સાબરકાંઠા
Table of Contents
Toggleસાબરકાંઠા જિલ્લાના તાલુકા
હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર, પોશિના
સાબરકાંઠા જિલ્લાની રચના
1 મે, 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે સાબરકાંઠા જિલ્લાની રચના કરવામાં આવી હતી
સાબરકાંઠા જિલ્લા વિશે
તાલુકા
8
સ્થાપના
1 મે, 1960
મુખ્ય મથક
હિંમતનગર
ક્ષેત્રફળ
7,394 (ચો. કિ.મી.)
RTO નંબર
GJ-09
સાક્ષરતા
75.79%
સ્ત્રી સાક્ષરતા
64.69%
પુરુષ સાક્ષરતા
86.44%
વસ્તી
13,88,671
સ્ત્રી વસ્તી
6,76,826
પુરુષ વસ્તી
7,11,845
વસ્તી ગીચતા
328
જાતિ પ્રમાણ
952
નગરપાલિકા
6
ગામડાઓની સંખ્યા
712
ગ્રામ પંચાયત
512
લોકસભાની બેઠકો
1
વિધાનસભાની બેઠકો
4 – (હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ)
સાબરકાંઠા જિલ્લાની સરહદ
- ઉત્તર – રાજસ્થાન
- દક્ષિણ – ગાંધીનગર
- પૂર્વ – અરવલ્લી
- પશ્ચિમ – મહેસાણા,
બનાસકાંઠા
સાબરકાંઠા જિલ્લાનો ઇતિહાસ
- સાબરકાંઠા અગાઉ ‘મહીકાંઠા એજન્સી’નો ભાગ હતો. ઈ.સ. 1948માં સાબરકાંઠાને મહીકાંઠા જિલ્લો નામ આપવામાં આવ્યું હતું. પરંતુ, આ જિલ્લામાંથી મહી નદી પસાર થતી ન હોવાથી આ નામ બદલવા સામાજિક કાર્યકર્તાઓએ ચળવળ કરી. તેના પરિણામે સાબરકાંઠા જિલ્લાની સરહદેથી વહેતી સાબરમતી નદીના નામ પરથી જિલ્લાનું નામકરણ કરવામાં આવ્યું અને ઈ.સ. 1949માં સાબરકાંઠા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો.
- પુરાણોમાં સાબરકાંઠાની આસપાસ આવેલા પ્રદેશને ‘બ્રહ્મપ્રદેશ’ તરીકે ઓળખાવાયો છે.
- ઈડરમાં કુમારપાળે યુગાધી દેવનું મંદિર બંધાવ્યું હતું. આ ઉપરાંત જૈનધર્મનું કુમાર વિહાર બંધાવ્યું તેમજ ઈડરિયા ગઢના પગથિયાનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો.
- નાસરુદ્દીન અહેમદશાહે હાથમતી નદીના કિનારે અહેમદનગરની સ્થાપના કરી હતી જે ગ્રીષ્મકાલીન રાજધાની હતી. ઈ.સ. 1912માં રાજા પ્રતાપસિંહે તેમના પૌત્ર હિંમતસિંહના નામ પરથી અહેમદનગરને હિંમતનગર તરીકે ઓળખાવ્યું.
- ઈ.સ. 1728માં હિંમતનગર (અહેમદનગર) ઈડરના રાવ વંશના હાથમાં આવ્યું. જેમાં શિવસિંહ, ગંભીરસિંહ, સંગ્રામસિંહ અને કરણસિંહ જેવા રાજાઓએ શાસન કર્યુ.
- ઈડરને બપ્પારાવળે ભીલ પાસેથી આંચકીને રાજપૂત શાસન સ્થાપ્યું હતું. તે સમયે ઈડર ‘ઈડરિયો ગઢ’ તરીકે પ્રખ્યાત હતું.
- ઈડરીયો ગઢ રાજા વેણી વત્સલા દ્વારા બંધાવાયો હતો. ઉપરાંત આ ગઢ ઉપર રૂઠી રાણીનું માળિયું નામનો રાજમહેલ જોવાલાયક છે. વાસ્તુશાસ્ત્રના નિયમાનુસાર નિર્માણ થયેલ રણમલ ચોકી ઈડરીયા ગઢમાં આવેલી છે, જે રાજા રાવ-રણમલે બંધાવી હતી. કવિ શ્રીધરે પોતાની કૃતિ ‘રણમલછંદ’ લખી છે. જેમાં ઈડરિયો ગઢ કેન્દ્રસ્થાને છે.
- ઈ.સ. 1956 થી 1960 સુધી હિંમતનગર રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો ભાગ બન્યો હતો. જે ઈ.સ. 1961માં ગુજરાતના સાબરકાંઠાનો કાયમી ભાગ બન્યો.
- સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું પાલ દઢ વાવ ગામ આદિવાસી આંદોલનનું રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે. ઈ.સ.1922માં બ્રિટિશરો દ્વારા અહિંયા હત્યાકાંડ કરવામાં આવ્યો હતો. બ્રિટિશરોની વધારે પડતી કરનીતિના વિરોધમાં સ્થાનિક આદિવાસીઓએ ‘મોતીલાલ તેજાવત’ની આગેવાની હેઠળ લડત ચલાવી જેમાં 1200 કરતાં પણ વધારે આદિવાસીઓ શહીદ થયા હતાં.
- ઈ.સ. 1964માં ભારતના સૌપ્રથમ કાર્યકારી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા જવાહરલાલ નહેરૂના અવસાન પછી વડાપ્રધાન બન્યા હતા. તેઓ તે સમયે સાબરકાંઠા લોકસભા ક્ષેત્રમાંથી ચૂંટાયા હતા.
સાબરકાંઠા જિલ્લાની ભૌગોલિક માહિતી
- જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર છે.
- 1 મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે સાબરકાંઠા જિલ્લો ગુજરાત રાજ્યનો અભિન્ન અંગ બન્યો.
સાબરકાંઠામાં આવેલી નદીઓ
- હાથમતી નદી
- હરણાવ નદી
- કોસંબી નદી
- ભિમાક્ષી નદી
- આકુલ નદી
- વ્યાકુલ નદી
- સાબરમતી નદી
- ગુહાઈ નદી
- મેશ્વો નદી
- માઝમ નદી
- ખારી નદી
- હાથમતી નદી સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી છે. જે ‘કિરાત કન્યાના’ નામે ઓળખાય છે.
સાબરકાંઠા નદી કિનારે વસેલા શહેરો
- હાથમતી નદીના કિનારે હિંમતનગર
- હરણાવ નદીના કિનારે ખેડબ્રહ્મા
- સાબરમતી નદીના કિનારે સપ્તેશ્વર
સાબરકાંઠા પ્રદેશોની ઓળખ
- સાબરકાંઠાની ઉત્તરે આવેલા આદિવાસી વિસ્તારને ‘પોશીના પટ્ટા’ તરીકે ઓળખવામાં આવે છે.
- સાબરમતી નદી સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લા વચ્ચે તથા મહેસાણા અને ગાંધીનગ૨ જિલ્લા વચ્ચે સ૨હદ બનાવે છે.
- સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાંતિજ માંથી કર્કવૃત્ત પસાર થાય છે.
- સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્માનો ડુંગર, ઈડરનો ડુંગર, વિજયનગરનો ડુંગર અને હિંમતનગરનો ડુંગર જેવા ડુંગરો આવેલા છે.
સાબરકાંઠા જિલ્લાની આર્થિક માહિતી
સાબરકાંઠા જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, સિંચાઇ યોજના, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે સ્ટેશન.
પાક
- જિલ્લામાં બાજરી, ઘઉં, મકાઈ, કપાસ, મગફળી, બટાકા, તુવેર, તલ, જુવાર, વરિયાળી, એરંડા વગેરે પાક થાય છે
- કોબીજ અને ફૂલેવ૨નું સૌથી વધુ ઉત્પાદન સાબરકાંઠામાં થાય છે.
ખનીજ
- ઈડર તાલુકાના અરસોડિયા ગામમાં એશિયા ખંડનો ચિનાઈ માટીનો સૌથી મોટો જથ્થો છે.
- ઉપરાંત આ તાલુકાના એકલારામાં પણ ચિનાઈ માટી મળે છે.
ઉદ્યોગો
- હિંમતનગરમાં સિરામિક ઉદ્યોગ વિકસ્યો છે. અહીંની ‘એશિયન ગ્રેનિટો લિમિટેડ’ (AGL) જાણીતી કંપની છે.
- હિંમતનગરમાં લાકડાના ફર્નિચરનો તથા લાકડાના રમકડાનો ઉદ્યોગ વિકસ્યો છે.
ડેરી ઉદ્યોગ
- સાબર ડેરી
સિંચાઈ યોજના
- ગુહાઈ ડેમ
- હરણાવ-2
રાષ્ટ્રીય ધોરીમાર્ગ
- 48 (નવા) નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.
રેલવે સ્ટેશન
- હિંમતનગર રેલવે સ્ટેશન
- પ્રાંતિજ રેલવે સ્ટેશન
- તલોદ રેલવે સ્ટેશન
- ઈડર રેલવે સ્ટેશન
- વડાલી રેલવે સ્ટેશન
સાબરકાંઠા જિલ્લાની સાંસ્કૃતિક માહિતી
સાબરકાંઠા જિલ્લાની વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો.
વાવ - તળાવ - સરોવર
- હંસલેશ્વર તળાવ
- રણમલસર રાણી તળાવ
- ગંભીરપુરાની વાવ
- ચોરીવાડ વાવ
- દાવડ વાવ
- લિંભોઈની વાવ
- કાજી વાવ
- અદિતિ વાવ
- બ્રહ્માજી વાવ
- નાગરાણી વાવ
- સપ્તનાથ મહાદેવનો કુંડ
- વેણીવત્સલ્ય કુંડ
મહેલો - હવેલી - કિલ્લાઓ
- ઠોલત નિવાસ પેલેસ
- રૂઠી રાણીનો મહેલ
મેળા - ઉત્સવો
- યિત્રવિયિત્રનો મેળો
સાબરકાંઠા જિલ્લાના વિરલ વ્યક્તિઓ
સાબરકાંઠા જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, ફિલ્મ ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે
સાહિત્ય ક્ષેત્રે
- મુકેશ દુર્ગેશ જોશી (જન્મ : વડાલી)
- ઝોહરાબેન ચાવડા (જન્મ : પ્રાંતિજ)
ફિલ્મ ક્ષેત્રે
- ઉપેન્દ્ર ત્રિવેદી (જન્મ : ઈડર)
- અરવિંદ ત્રિવેદી (જન્મ : ઈડર)