જામનગર
Table of Contents
Toggleજામનગર જિલ્લાના તાલુકા
જામનગર, ધ્રોળ, જામજોધપુર, જોડિયા, કાલાવડ, લાલપુર
જામનગર જિલ્લાની રચના
1 મે, 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે જામનગર જિલ્લાની રચના કરવામાં આવી હતી
જામનગર જિલ્લા વિશે
તાલુકા
6
સ્થાપના
1 મે, 1960
મુખ્ય મથક
જામનગર
ક્ષેત્રફળ
6,026 (ચો. કિ.મી.)
RTO નંબર
GJ-10
સાક્ષરતા
73.65%
સ્ત્રી સાક્ષરતા
65.33%
પુરુષ સાક્ષરતા
81.50%
વસ્તી
14,07,635
સ્ત્રી વસ્તી
6,80,009
પુરુષ વસ્તી
7,27,626
વસ્તી ગીચતા
152
જાતિ પ્રમાણ
939
નગરપાલિકા
4
ગામડાઓની સંખ્યા
421
ગ્રામ પંચાયત
415
લોકસભાની બેઠકો
1
વિધાનસભાની બેઠકો
5 – (કાલાવડ, જામજોધપુર, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ)
જામનગર જિલ્લાની સરહદ
- ઉત્તર – કચ્છનો અખાત
- દક્ષિણ – પોરબંદર
- પૂર્વ – મોરબી,
રાજકોટ - પશ્ચિમ – દેવભૂમિ દ્વારકા
જામનગર જિલ્લાનો ઇતિહાસ
- જામનગર, જે ‘રંગમતી’ અને ‘નાગમતી’ નદીના કિનારે વસેલું છે, એક જાજરમાન ઈતિહાસ ધરાવતું શહેર છે. આ શહેર ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ છે અને વિવિધ ઉપમાઓ જેમ કે ‘છોટેકાશી,’ ‘કાઠિયાવાડનું રત્ન,’ ‘પિત્તળ નગરી,’ ‘નવા નગર સ્ટેટ,’ ‘ઓઈલ સિટી,’ અને ‘સૌરાષ્ટ્રનો પેરિસ’થી ઓળખાય છે.
- આ જિલ્લો બંદરીય ઉદ્યોગો અને સંરક્ષણની બાબતે મોખરાનું સ્થાન ધરાવે છે. અહીંની આયુર્વેદિક યુનિવર્સિટી, ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિમાં, વૈશ્વિક સ્તરે પ્રશંસનીય છે.
- જામ રાવલજીએ ઈ.સ. 1540માં નાગમતી નદીના કિનારે જામનગરની સ્થાપના કરી હતી, જેને નવાનગર-સ્ટેટ તરીકે ઓળખવામાં આવતું હતું.
- વર્ષ 1889માં, જામ વિભાજી એ સંગીત શાળા શરૂ કરી હતી, જેમાં આચાર્ય પદે આદિત્ય રામ વ્યાસને નિમવામાં આવ્યા હતા. આદિત્ય રામે ધ્રુપદ પ્રકારની ગાયનશૈલી ચતુરંગને પ્રચલિત કરી હતી.
- ઈ.સ. 1914માં, જામ રણજીત સિંહએ નવા રાજ્યનું સુઆયોજન કરી અને તેનો વિકાસ કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમણે સોમનાથ મંદિર બાંધવામાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું હતું અને દેશી રજવાડાઓના વિલીનીકરણમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
- જામનગરના મહેલમાં આવેલા ભીંતચિત્રોની મુખ્ય વિષયવસ્તુ ‘ભૂચરમોરી’નું યુદ્ધ છે, જેમાં ગુજરાતના સુલતાન મુઝફફરશાહ ત્રીજા પર અકબરના સુબા મિરઝા અઝીઝ કોકાનો આક્રમણ થયું હતું. મુઝફફરશાહ ત્રીજા જામ જનકના રાજા જામ સતાજીના શરણે ગયો, જેને બરડા ડુંગરમાં આશ્રય આપ્યો અને મિરઝા અઝીઝ કોકા સામે ધ્રોલ તાલુકાના ભૂચરમોરી ગામ ખાતે યુદ્ધ લડ્યું.
- જૂથની આગેવાની હેઠળના જૂનાગઢ અને કુંડલા રજવાડાના સૈન્યો છેલ્લી ઘડીએ મુઘલ સાથે જોડાઈ ગયા, અને નવાનગર સ્ટેટની હાર થઈ. આ યુદ્ધને ‘સૌરાષ્ટ્રનું પાણીપત’ કહેવામાં આવે છે.
- આ યુદ્ધમાં જામ સતાજી અને તેની સાથે શહીદ થયેલા વીરોની યાદમાં, વર્ષ 2016માં 67મા વન મહોત્સવ દરમિયાન ‘શહીદ વન’ બનાવવામાં આવ્યું.
- ક્રિકેટર જામ રણજીત સિંહની યાદમાં, ઈ.સ. 1934માં પટિયાલાના મહારાજા ભૂપેન્દ્ર સિંહે ક્રિકેટ ક્ષેત્રે રણજી ટ્રોફીની શરૂઆત કરી હતી. ભારતના સૌપ્રથમ ફાસ્ટ બોલર ‘અમરસિંહ નકુમ’ પણ જામનગરના જ વતની હતા. નવાનગર સ્ટેટ સૌરાષ્ટ્રની એકમાત્ર ક્રિકેટ ટીમ હતી, જેમણે રણજી ટ્રોફી જીતી હતી. સિંધુ સંસ્કૃતિના પ્રાચીન સ્થળો આમરા અને લાખા બાવળ પણ જામનગરમાં આવેલ છે.
જામનગર જિલ્લાની ભૌગોલિક માહિતી
- 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે જામનગર જિલ્લાની રચના કરવામાં આવી હતી. જિલ્લાનું મુખ્ય મથક જામનગર છે.
- ગુજરાતની 8 મહાનગરપાલિકાઓમાંની એક જામનગર મહાનગરપાલિકા છે. (વર્ષ 1981)
- ગુજરાતમાં જામનગર જિલ્લો બીજી સૌથી લાંબી દરિયાઈ સરહદ ધરાવે છે જ્યારે સૌથી લાંબી દરિયાઈ સરહદ કચ્છ જિલ્લો ધરાવે છે.
- જામનગરની બાંધણીને વર્ષ 2014-15માં GI ટેગ આપવામાં આવ્યો હતો.
જામનગરમાં આવેલી નદીઓ
- આજી નદી
- ફૂલઝર નદી
- નાગમતી નદી
- ઉંડ નદી
- રંગમતી નદી
- કંકાવટી નદી
- રૂપારેલ નદી
- સાસોઈ નદી
- વર્તુ નદી
જામનગર નદી કિનારે વસેલા શહેરો
- જામનગર રંગમતી અને નાગમતી નદીના કિનારે
- ધ્રોલ ઉડ નદીના કિનારે
જામનગર પ્રદેશોની ઓળખ
- જામનગર અને તેની આજુ-બાજુનો પ્રદેશ ‘હાલાર’ તરીકે ઓળખાય છે. હાલાર નામ રાજા જામ હાલાજીના નામ પરથી પડયું હતુ. જામ રાવળે હાલારને ‘હાલાવાડ’ તરીકે ઓળખાવ્યું હતું.
- જામનગરમાં સતિયા દેવ ડુંગર અને ગોપની ટેકરી જેવા ડુંગરો આવેલા છે. ઉપરાંત અલિચ ડુંગર અને અલેકની ટેકરી આવેલી છે.
- જામનગર નજીક કચ્છના અખાતમાં ઘણા નાના-મોટા પરવાળાના ટાપુઓ આવેલા છે. જેમાં મુખ્ય ટાપુ ‘પિરોટન’ ગણાય છે. આ ઉપરાંત જામનગર તાલુકામાં ‘રોઝી બેટ’ પણ આવેલો છે.
જામનગરમાં આવેલા અભયારણ્ય
- મરીન અભયારણ્ય
- મરીન નેશનલ પાર્ક
- ખીજડિયા પક્ષી અભયારણ્ય
જામનગર જિલ્લાની આર્થિક માહિતી
જામનગર જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, બંદરો, સિંચાઇ યોજના, વિદ્યુત મથક, સંશોધન કેન્દ્ર, હવાઈ મથક, રેલવે સ્ટેશન.
પાક
- જિલ્લામાં મુખ્યત્વે મગફળી, જુવાર, ઘઉં, બાજરી, બટાકા, ડુંગળી, લસણ, કપાસ વગેરે પાક થાય છે.
ખનીજ
- ગુજરાતમાં સૌથી વધુ બોકસાઈટ જામનગર જિલ્લામાંથી મળે છે.
- આ ઉપરાંત, જિપ્સમ (ચિરોડી), ચૂનાનો પથ્થર અને ચિનાઈ માટી જામનગર જિલ્લામાંથી મળે છે.
ઉદ્યોગો
- રિલાયન્સ પેટ્રોલિયમ રિફાઈનરી, જે વિશ્વની સૌથી મોટી ખનીજ તેલ રીફાઈનરી છે. આ રિફાઈનરી જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે આવેલી છે.
- જામનગર તાલુકાના સચાણા ખાતે જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે.
- આ ઉપરાંત સિમેન્ટ ઉદ્યોગ, યંત્ર ઉદ્યોગ, ચિનાઈ માટીનાં વાસણો, રસાયણ ઉદ્યોગ, દવા, સુતરાઉ કાપડ, ગરમ કાપડ, કાગળ ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ વગેરે ઉદ્યોગો જોવા મળે છે.
ડેરી ઉદ્યોગ
- જામનગર ડેરી
બંદરો
- જામનગર બંદર
- જોડિયા બંદર
- બેડી બંદર
- સિક્કા બંદર
- રોઝી બંદર
- સચાણા બંદર
સિંચાઈ યોજના
- રણજિતસાગર ડેમ નાગમતી નદી પર આવેલો છે. તા. જામનગર
- રંગમતી ડેમ રંગમતી નદી ૫૨ આવેલો છે.
- ઉંડ ડેમ ઉંડ નદી પર આવેલો છે
વિદ્યુત મથક
- સિકકા થર્મલ પાવર સ્ટેશન
સંશોધન કેન્દ્ર
- મિલેટ રિસર્ચ સ્ટેશન
હવાઈ મથક
- જામનગર હવાઈમથકનો વહીવટ કેન્દ્રીય સંરક્ષણ ખાતું સંભાળે છે.
રેલવે સ્ટેશન
- જામનગર રેલવે સ્ટેશન
- લાલપુર રેલવે સ્ટેશન
- જામજોધપુર રેલવે સ્ટેશન
- ધ્રોલ રેલવે સ્ટેશન
- જોડિયા રેલવે સ્ટેશન
જામનગર જિલ્લાની સાંસ્કૃતિક માહિતી
જામનગર જિલ્લાની વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, સંગ્રહાલયો, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.
વાવ - તળાવ - સરોવર
- લાખોટા તળાવ (રણમલ તળાવ)
- રણજિત સાગર સરોવર
મહેલો - હવેલી - કિલ્લાઓ
- પ્રતાપ વિલાસ પેલેસ
- વિભા વિલાસ પેલેસ
- લાખોટા પેલેસ
- જામસાહેબનો પેલેસ
- દરબાર ગઢ
- લખોટાનો કિલ્લો
સંગ્રહાલય ( મ્યુઝિયમ )
- જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિકિવટીઝ
યુનિવર્સિટી અને વિદ્યાપીઠ
- ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી
- લોકસાહિત્ય વિદ્યાલય
જામનગર જિલ્લાના વિરલ વ્યક્તિઓ
જામનગર જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, ક્રિકેટ ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, અન્ય ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે
સાહિત્ય ક્ષેત્રે
- ગુણવંત આચાર્ય (જન્મઃ જામનગર)
ક્રિકેટ ક્ષેત્રે
- જામ રણજીત સિંહ (જન્મ: જામનગર)
- વિનુ માંકડ (જન્મઃ જામનગર)
- અમરસિંહ નકુમ (જન્મઃ જામનગર)
- અજય જાડેજા (જન્મ : જામનગર)
- રવિન્દ્ર જાડેજા (જન્મઃ જામનગર)
રાજકીય ક્ષેત્રે
- સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી-ઉચ્છંગરાય ઢેબર (જન્મઃ જામનગર)
- મનસુખલાલ ઝવેરી (જન્મઃ જામનગર)
અન્ય ક્ષેત્રે
- જનરલ રાજેન્દ્રસિંહ (સૈન્ય)
- ઉદ્યોગપતિ નાનજીભાઈ કાલીદાસ મહેતા (જન્મઃ ગોરાણા)