મહીસાગર

Table of Contents

મહીસાગર જિલ્લાના તાલુકા

લુણાવાડા, બાલાસિનોર, કડાણા, ખાનપુર, સંતરામપુર, વિરપુર

મહીસાગર જિલ્લાની રચના

મહીસાગર જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013 ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં ખેડા જિલ્લામાંથી કરવામાં આવી હતી

મહીસાગર જિલ્લા વિશે

તાલુકા

6

સ્થાપના

15 ઓગસ્ટ, 2013

મુખ્ય મથક

લુણાવાડા

ક્ષેત્રફળ

2,261 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-35

સાક્ષરતા

72.32%

સ્ત્રી સાક્ષરતા

59.95%

પુરુષ સાક્ષરતા

84.07%

વસ્તી

9,94,624

સ્ત્રી વસ્તી

4,83,680

પુરુષ વસ્તી

5,10,944

વસ્તી ગીચતા

403

જાતિ પ્રમાણ

941

નગરપાલિકા

3

ગામડાઓની સંખ્યા

751

ગ્રામ પંચાયત

355

લોકસભાની બેઠકો

2

વિધાનસભાની બેઠકો

3 – (લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર)

મહીસાગર જિલ્લાની સરહદ

  • ઉત્તર       –     રાજસ્થાન
  • દક્ષિણ    –     પંચમહાલ,
                           ખેડા
  • પૂર્વ          –     દાહોદ
  • પશ્ચિમ     –    અરવલ્લી
Mahisagar

મહીસાગર જિલ્લાનો ઇતિહાસ

  • બ્રિટિશ શાસન દરમિયાન લુણાવાડા એક દેશી રજવાડું હતું. આ રજવાડું ઈ.સ. 1826માં બોમ્બે પ્રેસિડેન્સીની ‘રેવાકાંઠા એજન્સી’ હેઠળ બીજા વર્ગના રાજ્ય તરીકે આવતું હતું. પછીથી, તે બરોડા એજન્સી અને ગુજરાત સ્ટેટ એજન્સી હેઠળ આવી ગયું અને અંતે ઈ.સ. 1948માં સંધિ દ્વારા ભારતીય સંઘમાં ભળી ગયું.

  • ઈ.સ. 1434માં, અખાત્રીજના દિવસે, રાજા ભીમસિંહજીએ લુણનાથ બાબા (અખાડાના સ્થાપક નાથ સંપ્રદાયના અગ્રણી)ની પ્રેરણા અને આશિષથી અને નગરદેવ લુણેશ્વર મહાદેવની કૃપાથી આ નગરનું નામ લુણાવાડા રાખ્યું.

  • લુણાવાડા જિલ્લાનું મુખ્ય મથક ઐતિહાસિક અને સૌંદર્યની દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. આનું સુંદર વર્ણન અંગ્રેજ પ્રવાસી વોલ્ટર હેમિલ્ટે ઈ.સ. 1820માં તેમના પુસ્તકમાં કર્યું હતું.

  • રાજા નરસિંહજીએ નગરની ફરતે ઈ.સ. 1728માં કોટ બંધાવ્યો હતો. રાજા ફતેહસિંહે સ્વામિનારાયણ અને રણછોડજીના મંદિરો બનાવ્યા હતા. તેમણે સતીપ્રથા દૂર કરવા માટે પણ પ્રયત્નો કર્યા હતા.

  • સોલંકી કુળનો પ્રાચીન રાજમહેલ કાલિકા માતાના પર્વતની ગોદમાં આવેલો છે.

  • ઈ.સ. 1872માં, લુણાવાડામાં મ્યુનિસિપાલિટીની સ્થાપના થઈ હતી.

  • આધુનિક સમયમાં, મહારાજા વખતસિંહજી અને તેમના વંશજોએ આધુનિક શાસન ચલાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. ક્યારેક, વખતસિંહજીના પુત્રવધુ સજન કુંવરબાએ ઈ.સ. 1916માં હાઈસ્કૂલ સ્થાપવી હતી.

  • મહીસાગરના માનગઢ ખાતે, બ્રિટિશ રાજ સામે ગોવિંદ ગુરુએ ‘દુણીયા’ ધર્મની સ્થાપના કરી હતી અને બ્રિટિશ શાસન સામે લડતાં હક મેળવીને સંઘર્ષ કર્યો હતો. તેઓને અંતે સાબરમતી જેલમાં કેદ કરવામાં આવ્યા હતા.

  • લુણાવાડા નગરના છેલ્લાં રાજવી મહારાજા વીરભદ્રસિંહજી હતા.

મહીસાગર જિલ્લાની ભૌગોલિક માહિતી

  • આ જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા છે.
  • ભૂતપૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની રાહે 15 ઓગસ્ટ, 2013ના રોજ, ખેડા જિલ્લાના બાલાસિનોર અને વીરપુર તાલુકા તથા પંચમહાલ જિલ્લાના લુણાવાડા, ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકાઓમાંથી નવો મહીસાગર જિલ્લો સ્થાપિત થયો.
  • મહીસાગર જિલ્લાનું નામ મહી નદીના નામ પરથી પાડવામાં આવ્યું છે.

મહીસાગરમાં આવેલી નદીઓ

  • મહી નદી (કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી છે.)
  • પાનમ નદી

મહીસાગર નદી કિનારે વસેલા શહેરો

  • લુણાવાડા વેરી નદીના કિનારે
  • ખાનપુર મહી નદીના કિનારે

મહીસાગર પ્રદેશોની ઓળખ

  • મહીસાગર જિલ્લાના મહી નદીના ડાબી બાજુના આદિવાસી વિસ્તારને ‘મેવાત’ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.
  • મહીસાગર જિલ્લામાં આવેલા પર્વતો વિંધ્યાચલ પર્વતમાળાના ભાગ છે.

મહીસાગર જિલ્લાની આર્થિક માહિતી

મહીસાગર જિલ્લાની આર્થિક માહિતી પાક, સિંચાઇ યોજના, વિદ્યુત મથક, રેલવે સ્ટેશન.

પાક

  • જિલ્લામાં બાજરી, ઘઉં, ડાંગર, કપાસ, તમાકુ, મકાઈ, તુવેર, એરંડા વગેરે પાક થાય છે.

સિંચાઈ યોજના

  • કડાણા ડેમ
  • વણાકબોરી યોજના
  • પાનમ યોજના

વિદ્યુત મથક

  • કડાણા તાલુકામાં મહી નદી પર કડાણા ડેમ પર 400 મેગાવોટનું જળ વિદ્યુત મથક આવેલું છે.

  • પાનમ કેનાલ ઉપર મિનિ હાઈડ્રો પાવર સ્ટેશનની સ્થાપના ઈ.સ.1994માં થઈ હતી. આ પાવર સ્ટેશન મહીસાગરમાં પાનમ નદી પર આવેલું છે. જેની સ્થાપિત ક્ષમતા કુલ 2 મેગાવોટની છે.

  • વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં મહી નદી પર સ્થિત વણાકબોરી ડેમ નજીક આવેલું છે. તે કોલસા આધારિત પાવર સ્ટેશન છે. 1470 મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા સાથે 210 મેગાવોટના સાત એકમો છે. આ વિદ્યુત મથકનું સંચાલન ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા થાય છે.

રેલવે સ્ટેશન

  • લુણાવાડા રેલવે સ્ટેશન

મહીસાગર જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

મહીસાગર જિલ્લાની વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો.

વાવ - તળાવ - સરોવર

  • વસંતસાગર તળાવ
  • કનકા તળાવ
  • ડારકોલી તળાવ
  • હિડિમ્બા કુંડ
  • સાસુ અને વહુની વાવ
  • કલેશ્વ૨ી નાળ

મહેલો - હવેલી - કિલ્લાઓ

  • રાજમહેલ સોલંકીકુળનો અતિ પ્રાચીન રાજમહેલ

મેળા - ઉત્સવો

  • કાલેશ્વરી
  • સાતકુંડાનો શિવરાત્રીનો મેળો
  • સંતરામપુરનો મેળો
  • ઘોડિયારનો મેળો
  • બટકવાડાઓનો આમલી અગિયારસનો મેળો
  • માલવણનો ચાડિયાનો મેળો
  • ખડોદી અને ખાનપુરના ઝાલાનો મેળો
  • ખાનપુરમાં છાણી બાકોરમાં ચાડિયાનો મેળો
  • કડાણા ડેમ ઘોડીયારમાં ડુંગર મેળો
  • કોટકનો મેળો
  • વાડીનો મેળો
  • રવાડીનો મેળો
  • માનગઢ આદીવાસીનો મેળો
  • કાલેશ્વરીનો જન્માષ્ટમીનો મેળો
  • માઈપૂનમનો મેળો

મહીસાગર જિલ્લાના વિરલ વ્યક્તિઓ

મહીસાગર જિલ્લાના સ્વતંત્ર સેનાની ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે

સ્વતંત્ર સેનાની ક્ષેત્રે

  • કમળાશંકર પંડયા

મહીસાગર જિલ્લાના મહત્વના તાલુકાઓ