જુનાગઢ
Table of Contents
Toggleજુનાગઢ જિલ્લાના તાલુકા
જુનાગઢ શહેર, જુનાગઢ ગ્રામ્ય, ભેંસાણ, કેશોદ, માળિયા, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર
જુનાગઢ જિલ્લાની રચના
1 મે, 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે જુનાગઢ જિલ્લાની રચના કરવામાં આવી હતી
જુનાગઢ જિલ્લા વિશે
તાલુકા
10
સ્થાપના
1 મે, 1960
મુખ્ય મથક
જુનાગઢ
ક્ષેત્રફળ
5,092 (ચો. કિ.મી.)
RTO નંબર
GJ-11
સાક્ષરતા
67.78%
સ્ત્રી સાક્ષરતા
56.43%
પુરુષ સાક્ષરતા
78.74%
વસ્તી
15,27,292
સ્ત્રી વસ્તી
7,42,040
પુરુષ વસ્તી
7,85,252
વસ્તી ગીચતા
277
જાતિ પ્રમાણ
955
નગરપાલિકા
7
ગામડાઓની સંખ્યા
548
ગ્રામ પંચાયત
491
લોકસભાની બેઠકો
1
વિધાનસભાની બેઠકો
5 – (માણાવદર, જુનાગઢ, વિસાવદર, કેશોદ, માંગરોળ)
જુનાગઢ જિલ્લાની સરહદ
- ઉત્તર – રાજકોટ
- દક્ષિણ – ગીર સોમનાથ,
અરબ સાગર - પૂર્વ – અમરેલી
- પશ્ચિમ – પોરબંદર
જુનાગઢ જિલ્લાનો ઇતિહાસ
- અઢી હજાર વર્ષનો ઈતિહાસ ધરાવતા નગરો અત્યંત ઓછા છે, જેમાં જૂનાગઢનો સમાવેશ થાય છે. જૂનાગઢ પ્રાચીનકાળમાં ગિરિનગર, કરણકુંજ, મણિપુર, રિવંત, પુરાતનપુર, જીર્ણદુર્ગ, મુસ્તુફાબાદ, નરેન્દ્રપુર, પ્રતાપપુર, અને ચંદ્રકેતપુર નામે ઓળખાતું હતું. ઈ.સ. 1820માં બ્રિટિશોએ ‘જૂનાગઢ’ નામ અપાયું.
- ઈ.સ. 1868 સુધી જૂનાગઢના સરકારી દસ્તાવેજોમાં ‘જીરણગઢ’ તરીકે ઉલ્લેખ થતો હતો. 9 નવેમ્બર, 1949એ જૂનાગઢ જિલ્લાનો ભારતીય સંઘમાં જોડાણ થયો. 15 એપ્રિલ, 1948ના રોજ જૂનાગઢ, માંગરોળ, બાટવા, પોરબંદર, સરદારગઢ, વાડીયા, કોટડા, સાંગાણી, ધ્રાંગધ્રા, પાલિતાણા જેવા નાના દેશી રજવાડાઓનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થઇને ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર’ બન્યું.
- સરદાર પટેલ દ્વારા કરવામાં આવેલા રજવાડાઓના વિલીનીકરણમાં સામેલ ન થનારા ત્રણ રજવાડાઓમાં એક જૂનાગઢ રજવાડું હતું. જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજા પાકિસ્તાનમાં જોડાવા માંગતા હતા, જ્યારે પ્રજા ભારત સાથે જોડાવા ઈચ્છતી હતી.
- આ સંદર્ભે જૂનાગઢ જિલ્લાનો મુક્તિ સંગ્રામ શરૂ થયો. શામળદાસ ગાંધીની અધ્યક્ષતામાં આરઝી હકૂમતની સ્થાપના થઈ અને રતુભાઈ અદાણીને સેનાપતિ બનાવવામાં આવ્યા. આ સેનાએ ગ્રામ્ય વિસ્તારો કબજે કરવા શરૂ કર્યા અને પ્રજામાં નવો ઉત્સાહ આવ્યો. નવાબે બિનશરતી શરણાગતિ સ્વીકારી અને 8 નવેમ્બર, 1947ના રોજ જૂનાગઢ આઝાદ થયું. 9 નવેમ્બર જૂનાગઢનો ‘આઝાદી દિન’ તરીકે ઉજવવામાં આવે છે.
- ઈ.સ. 1949માં જૂનાગઢ સ્ટેટ સૌરાષ્ટ્રનો ભાગ બન્યો, ત્યારબાદ ઈ.સ. 1956માં દ્રિભાષી મુંબઈ રાજ્યનો હિસ્સો બન્યો અને ઈ.સ. 1960માં ગુજરાતનું અભિન્ન અંગ બની ગયું.
- ભકત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવેલી હતી અને અહીં નરસિંહ મહેતાનો ચોરો પણ આવેલો છે.
- મૌર્યવંશની રાજધાની ગિરિનગર આજે જૂનાગઢ તરીકે ઓળખાય છે. અહીં મૌર્ય, ક્ષત્રપ, ગુપ્ત, મૈત્રક, ચુડાસમા અને મુસ્લિમ વંશના રાજાઓએ શાસન કર્યું હતું.
- ગિરનારની તળેટીમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ‘બ્રાહ્મી’ લિપિ અને ‘પાલી’ ભાષામાં લખાયો છે, જેને સૌપ્રથમ કર્નલ ટોડે શોધી કાઢી હતી અને તેના ઉકેલવામાં જેમ્સ પ્રિન્સેપે મદદ કરી હતી.
- અશોકના શિલાલેખનો ગુજરાતીમાં અનુવાદ ભગવાનલાલ ઈન્દ્રજીને ફાળે જાય છે, જેમાં 14 આજ્ઞાઓ કોતરેલી છે.
- સ્કંદગુપ્તનો શિલાલેખ ‘બ્રાહ્મી’ લિપિમાં અને ‘સંસ્કૃત’ ભાષામાં લખાયો છે, અને રૂદ્રદામાનો શિલાલેખ ‘સંસ્કૃત’ ભાષામાં લખાયો છે.
- મૌર્ય કાળમાં ગિરિનગરમાં સમ્રાટ અશોકના શાસનકાળમાં બૌદ્ધ ગુફાઓની બાંધણી કરવામાં આવી હતી. ચૂડાસમા શાસક રા’ખેંગારના નામ સાથે જોડીને ‘ખેંગાર મહેલ’ પણ કહેવામાં આવે છે. આ ગુફાઓ વિશાળ પથ્થરને કોતરી એકથી વધુ મજલાવાળી બનાવવામાં આવી હતી. આ ગુફાઓને ‘ખાપરા કોડિયા ગુફા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
- કુખ્યાત બહારવટિયા ખાપરા અને કોડિયા ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફાઓમાં સંતાઈને રહેતા. જેના કારણે લોકોમાં ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ ખાપરા કોડિયાની ગુફા તરીકે જાહેર થઈ હતી. ખાપરા-કોડિયા રા’માંડલિક અને નરસિંહ મહેતાના સમકાલીન હતા.
- ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગે ઈ.સ. 640માં જૂનાગઢ શહેરની મુલાકાત લીધી હતી.
- ગિરનાર પર્વતને ‘ઉજ્જયંત’, ‘રૈવત’ કે ‘રૈવતક’, અને ‘સાધુઓના પિયર’ તરીકે ઓળખવામાં આવે છે. ગિરનાર પર ઈટાવાનો સ્તૂપ અને બોરિયાનો ઈટેરી સ્તૂપ સ્થિત છે.
- કવિ નાન્હાલાલે ‘ગિરનારના ચરણે’ કાવ્યોમાં ગિરનારનું વર્ણન કર્યુ છે. બ. ક. ઠાકોરે ‘આરોહણ’ કાવ્ય ગિરનારને ધ્યાનમાં રાખી લખ્યું છે, અને કવિ દયારામે તેના કાવ્ય ‘રસિકવલ્લભ’માં જૂનાગઢના જીર્ણગઢ તરીકે ઉલ્લેખ કર્યો છે.
- ગિરનારને ‘વસ્ત્રાપથ’ ક્ષેત્ર પણ કહેવામાં આવે છે, કારણ કે અહીં સિદ્ધ યોગીઓએ વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો.
- ગિરનાર પર્વતમાં પાંચ ઊંચા શિખરો છે: ગોરખનાથ (3600 ફૂટ), અંબાજી (3300 ફૂટ), ગૌમુખી (3120 ફૂટ), જૈન મંદિર (3300 ફૂટ), અને માળી પરબ (1800 ફૂટ). આ ઉપરાંત, ઊંચા શિખરોમાં અંબાજી, દત્તાત્રેય, ઓઘડ, અને નેમિનાથ જેવા સ્થળો પણ છે.
- ગોરખનાથ શિખર પર નાથ સંપ્રદાયના નવ નાથમાંના ગોરખનાથનો ધુણો અને ચરણ પાદુકા આવેલી છે. અહીંથી નીચે ઉતરીને કમંડળ કુંડ પાસે દતાત્રેય ભગવાનનું ત્રેતાયુગ સમયનું ષટ્કોણ આકારનું મંદિર છે, જ્યાં ભગવાન દત્તની પાદુકા છે.
- 12મી સદીમાં ગિરનાર ખાતે 22મા તીર્થંકર નેમિનાથે અહીં પાકું પ્રસાદ કરી મોક્ષ પ્રાપ્ત કર્યો હતો અને વસ્તુપાળ અને તેજપાળે અહીં સુંદર દેરાસરો બનાવ્યા. નેમીનાથના દેરાસર પાસે ઋષભદેવની વિશાળ પ્રતિમા છે, જેને જૈનો ‘અદબદજી દાદા’ તરીકે ઓળખે છે. અહીં ચાર શિલાલેખો પણ છે. નેમિનાથ મંદિરની પાછળ જગમાલ ગોરધનનું દેહરુ છે, જેમણે જૈન મંદિરોના મુનીમ તરીકે સેવા આપી હતી. જૂનાગઢમાં જગમાલ ચોક તેમના નામ પરથી નામવામાં આવ્યું છે. આ ઉપરાંત, કુમાળપાળે બનાવેલા દેરાસર, હાથીકુંડ, અને રાજુલની ગુફા વગેરે જોવાલાયક છે.
- મલ્લિનાથનું જૈન મંદિર વસ્તુપાળ અને તેજપાળ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ગિરનાર પર્વતમાં દિગંબર અને શ્વેતાંબર બંને જૈન પંથોના મંદિરો છે. ઈ.સ. 1232 થી 1242 વચ્ચે બનાવેલા પાર્શ્વનાથના દેરાસરો સ્થાપત્યકલાનું શ્રેષ્ઠ નમૂન છે. આ ઉપરાંત જૂનાગઢના ગિરનાર પર્વત પર ભૈરવ જપ, રામચંદ્રજીની પાદુકા, હનુમાન ધારા, હાથીપગલા, અને છ શિલાલેખ સાથેનું વસ્તુપાળનું મંદિર, સંપ્રતિ મંદિર જેવા જોવાલાયક સ્થળો છે. ગિરનાર હિન્દુ અને જૈન ધર્મના લોકો માટે મહત્વનું યાત્રાધામ છે.
- જૂનાગઢના છેલ્લાં રાજપૂત રાજા રા’ગંગાજળીયાનું મૂળ નામ રા’માંડલિક હતું. રા’માંડલિક રોજ ગંગાજળથી સ્નાન કરતો હતો, તેથી તેને રા’ગંગાજળીયાનું બિરુદ મળ્યું. રા’માંડલિક (રા’ગંગાજળીયો) નરસિંહ મહેતાના સમકાલીન રાજા હતા. કહેવાય છે કે તેમના દરબારમાં નરસિંહ મહેતાની હારમાળાનો પ્રસંગ બન્યો, જે ઝવેરચંદ મેઘાણીએ પોતાની કથા ‘ગંગાજળીયા’માં વર્ણવ્યો છે.
- રા’માંડલિકના સમયમાં મહંમદ બેગડાએ જૂનાગઢ પર આક્રમણ કર્યો અને તેને જીતીને મુસ્તુફાબાદ નામ આપ્યું. આનો ઉલ્લેખ શેખ જી.એના ઉર્દુ ગ્રંથ ‘મિરાતે મુસ્તુફાબાદ’માં અને મહંમદ બેગડાના સમયની ટંકશાળામાં મળેલા સિક્કામાં જોવા મળે છે.
- અમદાવાદના સુબા શેરખાન બાબીએ જૂનાગઢમાં બાબી વંશની સ્થાપના કરી હતી. આ વંશનો છેલ્લો રાજા મહોબતખાન ત્રીજો હતો. જૂનાગઢના નવાબ મહંમદ રસુલખાનજી દ્વારા ઈ.સ. 1900માં સિંહોને રક્ષિત જાહેર કરવામાં આવ્યા હતા.
જુનાગઢ જિલ્લાની ભૌગોલિક માહિતી
- જિલ્લાનું મુખ્ય મથક જૂનાગઢ છે.
- 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે જૂનાગઢ જિલ્લાની રચના કરવામાં આવી હતી.
જુનાગઢમાં આવેલી નદીઓ
- ઓઝત નદી ( જૂનાગઢની સૌથી લાંબી નદી )
- મધુવંતી નદી
- મેઘલ નદી
- હિરણ નદી
- સરસ્વતી નદી
- છાસી નદી
- માલણ નદી
- ઉબેણ નદી
- સુવર્ણસિકતા નદી
- કાળવા નદી
- અંબાળ નદી
- દેવકા નદી
- સાબરી નદી
જુનાગઢ નદી કિનારે વસેલા શહેરો
- કેશોદ અને મેંદરડા મધુવતી નદીના કિનારે
- જૂનાગઢ સુવર્ણસિકત્તા નદીના કિનારે
- માળિયા-હાટીના મેઘલ નદીના કિનારે
જુનાગઢ પ્રદેશોની ઓળખ
- જૂનાગઢ જિલ્લાની ગીરની ટેકરીઓથી દક્ષિણે આવેલ દરિયાકિનારાનો પ્રદેશ ‘સોરઠ’ તરીકે ઓળખાય છે. ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગે આ પ્રદેશને ‘સુલકા’ તરીકે ઓળખાવ્યું હતું.
- જૂનાગઢના માળીયા-હાટીના તાલુકાના ચોરવાડથી ગીર-સોમનાથના ઉના તાલુકા વચ્ચેનો પ્રદેશ ‘લીલી નાઘેર‘ તરીકે ઓળખાય છે.
- જૂનાગઢના માનાવદર તાલુકાથી પોરબંદર માં આવેલી નવી બંદર સુધીનો વિસ્તાર ‘ધેડ’ તરીકે ઓળખાય છે. ‘ધેડ’ એ દરિયાની સપાટીથી નીચે આવેલા જમીન વિસ્તારને સૂચવે છે.
- આ પ્રદેશમાં પ્રાકૃતિક ચિકિત્સા માટે વિવિધ ઔષધિ વનસ્પતિઓનું સંગ્રહાલય છે.
- જૂનાગઢ જિલ્લા ‘વાડીઓના જિલ્લા’ તરીકે ઓળખાય છે.
- ગુજરાતમાં સૌથી વધુ કૂવા જૂનાગઢ જિલ્લામાં આવેલાં છે.
- ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે, જે જૂનાગઢ જિલ્લામાં આવેલો છે. તેની ઊંચાઈ લગભગ 1153.2 મીટર છે અને આ પર્વત બેસાલ્ટ અગ્નિકૃત ખડકોનો બનેલો છે.
- ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ છે, જેમાં 10,000 પગથિયાં છે અને તેની ઊંચાઈ આશરે 1117 મીટર છે. અહીં ગુરુ દત્તાત્રેય બિરાજમાન છે.
- વર્ષ 2017માં શિલાન્યાસ કરવામાં આવેલ ગિરનાર રોપ-વે પ્રોજેક્ટનું તાજેતરમાં ઓક્ટોબર 2020માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ એશિયાનો સૌથી લાંબો રોપ-વે છે, જે ₹ 130 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ઉષા બ્રેકો 6.2 BOT (Build Operate & Transfer) અંતર્ગત બનાવવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ ત્રણ જગ્યાએ રોપ-વે સુવિધા ઉપલબ્ધ છે: જૂનાગઢ, પાવાગઢ અને અંબાજી.
જુનાગઢમાં આવેલા અભયારણ્ય
- ગીર અભયારણ્ય
- ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
જુનાગઢ જિલ્લાની આર્થિક માહિતી
જુનાગઢ જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, સિંચાઇ યોજના, બંદરો, સંશોધન કેન્દ્ર, હવાઈ મથક, રેલવે સ્ટેશન.
પાક
- મગફળીના ઉત્પાદનમાં જૂનાગઢ જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે.
- આ ઉપરાંત કેરી, કપાસ, જુવાર, તલ, બાજરી, નારિયેળ, ચીકુના ઉત્પાદન માટે જૂનાગઢ જાણીતું છે.
ખનીજ
- જૂનાગઢ જિલ્લાના ગીરના જંગલોમાંથી મળતા કેલ્સાઈટને ‘પનાલા ડિપોઝિટ’ કહે છે. તેનો ઉપયોગ સૂક્ષ્મદર્શક સાધનો, મેટલ પોલિશ, ૨બર, સાબુ, ખાંડ, સિમેન્ટ વગેરે વસ્તુઓની બનાવટમાં થાય છે.
- ભારતમાં કેલ્સાઈટના ઉત્પાદનમાં ગુજરાત બીજા સ્થાને છે.
- માંગરોળ તાલુકામાં ચૂનાના પથ્થરવાળી જમીન આવેલી છે જેનો ઉપયોગ સિમેન્ટ ઉત્પાદનમાં અને મકાનના બાંધકામમાં કરવામાં આવે છે.
- માળીયા-હાટીના તાલુકામાં અને માંગરોળ તાલુકાના દરિયા કિનારે મોટાપાયે ભુખરા રંગના પથ્થર મળી આવે છે.
ઉદ્યોગો
- ગુજરાતમાં સૌથી વધુ મગફળી તેલની મિલો અહીં છે. (કપાસિયા તેલની સૌથી વધુ મિલો મહેસાણા જિલ્લામાં આવેલી છે.)
- દીવાસળી બનાવવાનો ઉદ્યોગ ચોરવાડ ખાતે વિકસ્યો છે.
- મત્સ્ય ઉદ્યોગ,ખાંડ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ વિકાસ પામ્યો છે.
ડેરી ઉદ્યોગ
- સોરઠ ડેરી
સિંચાઈ યોજના
- વિલિંગડન ડેમ
- મધુવંતી ડેમ
- અંબાજળ ડેમ
- લાછડી ડેમ
બંદરો
- માંગરોળ બંદર
- ચોરવાડ બંદર
સંશોધન કેન્દ્ર
- કેન્દ્રીય મગફળી સંશોધન કેન્દ્ર
- ફળ સંશોધન કેન્દ્ર
હવાઈ મથક
- કેશોદ હવાઈ મથક
રેલવે સ્ટેશન
- જૂનાગઢ રેલવે સ્ટેશન
- વંથલી રેલવે સ્ટેશન
- માણાવદર રેલવે સ્ટેશન
- કેશોદ રેલવે સ્ટેશન
- વિસાવદર રેલવે સ્ટેશન
- મેંદરડા રેલવે સ્ટેશન
- માળિયા રેલવે સ્ટેશન
જુનાગઢ જિલ્લાની સાંસ્કૃતિક માહિતી
રાજકોટ જિલ્લાની વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, લોકનૃત્ય, સંગ્રહાલયો, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.
વાવ - તળાવ - સરોવર
- અડીકડીની વાવ
- મુદર્શન તળાવ
- સુદર્શન તળાવ
- દામોદર કુંડ
- મૃગી કુંડ
- નરસિંહ મહેતા તળાવ
- લશ્કરી વાવ,
- ઉપરકોટની વાવ
- રાખેંગારની વાવ
- ભાણા વાવ
- સૂરજ કુંડ
- રામ કુંડ
મહેલો - હવેલી - કિલ્લાઓ
- ઉપરકોટનો કિલ્લો
- રાખેંગારનો મહેલ
- રાણકદેવીનો મહેલ
- નવાબનો મહેલ
મેળા - ઉત્સવો
- ભવનાથનો મેળો
- ઝુંડનો મેળો
- ઉર્સનો મેળો
- લીલી પરિક્રમા
- સત્તાધાર મેળો
- તોરણીયા મેળો
- પરબ મેળો
લોકનૃત્ય
- ટિપ્પણી નૃત્ય
સંગ્રહાલય ( મ્યુઝિયમ )
- દરબાર હોલ મ્યુઝિયમ
- સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય
યુનિવર્સિટી અને વિદ્યાપીઠ
- જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી
- ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી
- ભારત સરસ્વતી મંદિર સંસદ; ગ્રામ વિદ્યાપીઠ મહાવિદ્યાલય
- બહાઉદ્દીન કોલેજ
જુનાગઢ જિલ્લાના વિરલ વ્યક્તિઓ
જુનાગઢ જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, સંગીતકલા ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, ચિત્રકલા ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે
સાહિત્ય ક્ષેત્રે
- હરિશંકર ભટ્ટ
- શામળદાસ મૂળદાસ સોલંકી ‘શ્યામસાધુ’ (જન્મ : જૂનાગઢ)
- કેશવરામ કાશીરામ શાસ્ત્રી ‘હાલતી-ચાલતી વિદ્યાપીઠ’ (જન્મ: માંગરોળ)
- મનોજ વ્રજલાલ ખંડેરિયા (જન્મ: જૂનાગઢ)
- રાજેન્દ્ર અનંતરાય શુકલ ‘બાપુ’ (જન્મ: બાંટવા)
- ગોકુળદાસ દ્વારકાદાસ રાયચૂરા (જન્મઃ બાલાગામ)
- નરસિંહ મહેતા (કર્મભૂમિ)
- પિંગળશી ગઢવી
સંગીતકલા ક્ષેત્રે
- દિલીપ ભોગીલાલ ધોળકિયા (જન્મ: જૂનાગઢ)
રાજકીય ક્ષેત્રે
- ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ (જન્મ : વિસાવદર)
ચિત્રકલા ક્ષેત્રે
- વૃંદાવન સોલંકી
- ઉદ્યોગપતિ પદ્મવિભૂષણ શ્રી ધીરુભાઈ હિરાચંદ અંબાણી (જન્મ: કુકસવાડા, ચોરવાડ)
- સમાજસેવિકા પુષ્પાબહેન મહેતા