અરવલ્લી

Table of Contents

અરવલ્લી જિલ્લાના તાલુકા

મોડાસા, માલપુર, ધનસુરા, ભિલોડા, બાયડ, મેઘરજ

અરવલ્લી જિલ્લાની રચના

સાબરકાંઠા જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013 ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં સાબરકાંઠા જિલ્લામાંથી કરવામાં આવી હતી

અરવલ્લી જિલ્લા વિશે

તાલુકા

6

સ્થાપના

15 ઓગસ્ટ, 2013

મુખ્ય મથક

મોડાસા

ક્ષેત્રફળ

3,308 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-33

સાક્ષરતા

76.06%

સ્ત્રી સાક્ષરતા

65.29%

પુરુષ સાક્ષરતા

87.45%

વસ્તી

10,51,747

સ્ત્રી વસ્તી

5,09,608

પુરુષ વસ્તી

5,42,138

વસ્તી ગીચતા

327

જાતિ પ્રમાણ

940

નગરપાલિકા

2

ગામડાઓની સંખ્યા

676

ગ્રામ પંચાયત

305

લોકસભાની બેઠકો

2

વિધાનસભાની બેઠકો

3 – (ભિલોડા, મોડાસા, બાયડ)

અરવલ્લી જિલ્લાની સરહદ

  • ઉત્તર       –    રાજસ્થાન
  • દક્ષિણ    –    ખેડા,
                          ગાંધીનગર
  • પૂર્વ          –    મહીસાગર
  • પશ્ચિમ     –   સાબરકાંઠા
Aravalli

અરવલ્લી જિલ્લાનો ઇતિહાસ

  • ગુજરાત અને રાજસ્થાનમાં આવેલ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લીના નામ પરથી નામકરણ કરવામાં આવ્યું હોય એવો જિલ્લો એટલે અરવલ્લી. 15મી સદીમાં કવિ પદ્મનાભે જે રાજાનો ઉલ્લેખ કર્યો તે રાજા બતડુનું મહુડાસુ એટલે આજના અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા.

  • અરવલ્લી પર્વતમાળાની આરાસુર પર્વતમાળાની શાખા એ બનાસકાંઠાના દાંતા, અરવલ્લીના મોડાસા અને શામળાજીના પ્રદેશોમાંથી પસાર થાય છે.

  • અરવલ્લી જિલ્લાના મેઘ૨જ, ભિલોડા અને માલપુર તાલુકામાં ઘણી મોટી માત્રામાં આદિવાસીની વસતીઓ વસેલી છે.

  • ચૌહાણ રાજપૂત રાજવંશનું રજવાડું ઈ.સ. 1619ની આસપાસ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબલિયારા ગામમાં હતું. આ રજવાડાની સ્થાપના ઠાકોર કૃષ્ણદાસજી દ્વારા થઈ હતી. આ રજવાડું બ્રિટિશ રાજ દરમિયાન મહીકાંઠા એજન્સી હેઠળ આવતું હતું. જે આગળ જતા બરોડા રજવાડા સાથે સંધિથી જોડાઈ ગયું હતું.

  • કર્ણદેવ વાઘેલાના સમયમાં અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યુ હતું ત્યારે ગુજરાતના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા મોડાસાના રાજા બતડુએ અલાઉદ્દીન ખિલજીના લશ્કરનો સામનો કર્યો હતો જેનો ઉલ્લેખ પોતાની કૃતિ ‘કાન્હડે પ્રબંધમાં’ કર્યો છે.

અરવલ્લી જિલ્લાની ભૌગોલિક માહિતી

  • જિલ્લાનું મુખ્ય મથક મોડાસા છે.
  • આ જિલ્લાની સ્થાપના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં 15 ઓગસ્ટ, 2013ના રોજ સાબરકાંઠા જિલ્લામાંથી કરવામાં આવી હતી.

અરવલ્લીમાં આવેલી નદીઓ

  • માઝમ નદી
  • મેશ્વો નદી
  • હાથમતી નદી
  • વાત્રક નદી
  • ઈન્દ્રાસી નદી
  • સાકરી નદી

અરવલ્લી નદી કિનારે વસેલા શહેરો

  • હાથમતી (જે કિરાત કન્યા તરીકે ઓળખાય છે) નદીના કિનારે ભિલોડા
  • મેશ્વો નદીના કિનારે શામળાજી
  • માઝમ નદીના કિનારે મોડાસા
  • વાત્રક નદીના કિનારે માલપુર
  • પિંગળા અને મેશ્વો નદીનું સંગમસ્થાન નાગધરા તરીકે ઓળખાય છે.
  • અરવલ્લી જિલ્લામાંથી કર્કવૃત્ત રેખા પસાર થાય છે.
  • (કર્કવૃત્ત ગુજરાતના સાંબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, અરવલ્લી અને કચ્છ એમ કુલ છ જિલ્લામાંથી પસાર થાય છે.)

અરવલ્લી જાતિ પ્રમાણ

  • અરવલ્લી જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો છે. (સૌથી ઓછું દાહોદ જિલ્લામાં)

અરવલ્લી જિલ્લાની આર્થિક માહિતી

અરવલ્લી જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, સિંચાઇ યોજના, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે સ્ટેશન.

પાક

  • જિલ્લામાં બાજરી, મકાઈ, મગફળી, ઘઉં, કપાસ, તુવેર, એરંડા તથા બટાકા, ફલાવર જેવાં શાકભાજીનાં વાવેતર થાય છે.

ખનીજ

  • ફાયર કલે અને બાંધકામ માટેના પથ્થર ઉપરાંત ધનસુરા અને બાયડ તાલુકામાં ખનીજના મોટા ભંડારો આવેલા છે.

ઉદ્યોગો

  • લાકડાના ફર્નિચરનો ઉદ્યોગ

સિંચાઈ યોજના

  • વાત્રક બંધ
  • હાથમતી બંધ
  • માઝમ બંધ
  • શ્યામ સરોવર બંધ
  • મેશ્વો બંધ

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

  • 48 (નવા) નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.

રેલવે સ્ટેશન

  • મોડાસા રેલવે સ્ટેશન
  • ધનસુરા રેલવે સ્ટેશન
  • શામળાજી રોડ રેલવે સ્ટેશન

અરવલ્લી જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

અરવલ્લી જિલ્લાની ઐતિહાસિક ધરોહર, પવિત્ર સ્થાન, વાવ, તળાવ, સરોવર, મેળા, ઉત્સવો,સંગ્રહાલયો.

ઐતિહાસિક ધરોહર

  • દેવની મોરી

પવિત્ર સ્થાન

  • શામળાજી મંદિર
  • કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર
  • ભવનાથ મંદિર

વાવ - તળાવ - સરોવર

  • દેસણનો ભૃગુકુંડ
  • પગથીયાવાળી વાવ
  • કર્માબાઈનું તળાવ
  • ગેલમાતાની વાવ
  • હીરુ વાવ
  • વણઝારી વાવ
  • માલા વાવ
  • મેશ્વો સરોવર (શ્યામ સરોવર)

મેળા - ઉત્સવો

  • શામળાજીનો મેળો
  • ગાંધીધેરનો મેળો

સંગ્રહાલય ( મ્યુઝિયમ )

  • મોડાસા આર્ટ્સ કોલેજમાં આવેલા મ્યુઝિયમમાં માઝમ નદીમાંથી મળેલા પુરાતત્વીય : અવશેષો સંગ્રહવામાં આવ્યાં છે. (તા. મોડાસા)

  • શામળાજી સંગ્રહાલય જેની સ્થાપના વર્ષ 1992માં કરવામાં આવી હતી. (તા. ભિલોડા)

અરવલ્લી જિલ્લાના વિરલ વ્યક્તિઓ

અરવલ્લી જિલ્લાના સાહિત્યક્ષેત્ર ઉમદા વ્યક્તિઓ વિશે

સાહિત્ય ક્ષેત્રે

  • ઉમાશંકર જોશી (જન્મસ્થળ : બામણા, ઉપનામ : વાસુકિ, તા ભિલોડા)
  • રમણલાલ પિતાંબર સોની (જન્મ સ્થળ: કોકપુર મોડાસા, ઉપનામઃ સુદામો)

અરવલ્લી જિલ્લાના મહત્વના તાલુકાઓ