પોરબંદર સીટી

તાલુકો

પોરબંદર સીટી

જિલ્લો

પોરબંદર

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

77

વસ્તી

3,84,660

ફોન કોડ

0286

પીન કોડ

360575

પોરબંદર સીટી તાલુકાના ગામડા

અડવાણા, આંબારાંબા, બગવદર, બખરલા, બળેજ, બરડીયા, બાવળવાવ, બેરણ, ભડ, ભારવાડા, ભાવપરા, ભેટકડી, ભોમિયાવદર, બોરીચા, ચિકાસા, ચિંગરીયા, દેગામ, દેરોદર, એરડા, ફટાણા, ગરેજ, ગોઢાણા, ગોરસર, ગોસા, ઇશ્વરીયા, કડછ, કાંટેલા, કાટવાણા, કેશવ, લુશાળા, ખાંભોદર, ખિસ્ત્રી, કિંદરખેડા, કોલીખડા, કુછડી, કુણવદર, માધવપુર ઘેડ, મજીવાણા, મંડેર, મિત્રાળા, મિયાણી, મોઢવાડા, મોરાણા, નાગકા, નટવર નગર, નવીબંદર, ઓડદર, પાલખડા, પાંડાવદર, પારાવાડા, પાતા, રાજપર, રતનપર, રાતડી, રાતિયા, રીણાવાડા, રોઝીવાડા, સખપર, શિંગડા, શ્રીનગર, સીમાણી, સીમર, શિશલી, સોઢાણા, ટુકડા ગોસા, ટુકડા મિયાણી, ઉંટડા, વાછોડા, વડાળા, વિંજરાણા, વિસાવાડા, ઝાવર, છાંયા, મોચા, ખાપટ, બોખીરા, સિંહજર નેશ
Porbandar City

પોરબંદર સીટી તાલુકાનો ઇતિહાસ

પોરબંદરમાં ગાંધીજીનું જન્મ સ્થળ કીર્તિ મંદિર, સુદામા મંદિર, ગાંધી સ્મૃતિ, આર્ય કન્યા ગુરુકુળ, ભારત મંદિર, અવકાશ દર્શન માટે નેહરુ પ્લેનેટોરિયમ, સાંદિપની આશ્રમ અને સાંદિપની વિદ્યાનિકેતન, જૂનું પાર્શ્વનાથનું મંદિર, કસ્તુરબાનું ઘર વગેરે જોવાલાયક સ્થળો છે.

પોરબંદર તાલુકામાં આવેલ માધવપુરમાં પ્રખ્યાત

માધવરાયનું મંદિર આવેલું છે. આ સ્થળે શ્રી કૃષ્ણે રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યાની લોકવાયકા ७. આ સ્થળે રેતીમાં દટાયેલું સૂર્ય મંદિર આવેલું છે.

માધવપુર બીચને ઈકો ટુરિઝમ સાઈટ તરીકે વિકસાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, પોરબંદર તાલુકાના માધવપુરના દરિયાકિનારે કાચબા માટેનું સંવનન સ્થળ આવેલું છે જ્યાં ગ્રીન સી ટર્ટલ અને ઓલિવ રીડલી ટર્ટલ જોવા મળે છે.

– પોરબંદર તાલુકામાં આવેલ વિસાવાડામાં વિઝાત ભગતે શ્રી કૃષ્ણની દ્વારકામાં આવેલ મંદિરના જેવું મંદિર બાંધેલ છે. જેને મૂળ દ્વારકા તરીકે પણ ઓળખવામાં આવે છે.

– પોરબંદર તાલુકામાં આવેલ ‘મોછા’ ગામને બાયોવિલેજ ગામ તરીકે વિકસાવવામાં આવ્યું છે.

પોરબંદર ખાતે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ આવેલું છે.

– પોરબંદર ખાતે આવેલા જોવાલાયક સ્થળોમાં જામા મસ્જિદમાં આવેલ શિલાલેખ, વાવમાં આવેલ ક્ષેત્રપાળની મૂર્તિ, વિષ્ણુ મંદિર, સૂર્ય મંદિર, ખીમેશ્વર મહાદેવ મંદિર, ચાડેશ્વ૨ મહાદેવ મંદિર, ધિંગેશ્વર મહાદેવ મંદિર, નંદેશ્વર મહાદેવ મંદિર, ચામુંડા માતા મંદિર, સરતાનજીનો ચોરો, સપ્તમાતૃકા મંદિર, બળેજના પાંચ મંદિરો, ઓશો રજનીશ ધ્યાનકેન્દ્ર (૨જનીશપુરમ્), ભાણસરાના સાત મંદિરો તથા માધવરાયજી મંદિરનો સમાવેશ થાય છે.

ઉદયભાણસિંહજી પોરબંદરના યુવરાજ હતા. તેઓ સહકારી આંદોલનનાં નેતા હતા. તેમના નામ પરથી ઈ.સ. 1956માં ગાંધીનગરમાં ઉદયભાણસિંહજી રિજીયોનલ ઈન્સ્ટિટયૂટ ઓફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ (URICM)ની સ્થાપના કરવામાં આવી હતી.

પોરબંદર સીટી તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

પોરબંદર સીટી

1