નર્મદા

Table of Contents

નર્મદા જિલ્લાના તાલુકા

ડેડિયાપાડા, ગરૂડેશ્વર, નાંદોદ, સાગબારા, તિલકવાડા

નર્મદા જિલ્લાની રચના

નર્મદા જિલ્લાની રચના 2 ઓક્ટોબર, 1997 ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સમયમાં ભરૂચ જિલ્લામાંથી કરવામાં આવી હતી

નર્મદા જિલ્લા વિશે

તાલુકા

5

સ્થાપના

2 ઓક્ટોબર, 1997

મુખ્ય મથક

રાજપીપલા

ક્ષેત્રફળ

2,817 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-22

સાક્ષરતા

59.86%

સ્ત્રી સાક્ષરતા

46.61%

પુરુષ સાક્ષરતા

72.44%

વસ્તી

5,90,379

સ્ત્રી વસ્તી

2,89,109

પુરુષ વસ્તી

3,01,270

વસ્તી ગીચતા

187

જાતિ પ્રમાણ

949

નગરપાલિકા

1

ગામડાઓની સંખ્યા

562

ગ્રામ પંચાયત

222

લોકસભાની બેઠકો

વિધાનસભાની બેઠકો

2 – (ડેડિયાપાડા, નાંદોદ)

નર્મદા જિલ્લાની સરહદ

  • ઉત્તર       –     વડોદરા,
                           છોટાઉદેપુર
  • દક્ષિણ    –     તાપી,
                           સુરત
  • પૂર્વ          –     મહારાષ્ટ્ર
  • પશ્ચિમ     –     ભરૂચ
Narmada

નર્મદા જિલ્લાનો ઇતિહાસ

  • મુકુલ ચોકસીની આ પંક્તિઓ સરદાર સરોવર ડેમ સાથે સાથે નર્મદા જિલ્લામાં એક વિશિષ્ટ ઓળખ ઉભી કરે છે. આ જિલ્લાનું નામ ગુજરાતની સૌથી મોટી નદી, નર્મદા નદી પરથી આપવામાં આવ્યું છે.

  • નર્મદા જિલ્લાની રચના 1997માં ભરૂચ, નાંદોદ (રાજપીપળા), ડેડિયાપાડા, સાગબારા અને વડોદરાના તિલકવાડા તાલુકાઓને એકત્રિત કરીને કરવામાં આવી હતી.

  • 18 ફેબ્રુઆરી, 2014ના રોજ ગરૂડેશ્વર તાલુકાની રચના કરવામાં આવી હતી. હાલમાં, નર્મદા જિલ્લામાં કુલ પાંચ તાલુકા છે.

  • આ જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા છે. તેની સ્થાપના 2 ઓક્ટોબર, 1997ના રોજ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સમય દરમિયાન ભરૂચ અને વડોદરા જિલ્લાઓમાંથી કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લાની ભૌગોલિક માહિતી

  • નર્મદા જિલ્લાની ભૌગોલિક માહિતી

નર્મદામાં આવેલી નદીઓ

  • નર્મદા નદી
  • કરજણ નદી

નર્મદા નદી કિનારે વસેલા શહેરો

  • કરજણ નદીના કિનારે રાજપીપળા
  • નર્મદા નદીના કિનારે સાધુ બેટ, કેવડિયા કોલોની અને ગરૂડેશ્વર 

નર્મદા પ્રદેશોની ઓળખ

  • નર્મદા જિલ્લાને ‘ગુજરાતના મીની કાશ્મીર’ તરીકે ઓળખવામાં આવે છે.

  • નર્મદા જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાની સરહદને સ્પર્શે છે.

  • નર્મદા જિલ્લામાં રાજપીપળાની ટેકરીઓ (સૌથી ઊંચું શિખર-માથાસર) આવેલી છે.

  • સાતપૂડા પર્વતમાળાની શરૂઆત જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાથી થાય છે.

  • નર્મદા નદીને રેવા, સોમદ્ભવા, ચિરકુંવરી, મૈકલ કન્યા, શિવસૂતા જેવા નામોથી ઓળખવામાં આવે છે.

  • નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં નર્મદા નદીના મુખ પ૨ શૂલપાણેશ્વ૨ (મોખડી ઘાટ) અને પાંજરી ઘાટ નામના ધોધ આવેલા છે.

  • નર્મદા જિલ્લો ખુલ્લામાં શૌચમુક્ત જાહેર થનાર ગુજરાતનો પ્રથમ જિલ્લો છે.

  • નર્મદાની પરિક્રમામાં ધ્રુવ કુમાર પંડયા અને નંદિની પંડયા મોખરે છે. તેમનું પોતાનું પુસ્તક ‘મેં ઝીલ્યો પડકાર’ છે.

  • બ.ક.ઠાકોર દ્વારા રચિત પ્રથમ પુસ્તક ‘ભણકાર’ નર્મદા નદી ૫૨ આધારિત છે.

નર્મદામાં આવેલા અભયારણ્ય

  • શૂલપાણેશ્વર (ડુમખલ) રીંછ અભયારણ્ય

નર્મદા જિલ્લાની આર્થિક માહિતી

નર્મદા જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, સિંચાઇ યોજના.

પાક

  • જિલ્લામાં કપાસ, ડાંગર, ઘઉં, જુવાર, બાજરી વગેરે પાક લેવામાં આવે છે.

ખનીજ

  • રાજપીપળાની ખાણોમાંથી મોટા પ્રમાણમાં અકીકના પથ્થરો મળી રહે છે.

ઉદ્યોગો

  • ઈમારતી લાકડાંનો ઉદ્યોગ તથા દીવાસળી બનાવવાનો ઉદ્યોગ રાજપીપળામાં વિકસ્યો છે.

  • ફિલ્મ ઉદ્યોગ અને અકીક ઉદ્યોગ પણ રાજપીપળામાં વિકસ્યો છે.

સિંચાઈ યોજના

  • સરદાર સરોવર બંધ
  • કરજણ ડેમ
  • કાંકડી આંબા
  • યોપડવાવ

નર્મદા જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

નર્મદા જિલ્લાની ઐતિહાસિક ધરોહર, વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, લોકનૃત્ય, સંગ્રહાલયો, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.

ઐતિહાસિક ધરોહર

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી

વાવ - તળાવ - સરોવર

  • સરદાર સરોવર
  • વણઝારી વાવ

મહેલો - હવેલી - કિલ્લાઓ

  • હજા૨ બારીવાળો રાજપીપળાનો મહેલ
  • પદ્મવિલાસ પેલેસ (વડિયા પેલેસ)
  • રાજવંત પેલેસ

મેળા - ઉત્સવો

  • દેવમોગરાનો મેળો

લોકનૃત્ય

  • માંડવા નૃત્ય

સંગ્રહાલય ( મ્યુઝિયમ )

  • આદિવાસી લોકકલા મ્યુઝિયમ

યુનિવર્સિટી અને વિદ્યાપીઠ

  • બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી

નર્મદા જિલ્લાના વિરલ વ્યક્તિઓ

નર્મદા જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર ઉમદા વ્યક્તિઓ વિશે

સાહિત્ય ક્ષેત્રે

  • પ્રિયકાંત કાંતિલાલ પરીખ (ઉપનામ : કલાનિધિ) (જન્મઃ રાજપીપળા)

નર્મદા જિલ્લાના મહત્વના તાલુકાઓ