આણંદ
Table of Contents
Toggleઆણંદ જિલ્લાના તાલુકા
આણંદ, આંકલાવ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, પેટલાદ, બોરસદ, સોજિત્રા
આણંદ જિલ્લાની રચના
આણંદ જિલ્લાની રચના 2 ઓક્ટોબર, 1997 ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સમયમાં ખેડા જિલ્લામાંથી કરવામાં આવી હતી
આણંદ જિલ્લા વિશે
તાલુકા
8
સ્થાપના
2 ઓક્ટોબર, 1997
મુખ્ય મથક
આણંદ
ક્ષેત્રફળ
2,941 (ચો. કિ.મી.)
RTO નંબર
GJ-23
સાક્ષરતા
84.37%
સ્ત્રી સાક્ષરતા
77.76%
પુરુષ સાક્ષરતા
93.23%
વસ્તી
20,92,745
સ્ત્રી વસ્તી
10,02,023
પુરુષ વસ્તી
10,88,253
વસ્તી ગીચતા
711
જાતિ પ્રમાણ
925
નગરપાલિકા
11
ગામડાઓની સંખ્યા
365
ગ્રામ પંચાયત
350
લોકસભાની બેઠકો
1
વિધાનસભાની બેઠકો
7 – (ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા)
આણંદ જિલ્લાની સરહદ
- ઉત્તર – ખેડા
- દક્ષિણ – ખંભાતનો અખાત,
ભરૂચ - પૂર્વ – વડોદરા
- પશ્ચિમ – અમદાવાદ
આણંદ જિલ્લાનો ઇતિહાસ
- આણંદ શહેરની સ્થાપના નવમી સદીમાં ‘આનંદગીર ગોસાઈ’ દ્વારા કરવામાં આવી હતી. શહેરના નાના અડધ વિસ્તારમાં આવેલ ગોસાઈ વાળુ ફળિયું આજે પણ હયાત છે.
- આણંદ જિલ્લો તેની સમૃદ્ધ અને ઉપજાઉ જમીનના કારણે ચરોતર પ્રદેશ તરીકે જાણીતો છે. (આણંદ જિલ્લાના વિભાજન પહેલાં આણંદ તાલુકાના વાસદ નજીક મહી નદીના કિનારાથી લઈને ખેડા જિલ્લાના વાત્રક નદીના કિનારે વસેલા મહેમદાબાદ તાલુકા સુધીનો વિસ્તાર ચરોતર તરીકે ઓળખાતો હતો.) ‘શ્વેત ક્રાંતિ’નું ક્રેન્દ્ર અને મોટા પ્રમાણમાં થયેલ સહકારી ક્ષેત્રના વિકાસના કારણે આણંદ આગવું સ્થાન ધરાવે છે.
આણંદ જિલ્લાની ભૌગોલિક માહિતી
- જિલ્લાનું મુખ્ય મથક આણંદ છે.
- આ જિલ્લાની રચના 2 ઓક્ટોબર, 1997ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સમયમાં ખેડા જિલ્લામાંથી કરવામાં આવી હતી.
આણંદમાં આવેલી નદીઓ
- ગુજરાતમાં સૌથી ઓછી નદીઓ આણંદ જિલ્લામાં આવેલી છે. (સૌથી વધુ નદીઓ કચ્છમાં (97) આવેલી છે.)
- ગુજરાતમાં તળાવો દ્વારા સૌથી વધુ સિંચાઈ આણંદ અને ખેડા જિલ્લામાં થાય છે.
- સાબરમતી નદી
- શેઢી નદી
- મહી નદી
આણંદ નદી કિનારે વસેલા શહેરો
- સાબરમતી નદી આણંદ અને અમદાવાદ જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે.
- મહી નદી વડોદરા અને આણંદ જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે.
આણંદ પ્રદેશોની ઓળખ
- સાબરમતી નદી વૌઠા પાસે વડગામ ખાતે ખંભાતના અખાતને મળે છે જ્યાં તેનો વિસ્તાર 7 કિ.મી. જેટલો પહોળો બને છે. આ પહોળા વિસ્તારને ‘કોપાલાની ખાડી’ તરીકે ઓળખવામાં આવે છે.
- વહેરા ખાડી (આણંદ તાલુકામાં)થી ખંભાત સુધીના મહી નદીના 80 કિ.મી.ના પ્રવાહમાં ભરતીની અસર થવાથી મહી નદીનો પટ પહોળો બન્યો છે. આ નીચલો ખીણ પ્રદેશ વહેરાની ખાડી તરીકે ઓળખાય છે. આણંદ તાલુકાના વહેરા ખાડી ગામ પાસે મહીસાગર વન આવેલું છે.
આણંદ જાતિ પ્રમાણ
- સમગ્ર ગુજરાતમાં 10 હજાર કે તેથી વધુ વસતીવાળા ગામડાઓ માત્ર આણંદમાં જ આવેલાં છે.
- સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા આણંદ જિલ્લો ધરાવે છે. (સૌથી ઓછો દાહોદ જિલ્લો)
આણંદ જિલ્લાની આર્થિક માહિતી
આણંદ જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, વિદ્યુત મથક, સિંચાઇ યોજના, સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે સ્ટેશન.
પાક
- આણંદ જિલ્લો તમાકુ, ડાંગર અને કેળાંના પાક માટે પ્રખ્યાત છે.
- આ ઉપરાંત જિલ્લામાં શેરડી, રાઈ, બાજરી, બટાકા, ઘઉં, તુવેર વગે૨ે પાક થાય છે.
ખનીજ
- ગુજરાતમાં સૌપ્રથમ ઈ.સ. 1958માં લુણેજ પાસેથી અને ખંભાતના અખાતમાંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ મળી આવ્યા હતા.
ઉદ્યોગો
- જિલ્લામાં તમાકુના સૌથી વધુ વાવેતરના કારણે અહીં બીડી અને સિગારેટનો ઉદ્યોગ વિકસ્યો છે.
- ખંભાતમાં અકીકના પથ્થર પર પોલિશ કરવાનો ઉદ્યોગ છે.
ડેરી ઉદ્યોગ
- અમૂલ ડેરી
- વિદ્યા ડેરી
વિદ્યુત મથક
- ધુવારણ થર્મલ પાવર સ્ટેશન ખંભાત તાલુકાના ધુવારણ ગામે આવેલું છે. તે તેલ અને ગેસ આધારિત પાવર સ્ટેશન છે.
- આ થર્મલ પાવર સ્ટેશનને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના સમયમાં મંજૂરી મળી હતી અને ઈ.સ. 1965માં મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયગાળામાં કાર્યરત બન્યું હતું.
- ધુવારણ તાપ વિદ્યુત મથક ગુજરાતનું સૌથી મોટું તાપવિદ્યુત મથક છે. આ પાવર પ્લાન્ટની માલિકી ગુજરાત સરકાર હસ્તકની ગુજરાત રાજ્ય વીજળી કોર્પોરેશન લિમિટેડ (GSECL) ની છે.
સંશોધન કેન્દ્ર
- નેશનલ રિસર્ચ સેન્ટર ફોર મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન
- નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ
- બીડી તમાકુ સંશોધનકેન્દ્ર
- ઘાસ-ચારા સંશોધન કેન્દ્ર
- સરદાર પટેલ રિન્યુએબલ એનર્જી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ
- રિપ્રોડકિટવ બાયોલોજી રિસર્ચ યુનિટ
- લાઈવ સ્ટોક રિસર્ચ સ્ટેશન
રાષ્ટ્રીય ધોરીમાર્ગ
- 48 (નવા) નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ અને નેશનલ એકસપ્રેસ (NE) હાઈવે નં. 1 આ જિલ્લામાંથી પસાર થાય છે.
રેલવે સ્ટેશન
- આણંદ રેલવે સ્ટેશન
- ઉમરેઠ રેલવે સ્ટેશન
- ભાલેજ રેલવે સ્ટેશન
- પેટલાદ રેલવે સ્ટેશન
- તારાપુર રેલવે સ્ટેશન
- ખંભાત રેલવે સ્ટેશન
આણંદ જિલ્લાની સાંસ્કૃતિક માહિતી
અમરેલી જિલ્લાની વાવ, તળાવ, સરોવર, સંગ્રહાલયો, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ
વાવ - તળાવ - સરોવર
- જ્ઞાનવાળી વાવ
- નારેશ્વર તળાવ
- લોટીયા તળાવ (વેરાઈ માતાનું તળાવ)
- મોગરી તળાવ
- ભદ્રકાલી માતાની વાવ
- રામનાથ કુંડ
સંગ્રહાલય ( મ્યુઝિયમ )
- રજની પરીખ આર્ટ્સ કોલેજ આર્કિયોલોજિકલ મ્યુઝિયમ
- સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ
યુનિવર્સિટી અને વિદ્યાપીઠ
- સરદાર પટેલ યુનિવર્સિટી
- ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી
- આણંદ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી
- ઈન્સ્ટિટયૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ-IRMA,
- વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટિટયૂટ
આણંદ જિલ્લાના વિરલ વ્યક્તિઓ
આણંદ જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, સંગીત ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે, ચિત્રકલા ક્ષેત્ર, સ્વાતંત્ર્ય સેનાની ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે.
સાહિત્ય ક્ષેત્રે
- જોસેફ ઈગ્નાસ મેકવાન (જન્મ : ત્રણોલ, ઉપનામ : વંચિતોના વકીલ)
- સસ્તુ સાહિત્યના સ્થાપક લલ્લુભાઈ જગજીવનદાસ ઠક્કર ‘ભીક્ષુ અખંડાનંદ’ (જન્મ : બોરસદ, ખેડા)
- મોહનભાઈ પટેલ (જન્મ : પેટલાદ)
સંગીત ક્ષેત્રે
- પંડિત ઓમકારનાથ ઠાકુર (જન્મ : જહાજગામ)
સામાજીક ક્ષેત્રે
- ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલ (જન્મ : આણંદ)
- શ્વેત ક્રાંતિના પિતા ડો. વર્ગીસ કુરિયનની કર્મભૂમિ આણંદ રહી છે.
ચિત્રકલા ક્ષેત્ર
- જેરામ પટેલ(જન્મ: સોજિત્રા)
સ્વાતંત્ર્ય સેનાની ક્ષેત્રે
- મગનભાઈ દેસાઈ (જન્મ : ધર્મજ, પેટલાદ)