ગીર ગઢડા
Table of Contents
Toggleગીર ગઢડા તાલુકા વિશે
તાલુકો
ગીર ગઢડા
જિલ્લો
ગીર સોમનાથ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
42
વસ્તી
15,600
ફોન કોડ
02875
પીન કોડ
362530
ગીર ગઢડા તાલુકાના ગામડા
ગીર ગઢડા તાલુકા વિશે માહિતી
ગીરગઢડા તાલુકામાં અને અમરેલી જિલ્લાની સરહદે તુલસીશ્યામ તીર્થસ્થળ આવેલું છે. અહીં ભગવાન તુલસીશ્યામનું મંદિર આવેલ છે જે જુગલ રાયચંદે બંધાવ્યું હતું તથા ડુંગર પર રુકમણીમાતાનું મંદિર આવેલું છે. દંતકથા મુજબ શ્રીકૃષ્ણે તલદેત્ય નામના રાક્ષસનો વધ કર્યો હતો તેથી આ સ્થળ તુલસીશ્યામ તરીકે ઓળખાય છે. અહીં ગરમ પાણીના 7 કુંડ આવેલા છે જેનો સ્કંદપુરાણમાં ‘તત્પોદક’ તરીકે ઉલ્લેખ થયો છે.
તુલસીશ્યામ નજીક રસ્તા પર દ્રષ્ટિભ્રમના કારણે કોઈપણ વસ્તુ ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ ગતિ કરતી હોય તેવો આભાસ થાય છે. આ જગ્યા ‘ગ્રેવિટી હિલ’ તરીકે ઓળખાય છે.
ગીરગઢડાના જામવાળા ગામે શીગવડો નદી પર ઝમઝીરનો ધોધ આવેલો છે. આ ધોધની બાજુમાં પરશુરામના પિતા જમદગ્નિ અને તેમની માતા રેણુકાનો આશ્રમ આવેલો છે.
– ગીરગઢડા તાલુકામાં આવેલું બાણેજ પ્રાચીન તીર્થ સ્થળ છે. અહીં માતા કુંતીને તરસ લાગતા અર્જુને જમીન પર બાણ મારીને ગંગાને પ્રગટ કરી હતી આથી આ સ્થળ બાણગંગા તરીકે ઓળખાય છે. પ્રાચીન સમયમાં બાણેજ વાલ્મીકી આશ્રમ તરીકે જાણીતું હતું. આ સ્થળ ગુજરાતનું એકમાત્ર મતદાતા ધરાવતું સ્થળ હતું જે ભરતદાસ બાપુના અવસાન બાદ સમાપ્ત થયું. બાણેજના નામકરણની લોકવાયકા છે કે બાણ ગંગેશ્વર મહાદેવ જે તળેટીમાં આવેલા છે તે ડુંગ૨નો આકાર શંકરના બાણ જેવો છે. જેથી આ સ્થળ બાણેજ કહેવાય છે.
– ગીરગઢડા તાલુકામાં દ્રોણેશ્વર ખાતે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરના શિવલિંગ પર સતત પાણીનો પ્રવાહ વહેતો રહે છે.
ગીર ગઢડા તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
ગીર ગઢડા તાલુકામાં પ્રખ્યાત
- 1