બનાસકાંઠા

Table of Contents

બનાસકાંઠા જિલ્લાના તાલુકા

અમીરગઢ, કાંકરેજ, ડીસા, થરાદ, દાંતા, દાંતીવાડા, દિયોદર, ધાનેરા, પાલનપુર, ભાભર, વડગામ, વાવ, લાખણી, સુઈગામ

બનાસકાંઠા જિલ્લાની રચના

1 મે, 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે બનાસકાંઠા જિલ્લાની રચના કરવામાં આવી હતી

બનાસકાંઠા જિલ્લા વિશે

તાલુકા

14

સ્થાપના

1  મે, 1960

મુખ્ય મથક

પાલનપુર

ક્ષેત્રફળ

10,751 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-08

સાક્ષરતા

50.97%

સ્ત્રી સાક્ષરતા

34.40%

પુરુષ સાક્ષરતા

66.47%

વસ્તી

31,16,045

સ્ત્રી વસ્તી

15,06,897

પુરુષ વસ્તી

16,09,148

વસ્તી ગીચતા

233

જાતિ પ્રમાણ

930

નગરપાલિકા

6

ગામડાઓની સંખ્યા

1251

ગ્રામ પંચાયત

877

લોકસભાની બેઠકો

1

વિધાનસભાની બેઠકો

9 – (વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ)

બનાસકાંઠા જિલ્લાની સરહદ

  • ઉત્તર       –    રાજસ્થાન
  • દક્ષિણ    –    પાટણ
  • પૂર્વ          –    સાબરકાંઠા,
                          મહેસાણા
  • પશ્ચિમ     –   કચ્છનું મોટું રણ
Banaskantha

બનાસકાંઠા જિલ્લાનો ઇતિહાસ

  • બનાસ નદીને કિનારે વસેલો બનાસકાંઠા જિલ્લો અતિ પ્રાચીન વિશેષતા ધરાવે છે. જે ગુજરાતની ઉત્તરે આવેલો જિલ્લો છે. એક સમયે બનાસકાંઠા તથા આસપાસનો પ્રદેશ આનર્ત પ્રદેશના નામથી ઓળખાતો હતો.

  • સુઈગામ તાલુકાના બેણપ ગામમાંથી મળી આવેલા પુરાવાઓ મુજબ આ પ્રદેશમાં હડપ્પીય સભ્યતાના સમયમાં કેટલાંક બંદરો ઉપરથી વિદેશ વ્યાપાર થતો હોવાનું જણાય છે.

  • બનાસકાંઠામાં આવેલ ચંદ્રાવતી, અંબાજી, આબુ (રાજસ્થાન) જેવા સ્થળો ખૂબ જ પ્રાચીન સમયથી સુપ્રસિદ્ધ છે.

  • બનાસકાંઠાનો થરાદ વિસ્તાર એક સમયે રાજપૂત પ્રદેશ તરીકે ઓળખાતો હતો. સોલંકી વંશ દરમિયાન સમગ્ર બનાસકાંઠા વિસ્તાર સોલંકી સત્તા હેઠળ આવ્યો હતો. પૃથ્વીરાજ ચૌહાણની તરાઈના બીજા યુદ્ધ (ઈ.સ.1192)માં હાર બાદ ચૌહાણો દિલ્હીથી આવીને થરાદ વિસ્તારમાં વસ્યા હતા. તે વખતે સિદ્ધરાજ જયસિંહે ચૌહાણોને આ પ્રદેશ સોંપ્યો હતો. ચૌહાણોએ સત્તાનો વિસ્તાર કરવા વાવ પ્રદેશ વિકસાવ્યો હતો. કાળક્રમે આ વિસ્તારની સત્તામાં પરિવર્તન આવતું ગયું. જેમાં મુખ્યત્વે મુસ્લિમ શાસકો, નાના-મોટા દેશી રજવાડાઓ અને રાજપૂત વંશજોએ સત્તા સંભાળી હતી. બ્રિટિશ શાસન દરમિયાન બનાસકાંઠા જિલ્લાના નાના મોટા રજવાડાઓ પાલનપુર એજન્સી હેઠળ મૂકાયા હતા.

  • જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર છે.

  • જેનું પ્રાચીન નામ ‘પ્રહલાદનગર’ હતું. જેને પરમાર વંશના રાજા પ્રહલાદ દેવે વસાવ્યું હતું.

  • પાલનપુર અને આબુની વચ્ચે ચંદ્રાવતી ગામ આવેલું છે. જે પ્રાચીનકાળમાં આ આખું ગામ આરસનું બનેલું હોવાનું કહેવાતું. અહીં પ્રાચીન સમયના શિલ્પોના અવશેષો મળી આવ્યા છે.

  • 7મી સદીમાં ભીલ્લમાલ ગુર્જર પ્રદેશ તરીકે ઓળખાતો હતો જેમાં બનાસકાંઠાનો પણ સમાવેશ થતો હતો. આર્નત, સૌરાષ્ટ્ર અને લાટ એમ ત્રણેય રાજ્યો મળીને ગુર્જર પ્રદેશ તરીકે ઓળખાતો હતો.

  • ચાવડા વંશના રાજા જયશિખરી (ઘેટા રાજ ચાવડાના પિતા)ની રાજધાની પંચાસર (રાધનપુર) બનાસકાંઠામાં જ સ્થપાય હતી.

  • ભીમદેવ પ્રથમના મંત્રી વિમલશાહે કુંભારીયાના દેરા તથા આરાસુરના મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. આ ઉપરાંત આબુ (રાજસ્થાન) ખાતે દેલવાડાના દેરા બંધાવ્યા હતાં.

  • સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો. જેની નોંધ પ્રબંધ ચિંતામણી ગ્રંથમાં મળે છે.

બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક માહિતી

  • બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે.

  • ગુજરાતમાં સૌથી વધુ તાલુકા (14) તથા સૌથી વધુ ગામડાઓ બનાસકાંઠા જિલ્લામાં છે.

  • બનાસકાંઠા જિલ્લો સૌથી લાંબી આંતરરાજ્ય સરહદ (રાજસ્થાન રાજ્ય) ધરાવે છે.

  • જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર છે.

  • અરવલ્લી પર્વતમાળાનો ભાગ ગણાતી આરાસુર તથા જેસોરની ટેકરીઓ બનાસકાંઠા કાંઠા જિલ્લામાં દાંતા તાલુકા અને પાલનપુર તાલુકા વચ્ચે આવેલી છે.

બનાસકાંઠા આવેલી નદીઓ

  • બનાસ નદી (પર્ણાશા)
  • અર્જુની નદી
  • સરસ્વતી નદી
  • સીપુ નદી
  • બાલારામ નદી
  • સાબરમતી નદી
  • ખારી નદી
  • બનાસ નદી, રૂપેણ નદી અને સરસ્વતી નદી દરિયાને મળતી ન હોવાથી કુંવારીકા નદી તરીકે ઓળખાય છે જે કચ્છના રણમાં સમાઈ જાય છે.

બનાસકાંઠા નદી કિનારે વસેલા શહેરો

  • બનાસ નદીના કિનારે ડીસા, દાંતીવાડા, કાંકરેજ (શિહોરી)
  • સીપુ નદીના કિનારે સીપુ
  • સરસ્વતી નદીના કિનારે દાંતા અને મુકતેશ્વર

બનાસકાંઠા પ્રદેશોની ઓળખ

  • પાટણ જિલ્લાની સરસ્વતી નદી અને બનાસકાંઠા જિલ્લાની બનાસ નદી વચ્ચેના પ્રદેશને ‘વઢીયાર પ્રદેશ’ તરીકે ઓળખવામાં આવે છે.

  • જે બનાસકાંઠાના કાંકરેજ સુધી ફેલાયેલો છે.

  • આ પ્રદેશ સૌથી વધુ દૂધ આપતી વઢીયાર ભેંસો માટે જાણીતો છે.

  • બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધરણ વિસ્તાર ‘ગોઢાના મેદાન’ તરીકે ઓળખાય છે અહીં બટાકા અને બાજરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.

  • સાબરમતી નદી બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે.

બનાસકાંઠામાં આવેલા અભયારણ્ય

  • જેસોર રીંછ અભયારણ્ય
  • બાલારામ અંબાજી પ્રાકૃતિક અભયારણ્ય

બનાસકાંઠા જિલ્લાની આર્થિક માહિતી

બનાસકાંઠા જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, બંદરો, સિંચાઇ યોજના, સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, હવાઈમથક, રેલવે સ્ટેશન.

પાક

  • જિલ્લામાં ઘઉં, મકાઈ, જીરું, ઈસબગૂલ, જુવાર, તલ, તમાકુ, વરિયાળી, એરંડા, બાજરી વગેરેના પાક લેવાય છે.

  • બાજરી, બટાકા અને જીરુંના ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

  • ડીસા બટાકાના ઉત્પાદન માટેનું મુખ્ય કેન્દ્ર છે.

  • ખેતી ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો શાકભાજી ઉત્પાદનમાં અને ઘાસચારાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ ધરાવે છે.

  • તે ઉપરાંત તેલીબિયાંના ઉત્પાદનમાં જૂનાગઢ અને જામનગર બાદ ત્રીજો ક્રમાંક ધરાવે છે.

ખનીજ

  • આ જિલ્લામાં કેલ્સાઈટ, ચૂનાના પથ્થર, આરસના પથ્થરો અને લાઈમસ્ટોન મળી આવે છે.

  • સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠાના દાંતા તાલુકામાંથી તાંબું, જસત અને સીસું વધુ માત્રામાં મળી આવે છે.

  • આરસપહાણ બનાસકાંઠાના અંબાજી વિસ્તારમાંથી મળે છે.

  • સમગ્ર ભારતમાં વુલેસ્ટોનાઈટ ખનીજ માત્ર પાલનપુર તાલુકામાં મળી આવે છે.

  • વુલેસ્ટોનાઈટનો ઉપયોગ સિરામીક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે.

ઉદ્યોગો

  • અમીરગઢ ખાતે સિમેન્ટ ઉદ્યોગ વિકસ્યો છે.

  • પાલનપુરમાં અત્તર ઉદ્યોગ અને હીરા ઘસવાનો ઉદ્યોગ વિકસ્યો છે.

ડેરી ઉદ્યોગ

  • બનાસ ડેરી

સિંચાઈ યોજના

  • દાંતીવાડા બંધ
  • સીપુ બંધ
  • મુકતેશ્વર બંધ

સંશોધન કેન્દ્ર

  • રિજનલ રિસર્ચ સ્ટેશન
  • કઠોળ સંશોધન કેન્દ્ર
  • સરદાર કૃષિનગર
  • દાંતીવાડા એગ્રિકલ્ચર યુનિવર્સિટી
  • બટાકા સંશોધન કેન્દ્ર
  • કૃષિ વિજ્ઞાન કેન્દ્ર
  • જુવાર સંશોધન કેન્દ્ર

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

  • 27 અને 68 (નવા) નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.

હવાઈ મથક

  • ડીસા

રેલવે સ્ટેશન

  • અમીરગઢ રેલવે સ્ટેશન
  • ધાનેરા રેલવે સ્ટેશન
  • પાલનપુર રેલવે સ્ટેશન
  • ડીસા રેલવે સ્ટેશન
  • દિયોદર રેલવે સ્ટેશન
  • રાધનપુર રેલવે સ્ટેશન
  • ભાભર રેલવે સ્ટેશન

બનાસકાંઠા જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

બનાસકાંઠા જિલ્લાની પવિત્ર સ્થાન, વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, લોકનૃત્ય, ગ્રંથાલયો, ગ્રંથભંડાર, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.

પવિત્ર સ્થાન

  • અંબાજી મંદિર

વાવ - તળાવ - સરોવર

  • મીઠીવાવ
  • ગંગા સરોવર
  • માન સરોવર

મહેલો - હવેલી - કિલ્લાઓ

  • બાલારામ પેલેસ
  • હસનપુરનો કિલ્લો

મેળા - ઉત્સવો

  • અંબાજીનો મેળો
  • મુક્તેશ્વર (મોકેશ્વર)નો મેળો
  • રામદેવપીરનો મેળો
  • બાલારામનો મેળો
  • મગરવાડાનો મેળો
  • નડેશ્વરી માતાનો મેળો

લોકનૃત્ય

  • મેરાયો નૃત્ય

ગ્રંથાલયો - ગ્રંથભંડાર

  • ઘી વિકટોરિયા જ્યુબિલી ઈન્સ્ટિટયૂટ લાઈબ્રેરી

યુનિવર્સિટી અને વિદ્યાપીઠ

  1. સરદાર કૃષિનગર, દાંતીવાડા એગ્રિકલ્ચર યુનિવર્સિટી
  2. લોકનિકેતન ગ્રામ વિદ્યાપીઠ
  3. નૂતન ભારતીગ્રામ વિદ્યાપીઠ
  4. સઘનમહિલા ગ્રામવિદ્યાપીઠ
  5. બનાસગ્રામ વિદ્યાપીઠ

બનાસકાંઠા જિલ્લાના વિરલ વ્યક્તિઓ

બનાસકાંઠા જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ક્ષેત્રે, મહાન શાસક ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે

સાહિત્ય ક્ષેત્રે

  • ચંદ્રકાંત બક્ષી (જન્મ : પાલનપુર)

કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ક્ષેત્રે

  • પ્રણવ મિસ્ત્રી (વતન : પાલનપુર)

મહાન શાસક ક્ષેત્રે

  • સિદ્ધરાજ જયસિંહ (જન્મ : પાલનપુર)