પોરબંદર

Table of Contents

પોરબંદર જિલ્લાના તાલુકા

પોરબંદર, રાણાવાવ, કુતિયાણા

પોરબંદર જિલ્લાની રચના

પોરબંદર જિલ્લાની રચના 2 ઓક્ટોબર, 1997 ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સમયમાં જુનાગઢ જિલ્લામાંથી કરવામાં આવી હતી

પોરબંદર જિલ્લા વિશે

તાલુકા

3

સ્થાપના

2 ઓક્ટોબર, 1997

મુખ્ય મથક

પોરબંદર

ક્ષેત્રફળ

2,288 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-25

સાક્ષરતા

75.78%

સ્ત્રી સાક્ષરતા

67.75%

પુરુષ સાક્ષરતા

83.45%

વસ્તી

5,84,704

સ્ત્રી વસ્તી

2,84,861

પુરુષ વસ્તી

2,99,843

વસ્તી ગીચતા

263

જાતિ પ્રમાણ

950

નગરપાલિકા

4

ગામડાઓની સંખ્યા

149

ગ્રામ પંચાયત

148

લોકસભાની બેઠકો

1

વિધાનસભાની બેઠકો

2 – (કુતિયાણા, પોરબંદર)

પોરબંદર જિલ્લાની સરહદ

  • ઉત્તર       –     જામનગર,
                           રાજકોટ
  • દક્ષિણ    –     અરબ સાગર
  • પૂર્વ          –     જૂનાગઢ
  • પશ્ચિમ     –    દેવભૂમિ દ્વારકા
Porbandar

પોરબંદર જિલ્લાનો ઇતિહાસ

  • સ્કંદ પુરાણના સુદામા ચરિત્ર અનુસાર, પોરબંદરનું નામ પોરવ દેવીના નામ પર રાખવામાં આવ્યું છે. અસ્માવતી નદીના કિનારે આવેલી આ નગર સુદામાની જન્મભૂમિ હોવાથી ‘સુદામાપુરી’ તરીકે ઓળખાય છે. પોરબંદરનો ઉલ્લેખ ઘુમલીના 10મી સદીના તામ્રપત્રમાં ‘પૌરવેલા કુળ’ તરીકે થયો છે. 13મી સદીમાં પોરબંદર પાળીયા અને શિલાલેખ માટે જાણીતું હતું. પોરબંદર શહેરનો એક વિશેષતા એ છે કે, તે ખાસ પ્રકારના સફેદ નરમ પથ્થરના કોતરકામથી બનાવવામાં આવ્યું છે, જેના કારણે તે ‘વ્હાઈટ સિટી’ તરીકે ઓળખાય છે.

  • પોરબંદરમાં 9મી સદીમાં જેઠવા વંશના શાસકો શાસન કરતાં હતા. તેમનો પ્રદેશ બરડો ડુંગર અને હાલારનો કેટલોક સીમિત ભાગ હતો. જેઠવા વંશનો સમય સંસ્કૃતિ અને સ્થાપત્યકલાનો સુવર્ણ કાળ માનવામાં આવે છે.

  • પોરબંદરના જાંબુવન ગુફાનું નામ રામ અવતારમાં જાંબુવન નામના રીંછ પરથી પડ્યું છે, જે ભગવાન શંકરના પરમ ભકત હતા. ગુફામાં અનેક શિવલિંગો સ્થાપિત છે, જેમાં પાતાળેશ્વર મહાદેવનું શિવલિંગ મુખ્ય છે. કુદરતી રીતે રચાયેલા અનેક શિવલિંગો અને સ્વયંભૂ જલધારા જોવા મળે છે. અહીં જાંબુવન અને તેમની પુત્રી જાંબુવંતીનું ચિત્ર પણ મૂકાયું છે, અને આ ગુફાને જાંબુવંતની ગુફા તરીકે ઓળખવામાં આવે છે.

  • નાનજી કાલીદાસે પ્રાચીન ઋષિમુનિથી લઇને અર્વાચીન મહાપુરુષોની યાત્રા દર્શાવતું ‘ભારત મંદિર’ બનાવ્યું છે અને જવાહરલાલ નહેરુની યાદમાં ‘તારામંદિર’નું નિર્માણ કરાવ્યું છે.

  • નાનજી કાલીદાસે ગાંધીજીના 79માં જન્મદિવસે 79 ફૂટ (26 મીટર) ઊંચું મંજ બનાવ્યું, જેમનું ઉદ્ઘાટન સરદાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

  • વર્ષ 2018માં, ગુજરાતમાં પ્રથમ ‘બોટ એમ્બ્યુલન્સ’નું પ્રારંભ પોરબંદરથી થયું હતું.

  • પોરબંદરમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ ‘રિવર ફ્રન્ટ’નું નિર્માણ અને ‘શિશુ સ્વાગત કેન્દ્ર’ની શરૂઆત કરવામાં આવી હતી.

  • પોરબંદરમાં મત્સ્ય ઉદ્યોગની નિકાસને પ્રોત્સાહન આપવા માટે મરીન પ્રોડક્સ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ક્વોલિટી કન્ટ્રોલ લેબોરેટરી શરૂ કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લાની ભૌગોલિક માહિતી

  • આ જિલ્લાનું મુખ્ય મથક પોરબંદર છે.
  • જિલ્લાની રચના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સમયમાં 2 ઓકટોબર, 1997ના રોજ જૂનાગઢ જિલ્લામાંથી ક૨વામાં આવી હતી.

પોરબંદરમાં આવેલી નદીઓ

  • ઓઝત નદી
  • ભાદર નદી
  • મીણસર નદી
  • ઉબેણ નદી
  • વર્તુ નદી
  • ભાદર નદી અને મીણસર નદી એ પોરબંદર જિલ્લાની મુખ્ય નદીઓ છે.

પોરબંદર નદી કિનારે વસેલા શહેરો

  • ભાદર નદીના કિનારે કુતિયાણા

પોરબંદર પ્રદેશોની ઓળખ

  • પોરબંદર જિલ્લાના નવી બંદરથી જૂનાગઢ જિલ્લાનાં માણાવદર સુધીના વિસ્તારને ઘેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘેડ પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે.

  • ગુજરાતમાં સૌથી ઓછા ગામડાઓ પોરબંદર જિલ્લામાં આવેલા છે.

  • પોરબંદરને ‘બર્ડ સિટી’ તરીકે ઓળખવામાં આવે છે.

  • પોરબંદર એ ગુજરાતનું એકમાત્ર બેકવોટર ધરાવતું બંદર છે.

પોરબંદરમાં આવેલા અભયારણ્ય

  • ગીરગાય અભયારણ્ય
  • પોરબંદર પક્ષી અભયારણ્ય
  • બરડા સિંહ અભયારણ્ય

પોરબંદર જિલ્લાની આર્થિક માહિતી

પોરબંદર જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, બંદરો, સિંચાઇ યોજના, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, હવાઈ મથક, રેલવે સ્ટેશન.

પાક

  • આ જિલ્લામાં કપાસ, શેરડી, ફળ, ડુંગળી, બાજરી, જુવાર, કઠોળ વગેરે પાક તેમજ ઘેડ પ્રદેશમાં મગફળીનો મબલક પાક થાય છે.

ખનીજ

  • અહીના દરિયા કિનારા પાસેથી ચૂનાનો પથ્થર અને ચૂનાયુક્ત રેતી મળે છે.

ઉદ્યોગો

  • રાણાવાવમાં ‘સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ કંપની’ અને ‘હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રિઝ’ આવેલી છે. (૨ાણાવાવ)

  • અહીં, મીઠું પકવવાનો ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસેલા છે.

  • રંગરસાયણ ઉદ્યોગમાં વપરાતું ચોકમાટી ખનીજ માત્ર રાણાવાવ તાલુકામાંથી જ પ્રાપ્ત થાય છે.

બંદરો

પોરબંદર, નવીબંદર, પોરબંદર તાલુકામાં આવેલું આ બંદર ભાદર નદીના કિનારે આવેલું છે.

LPG ગેસની આયાત કરનાર સૌપ્રથમ ખાનગી બંદર પોરબંદર છે.

સિંચાઈ યોજના

  • અમીપુર ડેમ
  • કાલીન્દ્રી ડેમ
  • સારણ ડેમ
  • સોરઠી ડેમ

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

  • 27 અને 51 (નવા) નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.

હવાઈ મથક

  • પોરબંદર હવાઈ મથક

રેલવે સ્ટેશન

  • પોરબંદર રેલવે સ્ટેશન
  • રાણાવાવ રેલવે સ્ટેશન

પોરબંદર જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

પોરબંદર જિલ્લાની વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, લોકનૃત્ય, સંગ્રહાલયો.

વાવ - તળાવ - સરોવર

  • ખંભાળા તળાવ
  • ફોદાળા તળાવ
  • કદમવાવ
  • રેવતીકુંડ
  • કદમકુંડ

મહેલો - હવેલી - કિલ્લાઓ

  • ખંભાળાનો મહેલ

મેળા - ઉત્સવો

  • માધવરાયનો મેળો

લોકનૃત્ય

  • મેર નૃત્ય
  • મણિયારા રાસ

સંગ્રહાલય ( મ્યુઝિયમ )

  • ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ

પોરબંદર જિલ્લાના વિરલ વ્યક્તિઓ

પોરબંદર જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, અન્ય ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે

સાહિત્ય ક્ષેત્રે

  • ગુલાબદાસ બ્રોકર (જન્મઃ પોરબંદર)
  • ઐતિહાસિક સ્થાપત્યકાર મધુસુધન ઢાંકી (જન્મઃ પોરબંદર)

અન્ય ક્ષેત્રે

  • કૃષ્ણ મિત્ર સુદામા (જન્મઃ પોરબંદર)
  • મહાત્મા ગાંધી (જન્મઃ પોરબંદર)
  • નાનજી કાલીદાસ મહેતા (જન્મ: પોરબંદર)
  • દેના બેંકના સ્થાપક પ્રાણલાલ દેવકરણ નાનજી (જન્મ: પોરબંદર)
  • સિંદીયા સ્ટીમ શિપીંગ કંપનીના સ્થાપક મોરાજી ગોકુલદાસ (જન્મઃ પોરબંદર).

પોરબંદર જિલ્લાના મહત્વના તાલુકાઓ