પ્રાંતિજ

તાલુકો

પ્રાંતિજ

જિલ્લો

સાબરકાંઠા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

66

વસ્તી

1,37,683

ફોન કોડ

02770

પીન કોડ

383205

પ્રાંતિજ તાલુકાના ગામડા

અંબાવાડા, અમલાની મુવાડી, અમીનપુર, અમોદરા, અમરાપુર, આસરોડા, બાઈની મુવાડી, બાકરપુર, બાલીસણા, બોભા, છાદરડા, દલાની મુવાડી, દાલપુર, ફતેપુર, ગલેસરા, ગેડ, ઘડી, ઘડકણ, હડમાતિયા, ઇન્દ્રાજપુર, જેનપુર, કાલીપુરા, કમાલપુર, કરોલ, કાટપુર, કાટવડ, કેશરપુર, લાલપુર (જેતપુર), લીમલા, મહાદેવપુરા (ઘડી), માજરા, મમરોલી, મૌછા, મવાની મુવાડી, મેમદપુર, મોરવાડ, મોયડ, નાનનપુર, નિકોદીયા, ઓરણ, પઢાયડા, પલ્લાચર, પીલુદરા, પોગલુ, પોયડા, પ્રાંતિજ, પુનાદરા, રાસલોડ, રસુલપુર, સદાની મુવાડી, સદોલીયા, સલાલ, સાંપડ, સીતવાડા, સોનાસણ, સુખાડ, તાજપુર, તખતગઢ, ઉંછા, વદરાડ, વડવાસા, વાઘપુર, વાઘરોટા, વાજાપુર, ઝાલાની મુવાડી, ઝીંઝવા
Prantij

પ્રાંતિજ તાલુકાનો ઇતિહાસ

પ્રાંતિજ તાલુકામાંથી કર્કવૃત્ત રેખા પસાર થાય છે.

– પ્રાંતિજના ઉત્તરભાગે રાજસ્થાનમાંથી આવતી સાબર નદી અને હિંમતનગરના ડુંગરોમાંથી નીકળતી હાથમતી નદીનો સંગમ પ્રાંતિજ નજીક થયા બાદ સાબરમતી તરીકે ઓળખવામાં આવે છે.

– પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામે ઈડરના રાવ રાણાએ સવંત 1559 બંધાવેલું ઐતિહાસિક મહાકાલી મંદિર આવેલું છે.

પ્રાંતિજ તાલુકામાં ખડાયતા બ્રાહ્મણોના ઈષ્ટદેવ કોટ્યર્ક પ્રભુની ચતુર્ભૂજ મૂર્તિ આવેલી છે. આ સ્થળે બ્રાહ્મણોની કુલ સાત કુળદેવીઓના મંદિર પણ આવેલાં છે.

– પ્રાંતિજ તાલુકાના હરસોલ ગામે ગરમ પાણીના ઝરા આવેલા छे.

અહીં, નેશનલ હોર્ટીકલ્ચર મિશન અને બાગાયત ખાતા દ્વારા રાજ્યનું સૌપ્રથમ ‘સેન્ટર ઓફ એકસલેન્સ વેજીટેબલ’નું નિર્માણ ક૨વામાં આવ્યું છે.

– પ્રાંતિજ તાલુકામાં સોનાસણ ખાતે સાબરગ્રામ વિદ્યાપીઠ આવેલી છે.

– સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ખાતે સિકંદરશાહની કબર આવેલી છે.

પ્રાંતિજ તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

પ્રાંતિજ

1