ભિલોડા
Table of Contents
Toggleભિલોડા તાલુકા વિશે
તાલુકો
ભિલોડા
જિલ્લો
અરવલ્લી
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
164
વસ્તી
2,39,216
ફોન કોડ
02771
પીન કોડ
383245
ભિલોડા તાલુકાના ગામડા
ભિલોડા તાલુકા વિશે માહિતી
મેશ્વો નદીના પટમાં મહારાજા ભોજનો ટીંબો તથા દેવની મોરીનો સ્તૂપ આવેલો છે. આ નદીના કાંઠે દેવની મોરી પાસે ઈ.સ. 1950-60 દરમિયાન ઉત્ખનન કરતાં પાષાણયુગના ઓજારો મળી આવ્યા હતાં. તેને શામળાજી સંગ્રહાલયમાં સાચવવામાં આવ્યા છે.
– ભિલોડામાં આવેલા દેવની મોરી સ્તૂપને ગુજરાત સરકારે બુદ્ધની સર્કિટ તરીકે વિકસાવેલી છે.
–
અરવલ્લી ગિરિમાળામાં આવેલું ઐતિહાસિક શામળાજી મંદિર અહીં આવેલું છે.
– ઈટેરીનો સ્તૂપ શ્યામ સરોવરમાં ડૂબી ગયેલ જગ્યાએથી મળી આવ્યો હતો.
– કીર્તિ સ્તંભ સાથેના દિગંબર જૈનોનું મહત્વનું મંદિર ભિલોડા તાલુકામાં આવેલું છે.
– વર્ષ 2009માં 60મા વન મહોત્સવ દરમિયાન શામળાજી ખાતે ‘શ્યામલ વનની’ સ્થાપના થઈ હતી. તે સમયે આ વન સાબરકાંઠા જિલ્લામાં હતું. પરંતુ વર્ષ 2013માં આ જિલ્લાની રચના સમયે શ્યામલ વન અરવલ્લી જિલ્લા હેઠળ સમાવાયું.
– ભિલોડા તાલુકાના નાંદેજ ખાતે આવેલ મહાકાળી મંદિર, મહાદેવ મંદિર, હનુમાનજી મંદિર તથા ભેંટાલીનું શિવપંચાયતન મંદિર અને મોટીબેબારનું શોભાયડા શિવમંદિર જાણીતાં સ્થળો છે.
– ગાંધીયુગના સાહિત્યકાર ઉમાશંકર જોશીનો જન્મ ભિલોડા તાલુકાના બામણા ગામ ખાતે થયો હતો.
ભિલોડા તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
ભિલોડા તાલુકામાં પ્રખ્યાત
- 1