ગીર સોમનાથ

Table of Contents

ગીર સોમનાથ જિલ્લાના તાલુકા

વેરાવળ, ગીર ગઢડા, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા, ઉના

ગીર સોમનાથ જિલ્લાની રચના

ગીર સોમનાથ જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013 ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં જુનાગઢ જિલ્લામાંથી કરવામાં આવી હતી

ગીર સોમનાથ જિલ્લા વિશે

તાલુકા

6

સ્થાપના

15 ઓગસ્ટ, 2013

મુખ્ય મથક

વેરાવળ

ક્ષેત્રફળ

3,775 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-38

સાક્ષરતા

76.49%

સ્ત્રી સાક્ષરતા

67.59%

પુરુષ સાક્ષરતા

85.80%

વસ્તી

12,17,477

સ્ત્રી વસ્તી

5,97,451

પુરુષ વસ્તી

6,20,026

વસ્તી ગીચતા

348

જાતિ પ્રમાણ

969

નગરપાલિકા

5

ગામડાઓની સંખ્યા

380

ગ્રામ પંચાયત

329

લોકસભાની બેઠકો

વિધાનસભાની બેઠકો

4 – (સોમનાથ, તાલાલા, કોડીનાર, ઉના)

ગીર સોમનાથ જિલ્લાની સરહદ

  • ઉત્તર       –     જુનાગઢ
  • દક્ષિણ    –     અરબ સાગર
  • પૂર્વ          –     અમરેલી
  • પશ્ચિમ     –     અરબ સાગર
Gir Somnath

ગીર સોમનાથ જિલ્લાનો ઇતિહાસ

  • વર્ષ 2013માં જૂનાગઢ જિલ્લામાંથી વિભાજીત થતાં રચાયેલા ગીર સોમનાથ જિલ્લો અરબ સાગરના દરિયા કિનારે સ્થિત છે.
  • ગીર સોમનાથ જિલ્લો સંસ્કૃતિ અને લોકજીવનથી પરિપૂર્ણ છે. અહીંની વિશેષતાઓમાં સામેલ છે:
  • સાગર ખેડૂઓનું લોકજીવન.
  • તલાલા તાલુકાના ‘શિરવાણ’ અને ‘જાંબુર’ ગામના સીદી સમુદાયના લોકો અને તેમનું ધમાલ નૃત્ય.
  • સોમનાથનું વિલક્ષણ મંદિર.
  • ભગવાન શ્રી કૃષ્ણનું દેહોત્સર્ગ સ્થળ ભાલકા તીર્થ.
  • ગરમ પાણીના કુંડ માટે ઓળખાતા તુલસીશ્યામ.
  • સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાં જોવા મળતા એશિયાટિક લાયન્સ.
  • ઉના તાલુકામાં આવેલ શાણા વાંકીયા ગામની અંદાજે 5 હજાર વર્ષ જૂની બૌદ્ધ ધર્મની ગુફાઓ.

ગીર સોમનાથ જિલ્લાની ભૌગોલિક માહિતી

  • વેરાવળ જિલ્લા મુખ્ય મથક છે, જે 15 ઓગસ્ટ 2013ના રોજ, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયગાળામાં, જૂનાગઢ જિલ્લામાંથી અલગ કરીને બનાવવામાં આવ્યો હતો.

  • ગીર સોમનાથ જિલ્લામાં “શાણા ડુંગર” અને “તુલસીશ્યામ” ડુંગર સ્થિત છે.

  • વેરાવળથી ઓખા સુધીના દરિયામાં વ્હેલ અને શાર્ક માછલીઓ જોવા મળે છે.

  • સોમનાથ મંદિરના દરિયા કિનારેથી દક્ષિણ ધ્રુવ સુધી ખૂણાની વિના દૃષ્ટિ આપવી શકાય છે. એટલે કે, સોમનાથ મંદિર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે ફક્ત દરિયો અડફેટે છે.

  • ગુજરાતમાં મગરોના સંવર્ધન માટેનું સૌથી મોટું આવાસ કેન્દ્ર કમલેશ્વર ડેમ છે, જે હિરણ નદી પર સ્થિત છે.

ગીર સોમનાથમાં આવેલી નદીઓ

  • મછુંદ્રી નદી
  • શીંગવડો નદી
  • ધાતરવાડી નદી
  • દેવકા નદી
  • રાવળ નદી
  • સોમનાથ નદી
  • હિરણ નદી
  • કપિલા નદી
  • સરસ્વતી નદી
  • સોમનાથ ખાતે ત્રિવેણી સંગમ પામતી કપિલા, સરસ્વતી અને હિરણ નદીઓ આવેલી છે.

ગીર સોમનાથ નદી કિનારે વસેલા શહેરો

  • કોડીનાર શીંગવડો નદીના કિનારે
  • વેરાવળ દેવકા નદીના કિનારે
  • ઉના મછુંદ્રી નદીના કિનારે
  • સોમનાથ અને તાલાળા હિરણ નદીના કિનારે

ગીર સોમનાથ પ્રદેશોની ઓળખ

  • જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ચોરવાડથી ગીરસોમનાથ જિલ્લાની ઉના તાલુકા સુધીના વિસ્તારને લીલીનાઘેર પ્રદેશ કહેવાય છે. (અગત્યની નોંધ: અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પણ લીલીનાઘેરનો થોડા પ્રમાણમાં હિસ્સો આવેલો છે.)

  • જ્યારે મોટા ભાગનો પ્રદેશ ગીરસોમનાથ જિલ્લામાં આવે છે અને આ વિસ્તાર માણાવદરથી નવી બંદર સુધી ‘પ્રદેશ ઘેડ’ તરીકે ઓળખાય છે.

ગીર સોમનાથમાં આવેલા અભયારણ્ય

  • ગીર અભયારણ્ય
  • ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

ગીર સોમનાથ જિલ્લાની આર્થિક માહિતી

ગીર સોમનાથ જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, બંદરો, સિંચાઇ યોજના, સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે સ્ટેશન.

પાક

  • જિલ્લામાં મગફળી, જુવાર, ઘઉં, શેરડી, નારિયેળ, બાજરી, ડુંગળી, કેળાં, કપાસ વગેરે પાક પણ થાય છે.

  • કેસર કેરીના ઉત્પાદનમાં ગીરસોમનાથ જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે તથા કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન તાલાળા તાલુકામાં થાય છે.

  • ગીરની કેસર કેરીને વર્ષ 2011માં GI ટેગ આપવામાં આવ્યો હતો.

ખનીજ

  • જિલ્લામાં ચૂનો, કેલ્સાઈટ, સીસું, બોકસાઈટ વગેરે મળે છે.

ઉદ્યોગો

  • કોડીનારમાં ખાંડનું કારખાનું આવેલું છે.

  • કોડીનારમાં ‘હાઈટેક સિમેન્ટ ઈન્ડસ્ટ્રિઝ’માં પોર્ટલેન્ડ અને ઓઈલવેવ સિમેન્ટનું ઉત્પાદન થાય છે.

  • સુત્રાપાડામાં ‘ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડનું સોડા’ એશ અને ‘કોસ્ટિક સોડા’ બનાવવાનું કારખાનું છે.

  • કોડીનાર તાલુકાના વડનગરમાં ‘અંબુજા સિમેન્ટ’નું કારખાનું છે. જેથી વડનગર ‘અંબુજાનગર’ તરીકે ઓળખાય છે.

  • આદિત્ય બિરલા નુવો લિમિટેડ કંપનીનો સમાવેશ ભારતની રૈયોન બનાવતી મોટી કંપનીઓમાં થાય છે.

બંદરો

  • રાજપરા બંદર
  • નવા બંદર
  • માઢવાડ બંદર
  • વેરાવળ બંદર
  • ધામળેજ બંદર
  • હીરાકોટ બંદર

સિંચાઈ યોજના

  • તાલાળા તાલુકામાં હિરણ નદી પર કમલેશ્વર (હિરણ- 1) ડેમ આવેલો છે.
  • તાલાળા તાલુકામાં હિરણ નદી પર હિરણ 2 ડેમ આવેલો છે.
  • ગીરગઢડા તાલુકામાં શીગવડો નદી પર શીગવડો ડેમ આવેલો છે.
  • ગીરગઢડા તાલુકામાં મછુંદ્રી નદી પર મછુંદ્રી ડેમ આવેલો છે.
  • ગીરગઢડા તાલુકામાં રાવળ નદી ૫૨ રાવળ ડેમ આવેલો છે.

સંશોધન કેન્દ્ર

  • પ્રાદેશિક શે૨ડી સંશોધન કેન્દ્ર
  • ગુજરાત ઈકોલોજી એન્ડ એન્વાયરન્મેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન (GEER)

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

  • 51 (નવા) નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.

રેલવે સ્ટેશન

  • સોમનાથ રેલવે સ્ટેશન
  • વેરાવળ રેલવે સ્ટેશન
  • તાલાળા રેલવે સ્ટેશન
  • સાસણગીર રેલવે સ્ટેશન
  • કોડીનાર રેલવે સ્ટેશન
  • ઉના કોકીના રેલવે સ્ટેશન

ગીર સોમનાથ જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

ગીર સોમનાથ જિલ્લાની ઐતિહાસિક ધરોહર, વાવ, તળાવ, સરોવર, મેળા, ઉત્સવો, લોકનૃત્ય, સંગ્રહાલયો, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.

ઐતિહાસિક ધરોહર

  • સોમનાથ મંદિર
  • ભાલકા તીર્થ

વાવ - તળાવ - સરોવર

  • કોચરીવાવ
  • ગુપ્તપ્રયાગ કુંડ
  • ત્રિવેણી કુંડ (ગંગા-જમના-સરસ્વતી)
  • બ્રહ્મકુંડ
  • સૌમ્ય સરોવર
  • ગરમપાણીના સાત કુંડ
  • પ્રાચી કુંડ
  • ચ્યવન કુંડ

મેળા - ઉત્સવો

  • બાર જ્યોતિર્લિંગમાંના એક સોમનાથ તીર્થસ્થળે છેલ્લા અઠ્ઠાવન વર્ષથી કારતક માસની તેરસથી પૂનમ સુધી મેળો ભરાય છે તથા શ્રાવણ માસના દરેક સોમવારે સોમનાથ મંદિરમાં ઉત્સવનું આયોજન થાય છે.
  • જલેશ્વરનો મેળો
  • ગુપ્તપ્રયાગનો મેળો

લોકનૃત્ય

  • ધમાલ નૃત્ય

સંગ્રહાલય ( મ્યુઝિયમ )

  • પ્રભાસપાટણ મ્યુઝિયમ

યુનિવર્સિટી અને વિદ્યાપીઠ

  • સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી

ગીર સોમનાથ જિલ્લાના વિરલ વ્યક્તિઓ

ગીર સોમનાથ જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, સ્વતંત્ર સેનાની ક્ષેત્રે, અન્ય ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે

સાહિત્ય ક્ષેત્રે

  • ધીરુભાઈ ઠાકર ‘સવ્યસાચી’ (જન્મ : કોડીનાર)

સ્વતંત્ર સેનાની ક્ષેત્રે

  • પુષ્પાબેન મહેતા (જન્મ : પ્રભાસપાટણ)

અન્ય ક્ષેત્રે

  • દેવાયત બોદર (જન્મ : કોડીનાર)

ગીર સોમનાથ જિલ્લાના મહત્વના તાલુકાઓ