ડભોઇ
Table of Contents
Toggleડભોઇ તાલુકા વિશે
તાલુકો
ડભોઇ
જિલ્લો
વડોદરા
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
120
વસ્તી
1,29,278
ફોન કોડ
02663
પીન કોડ
391110
ડભોઇ તાલુકાના ગામડા
ડભોઇ તાલુકા વિશે માહિતી
ડભોઈ શહેરનું પ્રાચીન નામ દર્ભવતી, દર્ભાવતી, દર્ભિકાગ્રામ અને દર્ભવતપુર હતું.
– નર્મદા અને ઓરસંગ નદીઓના સંગમ સ્થળ ચાંદોદને ‘દક્ષિણના કાશી’ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળ પિતૃશ્રાદ્ધ માટે જાણીતું છે.
– કરનાળી ખાતે ઓરસંગ, નર્મદા અને કરજણ નદીનો ત્રિવેણી સંગમ થાય છે. અહીં કરનાળી મહાદેવનું મંદિર કુબેરેશ્વરનું મંદિર, ગાયત્રી મંદિર, ગણપતિ મંદિર, હાટકેશ્વર મંદિર, ગરુડેશ્વર મંદિર જોવાલાયક છે.
ડભોઈના કાયાવરોહણ ખાતે શિવનો 28મો અવતાર ગણાતા પુરાણ પ્રસિદ્ધ ભગવાન લકુલીશનો જન્મ થયો હોવાની માન્યતા છે. આ સ્થળ પાશુપત સંપ્રદાયનું મુખ્ય મથક ગણાય છે ઉપરાંત કાયાવરોહણમાં પૌરાણિક ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું छे.
– ડભોઈમાં જ પક્ષી દર્શન અને પ્રકૃતિ પ્રેમીઓ માટે વિખ્યાત વઢવાણા તળાવ આવેલું છે.
– ડભોઈ ગુજરાતના પ્રખ્યાત સાહિત્કાર દયારામની કર્મભૂમિ છે. તેમનાં ચશ્મા, હસ્તપ્રત અને તંબુર આજે પણ ડભોઈમાં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યાં છે.
ડભોઇ તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
ડભોઇ તાલુકામાં પ્રખ્યાત
- 1