સિદ્ધપુર

તાલુકો

સિદ્ધપુર

જિલ્લો

પાટણ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

55

વસ્તી

1,41,486

ફોન કોડ

02767

પીન કોડ

384151

સિદ્ધપુર તાલુકાના ગામડા

આંકવી, અલીપુરા, બીલીયા, ચંડાલજ, ચંદનસર, ચાટવાડા, દશાવાડા, દેથલી, ધાનાવાડા, ધૃમાડ, ડિંગરોલ, ડુંગરીયાસણ, ગણેશપુરા, ગંગલાસણ, ગણવાડા, હિસોર, જાફરીપુરા, કાકોશી, કલેડા, કલ્યાણા, કરાણ, ખાડિયાસણી, ખળી, કોટ, કુંવારા, લાલપુર, લવારા, લુખાસણ, મામવાડા, મેલોજ, મેથાણ, મેત્રાણા, મુડાણા, મુડવાડા, નાગવાસણ, નાંદોત્રી, નેદરા, નિંદ્રોડા, પચકવાડા, પુનાસણ, રસુલપુર, સહેસા, સામોડા, સંદેસરી, સેદ્રાણા, સેવાલણી, સિદ્ધપુર, સુજાનપુર, તાવડીયા, ઠાકરાસણ, ઉમરુ, વઘાણા, વાઘરોલ, વનાસણ, વારસીલા
Sidhpur

સિદ્ધપુર તાલુકાનો ઇતિહાસ

સિદ્ધપુર એ સિદ્ધભૂમિ, સિદ્ધક્ષેત્ર અને ગુજરાતનું કાશી તરીકે ઓળખાય છે. અહીં, અરવળેશ્વર મહાદેવના અવધૂત પૂજ્ય બ્રહ્મલિંગ દેવશંકર બાપાની ભક્તિભૂમિ, ઐતિહાસિક રુદ્રમહાલય, પાંચ સ્વયંભૂ શિવલિંગ અને અનેક મંદિરો આવેલાં છે.

સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુરમાં કારતક માસમાં મેળો ભરાય છે.

– સિદ્ધપુરમાં આવેલા બિંદુ સરોવર ખાતે પરશુરામે માતા રેણુકાનું માતૃશ્રાદ્ધ કર્યું હોવાની માન્યતા છે તેથી આ સ્થળને માતૃગયા તરીકે ઓળખવામાં આવે છે. અહીં, સિદ્ધેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. અહીં, અલ્પા સરોવર, બિંદુ સરોવર, જ્ઞાનવાટિકા જેવા સરોવરો આવેલાં છે.

બિંદુ સરોવર

– સિદ્ધપુરને સાધુઓનું મોસાળ કહેવામાં આવે છે. (સાધુઓનું પિયર જૂનાગઢ)

ઈન્ટરનેટના ઉપયોગથી મૃતદેહના અંતિમ સંસ્કાર ઓનલાઈન દર્શાવતું કીર્તિધામ સ્મશાનગૃહ સિદ્ધપુરમાં સ્થિત છે.

– સરસ્વતી માતાનું મંદિર, કપિલમુનિનો આશ્રમ, જામી મસ્જિદ, સૂર્ય મંદિરનું તોરણ અને રુદ્રમહાલય જેવા ઐતિહાસિક સ્થળો સિદ્ધપુર ખાતે આવેલાં છે.

– સિદ્ધપુર તાલુકામાં આવેલ મેથાણ ગામ એ સૌર ઊર્જાથી પ્રકાશ મેળવનાર ભારતનું સૌપ્રથમ ગામ છે તેમજ ગુજરાતનો સૌપ્રથમ અને ભારતનો સૌથી મોટો આદર્શ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ પણ મેથાણ ખાતે આવેલો છે.

સિદ્ધપુરના યજુર્વેદી બ્રાહ્મણ અસાઈત ઠાકર દ્વારા ભવાઈની શરૂઆત 13મી સદીમાં કરવામાં આવી હતી. અલાઉદ્દીન ખિલજીના સરદારો ઉલુઘખાન અને નુસરતખાને જ્યારે પાટણ પર ચઢાઈ કરી, તે સમયે અસાઈત ઠાકરના ઘરે બાજુના ગામની પાટીદાર હેમાળા પટેલની દીકરી રહેવા આવી હતી. પોતાના ઘરે આવેલ પાટીદાર દીકરીની લાજ બચાવવા અસાઈત ઠાકરે અલાઉદ્દીન ખીલજીના સરદારો સામે પોતાના સંગીતની બંદગી પેશ કરી. જેથી સરદારોએ ખુશ થઈ તેને કંઈક માંગવા કહ્યું. ત્યારે અસાઈત ઠાકરે તેના ઘરે આવેલ પાટીદાર દીકરીની ધરપકડ ન કરવાની માંગણી કરી અને તેને પોતાની જ દીકરી ગણાવી. ત્યારે દરબારના કોઈક વ્યક્તિએ અસાઈત ઠાકરની કોઈ દીકરી ન હોવાની જાણ કરી અને જો તે દીકરી અસાઈત ઠાકરની જ હોય તો તેને એક ભાણામાં જમવા કહ્યું. જો અસાઈત ઠાકર પાટીદાર દીકરી સાથે એક જ ભાણામાં જમે તો તેનો ધર્મ ભ્રષ્ટ થઈ જાય, તેનો તેને ખ્યાલ હતો. છતાં તે પાટીદાર દીકરીની આબરૂ બચાવવા તેની સાથે એક ભાણામાં જમે છે. અને આ રીતે તેનો ધર્મ ભ્રષ્ટ થાય છે અને તેને નાતની બહાર કાઢવામાં આવે છે. ધર્મ ભ્રષ્ટ થતાં જીવન નિર્વાહ માટે અસાઈત ઠાકરે પોતાના ત્રણ સંતાનો સાથે મળીને ભવાઈ મંડળીની શરૂઆત કરી હતી. અસાઈત ઠાકરના ત્રણ સંતાનો સમય જતાં ‘તરગાળા’ તરીકે ઓળખાયાં. ભવાઈનો અર્થ થાય છે ‘જિંદગીની કથા’. અસાઈત ઠાકરે લોકોનું મનોરંજન થાય અને એકનો એક વેશ વારંવાર ન કરવો પડે તે માટે 360 જેટલાં વેશોની રચના કરી હતી. જેમાં સૌથી જૂનો ‘રામદેવ પીર’નો વેશ છે. આ રીતે, અસાઈત ઠાકરને ભવાઈની શરૂઆત કરવા બદલ ‘ભવાઈના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.

સિદ્ધપુર તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

સિદ્ધપુર

1