કોડ

02632

પીન કોડ

396001

વલસાડ સીટીના ગામડા

અટકપારડી, અતગામ, અટાર, અતુલ, અબ્રામા, અંજલાવ, ઇંદરગોટા, ઓઝાર, ઓલગામ, ઓવાડા, કકવાડીદાંતી, કચીગામ, કલવાડા, કાકડમાટી, કાંજણરણછોડ, કાંજણહરિ, કુંડી, કેવડા, કોસંબા/કોસંબા ભાગડા, કોચવાડા, કોસમકુવા, ખજુરડી, ખાપરીયા, ગડરીયા, ગુંદલાવ, ગોરગામ, ગોરવાડા, ઘડોઇ, ચણવઇ, ચીખલા, ચીંચવાડા, ચીંચાઇ, છરવાડા, જૂજવા, જેશપોર, જોરા વાસણ, ઠક્કરવાડા, ડુંગરી, તિઘરા, દાંડી, દિવેદ, દુલસાડ, ધનોરી, ધમડાચી, ધરાસણા, નવેરા, નાનકવાડા, નાંદવાલા, પંચલાઇ, પાથરી, પારનેરા, પારનેરાપારડી, પારનેરાહરિયા, પાલણ, પીઠા, ફણસવાડા, ફલધરા, બિનવાડા, બોદલાઇ, ભગોદ, ભદેલી જગાલાલા, ભદેલી દેસાઈ પાટી, ભાગલ, ભાણજીફળિયા, ભુતસર, ભોમાપારડી, મગોદ, મગોદડુંગરી, મરલા, માલવણ, મૂળી, મેહ, મોગરાવાડી, રાબડા, રોણવેલ, રોલા, લીલાપોર, વશીયર, વાઘલધરા, વાંકલ, શંકરતલાવ, સરોણ, સરોધી, સારંગપુર, સુરવાડા, સેગવા, સેગવી, સોનવાડા, હરિયા
Valsad City

વલસાડ સીટી વિશે માહિતી

વલસાડ તાલુકામાં રેલવે સુરક્ષા દળ (RPF)નું મુખ્યમથક તથા તાલીમ કેન્દ્ર આવેલું છે.

વલસાડ તાલુકાના ધમડાચીમાં વૈષ્ણોદેવીનું ભવ્ય મંદિર આવેલું છે. ઉપરાંત, ભગોદ ખાતે અગસ્ત્ય વૃક્ષ મંદિર આવેલું છે.

વલસાડ તાલુકાના પારનેરા ડુંગરમાં શિવાજીના આરાધ્ય દેવી

ભવાની માતાનું મંદિર આવેલું છે. આ સ્થળે 16મી સદીમાં

બનેલો શિવાજીનો કિલ્લો આવેલો છે.

સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનું જન્મ સ્થળ ભદેલી વલસાડ તાલુકામાં આવેલું છે. ઉપરાંત, ભદેલીમાં હિંગળાજ માતાનું મંદિર તથા વેકરિયા હનુમાનજીનું મંદિર આવેલું છે.

વલસાડ તાલુકામાં ગુજરાતનું એક માત્ર સૂતેલા શિવલિંગ ધરાવતું પ્રખ્યાત તાડકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.

ધરમપુર-વલસાડ રોડ ઉપર વાંકલની નજીક ફલધરા ગામ

ખાતે જલારામ મંદિર આવેલું છે તથા ભૂતસર ગામે મહાલક્ષ્મી માતાનું મંદિર આવેલું છે જ્યાં ચૈત્રી પૂનમે મેળો ભરાય છે.

વલસાડ ખાતે આવેલા શારદા મઠમાં ઠાકોર રામકૃષ્ણ અને માઁ શારદામણીની હાજરી અનુભવાય છે.

વલસાડ તાલુકામાં વાંકી નદીના કિનારે આવેલો તીથલનો દરિયા કિનારો હવાખાવાના રમણીય અને પ્રવાસન સ્થળ તરીકે જાણીતો છે. અહીં સાંઈબાબાનું મંદિર, જૈન મુનિઓ બંધુ ત્રિપુટીજીનું (મુનિચંદ્રવિજયજી, કીર્તિચંદ્રવિજયજી અને જિનચંદ્ર વિજયજી) સાધના કેન્દ્ર-શાંતિનિકેતન સંકુલ, સ્વામિનારાયણ મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે.

વલસાડ સીટીમાં જોવાલાયક સ્થળો

  • 1

વલસાડ સીટીમાં પ્રખ્યાત

  • 1