જસદણ
Table of Contents
Toggleજસદણ તાલુકા વિશે
તાલુકો
જસદણ
જિલ્લો
રાજકોટ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
70
વસ્તી
1,01,043
ફોન કોડ
02821
પીન કોડ
360050
જસદણ તાલુકાના ગામડા
જસદણ તાલુકા વિશે માહિતી
જસદણ તાલુકાના પીપળીયા ગામે ઘેલો નદીના કાંઠે ‘ઘેલા–સોમનાથ’ તીર્થ સ્થળ આવેલું છે. આ મંદિરની સ્થાપના ચુડાસમા વંશના મીનળદેવીએ કરી હતી. અહીંનું મૂળ શિવલિંગ પ્રભાસ પાટણના સોમનાથ મહાદેવના મંદિરનું છે. અહીં ચુડાસમા વંશના મહિપાળ રાજાની પુત્રી મીનળ દેવીએ મુસ્લિમ શાસક ઝફરખાનની સોમનાથ ચડાઈ વખતે સૈનિકોથી બચવા સમાધિ લીધી હોવાની લોકવાયકા છે. આ સ્થળે પર્વત ઉપર મીનળ દેવીની દેરી આવેલી છે.
– લાખા ફુલાણીનો પાળીયો જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલો છે. મૂળ કચ્છના લાખા ફુલાણીને તેના ચારિત્ર્યના કારણે પિતાએ ઘરબહાર કર્યો અને તે કાઠીયાવાડમાં આવ્યો હતો. થાન ખાતે તેમણે લાખા નામનું ગામ વસાવ્યું હતું.
–
ત્યારબાદ જૂનાગઢના રાજા રા’ગ્રહરિપુ સાથેની મિત્રતાના કારણે આટકોટ વસાવવા માટે આમંત્રણ આપ્યું જ્યાં લાખાએ પોતાનું થાણું સ્થાપ્યું હતું. મૂળરાજ સોલંકી અને રા’ગ્રહરિપુ વચ્ચેના યુદ્ધમાં લાખો ફુલાણી મૃત્યુ પામ્યો અને તેની સ્મૃતિમાં અહીં પાળીયો બાંધવામાં આવ્યો છે.
જસદણ તાલુકામાં અષ્ટમુખી મહાદેવ મંદિર આવેલ છે જે 150 વર્ષથી પણ વધારે જૂનું છે. તે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર અષ્ટમુખી મંદિર છે તથા અહીં કાળુપીરની દરગાહનો શિલાલેખ આવેલો છે
જસદણ તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
જસદણ તાલુકામાં પ્રખ્યાત
- 1