બોરસદ

તાલુકો

બોરસદ

જિલ્લો

આણંદ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

66

વસ્તી

63,377

ફોન કોડ

02696

પીન કોડ

388540

બોરસદ તાલુકાના ગામડા

અલારસા, અમીયાદ, બદલપુર, બાણેજડા, ભાદરણ, ભાદરાણીયા, બોચાસણ, બોદાલ, બોરસદ, ચુવા, ડભાસી, દહેમી, દહેવાણ, ડાલી, દાવોલ, દેદરડા, ધનાવાસી, ધોબીકુઇ, ધુંદાકુવા, દિવેલ, ગાજણા, ગોલેલ, ગોરવા, હરખાપુરા, જંત્રાલ, ઝારોલા, કાલુ, કાંભા, કાંધરોટી, કંકાપુરા, કસારી, કાસુમબાદ, કઠાણા, કઠોલ, કવિઠા, ખાનપુર, ખેડાસા, કિંખલોદ, કોઠીયા ખાડ, મોટી શેરડી, નમાણ, નાની શેરડી, નાપા તળપદ, નાપા વાંટો, નિસરાયા, પામોલ, પિપલી, રણોલી, રાસ, રૂડેલ, સૈજપુર, સારોલ, સંતોકપુરા, સીંગલાવ, સિસ્વા, સુરકુવા, ઉમલાવ, ઉનેલી, વાછિયેલ, વડેલી, વહેરા, વાલવોડ, વાસણા, વાસણા (રાસ), વાસણા (જીઆઇડીસી), વિરસદ
Borsad

બોરસદ તાલુકા વિશે માહિતી

બોરસદ તાલુકાના ભાદરણ ગામેથી મોહેં-જો-દડો જેવી સામ્યતા ધરાવતી ઈટોના પુરાતત્વીય અવશેષો મળ્યાં છે. રણ ગામેથી

ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે નીલકંઠવર્ણી તરીકે ભારત ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે ઈ.સ. 1799માં બોચાસણમાં પ્રથમ વખત પધાર્યા હતા.

– બોરસદ તાલુકામાં આવેલા બોચાસણનું નામ બુચેશ્વર મહાદેવના નામ પરથી પડયું છે. બોચાસણ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયની BAPS સંસ્થાનું વડુમથક છે. આ સંસ્થાની સ્થાપના શાસ્ત્રીજી મહારાજે 5 જૂન, 1905ના રોજ કરી હતી. અહીં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણનું પ્રથમ મંદિર આવેલું છે.

બોરસદ ખાતે જોવાલાયક ફૂલમાતા મંદિર આવેલું છે.

નારાયણ દેવનું સુપ્રસિદ્ધ મંદિર બોરસદ તાલુકામાં આવેલું છે.

– મહેમુદ બેગડાએ બોરસદ પર કબજો કરી ત્યાં સત્તા સ્થાપી હતી. અહીં તેમણે વાવ બંધાવી હતી.

– ગાયકવાડ શાસન દરમિયાન દામાજીરાવ ગાયકવાડના સુબા રંગાજીરાવે 18મી સદીમાં બોરસદમાં કિલ્લો બંધાવ્યો હતો. આ ઉપરાંત, સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા ભાદરણમાં બનાવવામાં આવેલ જાહેર બાંધકામને કારણે ભાદરણએ ગાયકવાડનું પેરીસ તરીકે ઓળખાતું અને દાદાભગવાન (આંબાલાલ મુળજીભાઈ પટેલ)નો ઉછે૨ ભાદરણમાં થયો હતો.

અહીં ઈ.સ. 1923માં સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ બોરસદ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો.

ઈ.સ. 1930માં દાંડીકૂચ સત્યાગ્રહ દરમિયાન બોરસદ તાલુકાના રાસગામ ખાતેથી સરદાર વલ્લભભાઈ પટેલની દાંડીકૂચ પહેલા જ ધ૨૫કડ ક૨વામાં આવી હતી.

– મૂકસેવક રવિશંકર મહારાજની કર્મભૂમિ બોરસદ હતી.

બોરસદ તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

બોરસદ તાલુકામાં પ્રખ્યાત

  • 1