દાહોદ

Table of Contents

દાહોદ જિલ્લાના તાલુકા

દાહોદ, દેવગઢ બારીયા, ધાનપુર, ફતેપુરા, ગરબાડા, લીમખેડા, ઝાલોદ, સંજેલી, સીંગવડ

દાહોદ જિલ્લાની રચના

દાહોદ જિલ્લાની રચના 2 ઓક્ટોબર, 1997 ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સમયમાં પંચમહાલ જિલ્લામાંથી કરવામાં આવી હતી

દાહોદ જિલ્લા વિશે

તાલુકા

9

સ્થાપના

2 ઓક્ટોબર, 1997

મુખ્ય મથક

દાહોદ

ક્ષેત્રફળ

3,642 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-20

સાક્ષરતા

58.82%

સ્ત્રી સાક્ષરતા

47.65%

પુરુષ સાક્ષરતા

70.01%

વસ્તી

21,26,558

સ્ત્રી વસ્તી

10,55,715

પુરુષ વસ્તી

10,70,843

વસ્તી ગીચતા

584

જાતિ પ્રમાણ

990

નગરપાલિકા

3

ગામડાઓની સંખ્યા

696

ગ્રામ પંચાયત

548

લોકસભાની બેઠકો

1

વિધાનસભાની બેઠકો

6 – (દાહોદ, દેવગઢ બારીયા, ફતેપુરા, ગરબાડા, લીમખેડા, ઝાલોદ)

દાહોદ જિલ્લાની સરહદ

  • ઉત્તર       –     મહીસાગર
  • દક્ષિણ    –     છોટાઉદેપુર,
                           મધ્ય પ્રદેશનો ઝાબુઆ જિલ્લો
  • પૂર્વ          –     રાજસ્થાનનો વાંસવાડા જિલ્લો
  • પશ્ચિમ     –    પંચમહાલ
Dahod

દાહોદ જિલ્લાનો ઇતિહાસ

  • ગુજરાતના પૂર્વના દરવાજાની ઉપમા ધરાવતો દાહોદ જિલ્લો દૂધમતી નદીના કિનારે વસેલો છે.

  • દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ કુલ બે રાજ્યોની સરહદ ધરાવે છે.

  • આમ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ (માળવા)ની બે (દો-હદ) સરહદ ધરાવતું દાહોદ તરીકે ઓળખાય છે.

  • આ જિલ્લામાં સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ આદિવાસી વસતી છે. આ આદિવાસીઓની પોતાની આગવી સંસ્કૃતિ હોળીના તહેવાર દરમિયાન વિશેષ જોવા મળે છે.

  • દધીચિ ઋષિની તપોભૂમિના કારણે દાહોદને ‘દધીભદ્ર’ કે ‘દધીપુર’ જેવા પ્રાચીન નામોથી પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત દાહોદની દૂધમતી નદીના કિનારે દધીચિ ઋષિએ તપ કરેલું તેથી આ નદીનું નામ દૂધમતી પડયું.

  • સિદ્ધરાજ જયસિંહના માળવા આક્રમણ વખતે લશ્કરના પડાવ દરમિયાન માત્ર એક રાત્રિ દરમિયાન દાહોદમાં છાબ તળાવ બનાવવામાં આવ્યું હતું.

  • છાબ તળાવની મુલાકાત ઈ.સ.1618માં બાદશાહ જહાંગીર દ્વારા ઉજ્જૈન જતી વખતે લેવાઈ હતી.

  • અહી રોકાણ દરમિયાન જહાંગીરના પુત્ર શાહજહાંની પત્ની મુમતાઝે પુત્ર ઔરંગઝેબને જન્મ આપ્યો હતો.

  • બાદશાહ શાહજહાંએ પુત્રના જન્મની ખુશીમાં આલમગીર મસ્જિદ બનાવી હતી.

  • ઔરંગઝેબના જન્મ સમયે તેમની નાળ (નાભી) દાહોદના ધાંચીવાડ વિસ્તારમાં શાહજહાંએ ખાડો ખોડીને દફન કરી હતી.

  • અહીં ઔરંગઝેબે બોડીને દફન કરી. મકબરો બનાવ્યો હતો.

  • ગઢીના કિલ્લા પર જવા માટે દાહોદની દૂધમતી નદીને પાર કરીને જવું પડતું હતું પરંતુ ત્યારબાદ ઔરંગઝેબના લશ્કરી પ્રતિનિધિ દ્વારા દૂધમતી નદી ૫૨ પુલ બાંધવામાં આવ્યો હતો

  • જે આજે જર્જરિત હાલતમાં જોવા મળે છે. ગઢીના કિલ્લામાં તાત્યાટોપે 1857નાં વિપ્લવ દરમિયાન દુશ્મનોથી બચવા માટે ગઢીના કિલ્લામાં ત્રણ દિવસ સંતાયા હોવાનું કહેવાય છે.

  • ઈન્દુલાલ યાજ્ઞિકે 19 ફેબ્રુઆરી, 1922ના રોજ દાહોદના કારમા દુષ્કાળનું વર્ણન કરતો પત્ર ગાંધીજીને અત્યંત વેદના અને દુષ્કાળ પીડિતોને રાહત મળે તેવી અપેક્ષા સાથે છાપ્યો હતો જેના પરિણામે ‘ભીલ સેવામંડળ‘ નામની આદિવાસી ઉત્કર્ષની મહાન સંસ્થાનો પાયો નંખાયો હતો.

  • ઈ.સ. 1922-23માં દાહોદના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામ ખાતે ઠક્કરબાપાએ (અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર) આશ્રમ સ્થાપી (ભીલ સેવામંડળ) નિરક્ષરતા નાબૂદી અને આદિવાસી કલ્યાણનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો.

  • ઈ.સ. 1939માં ઝવેરચંદ મેઘાણીએ અમૃતલાલને ‘ઠક્કરબાપાનું’ બિરુદ આપ્યું, જે કાયમી ઓળખ બની રહી. અહીં તેઓએ ઈ.સ. 1922માં ભીલ સેવા મંડળની સ્થાપના કરી અને તેના પ્રમુખ બન્યા હતા.

દાહોદ જિલ્લાની ભૌગોલિક માહિતી

  • જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે.
  • આ જિલ્લાની સ્થાપના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સમયમાં 2 ઓકટોબર, 1997ના રોજ પંચમહાલ જિલ્લામાંથી કરવામાં આવી હતી.

દાહોદમાં આવેલી નદીઓ

  • અનાસ નદી
  • માછણ નદી
  • હડફ નદી
  • કાલી નદી
  • પાનમ નદી
  • દૂધમતી નદી
  • ખાન નદી
  • કબૂતરી નદી

દાહોદ નદી કિનારે વસેલા શહેરો

  • હડફ નદીના કિનારે ધાનપુરા અને લીમખેડા
  • પાનમ નદીના કિનારે દેવગઢ બારિયા
  • દૂધમતી નદીના કિનારે દાહોદ

દાહોદ પ્રદેશોની ઓળખ

  • ઝાલોદ તાલુકાની પૂર્વ બાજુ વહેતી અનાસ નદી રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ બનાવે છે.

દાહોદ જાતિ પ્રમાણ

  • સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ દાહોદ જિલ્લામાં છે.

  • સૌથી વધુ ગ્રામીણ વસતી દાહોદ જિલ્લામાં છે.

  • વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ દાહોદ એ સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે. (સૌથી ઓછી ગ્રામીણ વસતી અમદાવાદ)

  • દાહોદ સૌથી ઓછો સાક્ષરતા દર તથા સૌથી ઓછો ગ્રામીણ સાક્ષરતા દર ધરાવતો જિલ્લો છે.

દાહોદમાં આવેલા અભયારણ્ય

  • સ્તનમહાલ રીંછ અભયારણ્ય

દાહોદ જિલ્લાની આર્થિક માહિતી

દાહોદ જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, સિંચાઇ યોજના, સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે સ્ટેશન.

પાક

  • જિલ્લામાં મુખ્ય પાક મકાઈ છે.

  • ગુજરાતમાં મકાઈનું સૌથી વધુ ઉત્પાદન દાહોદ જિલ્લો કરે છે.

  • આ ઉપરાંત જિલ્લામાં ડાંગર, બાજરી, મકાઈ, સોયાબીન, ઘઉં, ચણા અને તમાકુના પાક પણ લેવાય છે.

ખનીજ

  • દેવગઢબારિયા તાલુકાના પીપલોદમાં ટીમરુના પાન અને ઈમારતી લાકડાનું મોટું બજા૨ આવેલું છે.

  • દેવગઢ બારિયા તાલુકામાંથી ગ્રેફાઈટ મળે છે.

સિંચાઈ યોજના

  • પાટાડુંગરી બંધ
  • કબૂતરી બંધ
  • કાળી બંધ

સંશોધન કેન્દ્ર

  • હિલ મિલેટ (બાજરી)

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

  • 217 અને 56 (નવા નંબર પ્રમાણે) નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ અહીંથી પસાર થાય છે.

રેલવે સ્ટેશન

  • દાહોદ રેલવે સ્ટેશન
  • લીમખેડા રેલવે સ્ટેશન

દાહોદ જિલ્લાની વિકાસગાથા

  • દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં વર્ષ 2004થી દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે.

  • વર્ષ 2015માં ભારત સરકારની સ્માર્ટ સિટી યોજના અંતર્ગત દાહોદ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

દાહોદ જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

દાહોદ જિલ્લાની વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો.

વાવ - તળાવ - સરોવર

  • સરોવર કુંડ
  • ભીમ કુંડ
  • અમર કુંડ
  • ઠક્કરબાપા સરોવર
  • હસ્તેશ્વર તળાવ
  • દેલસર તળાવ
  • છાબ તળાવ

મહેલો - હવેલી - કિલ્લાઓ

  • ગઢીનો કિલ્લો

મેળા - ઉત્સવો

  • ગાય ગૌહરીનો મેળો
  • ગોળગધેડાનો મેળો
  • આમલી અગિયારસનો મેળો
  • યૂલનો મેળો
  • ગળદેવનો મેળો
  • ડાંડા રોપણીનો મેળો

દાહોદ જિલ્લાના વિરલ વ્યક્તિઓ

દાહોદ જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર ઉમદા વ્યક્તિઓ વિશે

સાહિત્ય ક્ષેત્રે

  • અંબાલાલ વ્યાસ (આદિવાસીઓના ઉદ્ધારક)