તાપી
Table of Contents
Toggleતાપી જિલ્લાના તાલુકા
વ્યારા, નિઝર, સોનગઢ, ઉચ્છલ, વાલોડ, ડોલવણ, કુકરમુંડા
તાપી જિલ્લાની રચના
તાપી જિલ્લાની રચના 2 ઓક્ટોબર, 2007 ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં સુરત જિલ્લામાંથી કરવામાં આવી હતી
તાપી જિલ્લા વિશે
તાલુકા
7
સ્થાપના
2 ઓક્ટોબર, 2007
મુખ્ય મથક
વ્યારા
ક્ષેત્રફળ
3,139 (ચો. કિ.મી.)
RTO નંબર
GJ-26
સાક્ષરતા
68.26%
સ્ત્રી સાક્ષરતા
61.16%
પુરુષ સાક્ષરતા
75.44%
વસ્તી
8,07,022
સ્ત્રી વસ્તી
4,04,834
પુરુષ વસ્તી
4,02,188
વસ્તી ગીચતા
257
જાતિ પ્રમાણ
1007
નગરપાલિકા
2
ગામડાઓની સંખ્યા
523
ગ્રામ પંચાયત
291
લોકસભાની બેઠકો
–
વિધાનસભાની બેઠકો
2 – (વ્યારા, નિઝર)
તાપી જિલ્લાની સરહદ
- ઉત્તર – નર્મદા
- દક્ષિણ – ડાંગ,
નવસારી - પૂર્વ – મહારાષ્ટ્ર
- પશ્ચિમ – સુરત
તાપી જિલ્લાનો ઇતિહાસ
- ગુજરાતની પૂર્વમાં આવેલો તાપી જિલ્લો સાતપુડાના જંગલોના સાનિધ્યે પથરાયેલો છે. પ્રાચીન ગ્રંથમાં તાપી નદીને સૂર્યની પુત્રીનો દરજ્જો મળેલો છે તેથી તેને સૂર્યપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. સમગ્ર જિલ્લામાં મોટા પ્રમાણમાં આદિવાસી વસતી વિસ્તરેલી છે.
- ગાયકવાડ શાસનની સૌપ્રથમ શરૂઆત તાપી જિલ્લાના સોનગઢમાંથી જ થઈ હતી. ઈ.સ.1866 સુધી ગાયકવાડ સામ્રાજ્યનું વડુમથક સોનગઢ હતું.
- સોનગઢનો કિલ્લો અહીં પિલાજીરાવ ગાયકવાડના શાસન દરમિયાન સોનગઢના કિલ્લાને ભીલ પાસેથી જીતીને ઈ.સ.1719માં ગાયકવાડી શાસનનું પહેલું પાટનગર બનાવ્યું હતું.
- ઈ.સ.1934માં દામાજીરાવ ગાયકવાડે વડોદરાને પાટનગર બનાવ્યું ત્યારબાદ સોનગઢ માત્ર ગાયકવાડ રાજ્યનું પરગણું જ રહી ગયું.
- સયાજીરાવ ગાયકવાડ દ્વારા સોનગઢ તાલુકામા આવેલ ડોસવાડાના તળાવમાંથી નહે૨ો ખોદાવીને સિંચાઈની સુવિધા ઊભી કરવામાં આવી હતી.
- સોનગઢ તાલુકાના ડોસવાડા ગામના ઉપરવાસનાં જંગલોમાંથી મીંઢોળા નદી પસાર થાય છે અને નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંતી ગામે અરબી સમુદ્રમાં મળે છે. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં થયેલી દાંડી યાત્રા દરમિયાન માર્ગમાં આ નદી આવતી હતી. સત્યાગ્રહીઓ આ નદી સરળતાથી પાર કરી શકે એ માટે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના કપલેઠા ગામના હિંદુ – મુસ્લિમ લોકોએ પોતાના ગાડાઓને નદીમાં મૂકીને પુલ બંધાવ્યો હતો.
તાપી જિલ્લાની ભૌગોલિક માહિતી
- આ જિલ્લાની સ્થાપના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં 2 ઓકટોબર, 2007ના રોજ સુરત જિલ્લામાંથી કરવામાં આવી હતી. જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે.
- સૌથી વધુ લિંગ પ્રમાણ તાપી જિલ્લામાં (1007) છે. (સૌથી ઓછું સુરતમાં – 787)
- તાપી નદી ગુજરાતમાં નિઝર તાલુકામાં આવેલ ‘હરણફાળ’ ખાતેથી પ્રવેશે છે.
- તાપી જિલ્લાનો નિઝર તાલુકો ત્રણ બાજુએથી મહારાષ્ટ્રની સરહદથી ઘેરાયેલો છે.
- તાપી જિલ્લામાં સોનગઢનો ડુંગર, આસિકાનો ડુંગર, તારાપુરનો ડુંગર, અંબિકાનો ડુંગર અને ખાટા આંબાનો ડુંગર જેવા ડુંગરો આવેલા છે.
- ખ્રિસ્તીઓની સૌથી વધુ વસતી તાપી જિલ્લામાં આવેલી છે.
- તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના અને મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના સહિયારા રેલવે સ્ટેશન નવાપુરની અડધી હદ ગુજરાત રાજ્યમાં અને અડધી હદ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી ७.
તાપીમાં આવેલી નદીઓ
- તાપી નદી
- મીઢોળા નદી
- ગીરા નદી (ઝાંખરી)
તાપી નદી કિનારે વસેલા શહેરો
- મીઢોળા નદીના કિનારે વ્યારા
- તાપી નદીના કિનારે નિઝર અને કુકરમુંડા
- વાલ્મીકિ નદીના કિનારે વાલોડ
તાપી જિલ્લાની આર્થિક માહિતી
તાપી જિલ્લાની આર્થિક માહિતી પાક, ઉદ્યોગો, સિંચાઇ યોજના, વિદ્યુત મથક, રેલવે સ્ટેશન.
પાક
- જિલ્લામાં જુવાર, શેરડી, કઠોળ, કેળા, કેરી, કપાસ વગેરે પાક થાય છે.
ઉદ્યોગો
- સેન્ટ્રલ પલ્પ મિલ, સોનગઢ ઈમારતી લાકડાંનો ઉદ્યોગ
- પશુદાણ ઉદ્યોગ, વાલોડ
સિંચાઈ યોજના
- ઉકાઈ બંધ
- ડોસવાડા ડેમ
વિદ્યુત મથક
- સોનગઢ તાલુકામાં તાપી નદી ૫૨ ઉકાઈ બંધ બાંધવામાં આવ્યો છે. અહીં જળવિદ્યુત મથક સ્થાપવામાં આવ્યું છે. આ ઉપરાંત, અહીં 1350 મેગાવોટની ક્ષમતા ધરાવતું તાપ વિદ્યુતમથક પણ આવેલું છે જે કોલસથી ચાલતું પાવર સ્ટેશન છે જેના ૫૨ જળ વિદ્યુતમથક પણ આવેલું છે.
રેલવે સ્ટેશન
- વ્યારા રેલવે સ્ટેશન
- સોનગઢ રેલવે સ્ટેશન
- ઉચ્છલ રેલવે સ્ટેશન
તાપી જિલ્લાની સાંસ્કૃતિક માહિતી
તાપી જિલ્લાની વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, લોકનૃત્ય, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.
વાવ - તળાવ - સરોવર
- વલ્લભસાગર સરોવર
મહેલો - હવેલી - કિલ્લાઓ
- ગાયકવાડનો મહેલ
- સોનગઢનો કિલ્લો
મેળા - ઉત્સવો
- ખતાલણા પીરનો મેળો
- પાટી મેળો
લોકનૃત્ય
- હાલી નૃત્ય
યુનિવર્સિટી અને વિદ્યાપીઠ
- જયપ્રકાશ નારાયણ પ્રેરિત સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય
- સમાજ સેવા મહાવિદ્યાલય
તાપી જિલ્લાના વિરલ વ્યક્તિઓ
તાપી જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે
સાહિત્ય ક્ષેત્રે
- સુરેશ જોષી (જન્મ : વાલોડ, ઉપનામ : પૂર્ણતયા આધુનિકતાના હિમાયતી)
રાજકીય ક્ષેત્રે
- પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી(ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી)
સામાજિક ક્ષેત્રે
- જુગતરામ દવે (જન્મ : લખતર, સુરેન્દ્રનગર) (કર્મભૂમિ : વાલોડ, ઉપનામ : વેડછીનો વડલો)