ખંભાત

તાલુકો

ખંભાત

જિલ્લો

આણંદ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

59

વસ્તી

99,164

ફોન કોડ

02698

પીન કોડ

388620

ખંભાત તાલુકાના ગામડા

આખોલ, બામણવા, ભાટ તલાવડી, ભીમતળાવ, ભુવેલ, છતરડી, દહેડા, ધુવારણ, ફીણાવ, ગોલાણા, ગુડેલ, હરીપુરા, હરીયાણ, હસનપુરા, જહાજ, જલસણ, જલુંધ, ઝાલાપુર, જીણજ, લક્ષ્મીપુરા, કલમસર, કાળી તલાવડી, કાણીસા, કણઝટ, ખડોધી, ખંભાત, ખટનાલ, કોદવા, લુણેજ, માલાસોની, માલુ, મીતલી, મોતીપુરા, નગરા, નાના કલોદરા, નંદેલી, નવાગામ બારા, નવાગામ વાંટા, નેજા, પાલડી, પાંદડ, પીપળોઇ, પોપટવાવ, રાજપુર, રાલેજ, રંગપુર, રોહીણી, શકરપુર, સાયમા, સોખડા, તામસા (હસનપુરા), તરકપુર, ટિંબા, ઉંદેલ, વડગામ, વૈણજ, વાસણા, વટાદરા, વત્રા
Khambhat

ખંભાત તાલુકા વિશે માહિતી

ખંભાતનું જૂનું નામ ‘સ્તંભતીર્થ’ કે ‘સ્તંભપુર’ છે. ખંભાત પ્રાચીન કાળ તેમજ સલ્તન કાળમાં જાહોજલાલીવાળા સમૃદ્ધ બંદર તરીકે જગવિખ્યાત હતું. ખંભાતને ‘દુનિયાના વસ્ત્ર’ તરીકે ઓળખવામાં આવતું. માર્કોપોલોની નોંધમાં 12મી સદીમાં તેણે લીધેલ ખંભાત બંદરની મુલાકાતનો ઉલ્લેખ જોવા મળે છે. મુઘલ સમ્રાટ અકબર ગુજરાત પરના આક્રમણ દરમિયાન ખંભાતમાં સૌપ્રથમ દરિયાના દર્શન કર્યા હતાં.

એક સમયે ખંભાત બંદર ભારતના સૌથી સમૃદ્ધ બંદર પૈકીનું એક હતું.

સિદ્ધરાજ જયસિંહના મંત્રી ઉદયએ ખંભાતનો ઘણો સારો એવો વિકાસ કર્યો હતો ત્યારબાદ વસ્તુપાળ અને તેજપાળે પણ ખંભાતના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો.

ખંભાતના દીવાન નર્મદાશંકરે ઈતિહાસવિદ્ મણિશંકર જોટે

પાસે “ખંભાતનો ઈતિહાસ’ નામક પુસ્તક લખાવ્યું હતું. વહોરા સમાજનું યાત્રાધામ કાકાની કબર ઉપરાંત જામી મસ્જિદ, ખંભાતના સંગ્રહાલયમાં આવેલ પ્રાચીન હસ્તપ્રતો વગેરે જોવાલાયક સ્થળો છે.

અકીક ભારતમાં ગુજરાતમાં સમગ્ર માત્ર જોવા મળતું ખનીજ તત્વ છે. ખંભાત અકીકમાંથી બનતા ઘરેણાં તથા અકીકના પોલીશનું સૌથી અગત્યનું સ્થળ અઠીક છે. આ અકીક કામને વર્ષ 2008માં GI ટેગ આપવામાં આવ્યો હતો.

ખંભાત પતંગ અને તાળા બનાવવાના ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર छे.

– ખંભાતના ‘હલવો’ અને ‘સુતરફેણી’ જાણીતા છે.

– પાપડ, મઠીયા અને ચોળાફળી માટે જાણીતું સ્થળ ઉત્તરસંડા ખંભાત તાલુકામાં આવેલુ છે.

ખંભાત તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

ખંભાત તાલુકામાં પ્રખ્યાત

  • 1