હિંમતનગર

તાલુકો

હિંમતનગર

જિલ્લો

સાબરકાંઠા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

137

વસ્તી

2,24,436

ફોન કોડ

02772

પીન કોડ

383001

હિંમતનગર તાલુકાના ગામડા

અદાપુર, અડપોદરા, આગીયોલ, આકોદરા, અમરાપુર, આંબાવાડા, અરજણપુરા, બલોચપુર, બળવંતપુરા, બાંખોર, બાવસાર, બેરણા, ભાદરડી, ભાવપુર, બિલપણ, બોરીયા ખુરદ, ચાંપલાનાર, ચાંદરણી, દેથરોટા, ડેમાઇ મોટી, ડેમાઇ નાની, દેરોલ, દેસાસણ, ઢબાલ, ઢાંઢા, ઢુંઢોર, ગઢા, ગઢોડા, ગાંભોઇ, ગામડી, ઘોરવાડા, હડીયોલ, હાજીપુર, હમીરગઢ, હમીરગઢ, હંસલપુર, હાપા, હાથરોલ, હિંમતનગર, હિમંતપુર, હુંજ, ઇલોલ, જાંબુડી, જામલા, જવાનગઢ, જવાનપુરા, જીતોડ, જીવાપુર, જોરાપુર, ખડોલી, કાળોદરી, કાનડા, કણાઇ, કણીયોલ, કાશીપુરા કંપા, કાકણોલ, કરણપુર, કાઠવાડીયા, કાટવડ, કેનપુર, કેશરપુરા, ખાંધોલ, ખણુસા, ખેડ, ખેડાવાડા, કુમ્પ, લાલપુર, લાલપુર, લીખી, લોલાસણ, મહાદેવપુરા (ખેડાવાડા), મહાદેવપુરા (કુંદોલ), મહાદેવપુરા (લોલાસણ), મહાદેવપુરા (સઢા), મહેરપુરા, માલી, મનોરપુર, માનપુર, માથાસુળીયા, માંકડી, મોરડુંગરા, મોતીપુરા, મુનપુર, નાદરી, નાદરી પેથાપુર, નાવા, નવલપુર, નવલપુર, નવાનગર, નિકોડા, નુરપુર, પરબડા, પેઢમાલા, પેથાપુર, પીપળીયા, પીપલોડી, પીપોદર, પોળાજપુરા, પ્રતાપપુરા, પ્રેમપુર, પુરાલ, રાયપુર, રાયસીંગપુરા, રાજપુર, રાજપુર, રાજપુર, રાજપુર, રંગપુર, રાયગઢ, રૂપાલ, સાચોદર, સઢા, સવગઢ, સાહેબાપુરા, સાકરોડીયા, સારોલી, સિહોલી, શ્રાવણા, સુરજપુરા, સુરપુર, સુરપુર (લીખી), તાજપુરી, તાંડોલ, ઠુમરા, વાગડી, વજાપુર, વકતાપુર, વામોજ, વાંટડા, વાસણા, વાસણા, વાસણી, વાવડી, વેજારાપનો મઠ, વીરાવાડા, વીરપુર, દોલગઢ
Himatnagar

હિંમતનગર તાલુકાનો ઇતિહાસ

હિંમતનગરનું પ્રાચીન નામ ‘અહમદનગર’ હતું.

હિંમતનગર તાલુકાના રાયસિંગ પુરા અને ખેડચાંદરણી ગામ વચ્ચે ખેડ-રોડા સ્મારક સમૂહ (રોડા મંદિર સમૂહ) આવેલા છે. અહીં સાત હિંદુ મંદિરો આવેલાં છે. ગુર્જર પ્રતિહારોના શાસનમાં ચાલુકય શૈલીમાં બંધાયેલ ભવ્ય મંદિર સમૂહના (રોડા મંદિર સમૂહ) આજે માત્ર અવશેષો જ રહ્યા છે. જ્યાં શરણેશ્વરના શિવશકિત મંદિર અને લાખા ડેરા જૈન મંદિરોમાં આજે પણ પૂજન થાય છે. આ મંદિરોમાં મંદિર નંબર 7 સિવાય બધા મંદિર કદમાં નાના છે. આ રોડા મંદિર સમૂહમાં ‘લાડચીમાતા’ નો પ્રાચીન કુંડ આવેલો છે.

પાટણ ચડાઈ વખતે શરણેશ્વર મંદિરનો ધ્વંસ અલાઉદ્દીન ખિલજીના ભાઈ અલફખાન દ્વારા કરવામાં આવ્યો હતો.

આ મંદિરોનું નિર્માણ 8મી કે 9મી સદીમાં રાષ્ટ્રકુટના સમયમાં થયું હોવાનું મનાય છે.

હિંમતનગરમાં જામા મસ્જિદ, સાંથલેશ્વર મહાદેવ મંદિર, ચારમુખી મહાદેવનું મંદિર, પાર્શ્વ પદ્માવતી જૈન તીર્થ, મીની પાવાગઢ તરીકે ઓળખાતું 300 વર્ષ જૂનું મહાકાલી મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે.

* ભોળાભાઈ પટેલ દ્વારા સ્થપાયેલી સાબરડેરી હિંમતનગર તાલુકામાં આવેલી છે.

અહીં, આકોદરા ગામે ભારતની સૌપ્રથમ અને દેશની સૌથી મોટી એનિમલ હોસ્ટેલ આવેલી છે.

– હિંમતનગર તાલુકાના આકોદરા ગામે ભારતની સૌપ્રથમ અને દેશની સૌથી મોટી એનિમલ હોસ્ટેલનું નરેન્દ્ર મોદીના હસ્તે વર્ષ 2011માં લોકાપર્ણ કરવામાં આવ્યુ હતુ.

– 1 જાન્યુઆરી, 2015માં ICICI બેંક દ્વારા આકોદરા ગામને ડિજિટલ ઈ-વિલેજ પાઈલટ પ્રોજેકટ હેઠળ ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વિલેજ વિકસાવવામાં આવ્યું હતું.

હિંમતનગર તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

હિંમતનગર

1