પંચમહાલ
Table of Contents
Toggleપંચમહાલ જિલ્લાના તાલુકા
ગોધરા, ઘોઘંબા, હાલોલ, જાંબુઘોડા, કાલોલ, મોરવા-હડફ, શહેરા
પંચમહાલ જિલ્લાની રચના
1 મે, 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે પંચમહાલ જિલ્લાની રચના કરવામાં આવી હતી
પંચમહાલ જિલ્લા વિશે
તાલુકા
7
સ્થાપના
1 મે, 1960
મુખ્ય મથક
ગોધરા
ક્ષેત્રફળ
5,083 (ચો. કિ.મી.)
RTO નંબર
GJ-17
સાક્ષરતા
70.99%
સ્ત્રી સાક્ષરતા
58.89%
પુરુષ સાક્ષરતા
82.51%
વસ્તી
20,55,949
સ્ત્રી વસ્તી
10,02,573
પુરુષ વસ્તી
10,53,376
વસ્તી ગીચતા
457
જાતિ પ્રમાણ
949
નગરપાલિકા
4
ગામડાઓની સંખ્યા
595
ગ્રામ પંચાયત
487
લોકસભાની બેઠકો
1
વિધાનસભાની બેઠકો
5 – (ગોધરા, હાલોલ, કાલોલ, મોરવા-હડફ, શહેરા)
પંચમહાલ જિલ્લાની સરહદ
- ઉત્તર – મહીસાગર
- દક્ષિણ – છોટાઉદેપુર,
વડોદરા - પૂર્વ – દાહોદ
- પશ્ચિમ – ખેડા
પંચમહાલ જિલ્લાનો ઇતિહાસ
- ગ્વાલિયરના મહારાજા સિંધિયાએ અંગ્રેજોને પાંચ પ્રદેશ આપેલા, જેના કારણે આ વિસ્તાર ‘પંચમહાલ’ તરીકે ઓળખાય છે. આમાં કાલોલ, હાલોલ, ગોધરા, ઝાલોદ અને દાહોદનો સમાવેશ થતો હતો. ગુજરાતમાં આવેલા ત્રણ શક્તિપીઠોમાંથી એક, મહાકાળી માતાનું શક્તિપીઠ, આ વિસ્તારમાં આવેલું છે. એક સમયે અહીં સિંધિયા વંશના શાસકોનું શાસન હતું, અને તેઓ પાવાગઢને મુખ્ય મથક તરીકે ઉપયોગ કરતાં હતા. વલભીના શાસક શિલાદિત્ય પાંચમાંના એક તામ્રલેખમાં આ વિસ્તારને ‘ગોધરા હક’ તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યો છે.
- વનરાજ ચાવડાએ પોતાના પિતા જયશિખરીનું રાજ્ય પાછું મેળવવામાં મદદ કરનાર ચાંપા વણિકના નામ પરથી ઈ.સ. 747માં પાવાગઢની તળેટીમાં ચાંપાનેરની સ્થાપના કરી. ઈ.સ. 1300માં ચૌહાણ કુળના રાજવીઓએ ચાંપાનેરને રાજધાની બનાવી. મહમદ બેગડાએ ચાંપાનેરને પોતાનું સામ્રાજ્ય બનાવી, ચાંપાનેરનું નામ બદલીને મુહમ્મદાબાદ રાખ્યું અને અહીં જહાપનાહ નામના કિલ્લા નિર્માણ કરાવ્યા. તેમણે ચાંપાનેરને મક્કા જેવા સ્થળ તરીકે વિકસાવવાની ઇચ્છા હતી અને અહીં જુમા મસ્જિદ, કેવડા મસ્જિદ, ખજૂરી મસ્જિદ, અને નગીના મસ્જિદની સ્થાપના કરી.
- સુલતાન બહાદુરશાહના શાસનમાં, ઈ.સ. 1535માં મુઘલ બાદશાહ હુમાયુએ ચાંપાનેર કિલ્લો જીત્યો હતો, અને મુઘલ સામ્રાજ્ય દરમિયાન ગોધરા પંચમહાલનું વડુમથક બન્યું. ઈ.સ. 1727માં કંથાજીના પાલક પુત્ર કૃષ્ણાજી ચાંપાનેર પર હુમલો કરીને ખંડણી ઉઘરાવતા હતા. 18મી સદીમાં સિંધિયાઓએ થોડા સમય માટે શાસન કર્યું, અને બ્રિટિશ અધિકારી વુડિગ્ટે ઈ.સ. 1803માં પાવાગઢનો કિલ્લો સિંધિયા પાસેથી જીતી લીધો, પરંતુ થોડા સમય પછી તેને પાછો સિંધિયાઓને સોંપી દેવામાં આવ્યો.
- બ્રિટિશ શાસનમાં, ઈ.સ. 1858માં નાયકા જાતિના રૂપાનાયકા અને કેવળનાયકાની આગેવાની હેઠળ અંગ્રેજો વિરુદ્ધ અસફળ બળવો થયો. ઇતિહાસકાર જ્હોન વિલિ વોટ્સનના મત પ્રમાણે, પંચમહાલમાં પુષ્કળ ચંદનના વૃક્ષો અને જંગલી હાથીઓને કારણે આ જિલ્લાને બ્રિટિશો દ્વારા મુંબઈ પ્રાંતનો હિસ્સો બનાવવામાં આવ્યો હતો.
પંચમહાલ જિલ્લાની ભૌગોલિક માહિતી
- પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા છે.
- આ જિલ્લાની સ્થાપના 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કરવામાં આવી હતી.
પંચમહાલમાં આવેલી નદીઓ
- વિશ્વામિત્રી નદી
- પાનમ નદી
- મહી નદી
- હડફ નદી
- ગોમા નદી
- કારોડ નદી
- દેવ નદી
- વેરી નદી
- ભાદર નદી
- કણ નદી
- સુકલા નદી
- સુખી નદી
- મેસરી નદી
પંચમહાલ નદી કિનારે વસેલા શહેરો
- મહી નદી ખેડા અને પંચમહાલ જિલ્લા વચ્ચે તેમજ પંચમહાલ અને મહિસાગર જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે.
- હડફ નદીના કિનારે મોરવા-હડફ
- ગોમા નદીના કિનારે ગોધરા
પંચમહાલ પ્રદેશોની ઓળખ
- હાલોલ તાલુકામાં આવેલ પાવાગઢ ડુંગર જ્વાળામુખી વિસ્ફોટથી બનેલો ગુજરાતનો સૌથી મોટો જ્વાળામુખી પર્વત છે. આ ડુંગરનો ‘પા ભાગ'(25%)નો જ જમીનની બહાર હોવાથી પાવાગઢ નામથી ઓળખાય છે. આ ડુંગર ૫૨ દૂધિયા, તેલિયા અને છાશિયા તળાવોનું નિર્માણ જ્વાળામુખી વિસ્ફોટને કારણે થયેલ છે. આ ડુંગર વિશ્વામિત્રી નદીનું ઉદ્દભવસ્થાન ગણાય છે તથા ડુંગર પર વિશ્વામિત્ર ઋષિની ગુફાઓ આવેલી છે. પાવાગઢ ડુંગર પર રોપ-વે ની સુવિધા ઉપલબ્ધ છે.
પંચમહાલમાં આવેલા અભયારણ્ય
- જાંબુઘોડા રીંછ અભયારણ્ય
પંચમહાલ જિલ્લાની આર્થિક માહિતી
પંચમહાલ જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, સિંચાઇ યોજના, સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે સ્ટેશન.
પાક
- જિલ્લામાં ડાંગર, મકાઈ, તમાકુ, બાજરી, તુવેર, જવ, કોદરા, ડુંગળી વગેરે પાક લેવામાં આવે છે.
ખનીજ
- પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના બાપોટીયાથી પાની સુધીનો લાંબો પટ્ટો મેંગેનીઝ ધાતુ ધરાવતો વિસ્તાર છે.
- આ ઉપરાંત, શિવરાજપુરની ખાણમાંથી મેંગેનીઝ મળે છે.
ઉદ્યોગો
- હાલોલમાં ટર્બાઈન બનાવવાનું કારખાનું ‘ગુજરાત પ્રાઈમ મુવર્સ’ આવેલું છે.
- હાલોલમાં મોટરગાડીઓ બનાવવાનું ‘જનરલ મોટર્સ’નું કારખાનું છે.
ડેરી ઉદ્યોગ
- પંચામૃત ડેરી
સિંચાઈ યોજના
- હડફ ડેમ
- દેવ ડેમ
સંશોધન કેન્દ્ર
- મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર
- એગ્રિકલ્ચર રિસર્ચ સ્ટેશન
રાષ્ટ્રીય ધોરીમાર્ગ
- 47 (નવા) નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.
રેલવે સ્ટેશન
- ગોધરા રેલવે સ્ટેશન
- દેરોલ રેલવે સ્ટેશન
- ટુવા રેલવે સ્ટેશન
પંચમહાલ જિલ્લાની વિકાસગાથા
- જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત વર્ષ 2006માં તત્કાલીન રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામે પાવાગઢથી કરી હતી.
પંચમહાલ જિલ્લાની સાંસ્કૃતિક માહિતી
પંચમહાલ જિલ્લાની ઐતિહાસિક ધરોહર, પવિત્ર સ્થાન, વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, લોકનૃત્ય, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.
ઐતિહાસિક ધરોહર
- પ્રાચીન શહેરમાં નવ દરવાજા છે જેમાં પાંચ દ૨વાજાને ‘શહેર-એ-મુકર્રમના’ નામથી ઓળખવામાં આવે છે. અહીં આવેલા અટક દરવાજાથી લઈને બુઢિયા દરવાજા સુધી કરેલ કિલ્લાબંધીમાં પથ્થરની સાત કમાનો આવેલી છે.
- પંચમહાલના હાલોલ ખાતે આવેલ સિકંદરશાહનો મકબરો, એક મિનારાની મસ્જિદ અને પંચ મહુડાની મસ્જિદ જોવાલાયક સ્થળો છે.
- ચાંપાનેર ખાતે આવેલ સર્પાકાર પગથિયાવાળી ગેબનશાહની વાવ, સકરખાનની દરગાહ, શહેરી દરવાજો, ભદ્ર કિલ્લાની દિવાલ અને દરવાજા, શહેરી કિલ્લો, શહેરકી (વહોરા ની)મસ્જિદ, લીલી–ગુંબજ-કી-મસ્જિદ, કમાની મસ્જિદ અને બાવમાનની મસ્જિદ જોવાલાયક સ્થળો છે. અહીં આવેલ ‘બુધિયો દરવાજો’ એ ચાંપાનેર કોટના સ્થાપત્યનો જ એક ભાગ છે.
- લંદ દરવાજા, ગડી ડુંડવ પાવાગઢ ટેકરી ખાતે આવેલ બુલંદ દરવાજા, ગડી દરવાજા, ગુલન બુલન દરવાજા, ટંકશાળ, મકઈ કોઠાર, પતઈ રાવળનો મહેલ, મકઈ દરવાજો, તારાપુર દરવાજો, સૈનીકી મસ્જિદ, વાંદરા મસ્જિદ, પાવાગઢનો કિલ્લો અને પાવાગઢ ડુંગર પરના ખંડેર હિંદુ અને જૈન મંદિરો જોવાલાયક સ્થળો છે.
- પાવાગઢ પર્વતની ઉત્તર તરફ મૈલિયા ટૂંકમાં આવેલ નવલખી ખીણમાં મુઘલ સમયના નવલખા કોઠા૨ આવેલ છે. જે અનાજ સંગ્રહણ માટે વપરાતાં હશે એવું કહીં શકાય.
પવિત્ર સ્થાન
- પાવાગઢ
વાવ - તળાવ - સરોવર
- વણઝારી વાવ
- સૂરજકલા (ચંદ્રલેખા) વાવ
- ચાંપાનેરની વાવ
- સિંધમાતાની વાવ
- મલિક સંદલની વાવ
- – વડાતળાવ
- દૂધિયા, છાસિયા અને તેલિયા તળાવ (પાવાગઢ પર્વત)
- રામસાગર તળાવ
- કનેવાલ તળાવ
- ત્રિવેણી કુંડ અને અષ્ટકોણી કુંડ
- ટુવા ગરમ પાણીના કુંડ
મહેલો - હવેલી - કિલ્લાઓ
- ખાપરા –ઝવેરીનો મહેલ
- પતઈ રાવળનો મહેલ
- જયસિંહનો મહેલ
- પતઈ રાવળનો મહેલ
- મરાઠાનો મહેલ
- રાણીનો મહેલ
- પાવાગઢનો કિલ્લો
- માંચીનો કિલ્લો
- ખૂણેશ્વરનો કિલ્લો
- બાવમાનનો કિલ્લો
મેળા - ઉત્સવો
- પંચમહોત્સવ
- ખખોહલોનો મેળો
- રંગપંયમીનો મેળો
- પાવાગઢનો મેળો
- ઝાલાનો મેળો
- રામપુરનો ચાડીયાનો મેળો
- જાતરનો મેળો
લોકનૃત્ય
- ભીલનૃત્યો પૈકી યુદ્ધનૃત્ય
યુનિવર્સિટી અને વિદ્યાપીઠ
- ગોવિંદ ગુરુ યુનિવર્સિટી
- ઓર્ગેનિક એગ્રિકલચર યુનિવર્સિટી
પંચમહાલ જિલ્લાના વિરલ વ્યક્તિઓ
પંચમહાલ જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, સંગીતકલા ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે
સાહિત્ય ક્ષેત્રે
- જયંત પાઠક (જન્મ : રાજગઢ ગામ, હુલામણું નામ : બચૂડો)
- પ્રવિણ દરજી (જન્મ : મહેલોલ)
સંગીતકલા ક્ષેત્રે
- બૈજુ બાવરા
સામાજિક ક્ષેત્રે
- અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર (ઉપનામ: ઠક્કરબાપા, કર્મભૂમિ : પંચમહાલ)
આધ્યાત્મિક ક્ષેત્રે
- રંગ અવધૂતનો સમાવેશ થાય છે.