મોરબી

Table of Contents

મોરબી જિલ્લાના તાલુકા

મોરબી, હળવદ, માળિયા-મિયાણા, ટંકારા, વાંકાનેર

મોરબી જિલ્લાની રચના

મોરબી જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013 ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી કરવામાં આવી હતી

મોરબી જિલ્લા વિશે

તાલુકા

5

સ્થાપના

15 ઓગસ્ટ, 2013

મુખ્ય મથક

મોરબી

ક્ષેત્રફળ

4,872 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-36

સાક્ષરતા

84.59%

સ્ત્રી સાક્ષરતા

75.26%

પુરુષ સાક્ષરતા

88.67%

વસ્તી

9,60,329

સ્ત્રી વસ્તી

4,65,603

પુરુષ વસ્તી

4,94,726

વસ્તી ગીચતા

481

જાતિ પ્રમાણ

961

નગરપાલિકા

3

ગામડાઓની સંખ્યા

351

ગ્રામ પંચાયત

349

લોકસભાની બેઠકો

વિધાનસભાની બેઠકો

3 – (મોરબી, ટંકારા, વાંકાનેર)

મોરબી જિલ્લાની સરહદ

  • ઉત્તર       –     કચ્છ,
                           કચ્છનું નાનું રણ
  • દક્ષિણ    –     રાજકોટ
  • પૂર્વ          –     સુરેન્દ્રનગર
  • પશ્ચિમ     –    જામનગર,
                           કચ્છનો અખાત
Morbi

મોરબી જિલ્લાનો ઇતિહાસ

  • મોરબી શહેર, જેને ‘પેરિસ ઓફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવે છે, પ્રાચીન સમયમાં ‘ઢેલડી ન ગ૨’ તરીકે ઓળખાતું હતું. મોરબીને ‘મયૂરી નગરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

  • અનુસંધાન મુજબ, મોરબીની સ્થાપના કચ્છના જાડેજા વંશના રાજવીઓએ કરી હતી. મોરબીની સ્થાપના ઈ.સ. 1698માં કચ્છના રાજા ‘કન્યોજી જાડેજા’ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ જૂના મોરબીની સ્થાપના મોર જેઠવાઓએ કરી હોવાની માન્યતા છે. તે સમયે મોરબીનું જૂનું નામ ‘મોરવી’ હતું.

  • બીજી માન્યતા અનુસાર, મોરબીમાં આવેલા મોરબા નામના ડુંગરને કારણે મોરબી નામ પડયું હતું. તે સમયે મોરબી ‘મોર ધ્વજપુરી’ કે ‘મયૂર ધ્વજપુરી’ તરીકે ઓળખાતું હતું. કચ્છના રાજા પ્રાગમલજી પહેલાએ કન્યોજીના પિતાની હત્યા કરી હતી, અને ત્યારથી કન્યોજી પોતાની માતા સાથે મોરબી આવીને વસ્યાં હતાં.

  • ઈ.સ. 1807માં કર્નલ વોકરે સૌરાષ્ટ્રના જુદા જુદા રજવાડા સાથે વોકર કરાર કર્યા હતા. તે સમયે મોરબીના રાજા જીયાજી જાડેજાએ વોકર કરાર પર સહી કરી હતી.

  • આર્યસુબોધ નાટક મંડળી મોરબીમાં આવેલી છે, જેને ઈ.સ. 1878માં વાઘજી ઠાકોર બીજાએ સ્થાપિત કર્યું હતું.

  • ઈ.સ. 1908માં મોરબી બ્રિટિશ શાસન હેઠળ આવ્યું અને મોરબીને ‘બોમ્બે પ્રેસિડેન્સી’ હેઠળ કાઠિયાવાડ એજન્સીમાં શામેલ કરવામાં આવ્યું. શ્યામજીકૃષ્ણ વર્માએ ગુજરાતના આ રજવાડામાં દીવાન તરીકે સેવા આપી હતી.

  • 15 ફેબ્રુઆરી, 1948નાં રોજ મોરબી રાજ્યના અંતિમ શાસક મહારાજા લખધીરજી વાઘજી ઠાકોરએ સંધિ દ્વારા ભારતીય સંઘમાં જોડાવું સ્વીકાર્યું હતું. મોરબી રાજ્યના વિકાસમાં રવાજી ઠાકોર, વાઘજી ઠાકોર અને લખધીરજી ઠાકોરનો વિશેષ ફાળો છે. લખધીરજી ઠાકોરએ મોરબી રાજ્યમાં સૌપ્રથમ ટેલિફોન સંદેશાવ્યવહાર શરૂ કરાવવો તેમજ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વિમાન અને ફોર્ડ મોટરકાર લાવવાનો શ્રેય વાઘજી ઠાકોરને જાય છે.

  • ઈ.સ. 1979માં, તે સમયે મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલના સમયમાં, મચ્છુ હોનારત થઈ હતી. તે સમયે સચિવાલય મોરબી ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું. અમેરિકાની સેટેલાઇટ સિસ્ટમ દ્વારા જળહોનારતની માહિતી પ્રાપ્ત થઈ હતી.

મોરબી જિલ્લાની ભૌગોલિક માહિતી

  • આ જિલ્લાની રચના ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ના સમયગાળામાં 15 ઓગસ્ટ, 2013ના રોજ કરવામાં આવી હતી. આ નવા જિલ્લામાં રાજકોટ, જામનગર, અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિસ્તરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના મોરબી, ટંકારા, વાંકાનેર અને માળિયા-મિયાણા તાલુકા, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના 15 ગામો, અને સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકા આ જિલ્લામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા. જિલ્લાનું મુખ્ય મથક મોરબી છે.

  • મોરબી પ્રદેશમાં ‘કથીપા’ નામની હસ્તકલા પ્રચલિત છે, જેમાં સોય અને દોરા વડે ભાત (હસ્તકલા) રચવામાં આવે છે. આ કલા વિધિ મોટા ભાગે કપડાં, તોરણો, અને સજાવટના પદાર્થોમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

મોરબીમાં આવેલી નદીઓ

  • મચ્છુ નદી
  • બ્રહ્માણી નદી
  • મહા નદી
  • ડેમી નદી
  • બંગાવડી નદી
  • મચ્છુ નદી અને બ્રહ્માણી નદી મોરબી જિલ્લાની મુખ્ય નદીઓ છે. જિલ્લાની મુખ્ય નદી મચ્છુ નદી મોરબી શહેર વચ્ચેથી વહે છે.
  • મચ્છુ નદી ‘માલધારીઓની માતા’ તરીકે ઓળખાય છે.
  • સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓમાં મચ્છુ નદી , બ્રહ્માણી નદી અને ફાલકુ નદીનો સમાવેશ થાય છે.

મોરબી નદી કિનારે વસેલા શહેરો

  • મચ્છુ નદીના કિનારે મોરબી, વાંકાનેર અને માળિયા
  • ડેમી નદીના કિનારે ટંકારા

મોરબી પ્રદેશોની ઓળખ

  • મોરબીમાં આવેલ જેતવાડાની આસપાસનો પ્રદેશ ‘બાબરીયાવાડ’ તરીકે ઓળખાય છે.

મોરબીમાં આવેલા અભયારણ્ય

  • રામપરા અભયારણ્ય
  • ઘુડખર અભયારણ્ય

મોરબી જિલ્લાની આર્થિક માહિતી

મોરબી જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, બંદરો, સિંચાઇ યોજના, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે સ્ટેશન.

પાક

  • જિલ્લામાં મગફળી, કપાસ, બાજરી, જુવાર વગેરેના પાક થાય છે.

ખનીજ

  • અહીં ચૂનાનો પથ્થર અને ચિનાઈ માટી મળે છે.

ઉદ્યોગો

  • ભારતભરમાં દીવાલ ઘડિયાળ બનાવવા માટે મોરબી શહેર જાણીતું છે તેમજ દેશનું 90 ટકા ટાઈલ્સનું ઉત્પાદન મોરબીમાં થાય છે.

  • આ ઉપરાંત, ચિનાઈ માટીના વાસણો, સિરામીક ઉદ્યોગ, મેંગ્લોરી નળિયા જેવા ઉદ્યોગો માટે મો૨બી જાણીતું છે.

બંદરો

  • નવલખી બંદર
  • વવાણીયા બંઠર

સિંચાઈ યોજના

  • મચ્છુ−1 બંધ
  • મચ્છુ-2 બંધ
  • મચ્છુ–3 બંધ

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

  • 27 (નવા) નંબરનો (જૂનો 8A)રાષ્ટ્રીય ધોરીમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.

રેલવે સ્ટેશન

  • મોરબી રેલવે સ્ટેશન
  • હળવદ રેલવે સ્ટેશન
  • માળિયા-મિયાણા રેલવે સ્ટેશન
  • વાંકાનેર રેલવે સ્ટેશન

મોરબી જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

મોરબી જિલ્લાની ઐતિહાસિક ધરોહર, વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, ગ્રંથાલયો, ગ્રંથભંડાર, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.

ઐતિહાસિક ધરોહર

  • કુંતાથી

વાવ - તળાવ - સરોવર

  • સાત કોઠાની વાવ
  • વિરજી વોરાની વાવ
  • કુબેર વાવ
  • વડસર તળાવ

મહેલો - હવેલી - કિલ્લાઓ

  • મણિમંદિર મહેલ
  • અમર વિલાસ પેલેસ
  • રણજિત વિલાસ પેલેસ
  • દરબારગઢ મહેલ
  • આર્ટ ડેકો પેલેસ

મેળા - ઉત્સવો

  • રફાળેશ્વરનો મેળો

ગ્રંથાલયો - ગ્રંથભંડાર

  • વિકટોરિયા જ્યુબિલી લાઈબ્રેરી

યુનિવર્સિટી અને વિદ્યાપીઠ

  • લખધીરસિંહજી એન્જિનિયરિંગ કોલેજ

મોરબી જિલ્લાના વિરલ વ્યક્તિઓ

મોરબી જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, આધ્યાત્મિક ક્ષેત્રે, નાટ્ય ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે

સાહિત્ય ક્ષેત્રે

  • મનુભાઈ પંચોળી (જન્મઃ મો૨બી, ઉપનામઃ દર્શક)
  • મુકુન્દરાય પરાશર્ય (જન્મઃ મોરબી)
  • ઈન્દુલાલ ફુલચંદ ગાંધી (જન્મઃ મોરબી)

આધ્યાત્મિક ક્ષેત્રે

  • ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ-શ્રીમદ્ રાજચંદ્ર (જન્મ : વવાણિયા, મો૨બી)
  • દયાનંદ સરસ્વતી(જન્મઃ ટંકારા)

નાટ્ય ક્ષેત્રે

  • નાટયકાર-અમૃત જાની

મોરબી જિલ્લાના મહત્વના તાલુકાઓ