જામનગર સીટી
Table of Contents
Toggleજામનગર સીટી વિશે
તાલુકો
જામનગર સીટી
જિલ્લો
જામનગર
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
114
વસ્તી
8,51,948
ફોન કોડ
0288
પીન કોડ
361001
જામનગર સીટીના ગામડા
જામનગર સીટી વિશે માહિતી
પ્રાચીન સમયમાં આ વિસ્તારમાં આવેલ સંસ્કૃત પાઠશાળાઓના કારણે એક સમયે જામનગર ‘છોટે કાશી’ તરીકે ઓળખાતું હતું.
– જામનગરને આર્યુવેદ અને વૈદ્યોનાં પિયર તરીકે ઓળખવામાં આવે છે. ઝંડુ ભટ્ટજી દ્વારા સ્થપાયેલી ઝંડુ ફાર્મસી અહીં આવેલ છે.
– જામનગરની પિતળની કારીગરી, કંકુ, મેશ અને બાંધણી જેવી વસ્તુઓ વખણાય છે.
– સૌરાષ્ટ્રના જામનગર, જેતપુર, ભૂજ અને માંડવી બાંધણી માટેનાં જાણીતા સ્થળો છે. બાંધણી બનાવવાની આ કળાને ‘ટાઈ-એન્ડ–ડાઈ’ અંગ્રેજીમાં કહેવામાં આવે છે. લગ્નપ્રસંગે નવવધૂના ઘરચોળામાં પણ બાંધણીની ભાત જોવા મળે છે.
બાંધણી
-> બાંધણી મલમલ અને સુતરાઉ કાપડ પ૨ બનાવવામાં આવે છે. બાંધણીમાં જરીકામને ‘બંધેજ’ કહેવામાં આવે છે.
– સમગ્ર દેશમાં જામનગર એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં ત્રણેય સશસ્ત્ર દળ (વાયુ દળ, ભૂમિ દળ અને નૌકાદળ)ના તાલીમ કેન્દ્રો આવેલા છે.
–
જામનગર તાલુકાના વાલસુરા ખાતે રોજી બંદર સ્થિત નૌકાદળ તાલીમ કેન્દ્ર, જામનગર તાલુકાના બેડી ખાતે વાયુદળનું તાલીમ કેન્દ્ર આવેલું છે. નૌકામથક ઈન્ડિયન નેવલ સર્વિસ ખાતે આર્ટિફિશિયલ ઈન્ટિલિજન્સ (AI) અને બિગ ડેટા એનાલિટિકસ લેબોરેટરીનું ચીફ ઓફ નેવેલ સ્ટાફ એડમીરલ કરમબીર સિંહના હસ્તે ઉદ્ઘાટન ક૨વામાં આવ્યું.
– જામનગર તાલુકામાં આવેલા અણદાબાવાના આશ્રમની સ્થાપના આણંદજી સોનીએ કરી હતી.
– ગુજરાતના જામનગરમાં મોટી ખાવડી ગામમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવશે જેને ‘ગ્રીન્સ ઝુઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ તરીકે ઓળખવામાં આવશે.
– જામનગરના રાજવી તથા પક્ષીવિદ જામસાહેબ શત્રુશલ્ય સિંહજીના સહકારથી જામનગ૨માં 9 જાન્યુઆરી, 2017 ના રોજ ‘સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ’ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2017માં દેશના પ્રથમ બર્ડ આઈ.સી.યુ.નો પ્રારંભ જામનગર ખાતે કરવામાં આવ્યો છે.
–
જામનગરમાં ગુજરાતનું સૌપ્રથમ વીજળીથી ચાલતુ સ્મશાન માણેકબાઈ મુકિતગૃહ, ભૂજિયો કોઠો, પ્રતાપ વિલાસ મહેલ, ધનવંતરિ મંદિર, ખંભાળીયાનો દરવાજો, પ્રેમ ભીક્ષુજી પ્રેરિત 1 ઓગસ્ટ, 1964 થી નિરંતર ચાલતી બાલા હનુમાન મંદિરની રામધૂન, લખોટા ટાવર, નાગનાથનું મંદિર, જુમ્મા મસ્જિદનો શિલાલેખ અને સૌર ચિકિત્સા માટે સૂર્યની ગતિ મુજબ ફરતુ સોલેરિયમ (જેમાં સૂર્યના કિરણો દ્વારા ઉપચાર થાય છે, જે જામ રણજીતસિંહજી દ્વારા ઈ.સ.1933માં સ્થપાયું હતું)વગેરે જોવાલાયક સ્થળો છે.
– જામનગર જિલ્લામાં હાલારી ગર્દભ (ગઘેડા) જોવા મળે છે.
– ગુજરાતના જામનગર જિલ્લામાં જન્મેલા ક્રિકેટર વિનુ માંકડને વર્ષ 2021માં ICC હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું.
– જામનગરના રાજવી ‘હિંમતસિંહજી જુવાનસિંહજી જાડેજા’ ઈ.સ. 1952માં હિમાચલ પ્રદેશના સૌપ્રથમ લેફટેનન્ટ ગવર્નર બન્યાં હતાં.
જામનગર સીટીમાં જોવાલાયક સ્થળો
- 1
જામનગર સીટીમાં પ્રખ્યાત
- 1