જુનાગઢ સીટી

તાલુકો

જુનાગઢ સીટી

જિલ્લો

જુનાગઢ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

70

વસ્તી

3,19,462

ફોન કોડ

0285

પીન કોડ

362001

જુનાગઢ સીટી તાલુકાના ગામડા

આંબલીયા, આણંદપુર, અવતડીયા મોટા, અવતડીયા નાના, બાદલપુર, બગડુ, બલીયાવાડ, બામણગામ, બંધાળા, બેલા, ભલગામ-મોટા, ભવનાથ, ભિયાળ, બિલખા, ચોબારી, ચોકી, ચોકલી, ચોરવાડી, ડેરવાણ, દોલતપરા, ડુંગરપુર, ગલીયાવાડા, ગોલાધર, હસ્નાપુર, ઇંટાળા, ઇસાપુર, ઇવનગર, જાંબુડી, જામકા, જાલણસર, ઝાંઝરડા, કાથરોટા, કેરાળા, ખડીયા, ખલીલપુર, ખામધ્રોળ, મજેવડી, માખીયાળા, માંડણપરા, મંડલીકપુર, મેવાસા-કમરી, મેવાસા-ખડીયા, નવા પીપળીયા, નવાગામ, પાદરીયા, પલાસવા, પાતાપુર, પત્રાપસર, પ્રભાતપુર, રામેશ્વર, રામનાથ, રૂપાવટી, સાગડીવિડી, સણાથા, સાંખડાવદર, સરગવાડા, સેમરાળા, સોડવદર, સુખપુર, તલીયાધર, થુંબાળા, તોરણીયા, ઉમરાળા, વડાલ, વાડાસીમડી, વધાવી, વાણંદીયા, વિજાપુર, વિરપુર, પીપરડી ટીંબો
Junagadh City

જુનાગઢ સીટી તાલુકાનો ઇતિહાસ

જૂનાગઢમાં આવેલ ઉપરકોટમાં અડીકડીવાવ, જુમા મસ્જિદ, નવઘણ કૂવો, ઉ૫૨કોટનો કિલ્લો, નરસિંહ મહેતાનો ચોરો, દામોદર કુંડ, રા’માંડલિકનો સવંત 1507નો શિલાલેખ, સુદર્શન તળાવ, ત્રિ-મંદિર, ગિરનાર પર આવેલું અંબાજી મંદિર, અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, બોરદેવીનું મંદિર (જ્યાં અર્જુને ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા સાથે લગ્ન કર્યાની લોકવાયકા છે.) ભવનાથ મહાદેવનું મંદિર, બોરીયાનો સ્તૂપ, લાખામેડી, વડી લાખામેડી, બૌદ્ધગુફાઓ (ખાપરા કોડિયાની ગુફાઓ), પંચેશ્વર ગુફાઓ, બાવા પ્યારાની ગુફાઓ, ભડથરીની ગુફા, નવાબ મહોબત ખાનનો મકબરો, રવેલી મસ્જિદ, બીબી મસ્જિદ, જામી મસ્જિદ, બહાઉદ્દીનભાઈનો મકબરો, ધોરી(પી૨)નો મકબરો.

– નવાબ મહોબત ખાનના મકબરામાં વિવિધ સ્થાપત્ય કળાનો સંગમ જોવા મળે છે. નવાબ મહોબત ખાને ભગા મિસ્ત્રીને મકબરાની ડિઝાઈનનું કામ સોંપ્યુ હતું.

* હસ્તકલા માટેની સંસ્થા રૂપાયતન, જવામર્દ કાળવા ઓડેદરાનું બાવલુ વગેરે જોવાલાયક સ્થળો છે. ગિરનારની દક્ષિણે આવેલ દાતાર પર્વત પર કોમી એકતાનું પ્રતીક સમુ સ્થળ જમીયલશાહ પીરની દરગાહ આવેલી છે. એક ભજનમાં પણ દાતારનો મહિમા ગાવામાં આવ્યો છે કે ‘ઊંચો છે ગરવો દાતાર, નીચે છે જમીયલશા દાતાર’.

જૂનાગઢમાં આવેલું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઈ.સ.1863માં સ્થપાયું હતું જે ભારતના સૌથી પુરાતન પ્રાણી સંગ્રહાલયોમાંનું એક છે. અહીં એશિયાટીક સિંહનું સૌથી મોટું બ્રિડીંગ સેન્ટર આવેલું છે.

જુનાગઢ સીટી તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

જુનાગઢ સીટી

1