વડનગર

તાલુકો

વડનગર

જિલ્લો

મહેસાણા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

43

વસ્તી

1,45,445

ફોન કોડ

02732

પીન કોડ

384355

વડનગર તાલુકાના ગામડા

આસ્પા, બાબીપુરા, બાદરપુર, બાજપુરા, ચાંપા, ચાંદપુર, છાબલિયા, ડાબુ, ગણેશપુરા, હાજીપુર, જગાપુરા, જાસ્કા, કહીપુર, કમાલપુર, કરબાટીયા, કરશનપુરા, કેસીંપા, ખાનપુર, ખટાસણા, ખતોડા, મલેકપુર, મિરઝાપુર, મોલીપુર, નવાપુરા, પીપલદર, રાજપુર (વડ), સબલપુર, સમા, શાહપુર (વડ), શેખપુર (ખે), શેખપુર (વડ), શોભાસણ, સીપોર, સુલીપુર, સુલતાનપુર, સુંઢિયા, ત્રાંસવાડ, ઉંડણી, ઊંઢાઈ, વડનગર, વાઘડી નવી, વાઘડી જુની, વલાસણા
Vadnagar

વડનગર તાલુકાનો ઇતિહાસ

વડનગ૨ને સૌથી જૂનું અને હયાત નગર ગણવામાં આવે છે. આ નગરમાં પ્રાચીન ઋષિ યાજ્ઞવલ્કય ની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે. આ નગર પ્રાચીન કાળમાં અનંતપુર, આનંદપુર, આનર્તપુર, સંગીત નગરી, ચમત્કારપુર તરીકે જાણીતું હતું.

– મનુના પુત્ર શર્યાતિએ ઉત્તર ગુજરાતના જે પ્રદેશ ઉપર રાજ્ય ગુજરાત સ્થાપ્યું હતું તે પ્રદેશ આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતું હતું જેમાં વડનગરનો પણ સમાવેશ થતો હતો.

– હાટકી નદીના કાંઠે નાગર બ્રાહ્મણોના કુળદેવતા હાટકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.

– વડનગરના કિલ્લાના પાયામાંથી ક્ષત્રપકાલીન ઈટો મળી આવી હતી.

– ચીની મુસાફર હ્યુ-એન-સાંગે ગુજરાત યાત્રા દરમિયાન વડનગરની મુલાકાત લીધી હતી.

– વડનગરમાં શામળશાની ચોરીના બે તોરણો, કીર્તિ તોરણ, સોલંકી કાળનું શર્મિષ્ઠા તળાવ, તાના-રીરીની સમાધિ, વડનગરને ફરતે આવેલ છ દ૨વાજા, શિલાલેખ, અજેપાલ કુંડ અને અર્જુનબારી દરવાજો વગેરે જોવાલાયક સ્થળો છે. વડનગરમાં અમથોર માતાનું મંદિર આવેલુ છે.

વડનગરના ગાસ્કોલ ખાતેથી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા ખોદકામ દરમિયાન બૌદ્ધવિહારનું માળખું મળી આવેલું छे.

– વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે ઐતિહાસિક સ્થાપત્ય કીર્તિ તોરણ આવેલું છે.

કીર્તિ તોરણ

– મરાઠા સરદાર કંથાજીએ ઈ.સ. 1726માં વડનગર પર આક્રમણ કરીને શહેરનો નાશ કર્યો હતો.

– શલ શિવરામ ભાવનગર રજવાડાંના સંગીતકાર પંડિત ડાહ્યાલાલ શિવરામ નાયક મૂળ વડનગરના વતની હતા.

– વડનગરની સંગીત પરંપરા ખાસ અનેરુ મહત્વ ધરાવતી હતી. સંગીતને સાચવી રાખનાર નાયક નામની જ્ઞાતિ મૂળ વડનગર અને તેની આસપાસ વસેલી છે. આ વારસામાં સંગીતકલાધર પંડિત શિવલાલ નાયક મૂળ વડનગરના જ વતની હતા, જે પછીથી ભાવનગ૨ રાજ્યમાં સંગીતકાર તરીકે નીમાયા.

– ગુજરાતના વડનગર પાસેના અમરથોળ નજીક ચાલી રહેલા | વડનગર ઉત્ખનન દરમિયાન 2 મીટર વ્યાસ ધરાવતું ગોળાકાર સંરચનાવાળુ પૌરાણિક દિશાસૂચક માળખું મળી આવ્યું છે. ઈટોથી બનેલું માળખું દેશમાં સૌ પ્રથમવાર અહીંથી મળી આવ્યું छे.

ઉપરાંત તાના-રીરી સંગીત અકાદમી, ઉદયપુરની જેમ વડનગરમાં લેક સિટી અને નરેન્દ્રભાઈ મોદીએ જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે સ્કૂલને યોગ સ્કૂલ તરીકે વિકસાવવામાં આવશે.

વડનગર તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

વડનગર

1