રાજકોટ

Table of Contents

રાજકોટ જિલ્લાના તાલુકા

રાજકોટ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડા-સાંગાણી, લોધિકા, પડધરી, ઉપલેટા, વીંછીયા

રાજકોટ જિલ્લાની રચના

1 મે, 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે રાજકોટ જિલ્લાની રચના કરવામાં આવી હતી

રાજકોટ જિલ્લા વિશે

તાલુકા

11

સ્થાપના

1  મે, 1960

મુખ્ય મથક

રાજકોટ

ક્ષેત્રફળ

11,203 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-03

સાક્ષરતા

85.44%

સ્ત્રી સાક્ષરતા

80.60%

પુરુષ સાક્ષરતા

89.90%

વસ્તી

30,34,722

સ્ત્રી વસ્તી

14,56,963

પુરુષ વસ્તી

15,77,759

વસ્તી ગીચતા

340

જાતિ પ્રમાણ

927

નગરપાલિકા

7

ગામડાઓની સંખ્યા

616

ગ્રામ પંચાયત

592

લોકસભાની બેઠકો

1

વિધાનસભાની બેઠકો

8 – (રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી)

રાજકોટ જિલ્લાની સરહદ

  • ઉત્તર       –     મોરબી,
                           સુરેન્દ્રનગર
  • દક્ષિણ    –     અમરેલી,
                           જૂનાગઢ
  • પૂર્વ          –     બોટાદ
  • પશ્ચિમ     –     પોરબંદર,
                           જામનગર
Rajkot

રાજકોટ જિલ્લાનો ઇતિહાસ

  • રાજકોટ શહેર ‘સૌરાષ્ટ્રની ઔદ્યોગિક નગરી’, ‘સૌરાષ્ટ્રની શાન’ અને ‘સૌરાષ્ટ્રનું પાટનગર’ તરીકે ઓળખાય છે.

  • રાજકોટની સ્થાપના ઈ.સ. 1610માં ઠાકોર વિભાજી દ્વારા આજી નદીના કાંઠે કરવામાં આવી હતી. ઠાકોર વિભાજીએ મિત્ર રાજુ સંધીની યાદમાં રાજકોટની સ્થાપના અને તેનું નામકરણ કર્યું હતું.

  • ઈ.સ. 1720માં સોરઠ પ્રાંતના નાયબ ફોજદાર માસુમખાને તત્કાલીન રાજા મેરામણજી બીજાને હરાવ્યા અને રાજકોટનું નામ ‘માસુમાબાદ’ રાખ્યું. પછી, ઈ.સ. 1732માં મેરામણજીના કુંવર રાવ રણમલજીએ માસુમખાનને હરાવી, રાજકોટ ફરીથી મેળવ્યો અને તેનું નામ પાછું રાજકોટ રાખ્યું.

  • ઈ.સ. 1822માં બ્રિટિશ શાસકોએ કાઠિયાવાડ એજન્સીની સ્થાપના કરી, જેમાં ઝાલાવાડ, ગોહિલવાડ, બાબરીયાવાડ, ઊડસરવૈયાવાળ, કાઠિયાવાડ, સોરઠ, ઓખામંડળ, મચ્છુકાંઠો, હાલાર, અને બરડો જેવા વિસ્તારનો સમાવેશ થતો હતો. આ એજન્સી સૌરાષ્ટ્રમાં વિવિધ રજવાડાઓનું વહીવટ કરતી હતી.

  • ઈ.સ. 1921માં, કાઠિયાવાડ રાજકીય પરિષદનું પહેલું અધિવેશન રાજકોટમાં ગાંધીજીના પ્રોત્સાહન અને રાજકોટના રાજવી લાખાજીરાજના સહકારથી વિઠ્ઠલભાઈ પટેલના પ્રમુખપદે કરણસિંહ મિડલ સ્કૂલમાં યોજાયું હતું. રજવાડાઓના વિલીનીકરણ પછી, 15 ફેબ્રુઆરી 1948થી સૌરાષ્ટ્ર રાજ્ય ભારતીય બંધારણ મુજબ ‘B’ વર્ગનું રાજ્ય બન્યું, જેમાં મધ્ય સૌરાષ્ટ્ર (રાજકોટ જિલ્લો), સોરઠ (જૂનાગઢ જિલ્લો), ઝાલાવાડ (સુરેન્દ્રનગર જિલ્લો), હાલાર (જામનગર જિલ્લો), અને ગોહિલવાડ (ભાવનગર જિલ્લો)નો સમાવેશ થતો હતો.

  • સૌરાષ્ટ્ર રાજ્યનું પ્રથમ નામ ‘યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ’ રાખવામાં આવ્યું હતું, જે નવેમ્બર 1948માં ‘યુનાઈટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર’માં બદલાયું. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબર અને નાયબ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા હતા. ‘યુનાઈટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર’નું પાટનગર રાજકોટ હતું.

  • ઈ.સ. 1921-22માં ‘સરધાર સત્યાગ્રહ’ થયો હતો, જે મુંબઈના ગવર્નર જ્યોર્જ લોઈડની રાજકોટ મુલાકાત દરમિયાન શિકારના વિરોધમાં હતો.

  • ઈ.સ. 1938-39માં, દીવાન વિરાવાળાના જુલમી તંત્ર સામે ઉચ્છંગરાય ઢેબરે ચબૂતરા સત્યાગ્રહ શરૂ કર્યો, જેને ચબૂતરા સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવે છે.

  • ઈ.સ. 1942ના ‘હિંદ છોડો આંદોલન’ દરમિયાન રાજકોટ ભૂગર્ભ લડત માટેનું મુખ્ય કેન્દ્ર હતું.

  • જૂનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે આરઝી હકૂમતની સ્થાપના ઈ.સ. 1947માં મુંબઈમાં થઈ, અને તેનું વડુમથક જૂનાગઢ હાઉસ રાજકોટ ખાતે હતું.

  • આ જિલ્લામાં ગુજરાતની 8 મહાનગરપાલિકાઓ પૈકીની એક (RMC- રાજકોટ મહાનગરપાલિકા) છે.

  • ગુજરાતના મુખ્યમંત્રીઓ નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમની વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ચૂકયા છે.

રાજકોટ જિલ્લાની ભૌગોલિક માહિતી

  • જિલ્લાનું મુખ્ય મથક રાજકોટ છે. જેની સ્થાપના 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કરવામાં આવી હતી.
  • વિસ્તારની દ્રષ્ટિએ રાજકોટ સૌરાષ્ટ્રનો સૌથી મોટો જિલ્લો છે.

રાજકોટમાં આવેલી નદીઓ

  • આજી નદી
  • ઘેલો નદી
  • મોજ નદી
  • ડોન્ડી નદી
  • ફોફળ નદી
  • ભાદર નદી
  • ગોડલી નદી
  • ઉતાવળી નદી
  • સાતુદડ નદી
  • વેણુ નદી
  • ડેમી નદી
  • મચ્છુ નદી

રાજકોટ નદી કિનારે વસેલા શહેરો

  • આજી નદીના કિનારે રાજકોટ
  • ગોંડલી નદીના કિનારે ગોંડલ
  • ભાદર નદીના કિનારે જેતપુર
  • ફોફળ નદીના કિનારે જામકંડોરણા

રાજકોટ પ્રદેશોની ઓળખ

  • ભાદર નદી ગુજરાતમાંથી નીકળતી સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી છે તથા તેને ‘સૌરાષ્ટ્રની ગંગા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ઓસમનો ડુંગર આવેલો છે.

રાજકોટમાં આવેલા અભયારણ્ય

  • હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય

રાજકોટ જિલ્લાની આર્થિક માહિતી

રાજકોટ જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, સિંચાઇ યોજના, સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે સ્ટેશન.

પાક

  • જિલ્લામાં મગફળી, જુવાર, ઘઉં, શેરડી, બાજરી, ડુંગળી, ડાંગ૨, કપાસ વગેરે પાક થાય છે.

ખનીજ

  • અહીં ચૂનાનો પથ્થર અને સિલિકાયુક્ત રેતી મળે છે.

ઉદ્યોગો

  • ગુજરાતમાં ડિઝલ એન્જિનનું સૌથી વધુ ઉત્પાદન રાજકોટ જિલ્લામાં થાય છે. આ ઉપરાંત, રાજકોટ ઓઈલ એન્જિનના ઉત્પાદન માટે પણ જાણીતું છે.

  • અહીં, વનસ્પતિ ઘી, સાબુ, ખાંડ, ગોળ, સિરામિક, જરીકામ, કાપડ, ઘડિયાળ, ઔષધિ, રંગ અને રસાયણો, સાડી અને બાંધણી બનાવવાના ઉદ્યોગોનો વિકાસ થયો છે.

  • રાજકોટ શહેર ચાંદીકામ અને ભ૨તકામ માટે જાણીતું છે.

  • ફિલ્ડ માર્શલ કંપની રેલવેના પૈડાનું ઉત્પાદન કરે છે.

  • ઔદ્યોગિક સ્તરના બાયોડીઝલના ઉત્પાદનનો સૌપ્રથમ પ્લાન્ટ રાજકોટ ખાતે શરૂ થયો હતો.

ડેરી ઉદ્યોગ

  • ગોપાલ ડેરી

સિંચાઈ યોજના

  • ભાદર ડેમ−1
  • ભાદર ડેમ-2
  • આજી ડેમ−1
  • આજી ડેમ-2
  • આજી ડેમ-3
  • ન્યારી ડેમ
  • સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ચેકડેમો રાજકોટ જિલ્લામાં આવેલા છે.

સંશોધન કેન્દ્ર

  • પ્રોટોટાઈપ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ સેન્ટર

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

  • 27 અને 52 (નવા) નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.

રેલવે સ્ટેશન

  • રાજકોટ રેલવે સ્ટેશન
  • જેતપુર રેલવે સ્ટેશન
  • પડધરી રેલવે સ્ટેશન
  • ગોંડલ રેલવે સ્ટેશન
  • ઘોરાજી રેલવે સ્ટેશન
  • ઉપલેટા રેલવે સ્ટેશન

રાજકોટ જિલ્લાની વિકાસગાથા

  • ઈ.સ. 1889માં રાજકોટને વાંકાનેર સાથે રેલવેથી જોડવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટને જેતલસર સાથે ઈ.સ. 1893માં રેલવેથી જોડવામાં આવ્યું હતું.

  • સ્વતંત્રતા સેનાની મહિલા ‘ભક્તિબાની’ યાદમાં રાજકોટમાં ભક્તિનગર વસ્યું છે. જ્યાં ગુજરાતની સૌથી પહેલી ઔધોગિક વસાહત સ્થપાઈ હતી.

  • ગુજરાતની પ્રથમ GIDC ‘ભક્તિનગર’ રાજકોટ ખાતે સ્થપાઈ હતી.

  • માર્સ ઓર્બિટર મિશન (MOM)માં વપરાયેલા એન્જિનના કેટલાક ભાગો રાજકોટ ખાતે બનાવવામાં આવ્યાં હતાં.

  • વર્ષ 2016-17માં રાજકોટ શહેર સ્થિત ગુજરાત લાયન્સ નામની ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી હતી.

  • રાજકોટના પટોળાને વર્ષ 2018-19માં GI ટેગ આપવામાં આવ્યો હતો.

રાજકોટ જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

રાજકોટ જિલ્લાની ઐતિહાસિક ધરોહર, વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, સંગ્રહાલયો, ગ્રંથાલયો, ગ્રંથભંડાર, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.

ઐતિહાસિક ધરોહર

  • રોજડી (શ્રીનાથગઢ)

વાવ - તળાવ - સરોવર

  • મીનળ વાવ
  • ભાડલાની વાવ
  • લાલ પરી તળાવ
  • રાંદેરડા તળાવ
  • અટલ સરોવ૨

મહેલો - હવેલી - કિલ્લાઓ

  • ઓર્ચિડ પેલેસ (હુઝુર પેલેસ)
  • રિવર સાઈડ પેલેસ
  • અનળગઢનો કિલ્લો
  • દરબારગઢ
  • નવલખા મહેલ
  • ખીરસરા પેલેસ
  • જામ ટાવર
  • ખંભાલિડાની શૈલ ગુફાઓ
  • ઢાંકની ગુફાઓ
  • આલ્ફ્રેડ હાઈસ્કૂલ (મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ)
  • કબા ગાંધીનો ડેલો
  • ગાંધીસ્મૃતિ ભવન
  • શ્રી રામકૃષ્ણ આશ્રમ

મેળા - ઉત્સવો

  • ગોરસ લોકમેળો
  • સપ્ત સંગીતી નામનો સાંસ્કૃતિક કલા મહોત્સવ

સંગ્રહાલય ( મ્યુઝિયમ )

  • વોટ્સન મ્યુઝિયમ
  • રોટરી ઢીંગલી (ડોલ્સ) મ્યુઝિયમ
  • મહાત્મા ગાંધી મ્યુઝિયમ

ગ્રંથાલયો - ગ્રંથભંડાર

  • ગુજરાતી ભાષાભવન ગ્રંથાલય
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
  • લખધીરસિંહ લાયબ્રેરી
  • અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલય
  • લેંગ લાઈબ્રેરી

યુનિવર્સિટી અને વિદ્યાપીઠ

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
  • મારવાડી યુનિવર્સિટી
  • આર. કે. યુનિવર્સિટી
  • ૨ાજકુમા૨ કોલેજ
  • ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS)

રાજકોટ જિલ્લાના વિરલ વ્યક્તિઓ

રાજકોટ જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, સંગીતકલા ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, રમત ગમત ક્ષેત્રે, સ્વતંત્ર સેનાની ક્ષેત્રે, અન્ય ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે

સાહિત્ય ક્ષેત્રે

  • ચુનિલાલ કાળીદાસ મડિયા (જન્મઃ ધોરાજી)
  • મકરંદ વજેશંકર દવે (જન્મઃ ગોંડલ)
  • ગૌરીશંકર ગૌવર્ધનરામ જોષી ‘ધુમકેતુ’ (જન્મ: વીરપુર)
  • ગુણવંત પોપટભાઈ આચાર્ય (જન્મઃ જેતલસર)
  • અનિલ રમાનાથ જોષી (જન્મઃ ગોંડલ)
  • જય લલિતભાઈ વસાવડા (જન્મઃ ગોડલ)
  • હસમુખરાય વ્રજલાલ યાજ્ઞિક (જન્મઃ રાજકોટ)
  • જયંત સુખલાલભાઈ કોઠારી (જન્મઃ રાજકોટ).

સંગીતકલા ક્ષેત્રે

  • પંકજ ઉધાસ (જન્મ: જેતપુર)
  • શિવકુમાર શુકલ (જન્મ: ગોડલ)
  • ઓસ્માન મીર (લોક સંગીતકાર)

સામાજિક ક્ષેત્રે

  • જલારામ બાપા (જન્મઃ વીરપુર)

રમત ગમત ક્ષેત્રે

  • કરસન ઘાવરી (ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર)
  • ચેતેશ્વર પૂજારા (આંતરરાષ્ટ્રીય ક્રિકેટર)
  • નિરંજન શાહ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ભૂતપૂર્વ સચિવ)

સ્વતંત્ર સેનાની ક્ષેત્રે

  • આરઝી હકૂમતના વડાપ્રધાન શામળદાસ ગાંધી
  • ચિત્રકાર રવિશંકર પંડિત (જન્મઃ ગોંડલ)

અન્ય ક્ષેત્રે

  • રમેશ મહેતા (જન્મઃ નવાગામ, ગોંડલ, હાસ્ય કલાકાર, ગુજરાતના ચાર્લી ચેપ્લિન)
  • સાંઈરામ દવે (હાસ્ય કલાકાર, લોક સંગીતકાર)
  • રણછોડદાસજી મહારાજ (સમાજસેવક)
  • વીરનગ૨નાં નેત્રયજ્ઞોના આયોજક ડૉ. શિવાનંદ અધ્વર્યુ
  • ઘોઘાવદ૨નાં દાસી જીવણ (તા.ગોડલ)