ગોંડલ

તાલુકો

ગોંડલ

જિલ્લો

રાજકોટ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

83

વસ્તી

1,73,353

ફોન કોડ

02825

પીન કોડ

360311

ગોંડલ તાલુકાના ગામડા

અંબારડી, અનીડા, અનલગઢ, બાંધીયા, બાંદરા, બેટાવાડ, ભંડારીયા, ભારુડી, ભોજપુરા, ભાણવા, બીલડી, બીલીયાળા, ચરખડી, ચોરડી, દડવા હમીરપરા, દાઇયા, દાળિયા, દેરડી કુંભાજી, દેવચડી, દેવાખાડી, દેવળા, ધુડાશીયા, ગામળા, ઘોઘાવદર, ગોમતા, ગરનાળા, ગોંડલ, ગુંદાળા, ગુંદાસરા, હડમતાળા, હડમતિયા, જામવળી, કમાઢિયા, કામરકોટિયા, કાંટોળીયા, કમળકોટિયા, કેશવાળા, ખંભાલીડા, ખાંડાધાર, કોલીથડ, લીલાખા, લુણીવાવ, મહીકા મોટા, મહિકા નાના, માંડણકુંડલા, મસીતાળા, મેસપર, મેતા ખંભાળીયા, મોટા સખપર, મોટી ખીલોરી, મોવીયા, મુંગાવાવડી, નગાડકા, નાના સખપર, નવાગામ, પડાવળા, પાંચિયાવદર, પાટીદડ, પાટીયાળી, પાટખીલોરી, પીપળીયા, રણસીકી, રાવણા, રીબ, રીબડા, રૂપાવટી, સજદીયાળી, શેમળા, શિવરાજગઢ, શ્રીનાથગઢ, સિંધાવદર, સુલતાનપુર, ત્રાકુડા, ઉંવાડા મોટા, ઉંવાડા નાના, વછરા, વળધરી, વંથલી, વાસાવડ, વેજાગામ, વેકરી, વિંઝીવાડ, વોરાકોટડા
Gondal

ગોંડલ તાલુકા વિશે માહિતી

ગોંડલ ગોંડલી નદીના કિનારે વસેલુ છે.

食 ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ પાસે હડપ્પીય સભ્યતાનો રોજડીનો ટીંબો આવેલો છે.

– ભુવનેશ્વ૨ી શકિતપીઠનું મંદિર ગોંડલમાં આવેલું છે.

– ગોંડલ તાલુકાના અનળગઢ ગામે અનળગઢનો કિલ્લો આવેલો છે.

– ગોડલના મહારાજા ભગવતસિંહજીએ ઈ.સ.1865માં 26 વર્ષના સંશોધન બાદ ગુજરાતી ભાષાના સૌપ્રથમ શબ્દકોશ ‘ભગવદ્ગોમંડલની’ રચના કરી. આ શબ્દકોશને ગુજરાતી ભાષાના Encyclopedia તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દકોશ 9 ભાગમાં વિભાજિત થયેલો છે જેમાં લગભગ પોણા ત્રણ લાખ શબ્દોનો સમાવેશ કરાયો છે.

આ ઉપરાંત, તેમણે ગોડલમાં સૌપ્રથમ વખત વર્ષ 1917માં મફત અને ફરજિયાત કન્યા શિક્ષણ તથા વીજળીની શરૂઆત કરાવી હતી.

– ગોડલના ખંભાલીડા ગામે બૌદ્ધ સ્થાપત્ય વિહારો અને ચૈત્યગૃહો ધરાવતી ખંભાલીડાની ગુફાઓ આવેલી છે. આ ગુફા ક્ષત્રપ વંશના સમયની છે. જેની શોધ પી.પી.પંડયા દ્વારા થઈ હતી.

– અહીં, અક્ષર પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું તીર્થ સ્થાન અહીં આવેલું છે. મુખ્યત્વે અહી આવેલ અક્ષરદેરી શ્રદ્ધાળુઓ માટે જ સુખ્યત્વ આસ્થાનું કેન્દ્ર છે

ગોંડલ તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

ગોંડલ તાલુકામાં પ્રખ્યાત

  • 1