પાલનપુર
Table of Contents
Toggleપાલનપુર તાલુકા વિશે
તાલુકો
પાલનપુર
જિલ્લો
બનાસકાંઠા
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
119
વસ્તી
1,41,592
ફોન કોડ
02742
પીન કોડ
385001
પાલનપુર તાલુકાના ગામડા
પાલનપુર તાલુકા વિશે માહિતી
‘સુગંધોનું શહેર’, ‘નવાબીનગર’ અને ‘ફૂલોના બગીચાઓનું નગર’ તરીકે જાણીતું પાલનપુર બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે. જે આબુના શાસક પ્રહ્લાદ દેવ પરમારે સ્થાપ્યું હતું. પ્રહ્લાદ દેવ ઉત્તમ નાટ્યકાર અને સંસ્કૃત ભાષાના કવિ હતા. ATI
– પાલનપુરમાં સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો.
પાલનપુર અત્તર ઉદ્યોગ માટે જાણીતું છે. આથી આ શહેરને સુંગધી નગરી તરીકે ઓળખવામાં આવે છે. આઝાદી સમયે મુસ્લિમ શાસક રસુલખાન સત્તા પર હતો. જેમાં રાધનપુર, પાલનપુર અને વારાહી જેવા સ્થળો મુસ્લિમ સત્તા હેઠળ હતા.
– પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામમાં બાલારામ નદીના કાંઠે પ્રસિદ્ધ ફિલ્મ ‘સૂર્યવંશમ્’માં દર્શાવેલ બાલારામ પેલેસ આવેલો છે. બાલારામ એક સુંદર વિહારધામ તરીકે વિકસ્યું છે. પાલનપુર તાલુકામાં બાલારામ મહાદેવનું મંદિર તેમજ ચંદનના વૃક્ષોનું જંગલ પણ આવેલું છે.
–
પાલનપુરમાં મીરાં દરવાજા પાસે સુફી સંત મુરશદ બાવાની દરગાહ આવેલી છે. જે પાલનપુરના નવાબના સમયમાં બંધાયેલી હતી. પાલનપુરમાં મુરશદ બાવાનો ‘અનવર કાવ્ય’ નામે ભજન સંગ્રહ જાણીતો છે.
પાલનપુરના કીર્તિ સ્તંભનું નિર્માણ નવાબ તાલે મહમંદખાને કરાવ્યું હતું.
પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિર તથા પાતાળેશ્વર મહાદેવનું મંદિર પાલનપુરમાં આવેલુ છે.
– અંબાજી નજીક પૌરાણિક માનસરોવર આવેલ છે. અહીં શ્રીકૃષ્ણએ માથાના વાળ ઉતારવાની વિધિ (ચૌલકર્મ) કરી હોવાની દંતકથા છે.
પાલનપુર તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
પાલનપુર તાલુકામાં પ્રખ્યાત
- 1