મોડાસા
Table of Contents
Toggleમોડાસા તાલુકા વિશે
તાલુકો
મોડાસા
જિલ્લો
અરવલ્લી
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
106
વસ્તી
2,41,279
ફોન કોડ
02774
પીન કોડ
383315
મોડાસા તાલુકાના ગામડા
મોડાસા તાલુકા વિશે માહિતી
માઝમ નદીના કિનારે વસેલા મોડાસાનું નામ ‘મોહડકવાસક’ હતું. મોડાસા માંધાતા નામના રાજવીએ સ્થાપ્યું હોવાનું કહેવાય છે. આ રાજવી વિશે કોઈ જ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત નથી. રાજા ભોજના તામ્રપત્રમાં વિક્રમસંવત 1067માં ‘મહોડક વાસક’ જેવા શબ્દો પ્રયોજાયા છે. આ પ્રદેશમાં પુષ્કળ પ્રમાણમાં મહુડાના વૃક્ષ હોવાથી મોડાસા નામ પડયું હોવાનું પણ કહેવાય છે.
મોડાસા તાલુકામાં બાકરોલ ખાતે આવેલું મહાદેવ ગ્રામ ‘મીની રાજઘાટ’ તરીકે ઓળખાય છે. અહીં શિતળાઈ ડુગંર પાસે ઝુમર અને મેશ્વો નદીના સંગમ સ્થળે મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન કરીને ગાંધી સ્મારક બનાવવામાં આવ્યું છે. આ અસ્થિ ઈ.સ. 1948માં સ્વતંત્ર સેનાની ગૌરીશંકર જોષી લાવ્યાં હતાં. જે દિલ્હીના રાજઘાટ પછીનું મીની રાજઘાટ તરીકે ઓળખાય છે.
મોડાસાના બાજકોટ ખાતે દેવરાજ ધામ આવેલું છે, જ્યાં દેવાયત પંડિતનું સમાધિ સ્થળ છે. વંથલી (જૂનાગઢ) ખાતે જન્મેલા દેવાયત પંડિત સંત, કવિ અને ભજનના રચિયતા હતા. તેમણે આગમ વાણીમાં (ભવિષ્યવાણી ક૨વી) આગવું યોગદાન આપ્યું છે.
મોડાસામાં માઝમ નદીના કિનારે સતીનો પાળિયો આવેલો છે. ઉપરાંત, ઔષધિ ઉદ્યાન, સલ્તનત સમયની દરગાહો અને હજીરાઓ જોવાલાયક સ્થળો છે.
મોડાસા તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
મોડાસા તાલુકામાં પ્રખ્યાત
- 1