આણંદ સિટી

તાલુકો

આણંદ સિટી

જિલ્લો

આણંદ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

45

વસ્તી

2,18,486

ફોન કોડ

02692

પીન કોડ

388001

આણંદ સિટીના ગામડા

અડાસ, અજરપુરા, આણંદ, આંકલવડી, બાકરોલ, બેડવા, બોરીયાવી, ચિખોદરા, ગાના, ગોપાલપુરા, હાડગુડ, જખારીયા, જીટોડીયા, જોળ, કરમસદ, કાસોર, ખંભોળજ, ખાંધલી, ખાનપુર, ખેરડા, કુંજરાવ, લાંભવેલ, મેઘવાગણા, મોગર, નાપાડ (તળપદ), નાપાડ વાંટો, નાવલી, ઓડ, રાહતલાવ, રાજુપુરા, રામનગર, રાસણોલ, સામરખા, સંદેશર, સારસા, સુંદણ, તરણોલ, વડોદ, વઘાસી, વહેરાખાડી, વલાસણ, વલ્લભ વિદ્યાનગર, વાંસખીલીયા, વાસદ, વિઠ્ઠલ ઉદ્યોગનગર
Anand City

આણંદ સિટી વિશે માહિતી

આણંદને દૂધની રાજધાની તથા શ્વેત નગરી તરીકે ઓળખવામાં આવે છે. અહીં આણંદ ખાતે એશિયાની સૌથી મોટી અમુલ ડેરી આવેલી છે.

ઈ.સ.1951માં આણંદમાંથી ઈ.સ.415 થી 455ના સમયગાળા દરમિયાનના ચાંદીના પ્રાચીન સિક્કાઓ મળી આવ્યા છે. જે ગુપ્તવંશના પ્રતાપી રાજા કુમારગુપ્તના સમયના જણાય છે. આ સિક્કાઓ પર ‘પરમ ભાગવત રાજાધિરાજ શ્રી કુમારગુપ્ત મહેન્દ્રાદિત્ય’નું લખાણ જોવા મળે છે.

– ઈ.સ. 1942માં હિંદ છોડો ચળવળ દરમિયાન આણંદ તાલુકાના અડાસ ગામ ખાતે અંગ્રેજોના ગોળીબારમાં પાંચ વિદ્યાર્થીઓ શહીદ થયા હતા, તેની યાદમાં અડાસમાં સ્મૃતિસ્તંભ બનાવવામાં આવ્યો છે.

– આણંદમાં વૈજનાથ મહાદેવનું મંદિર, લાંભવેલ હનુમાનજીનું મંદિર, સારસામાં સતકૈવલ મંદિર વગેરે જોવાલાયક ધાર્મિક સ્થળો આવેલા છે.

– ખ્રિસ્તી ધર્મનું ‘નિરાધારોની માતા’ નું મંદિર(ખંભોળજ) આણંદ તાલુકામાં આવેલ છે.

– આણંદ તાલુકામાં આવેલું કરમસદ સ્વાતંત્ર્ય સેનાની વિઠ્ઠલભાઈ પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ છે. સરદાર પટેલના જીવનની ઝાંખી કરાવતું સંગ્રહાલય અહીં આવેલ છે.

આણંદમાં ચારુતર વિદ્યામંડળની સ્થાપના ઈ.સ.1945માં શ્રી સરદાર પટેલની પ્રેરણાથી ભાઈલાલભાઈ પટેલ અને ભીખાભાઈ પટેલે કરી હતી. જેનો વિકાસ ભારતના પૂર્વ નાણામંત્રી શ્રી એચ. એમ. પટેલ દ્વારા કરવામાં આવ્યો. ત્યારબાદ અહીં ઈ.સ. 1955માં સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી.

– શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગરની સ્થાપનામાં ઈજનેર ભાઈકાકા તથા શિક્ષણવિદ્ ભીખાભાઈની જોડીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

મરઘા ઉછેરની તાલીમ સંસ્થા આણંદ ખાતે આવેલી છે.

આણંદ તાલુકાના વાસદમાં તુવેર દાળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. આ કારણે વાંસદની તુવેરદાળ સુપ્રસિદ્ધ છે.

– કૃષિ વિષયક બાયોટેક્નોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટી આણંદ ખાતે આવેલી છે, તથા ઈન્સ્ટિટયૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (IRMA) અને વાલ્મી (Walmi-Water And Land Management Institute) આણંદ ખાતે આવેલી છે.

વર્ષ 2014માં સમગ્ર ભારતમાં આણંદમાં શરૂ થયું હતું. દૂધ માટેનું સૌપ્રથમ ATM

– 67મા વન મહોત્સવ દરમિયાન આણંદ તાલુકામાં વહોરાની ખાડી પાસે વર્ષ 2016માં ‘મહિસાગર વન’નું નિર્માણ કરવામાં આવ્યું હતું.

આણંદ સિટીમાં જોવાલાયક સ્થળો

  • 1

આણંદ સિટીમાં પ્રખ્યાત

  • 1