ગાંધીનગર

Table of Contents

ગાંધીનગર જિલ્લાના તાલુકા

ગાંધીનગર, દહેગામ, કલોલ, માણસા

ગાંધીનગર જિલ્લાની રચના

ગાંધીનગર જિલ્લાની રચના 1 ડિસેમ્બર, 1960 ના રોજ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી કરવામાં આવી હતી

ગાંધીનગર જિલ્લા વિશે

તાલુકા

4

સ્થાપના

1 ડિસેમ્બર, 1960

મુખ્ય મથક

ગાંધીનગર

ક્ષેત્રફળ

2,163 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-18

સાક્ષરતા

84.16%

સ્ત્રી સાક્ષરતા

75.76%

પુરુષ સાક્ષરતા

92.01%

વસ્તી

13,91,753

સ્ત્રી વસ્તી

6,67,889

પુરુષ વસ્તી

7,23,864

વસ્તી ગીચતા

650

જાતિ પ્રમાણ

650

નગરપાલિકા

4

ગામડાઓની સંખ્યા

303

ગ્રામ પંચાયત

302

લોકસભાની બેઠકો

1

વિધાનસભાની બેઠકો

5 – (દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, કલોલ, માણસા)

ગાંધીનગર જિલ્લાની સરહદ

  • ઉત્તર       –     મહેસાણા,
                           સાબરકાંઠા
  • દક્ષિણ    –     અમદાવાદ
  • પૂર્વ          –     અરવલ્લી,
                           ખેડા
  • પશ્ચિમ     –     મહેસાણા
Gandhinagar

ગાંધીનગર જિલ્લાનો ઇતિહાસ

  • ગાંધીનગર ‘ગ્રીનસિટી’ (ઉદ્યાન નગરી), પાટનગર સિટી (વહીવટી નગરી), ગુજરાતનું હરિયાળું શહેર અને સોલર સિટી જેવી ઉપમા પણ ધરાવે છે.

  • ઈ.સ. 1990માં ગાંધીનગરને ‘ગ્રીનેસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ગાંધીનગર જિલ્લાની ભૌગોલિક માહિતી

  • જ્યારે શરૂઆતમાં ગુજરાતનું પાટનગર અમદાવાદ હતું, ત્યારે ઈ.સ. 1960માં ડૉ. જીવરાજ મહેતાએ ગાંધીનગરનું નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવાનો સુચન કર્યો હતો.

  • ગુજરાતની સ્થાપના પછી, ઈ.સ. 1964માં ગાંધીનગર સૌપ્રથમ નવસર્જિત જિલ્લો બન્યો હતો.

  • ગાંધીનગર જિલ્લાની રચના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં 1 ડિસેમ્બર, 1964ના રોજ, અમદાવાદ અને મહેસાણા જિલ્લાઓમાંથી કરવામાં આવી હતી. જિલ્લાનું મુખ્ય મથક ગાંધીનગર છે.

  • ઈ.સ. 1965માં, હાલના ગુજરાત વિદ્યુત બોર્ડ સ્થિત થર્મલ પાવર સ્ટેશનનાં સરકીટ હાઉસના મકાનની જગ્યાએ, ગાંધીનગરની પ્રથમ ઈમારતની ઈંટ મૂકવામાં આવી હતી.

  • 11 ફેબ્રુઆરી, 1971ના રોજ, મુખ્યમંત્રીશ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં, ગાંધીનગર ગુજરાતનું 7મું પાટનગર બન્યું. ઈતિહાસમાં આ પહેલા આનંદપુર, દ્વારકા, ગિરિનગર, વલ્લભી, અણહિલપુર પાટણ, અને અમદાવાદ ગુજરાતના પાટનગર રહી ચૂક્યા છે.

  • ચંદીગઢના સ્થાપક લા’કાર્બુઝિયરની દેખરેખ હેઠળ, સ્થપતિ એચ.કે. મેવાડા અને પ્રકાશ આપ્ટે દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવી અને ગાંધીનગરને નાના મોટા 30 સેક્ટરમાં વિભાજિત કરીને સુઆયોજિત નગર વસાવવામાં આવ્યું.

  • ગાંધીનગર આશરે 57 ચો. કિ.મી. વિસ્તારમાં વિસ્તરાયેલું છે. તેમાં પશ્ચિમથી પૂર્વ ‘ક’ થી ‘જ’ આડા રસ્તાઓ અને દક્ષિણથી ઉત્તર ‘1’ થી ‘7’ ઊભા રસ્તાઓ છે, અને દરેક એક કિ.મી.ના અંતરે સર્કલ આવેલ છે.

  • ગુજરાતના શહેરોમાં સૌથી વધુ વૃક્ષો ગાંધીનગર શહેરમાં આવેલા છે.

ગાંધીનગરમાં આવેલી નદીઓ

  • સાબરમતી નદી
  • ખારી નદી
  • મેશ્વો નદી
  • વાત્રક નદી
  • સાબરમતી નદી અને મેશ્વો નદી એ ગાંધીનગર જિલ્લાની મુખ્ય નદીઓ છે.

ગાંધીનગર નદી કિનારે વસેલા શહેરો

  • સાબરમતી નદી કિનારે ગાંધીનગર અને મહુડી શહેરો વસેલા છે.

ગાંધીનગર જાતિ પ્રમાણ

  • સમગ્ર ગુજરાતમાં પુરુષ સાક્ષરતામાં ગાંધીનગર પ્રથમ ક્રમાંકે છે.

ગાંધીનગરમાં આવેલા અભયારણ્ય

  • ઈન્દ્રોડા પાર્ક
  • સરિતા ઉદ્યાન

ગાંધીનગર જિલ્લાની આર્થિક માહિતી

ગાંધીનગર જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, વિદ્યુત મથક, સંશોધન કેન્દ્ર, રેલવે સ્ટેશન.

પાક

  • જિલ્લામાં બાજરી, ઘઉં, તમાકુ, જુવાર, ડાંગર, મગ, એરંડા, વરિયાળી, બટાકા વગે૨ે પાક થાય છે.

ખનીજ

  • ઈન્દ્રોડા, વાવોલ, છત્રાલ અને પાનસરમાંથી ખનીજ તેલ તેમજ કુદરતી વાયુ મળી આવે છે.

  • ગાંધીનગરના કલોલ તાલુકાના પાનસર ખાતે તેલક્ષેત્ર આવેલું છે.

ઉદ્યોગો

  • ઈલેકટ્રોનિકસ ઉદ્યોગના વિકાસ માટે ગાંધીનગરમાં ‘ઔદ્યોગિક વસાહત’ સ્થાપવામાં આવી છે.
  • ખેતી અર્થે લોખંડના ઓજારો બનાવવાનો ઉદ્યોગ, તા. દહેગામ
  • ખનીજ તેલ અને કુદરતી વાયુઓનું સ્થળ, તા. કલોલ
  • કલોલમાં IFFCOનું રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે.

ડેરી ઉદ્યોગ

  • મધર ડેરી
  • મધુર ડેરી

વિદ્યુત મથક

  • થર્મલ પાવર સ્ટેશન

સંશોધન કેન્દ્ર

  • ફૂટ રિસર્ચ સ્ટેશન (ફળ સંશોધન કેન્દ્ર)
  • રિજનલ સ્ટેશન ફોર ફોરેજ પ્રોડકશન એન્ડ ડેમોન્સ્ટ્રેશન

રેલવે સ્ટેશન

  • ગાંધીનગ૨ રેલવે સ્ટેશન
  • કલોલ રેલવે સ્ટેશન
  • નાંદોલ-દહેગામ રેલવે સ્ટેશન
  • લોદરા રેલવે સ્ટેશન
  • રાંધેજા રેલવે સ્ટેશન

ગાંધીનગર જિલ્લાની વિકાસગાથા

  • મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા સૌપ્રથમ રાયસણને ગોકુળિયા ગામ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. તેમની સરકારના સમય દરમિયાન, ઈ.સ.1999માં ગાંધીનગર ખાતે ઈન્ફોસિટીનું શિલાન્યાસ થયું હતું.

  • ગુજરાતનું પ્રથમ સાંસ્કૃતિક વન ‘પુનિત વન’ વર્ષ 2004માં 55મા વન મહોત્સવ દરમિયાન સ્થાપવામાં આવ્યું હતું.

  • વર્ષ 2010માં ગાંધીનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો.

  • ગાંધીનગર ખાતે આવેલી વિધાનસભાનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી ‘વિઠ્ઠલભાઈ પટેલ ભવન’ રાખવામાં આવ્યું છે.

  • ભારત દેશનું એકમાત્ર ‘લીગલ હિસ્ટ્રી મ્યુઝિયમ’ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU, ગાંધીનગર)માં આવેલું છે.

  • વર્ષ 2017માં ‘ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટી’ની સ્થાપના ગાંધીનગર ખાતે કરવામાં આવી.

  • એશિયાની સૌપ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી છે.

  • ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં સ્થાપવામાં આવ્યું છે.

  • ગાંધીનગરમાં ‘કેપિટલ રેલવે સ્ટેશન ઓફ ધ આર્ટ’ આકાર લઈ રહ્યું છે. આ સ્ટેશનની છત પોલિકાર્બોનેટ શીટથી બનશે અને સ્ટેશનની રેલવે ટ્રેક ઉપર 300 રૂમ ધરાવતી ફાઈવ સ્ટાર હોટલનું નિર્માણ કરવામાં આવનાર છે.

  • ગુજરાત રાજ્યનો ગાંધીનગર જિલ્લો ઉજ્જવલા યોજના અંતર્ગત પ્રથમ કેરોસીન મુક્ત જિલ્લો બન્યો છે.

  • ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)ની સ્થાપનાનો પ્રસ્તાવ વર્ષ 2017ની વાઈબ્રન્ટ સમિટમાં મૂકવામાં આવ્યો હતો. ગિફ્ટ સિટીમાં બેલ્જિયમ દ્વારા સૌપ્રથમ વાણિજ્ય દૂતાવાસ ખોલવામાં આવ્યો હતો અને કઝાકિસ્તાનએ ડિસેમ્બર 2018માં ગિફ્ટ સિટી ખાતે દૂતાવાસ શરૂ કર્યું હતું.

  • ગિફ્ટ સિટી ખાતે ડિસેમ્બર 2019માં પ્રથમ વખત બેંક ઓફ અમેરિકાએ ગ્લોબલ બિઝનેસ સર્વિસ યુનિટ શરૂ કર્યું હતું.

  • ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું બાલભવન નિર્માણ થવાનો છે, જેમાં ‘ટોય મ્યુઝિયમ’ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. આ મ્યુઝિયમ ગાંધીનગર જિલ્લાના ગિફ્ટ સિટીના નજીક શાફપુર અને રતનપુર ગામ વચ્ચે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટના નિર્માણમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી મહત્વની ભૂમિકા ભજવશે.

ગાંધીનગર જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

ગાંધીનગર જિલ્લાની વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, સંગ્રહાલયો, ગ્રંથાલયો, ગ્રંથભંડાર, યુનિવર્સિટી, વિદ્યાપીઠ, જાણીતી સાહિત્ય એકેડમીઓ અને સમાધિ સ્થળો

વાવ - તળાવ - સરોવર

  • અડાલજની વાવ
  • સાંપાની વાવ
  • માણસાની વાવ
  • અંબાપુરની વાવ
  • સૂર્યજોત તળાવ
  • સંત સરોવર ડેમ
  • નાથીબા સરોવર
  • મલાવ તળાવ

મહેલો - હવેલી - કિલ્લાઓ

  • વનરાજ પેલેસ

મેળા - ઉત્સવો

  • પલ્લીનો મેળો
  • વસંતોત્સવ

સંગ્રહાલય ( મ્યુઝિયમ )

  • નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય
  • મહાવીર જૈન આરાધના કેન્દ્ર
  • પોડિયમ સંગ્રહાલય

ગ્રંથાલયો - ગ્રંથભંડાર

  • શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા
  • ગુજરાત મધ્યસ્થ ગ્રંથાલય, ગાંધીનગર

યુનિવર્સિટી અને વિદ્યાપીઠ

  • ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)
  • ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી
  • ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી (DA-IICT)
  • પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU)
  • કડી સર્વ વિશ્વ વિદ્યાલય (KSV)
  • ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી
  • કામધેનુ યુનિવર્સિટી
  • સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત
  • સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી
  • સ્પોર્ટ્સ ટીચર્સ યુનિવર્સિટી
  • ટીચર્સ યુનિવર્સિટી
  • મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિદ્યાલય – સાદરા
  • ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL)
  • ગુજરાત રક્ષા (રક્ષાશક્તિ) યુનિવર્સિટી
  • ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી

જાણીતી સાહિત્ય એકેડમીઓ

  • ગુજરાત સાહિત્ય અકાદમી

સમાધિ સ્થળો

  • ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની સમાધિ નર્મદાઘાટ ગાંધીનગ૨ ખાતે આવેલી છે.

ગાંધીનગર જિલ્લાના વિરલ વ્યક્તિઓ

ગાંધીનગર જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, નાટ્ય ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે

સાહિત્ય ક્ષેત્રે

  • રઘુવીર ચૌધરી (જન્મ : ગાંધીનગર)
  • કેશવલાલ ધ્રુવ ‘વનમાળી’ (જન્મ : દહેગામ)
  • વિનોદ ભટ્ટ (જન્મ : દહેગામ)
  • રસિકલાલ પરીખ ‘મૂષિકાર’ (જન્મ : ગાંધીનગ૨)

નાટ્ય ક્ષેત્રે

  • પ્રાણલાલ ખરસાણી ‘ગુજરાતના ચાર્લી ચેપ્લિન’ (જન્મ : કલોલ)

ગાંધીનગર જિલ્લાના મહત્વના તાલુકાઓ