મહેસાણા
Table of Contents
Toggleમહેસાણા જિલ્લાના તાલુકા
મહેસાણા, બેચરાજી, વડનગર, વિજાપુર, જોટાણા, કડી, ખેરાલુ, સતલાસણા, ઊંઝા, વિસનગર
મહેસાણા જિલ્લાની રચના
1 મે, 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે મહેસાણા જિલ્લાની રચના કરવામાં આવી હતી
મહેસાણા જિલ્લા વિશે
તાલુકા
10
સ્થાપના
1 મે, 1960
મુખ્ય મથક
મહેસાણા
ક્ષેત્રફળ
4,401 (ચો. કિ.મી.)
RTO નંબર
GJ-02
સાક્ષરતા
83.61%
સ્ત્રી સાક્ષરતા
75.32%
પુરુષ સાક્ષરતા
91.39%
વસ્તી
20,35,064
સ્ત્રી વસ્તી
9,78,544
પુરુષ વસ્તી
10,56,520
વસ્તી ગીચતા
462
જાતિ પ્રમાણ
926
નગરપાલિકા
7
ગામડાઓની સંખ્યા
614
ગ્રામ પંચાયત
608
લોકસભાની બેઠકો
1
વિધાનસભાની બેઠકો
7 – (મહેસાણા, બેચરાજી, વિજાપુર, કડી, ખેરાલુ, ઊંઝા, વિસનગર)
મહેસાણા જિલ્લાની સરહદ
- ઉત્તર – બનાસકાંઠા,
પાટણ - દક્ષિણ – ગાંધીનગર,
અમદાવાદ - પૂર્વ – સાબરકાંઠા,
ગાંધીનગર - પશ્ચિમ – સુરેન્દ્રનગર,
પાટણ
મહેસાણા જિલ્લાનો ઇતિહાસ
- ઈ.સ. 1358 (વિક્રમ સંવત 1414)માં, વનરાજ ચાવડાના વંશજ મેસાજી ચાવડાએ મહેસાણામાં તોરણ માતાનું મંદિર સ્થાપ્યું અને શહેરના તોરણનું બાંધકામ કરાવ્યું. મેસાજી ચાવડાએ ગામ વસાવ્યું હોવાથી તે ‘મેસાણા’ અથવા ‘મહેસાણા’ તરીકે ઓળખાતું બન્યું. આનો ઉલ્લેખ મણિલાલ ન્યાલચંદના પુસ્તક ‘પ્રગટ પ્રભાવિત પાર્શ્વનાથ’માં અને જયસિંહ બ્રહ્મભટ્ટની કવિતામાં પણ મળે છે, પરંતુ નગરની સ્થાપના રાજપૂત શાસન દરમિયાન જ થઈ હતી કે નહીં તે સ્પષ્ટ નથી.
- પુનાની ડેક્કન યુનિવર્સિટીના પુરાતત્વવિદ રોબર્ટ બ્રુશકૂટે મહેસાણા જિલ્લામાં લાંઘણજ, રામપુરા, પેઢામલી, અને કોટ જેવા સ્થળોએ સંશોધન કરીને પ્રાગ ઐતિહાસિક અવશેષો શોધ્યા. આ અવશેષો હડપ્પા, લોથલ, મોહે-જો-દડો અને રોઝડીના સમકાલીન ગણાય છે.
- ‘રોબર્ટ બ્રુશકૂટ’ દ્વારાલાંઘણજના અંધારીયા ટીબામાં સંશોધન કરવામાં આવ્યું જ્યાં માનવજીવનના પ્રારંભિક પુરાવા મળ્યા. આ સ્થળમાં માટીના વાસણો, ઠીકરા, ચપ્પુના પાના જેવા ઓજારો, અને ખુરપીઓ મળી આવી. લઘુપાષાણ યુગના ઓજારો ઉત્તર ગુજરાતના ઘણા સ્થળોએ પણ મળી આવ્યા છે.
- લાંઘણજ ગામના અંધારિયા ટીંબા ખાતે બે માનવ હાડપિંજરો તથા હાથથી બનાવેલા જુના માટીના વાસણો મળી આવ્યા છે. ડૉ. હસમુખ સાકરિયાએ મહેસાણાના પ્રાગ ઐતિહાસિક સ્થળોની જાણકારી આપતાં જણાવ્યું કે આ અવશેષો આશરે 5 હજાર વર્ષ જૂના છે.
- ‘ધર્મારણ્ય પુરાણ’ અને ‘સ્કંદપુરાણ’માં મહેસાણા જિલ્લાને અનુત્ત પ્રદેશના ભાગ તરીકે યાદ કરવામાં આવ્યો છે.
- ઈ.સ. 1766માં વિસનગર, ખેરાલુ, વિજાપુર, હારીજ, પાટણ, વડનગર, અને મહેસાણા જેવા વિસ્તારો પર ગાયકવાડનો શાસન હતો, અને પાટણ રાજધાની બની હતી. દામાજીરાવના મૃત્યુ પછી, પાટણથી કડી ખાતે ખસેડવામાં આવ્યું, જે સમયે કડી ‘કિલ્લે કડી’ તરીકે ઓળખાતું હતું. સમગ્ર ઉત્તર ગુજરાતનું વહીવટ ગાયકવાડ દ્વારા કરવામાં આવતું હતું. ગાયકવાડ રાજ્યના સમયમાં, ઈ.સ. 1887માં મહેસાણા અને વડનગર વચ્ચે રેલવે લાઇન શરૂ કરવામાં આવી. ઈ.સ. 1902માં કડી પર આણ વરતાઈ પછી, ઈ.સ. 1935માં વડુમથક ખસેડીને મેસાણા સ્થપાયું.
- સોલંકી-વાઘેલા વંશના શાસક વિસલદેવ વાઘેલાએ વિસનગરની સ્થાપના કરી હતી, જે મૂળ નાગર બ્રાહ્મણોની વસતીઓ માટે જાણીતું હતું. પ્રાચીન સમયમાં આ સ્થાન વિસલનગર તરીકે ઓળખાતું હતું.
- આનૃતપ્રદેશમાં શાસન કરતા મનુના પુત્ર શર્યાતિના રાજધાની તરીકે ઓળખાતું આ પ્રદેશ હાલમાં વડનગર તરીકે ઓળખાય છે.
- વનરાજ ચાવડાના વંશજ મેસાજી ચાવડાએ તોરણવાળી માતાની સ્થાપના કરી અને મહેસાણા ગામનો પાયો નાંખ્યો, જેથી ‘મેસાણા’ અથવા ‘મહેસાણા’ તરીકે ઓળખાતું બની ગયું.
મહેસાણા જિલ્લાની ભૌગોલિક માહિતી
- 1 મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે મહેસાણા જિલ્લાની રચના કરવામાં આવી હતી. જિલ્લાનું મુખ્ય મથક મહેસાણા છે.
મહેસાણામાં આવેલી નદીઓ
- પુષ્પાવતી નદી
- રૂપેણ નદી
- ખારી નદી
- સાબરમતી નદી
મહેસાણા નદી કિનારે વસેલા શહેરો
- ઐઠોર અને મોઢેરા પુષ્પાવતી નદીના કિનારે
- વિસનગર, મહેસાણા અને ખેરાલુ રૂપેણ નદીના કિનારે
- સાબરમતી નદી મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની સરહદ બનાવે છે.
મહેસાણા પ્રદેશોની ઓળખ
- મહેસાણા જીલ્લાના શંખલપુર અને બહુચરાજી તાલુકાનો વિસ્તાર ‘ચુંવાળ પ્રદેશ’ તરીકે ઓળખાય છે.
- ગાંધીનગરના કલોલ તાલુકા અને મહેસાણાના કડી તાલુકા વચ્ચે ‘ખાખરીયા ટપ્પાનો પ્રદેશ’ આવેલો છે, જેમાં કડી તાલુકાના ખાખરીયા ટપ્પામાં કાળિયાર હરણો જોવા મળે છે.
- સાબરમતી નદીના પશ્ચિમ ભાગમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં ‘ગઢવાડા પ્રદેશ’ આવેલો છે. મહેસાણા જિલ્લાના ઈશાન બાજુએ ખેરાલુ અને સતલાસણા વિસ્તારમાં અરવલ્લીની ગિરિમાળા પાયમાની છે.
- સતલાસણા તાલુકામાં તારંગા ડુંગર આવેલો છે, જે મહેસાણા જિલ્લાની ઈશાન બાજુએ સ્થિત છે.
- મહેસાણાની દક્ષિણે, કડી તાલુકામાં ‘થોળ પ્રદેશ’ આવેલો છે.
મહેસાણા જાતિ પ્રમાણ
- મહેસાણા સૌથી ઓછું શહેરી શિશુ લિંગ પ્રમાણ ધરાવે છે.
મહેસાણામાં આવેલા અભયારણ્ય
- થોળ પક્ષી અભ્યારણ્ય
મહેસાણા જિલ્લાની આર્થિક માહિતી
મહેસાણા જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, સિંચાઇ યોજના, સંશોધન કેન્દ્ર, હવાઈ મથક, રેલવે સ્ટેશન.
પાક
- જિલ્લામાં ઘઉંના વાવેત૨માં ગુજરાતમાં પ્રથમ સ્થાને અને ઉત્પાદનમાં બીજા સ્થાને છે. (અમદાવાદ જિલ્લો ઘઉંના ઉત્પાદનમાં પ્રથમ હિસ્સો ધરાવે છે.)
- જીરું, વરિયાળી અને ઈસબગૂલના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને છે.
- જીરૂ, ઈસબગૂલ અને વરિયાળીનું ભારતનું સૌથી મોટું બજાર ઊંઝા ખાતે આવેલું છે. ઊંઝા શહેરને ‘મસાલાના શહેર’ તરીકે પણ ઓળખાવામાં આવે છે.
- એરંડાના ઉત્પાદનમાં મહેસાણા જિલ્લો અને ગાંધીનગર જિલ્લો પ્રથમ સ્થાને આવે છે.
- જુવાર, બાજરી, તમાકુ, બટાકા, કપાસ વગેરેનું અહીં મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.
ખનીજ
- કડી અને વિસનગર પાસેથી ખનીજ તેલ અને કુદરતી વાયુ મળ્યાં છે.
- કોટ અને વીરપુર પાસેથી ચિનાઈ માટી મળે છે.
ઉદ્યોગો
- મહેસાણા જિલ્લામાં કપાસિયા તેલની સૌથી વધુ મિલો આવેલી છે. (મગફળીના તેલની સૌથી વધુ મિલો જૂનાગઢ જિલ્લામાં આવેલી છે.)
- વિસનગરમાં તાંબા-પિત્તળનાં વાસણો બનાવવાનો ઉદ્યોગ છે.
- બહુચરાજી તાલુકાના હાંસલપુર ખાતે મારૂતિ સુઝુકીનો મોટરકાર બનાવવાનો ઉદ્યોગ આવેલો છે.
ડેરી ઉદ્યોગ
- દૂધસાગર ડેરી
સિંચાઈ યોજના
- ધરોઈ બંધ
સંશોધન કેન્દ્ર
- મસાલા સંશોધન કેન્દ્ર
- એગ્રિકલ્ચરલ રિસર્ચ સ્ટેશન
- ઘઉં સંશોધન કેન્દ્ર
હવાઈ મથક
- મહેસાણા હવાઈ મથક
રેલવે સ્ટેશન
- મહેસાણા રેલવે સ્ટેશન
- વિસનગર રેલવે સ્ટેશન
- તારંગા રેલવે સ્ટેશન
- ઊંઝા રેલવે સ્ટેશન
- વડનગર રેલવે સ્ટેશન
- જોટાણ રેલવે સ્ટેશન
- બહુચરાજી રેલવે સ્ટેશન
- ગોઝારિયા રેલવે સ્ટેશન
- કડી રેલવે સ્ટેશન
મહેસાણા જિલ્લાની વિકાસગાથા
- ગાયકવાડ સરકાર દ્વારા ઈ.સ. 1935માં મહેસાણા જિલ્લામાં સૌપ્રથમ પાતાળ કૂવો ખોદવામાં આવ્યો હતો.
- આ કૂવો ગુજરાતમાં સૌથી વધુ સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે. (હવે, સૌથી વધુ કૂવા જૂનાગઢ જિલ્લામાં આવેલ છે.)
- ONGC એ મહેસાણા જિલ્લામાં ઓઈલ સિટીનું બિરુદ આપ્યું છે.
- મહેસાણા તાલુકાના ખેરવા ગામમાં ગુજરાતમાં કન્યાઓ માટેની સૌપ્રથમ સૈનિક શાળાઓ સ્થાપિત કરવામાં આવી હતી.
- વર્ષ 2006માં, 57મા વન મહોત્સવ દરમિયાન તારંગા ખાતે ‘તીર્થકર’ વનની સ્થાપના કરવામાં આવી.
મહેસાણા જિલ્લાની સાંસ્કૃતિક માહિતી
મહેસાણા જિલ્લાની ઐતિહાસિક ધરોહર, પવિત્ર સ્થાન, વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, લોકનૃત્ય, સંગ્રહાલયો, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.
ઐતિહાસિક ધરોહર
- તારંગા પર્વત
- મોઢેરાનું સૂર્યમંદિર
- બહુયરાજી
- અન્ય ઐતિહાસિક સ્મારકો
- વિસનગર તાલુકાના ઉમતા ગામ પાસે રાજગઢીની ટેકરીઓમાંથી ખોદકામ દરમિયાન જૈન ધર્મનું દેરાસર અને નાની મોટી જૈન મૂર્તિઓ મળી આવી છે.
- મહેસાણા જિલ્લાના સતલાસણાથી 10 કિ.મી. દૂર આવેલા નેદરડી ગામેથી બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધની પ્રતિમાનો માથાનો ભાગ મળી આવ્યો છે. બુદ્ધની પ્રતિમાનો માથાનો આ ભાગ ઈસુની 4 થી 5મી સદીનો હોવાનું અનુમાન છે. આ ઉપરાંત બૌદ્ધ ધર્મના કેટલાક અવશેષો તારંગા અને વડનગરથી મળી આવ્યા છે. તારંગામાં 300 મીટર ઊંચા પર્વત પર બૌદ્ધ સ્તુપ મળી આવેલો છે. તારંગામાંથી 54 જેટલી કુદરતી ગુફાઓ પણ મળી આવી છે. આ કુદરતી ગુફાઓમાં બૌદ્ધ ભિક્ષુક રહેતા હતા. આ બધા સંદર્ભો બૌદ્ધ ધર્મના ગુજરાત સાથેનું જોડાણ દર્શાવે છે.
પવિત્ર સ્થાન
- મહેસાણામાં સીમંધર જૈન દેરાસર આવેલું છે.
- વીસનગરના ખંડોસણ ગામમાં જોડિયા મંદિર અને સર્વમંગલાદેવીનું મંદિર જોઈ શકાય છે.
- બુદ્ધિસાગર સૂરીજીએ વિજાપુરમાં જૈન દેરાસરો સ્થાપના કરી હતી.
- પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર ઊંઝા ખાતે આવેલું છે.
- મોઢેરા ખાતે મોઢ જ્ઞાતિની કુળદેવી મોઢેશ્વરી માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.
- સમગ્ર ભારતમાં કુંતા માતાનું એકમાત્ર મંદિર બહુચરાજી તાલુકાના આસઝોલ ખાતે આવેલું છે.
- ખેરાલુ ખાતે ભગવાન સૂર્યની બે પત્નીઓ સાથેની આરસની મૂર્તિ સ્થાપિત છે.
વાવ - તળાવ - સરોવર
- શર્મિષ્ઠા તળાવ
- દેળિયું તળાવ
- શ્રી ચીમનાબાઈ સરોવર
- ગુંજા તળાવ
- રવિ તળાવ
- રામકુંડ
- શકિતકુંડ
- ગૌરીકુંડ
- સૂર્યકુંડ
- ઘર્મેશ્વ૨ી વાવ
- જ્ઞાનેશ્વરી વાવ
- બોત્તેર કોઠાની વાવ
- નરસિંહ મહેતાની વાવ
- ઝરમરીયો કૂવો
મહેલો - હવેલી - કિલ્લાઓ
- રંગમહેલ
- રાજમહેલ
- મલ્હા૨૨ાવનો મહેલ
- હવા મહેલ
- કડીનો કિલ્લો
- તારંગાનો કિલ્લો
- વડનગરનો કિલ્લો
મેળા - ઉત્સવો
- બહુયરાજીનો મેળો
- ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ
- તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ
- મીરાં ઠાવારનો મેળો
- પાલોદરનો મેળો
- હાથીયા-ઠાઠુંનો મેળો
- આઠમનો મેળો
લોકનૃત્ય
- રૂમાલ નૃત્ય
સંગ્રહાલય ( મ્યુઝિયમ )
- વડનગર સંગ્રહાલયો
યુનિવર્સિટી અને વિદ્યાપીઠ
- ગણપત યુનિવર્સિટી
- બી. એમ. શાહ ગ્રામ વિદ્યાપીઠ
- સાકળચંદ પટેલ યુનિવર્સિટી
મહેસાણા જિલ્લાના વિરલ વ્યક્તિઓ
મહેસાણા જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, ચિત્રકલા ક્ષેત્રે, રંગભૂમિ ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે
સાહિત્ય ક્ષેત્રે
- વલ્લભ મેવાડા
- ચીનુ મોદી (જન્મ : વિજાપુર, ઉપનામ : ઈર્શાદ, ગરલ)
- પિતાંબર પટેલ (જન્મ : શેલાવી, ઉપનામઃ પિનાકપાણિ, રાજહંસ, સૌજન્ય)
ચિત્રકલા ક્ષેત્રે
- છગનલાલ જાદવ(જન્મ : કડી)
- બંસીલાલ વર્મા(જન્મઃ ચોટીયા, ઉપનામઃ ચકોર)
રંગભૂમિ ક્ષેત્રે
- પ્રાણસુખ નાયક (જન્મ : જગુદણ)
- નરેશ કનોડિયા(જન્મ : કનોડા, બહુચરાજી)
- મહેશ કનોડિયા (જન્મ : કનોડા, બહુચરાજી)
- અસાઈત ઠાકર (જન્મ : સિદ્ધપુર)
- જયશંકર ભૂધરદાસ ભોજક (જન્મ : વિસનગર, ઉપનામ : સુંદરી)
રાજકીય ક્ષેત્રે
- ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી (જન્મ : વડનગ૨)
- ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી તથા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ (જન્મ : વિજાપુર) નો સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે
- અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ (જન્મ : ઝુલાસણ, તા.કડી)