છોટા ઉદેપુર
Table of Contents
Toggleછોટા ઉદેપુર જિલ્લાના તાલુકા
છોટા ઉદેપુર, બોડેલી, પાવી જેતપુર, કવાંટ, નસવાડી, સંખેડા
છોટા ઉદેપુર જિલ્લાની રચના
છોટા ઉદેપુર જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013 ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં વડોદરા જિલ્લામાંથી કરવામાં આવી હતી
છો ટાઉદેપુર જિલ્લા વિશે
તાલુકા
6
સ્થાપના
15 ઓગસ્ટ, 2013
મુખ્ય મથક
છોટા ઉદેપુર
ક્ષેત્રફળ
3,436 (ચો. કિ.મી.)
RTO નંબર
GJ-34
સાક્ષરતા
65.20%
સ્ત્રી સાક્ષરતા
–
પુરુષ સાક્ષરતા
–
વસ્તી
10,71,831
સ્ત્રી વસ્તી
5,27,982
પુરુષ વસ્તી
5,44,849
વસ્તી ગીચતા
312
જાતિ પ્રમાણ
923
નગરપાલિકા
1
ગામડાઓની સંખ્યા
896
ગ્રામ પંચાયત
342
લોકસભાની બેઠકો
1
વિધાનસભાની બેઠકો
3 – (છોટા ઉદેપુર, પાવી જેતપુર, સંખેડા)
છોટા ઉદેપુર જિલ્લાની સરહદ
- ઉત્તર – પંચમહાલ,
દાહોદ - દક્ષિણ – મહારાષ્ટ્ર,
નર્મદા - પૂર્વ – મધ્ય પ્રદેશ
- પશ્ચિમ – વડોદરા
છોટા ઉદેપુર જિલ્લાનો ઇતિહાસ
- છોટા ઉદેપુર આઝાદી પહેલા દેશી રજવાડા તરીકે જાણીતું હતું.
- આ રજવાડાની સ્થાપના પતઈ રાવળના વંશજ જયસિંહના પૌત્ર ‘ઉદયસિંહ રાવળે’ ઈ.સ.1743માં કરી હતી.
- બ્રિટિશ શાસન દરમિયાન છોટા ઉદેપુર રજવાડુ રેવા કાંઠા એજન્સીનું પ્રથમ વર્ગનું રજવાડુ હતું.
- જિલ્લાના ઔતિહાસિક વારસા રૂપે અહીંના નૃત્ય, વેશભૂષાઓ, સંગીત, પીઠોરા ચિત્રકલા અને કાષ્ઠકલા ઉપરાંત ભાતીગળ આદિવાસી લોક સંસ્કૃતિ પાવી-જેતપુર, છોટા ઉદેપુર, કવાંટ જેવા તાલુકામાં હોળી જેવા તહેવારોમાં વિશેષ જોવા મળે છે.
છોટા ઉદેપુર જિલ્લાની ભૌગોલિક માહિતી
- જિલ્લાનું મુખ્ય મથક છોટા ઉદેપુર છે. જેની રચના વડોદરા જિલ્લામાંથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં 15 ઓગસ્ટ, 2013ના રોજ ક૨વામાં આવી હતી.
- છોટા ઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની સરહદને સ્પર્શતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો છે.
- છોટા ઉદેપુરની ટેકરીઓ વિંધ્ય પર્વતમાળાનો એક ભાગ ગણાય છે.
- છોટા ઉદેપુરમાં માખણીયો પર્વત, આંબા ડુંગર, નૈતીની ટેકરીઓ, છોટા ઉદેપુરની ટેકરીઓ, ડુંગર ગામ જેવા ડુંગરો આવેલા છે.
છોટા ઉદેપુરમાં આવેલી નદીઓ
- સુખી નદી
- ઓરસંગ નદી (જિલ્લાની સૌથી લાંબી નદી)
- ઉચ નદી
- અશ્વિન નદી
- મેણ નદી
- નર્મદા નદી (નર્મદા નદી અહીં મહારાષ્ટ્ર રાજ્ય અને છોટા ઉદેપુર જિલ્લાની સરહદ બનાવે છે.)
છોટા ઉદેપુર નદી કિનારે વસેલા શહેરો
- મેણ નદીના કિનારે કવાંટ શહેર
- ઓરસંગ નદીના કિનારે છોટા ઉદેપુર
છોટા ઉદેપુર જિલ્લાની આર્થિક માહિતી
છોટા ઉદેપુર જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, સિંચાઇ યોજના, રેલવે સ્ટેશન.
પાક
- જિલ્લામાં મકાઈનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે.
- ઘઉં, ડાંગર, મગફળી, કપાસ, તુવેર, તલ, કેળા વગેરેના પાક પણ અહીં થાય છે.
ખનીજ
- અહીંથી ડોલોમાઈટ, રેતી અને ફલોરસ્પાર જેવા ખનીજો પ્રાપ્ત થાય છે.
- આંબાડુંગર, ડુંગરગામ અને નૈતી ટેકરી વિસ્તારમાંથી ફલોરસ્પાર મળી આવે છે.
- સંખેડા તાલુકાના છુછાપુરા ગામ પાસેથી ‘ડોલોમાઈટ’ (લીલા રંગનો આરસ) મળે છે.
- છોટા ઉદેપુરમાંથી મળી આવતું ફલોરસ્પાર ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર એશિયામાં પ્રથમ ક્રમે આવે છે.
ઉદ્યોગો
- એશિયાનો સૌથી મોટો ફલોરસ્પાર પ્લાન્ટ આંબા ડુંગરમાં આવેલો છે.
- કવાંટ તાલુકાના કડીપાણીમાં ફલોરસ્પાર શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે. ફલોરસ્પારનો ઉપયોગ ધાતુ ઓગાળવામાં અને ખનીજતેલના શુદ્ધિકરણમાં થાય છે.
- સંખેડામાં ખરાદી કામ (લાકડા પરની કોતરણી)નો ઉદ્યોગ વિકસ્યો છે.
સિંચાઈ યોજના
- સુખી ડેમ
રેલવે સ્ટેશન
- છોટા ઉદેપુર રેલવે સ્ટેશન
- બોડેલી રેલવે સ્ટેશન
- સંખેડા રેલવે સ્ટેશન
- નસવાડી રેલવે સ્ટેશન
છોટા ઉદેપુર જિલ્લાની સાંસ્કૃતિક માહિતી
છોટા ઉદેપુર જિલ્લાની વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, સંગ્રહાલયો, ચિત્રકલા, લોકનૃત્ય, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.
વાવ - તળાવ - સરોવર
- કુસુમસાગર તળાવ
- નળદમયંતી સરોવર
મહેલો - હવેલી - કિલ્લાઓ
- કુસુમ વિલાસ પેલેસ
- કાલી નિકેતન રાજમહેલ
મેળા - ઉત્સવો
- કવાંટનો મેળો
- ચૂલનો મેળો
- ભાગુરિયાનો મેળો
- સમુ ઘુંટિયાનો મેળો
- ઈન્દનો મેળો
સંગ્રહાલય ( મ્યુઝિયમ )
- છોટા ઉદેપુરમાં આવેલા આદિવાસી લોકકલા સંગ્રહાલયની સ્થાપના વર્ષ 2003માં કરવામાં આવી હતી. આ સંગ્રહાલયમાં આદિવાસી લોકોનું જીવન પ્રદર્શિત કરવામાં આવે છે.
ચિત્રકલા
- પીઠોરા ચિત્રકલા
લોકનૃત્ય
- પટીમલી નૃત્ય
- આલેણી
- હલેણી નૃત્ય
યુનિવર્સિટી અને વિદ્યાપીઠ
- મંગળ ભારતી ગ્રામ વિદ્યાપીઠ
છોટા ઉદેપુર જિલ્લાના વિરલ વ્યક્તિઓ
છોટા ઉદેપુર જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર ઉમદા વ્યક્તિઓ વિશે
સાહિત્ય ક્ષેત્રે
–