વડોદરા

Table of Contents

વડોદરા જિલ્લાના તાલુકા

વડોદરા, ડભોઇ, ડેસર, કરજણ, પાદરા, સાવલી, શિનોર, વાઘોડિયા

વડોદરા જિલ્લાની રચના

1 મે, 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે વડોદરા જિલ્લાની રચના કરવામાં આવી હતી

વડોદરા જિલ્લા વિશે

તાલુકા

8

સ્થાપના

1  મે, 1960

મુખ્ય મથક

વડોદરા

ક્ષેત્રફળ

7,546 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-06

સાક્ષરતા

81.21%

સ્ત્રી સાક્ષરતા

72.03%

પુરુષ સાક્ષરતા

85.39%

વસ્તી

30,93,743

સ્ત્રી વસ્તી

14,84,908

પુરુષ વસ્તી

16,08,837

વસ્તી ગીચતા

552

જાતિ પ્રમાણ

934

નગરપાલિકા

4

ગામડાઓની સંખ્યા

654

ગ્રામ પંચાયત

540

લોકસભાની બેઠકો

1

વિધાનસભાની બેઠકો

10 – (વડોદરા શહેર, ડભોઈ, કરજણ, પાદરા, સાવલી, વાઘોડિયા, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર)

વડોદરા જિલ્લાની સરહદ

  • ઉત્તર       –     ખેડા,
                           પંચમહાલ
  • દક્ષિણ    –     નર્મદા,
                           ભરૂચ
  • પૂર્વ          –     છોટાઉદેપુર
  • પશ્ચિમ     –    આણંદ
Vadodara

વડોદરા જિલ્લાનો ઇતિહાસ

  • ‘ગુજરાતની સંસ્કારી નગરી’ તરીકે ઓળખાતા વડોદરા વિશે પ્રેમાનંદે ‘વીરક્ષેત્ર વડોદરુ’ કાવ્ય ગાયેલું. વડોદરા ગાયકવાડોની રાજધાની હતી. અહીં ગાયકવાડ રાજાઓએ રાજકીય વહીવટનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું હતું. મહારાજા સયાજીરાવ ત્રીજાએ વડોદરાને સુવિકસીત અને સુશોભિત બનાવ્યું. મૂળ આ શહેર નાનું અને કેન્દ્રમાં ચાર દરવાજા લહેરી પૂરા, માંડી દરવાજો, ગેડી દરવાજો અને પાણી દરવાજો, જેથી આ શહેરને ‘કિલ્લા-એ દૌલતાબાદ’ તરીકે ઓળખવામાં આવતું. 19મી સદીના મધ્યમાં ગુજરાતના બરોડા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણખાતાની સ્થાપના કરી હતી. ભારતની સ્વતંત્રતા સમયે વડોદરામાં રાજ્ય શાસનની ધુરા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ પાસે હતી. 1 મે, 1949નાં રોજ પ્રતાપસિંહજી રાવ દ્વારા વડોદરા રાજ્યનું ભારતસંઘમાં વિલીનીકરણ કરવા માટેની સંમતિ આપવામાં આવી ત્યારે વડોદરામાં પ્રજામંડળની આગેવાની ડૉ. જીવરાજ મહેતાએ લઈને વડોદરાને તે જ દિવસે મુંબઈ પ્રાંતમાં ભેળવી દેવામાં આવ્યું. ત્યારબાદ 1 મે, 1960માં મુંબઈ રાજ્યના વિભાજન બાદ વડોદરા ગુજરાત રાજ્યનું અભિન્ન અંગ બન્યું.

  • વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલું વડોદરાનું નામ ઋષિ વિશ્વામિત્રીના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. એક મત એ પણ છે કે, ઈ.સ. 812માં વડોદરાનો સૌપ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ‘વટપદ્ર’ નામથી થયો હતો. વડના ઝાડ પાસે વિકસેલા નગ૨ ૫૨થી ‘વડોદરા’ નામ પડયું હોવાનું કહેવાય છે.

  • ઐતિહાસિક કાળમાં વડોદરામાં રાષ્ટ્રકુટો, ચાલુકય, ગુપ્ત, સોલંકી, મુસ્લિમ, મુઘલ, મરાઠા જેવા શાસકોએ શાસન કર્યું હતુ.

  • વિસલદેવે વડોદરામાં કડક નામક તળાવ બંધાવ્યું હતું. ઉપરાંત ડભોઈના કિલ્લામાં વૈધનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો. વિસલદેવે ડભોઈના કિલ્લાનું પણ સમારકામ કરાવ્યું હતું.

  • ઈ.સ. 1721માં ગાયકવાડ શાસક પિલાજીએ મુઘલો પાસેથી વડોદરાનો કબજો મેળવી મરાઠા શાસન સ્થાપ્યું. જેમાં મરાઠા પેશ્વાઓએ ગાયકવાડોને વડોદરા ઉપર વહીવટ કરવાનો હક આપ્યો. ઈ.સ. 1761માં પાણીપતના યુદ્ધમાં મરાઠા પેશ્વાઓની હાર થતા વડોદરા ગાયકવાડ શાસન હેઠળ આવ્યું.

  • મહારાજા ખંડેરાવ બીજાએ મકરપુરા નજીક ધનીયાવી ખાતે તરુણો માટે વિશાળ પાર્ક બંધાવ્યો હતો. જેને ત્યારે ‘સુંદરપૂરાના અભયારણ્ય’ તરીકે ઓળખવામાં આવતો હતો.

  • મહારાજા ખંડેરાવના મૃત્યુ બાદ તેમના વિધવા પત્ની જમનાબાઈને સંતાન ન હોવાના કારણે તેઓએ ગોપાળરાવને દત્તક લીધા હતા. જે સયાજીરાવ ત્રીજા તરીકે ઓળખાયા હતા અને ઈ.સ. 1875માં ગાદી ૫૨ આવ્યા હતા.

  • ઈ.સ. 1885માં સયાજીરાવ ગાયકવાડનો રાજ્યાભિષેક થયો હતો. ઈ.સ. 1885 થી 1936 વચ્ચેનો સમય વડોદરાનો સુર્વણકાળ ગણાય છે. તેમના સમય દરમિયાન ઉચ્ચ શિક્ષણ માટે શાળાઓ, યુનિવર્સિટીઓ, મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, પુસ્તકાલયો, દારૂબંધી, રેલવેનો વિકાસ, બેન્ક ઓફ બરોડાની સ્થાપના વગેરે કાર્યો થયા હતા. એક ખેડૂત પરિવારમાંથી સીધા જ રાજગાદી સુધી પહોંચનાર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ખરેખર પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી રાજ્યનો વહીવટ ચલાવ્યો હતો.

  • મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તંજાવૂરથી નર્તિકાઓ અને સંગીતવાદ્યના નિષ્ણાંત ગુરૂઓ બોલાવવામાં આવ્યા હતા. તેઓ પૈકી કુબેરનાથ વડોદરામાં સ્થાયી થયા, અને એમના થકી જ ગુજરાતમાં ભરતનાટ્યમનો ઉદય થયો.

  • ‘ગુજરાત પુસ્તકાલય સહકારી સંઘ’ની સ્થાપના સાયજીરાવ ગાયકવાડ ત્રીજાના સહયોગથી મોતીભાઈ અમીને કરી હતી.

  • સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં ઈ.સ. 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. જેના પ્રથમ આચાર્ય સંગીતકાર ‘મૌલાબક્ષ ખાં’ હતાં. મૈસૂરના મૌલાબક્ષ ખાંને વડોદ૨ા આવવાનું સૌપ્રથમ આમંત્રણ મહારાજા ખંડેરાવ દ્વારા આપવામાં આવ્યું હતું.

  • ગાયકવાડ સરકારે મૌલાબક્ષ ખાં, સાહેબ અબ્દુલ કરીમ ખાં, પંડિત વિષ્ણુ નારાયણ, ફૈયાઝ ખાન, નસીરખાં, ફીદા હુસૈન, ફૈઝ મહમ્મદ, હિરાબાઈ બોડોદે, ગંગારામ તખવાજી વગેરે સંગીતકારોને રાજ્યાશ્રય આપ્યો હતો. ઉપરાંત ઈ.સ. 1916માં ભારતની સૌપ્રથમ સંગીત પરિષદ વડોદરામાં ભરાઈ હતી.

  • સયાજીરાવ ગાયકવાડના શાસનમાં બદરુદ્દીન તૈયબજી, અરવિંદ ઘોષ, રમેશચંદ્ર દત્ત, વિ. ટિ. કૃષ્ણામાંચારી, ત્રિભુવનદાસ ગજ્જર, ડૉ. ભીમરાવ આંબેડકર જેવા વ્યક્તિઓએ વડોદરા રાજ્યમાં સેવા આપી હતી.

  • મહારાજા સયાજીરાવ ત્રીજાએ ઈ.સ. 1879માં સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય બંધાવ્યું હતું, જેને ‘કમાટી બાગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

  • વડોદરાને સાંસ્કૃતિક અને રાજકીય ક્ષેત્રે વિકસાવવાનો શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને ફાળે જાય છે.

  • મલ્હારરાવ ગાયકવાડના સમયમાં પ્રથમ દીવાન તરીકે દાદાભાઈ નવરોજીની નિમૂણક થઈ હતી.

  • બાજીરાવ પેશ્વા અને સેનાપતિ ત્રંબકરાવ વચ્ચે ડભોઈનું યુદ્ધ થયું હતું, જ્યારે મરાઠા સેનાપતિ ત્રંબકરાવ દભાડેએ હૈદરાબાદના નિઝમ ઊ-મુલ્ક સાથે દળોમાં જોડાવાની ધમકી આપી ત્યારે બાજીરાવ અને તેમના ભાઈએ ચિમનજીઅપ્પા નિઝામનો પગપેસરો અટકાવવા આ યુદ્ધ કર્યુ હતું. જેમાં ત્રંબકરાવની હાર થઈ હતી.

  • સૌરાષ્ટ્રના રજવાડાઓના એકીકરણ વખતે વડોદરા રાજ્યના રાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડ હતા અને દીવાન ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા. તે વખતે તેમણે સરદાર પટેલની પાસે માંગણી રાખી હતી કે, ગુજરાતના તમામ રજવાડાઓનો વહીવટ વડોદરા રાજ્યને સોંપાય અને તેમને આ રજવાડાઓના રાજા ગુર્જર નરેશ ઘોષિત કરવામાં આવે આ માંગણીને સરદાર પટેલે સદંતર નકારી હતી. ઈ.સ. 1948માં વડોદરા પ્રધાનમંડળની સ્થાપના થઈ અને ડો. જીવરાજ મહેતાને આ મંડળના મંત્રી બનાવવામાં આવ્યા હતા.

  • ઈ.સ. 1890માં વડોદરામાં કલાભવનની સ્થાપના થઈ હતી. સુપ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્માને ચિત્રો તૈયાર કરવા માટે આ કલાભવનમાં આમંત્રણ આપ્યું હતું.

  • કવિ નંદશંકર મહેતાના પુત્રી અને જીવરાજ મહેતાના પત્ની એવા હંસાબેન મહેતા ઈ.સ. 1946માં સયાજીરાવ યુનિવર્સિટીના પ્રથમ મહિલા ઉપકુલપતિ બન્યાં હતાં.

વડોદરા જિલ્લાની ભૌગોલિક માહિતી

  • જિલ્લાનું મુખ્ય મથક વડોદરા છે. આ જિલ્લાની રચના 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કરવામાં આવી હતી.

  • વડોદરા શહેરને મહેલોના શહેરની ઉપમા મળેલી છે. ઉપરાંત ગુજરાતના સાંસ્કૃતિક પાટનગ૨ તરીકે પણ ઓળખાય છે.

  • વડોદરામાં સાતપૂડા પર્વતમાળા, સહ્યાદ્રિ પર્વતમાળા, પૂર્વ બાજુએ પાવાગઢ પર્વત આવેલા છે.

  • વડોદરામાં આવેલ કીર્તિ મંદિરમાં શાંતિનિકેતન વિદ્યાલયના મહાન કલાકાર નંદલાલ બોઝે ગીતા વિષય પર તૈલ ચિત્રો બનાવ્યા છે.

  • વડોદરા લીલા ચેવડા અને ભાખ૨વડી માટે જાણીતું છે.

  • વડોદરામાં ભાઉ તાંબેડક૨વાડાની દિવાલો ૫૨ના ભીંતચિત્રો, દંતેશ્વ૨ ખાતે કુતુબુદ્દીન મહંમદખાનનો મકબરો આવેલો છે.

વડોદરામાં આવેલી નદીઓ

  • વિશ્વામિત્રી નદી
  • નર્મદા નદી
  • ઓરસંગ નદી
  • હિરણ નદી
  • ગોમા નદી
  • મેસરી નદી
  • ભૂખી નદી
  • ભારજ નદી
  • ઢાઢર નદી
  • મહી નદી

વડોદરા નદી કિનારે વસેલા શહેરો

  • વિશ્વામિત્રી નદીના કિનારે વડોદરા
  • ઢાઢર નદીના કિનારે ડભોઈ
  • નર્મદા નદીના કિનારે ચાંદોદ, કરનાળી, નારેશ્વર અને માલસર

વડોદરા પ્રદેશોની ઓળખ

  • નર્મદા નદી અને ઢાઢર નદી વચ્ચેના પ્રદેશને ‘કાનમના પ્રદેશ’ તરીકે ઓળખવામાં આવે છે.

  • બીજી ભાષામાં કહીએ તો ભરૂચ અને વડોદરા વચ્ચેનો પ્રદેશ એટલે કાનમ પ્રદેશ.

  • નર્મદા નદી ભરૂચ અને વડોદરા તેમજ વડોદરા અને નર્મદા જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે.

  • મહી નદી આણંદ અને વડોદરા જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે.

વડોદરા જિલ્લાની આર્થિક માહિતી

વડોદરા જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, સિંચાઇ યોજના, સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, હવાઈ મથક, રેલવે સ્ટેશન.

પાક

  • જિલ્લામાં કપાસ, ડાંગર, જુવાર, મગફળી, ઘઉં, બાજરી વગેરે પાક થાય છે.

ખનીજ

  • વડોદરા જિલ્લામાંથી કેલ્સાઈટ અને ચૂનાનો પથ્થર વિપુલ પ્રમાણમાં મળી આવે છે.

ઉદ્યોગો

  • વર્ષ 1907માં વડોદરામાં ‘એલેમ્બિક’ નું દવા બનાવવાનું કારખાનું ત્રિભુવનદાસ ગજ્જ૨ના પ્રયાસોથી સ્થપાયું હતું.

  • વર્ષ 1962માં રાસાયણિક ખાતર બનાવવાનું એશિયાનું સહકારી ધોરણે ચાલતું સૌથી મોટું કારખાનું ‘ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ’ (G.S.F.C.)ની સ્થાપના કરવામાં આવી હતી.

  • વર્ષ 1965માં કોયલીમાં ગુજરાતની સૌપ્રથમ ખનીજ તેલ શુદ્ધિકરણની રિફાઈનરી સ્થાપવામાં આવી હતી.

  • વર્ષ 1969માં ભારતમાં સૌપ્રથમ ‘ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ’ (I.P.C.L.)ની સ્થાપના કરવામાં આવી હતી.

  • વર્ષ 1985માં વાઘોડિયામાં ‘ગુજરાત સાઈકલ્સ લિમિટેડ’ નું સાઈકલ બનાવવાનું કારખાનું સ્થપાયું હતું.

  • વડોદરા જિલ્લામાં ગરમ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે.

  • ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, વડોદરા

  • ગુજરાત કમ્યુનિકેશન્સ એન્ડ ઈલેકટ્રોનિકસ લિમિટેડ, વડોદરા

  • ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, વડોદરા

  • પેટ્રોકેમિકલ્સ કો-ઓપરેટિવ લિમિટેડ, વડોદરા

ડેરી ઉદ્યોગ

  • બરોડા ડેરી
  • સુગમ ડેરી

સિંચાઈ યોજના

  • આજવા ડેમ

સંશોધન કેન્દ્ર

  • ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ
  • ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ આર. એન્ડ ડી. એજન્સી, ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ લેબોરેટરી
  • ઈલેક્ટ્રિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

  • આ જિલ્લામાંથી 48 (નવા) નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે.

  • આ ઉપરાંત નેશનલ એકસપ્રેસ (NE) હાઈવે નંબર રેલવે સ્ટેશન વડોદરાને અમદાવાદ સાથે જોડે છે.

હવાઈ મથક

  • વડોદરા હવાઈ મથક

રેલવે સ્ટેશન

  • વડોદરા રેલવે સ્ટેશન
  • ડેસર રેલવે સ્ટેશન
  • સાવલી રેલવે સ્ટેશન
  • છાણી રેલવે સ્ટેશન
  • પાદરા રેલવે સ્ટેશન
  • વાઘોડિયા રેલવે સ્ટેશન
  • ડભોઈ રેલવે સ્ટેશન
  • ચાંદોદ રેલવે સ્ટેશન
  • કરજણ રેલવે સ્ટેશન

વડોદરા જિલ્લાની વિકાસગાથા

  • ભારતનો સૌપ્રથમ 33 કિ.મી. લાંબો નેરોગેજ રેલવે માર્ગ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાથી કરજણ તાલુકાના મિયા ગામ વચ્ચે ઈ.સ. 1862 માં શરૂ થયો હતો. અહીં ચાલતી રેલગાડી સૌપ્રથમ બળદગાડા વડે ચાલતી હતી.

  • ઈ.સ. 1886માં ત્રિભુવનદાસે ગાયકવાડ રાજ્યમાં 200 રૂપિયાના પગારવાળી અધ્યાપક તરીકેની નોકરી સ્વીકારી હતી. મુંબઈમાં પ્લેગ સમયે પ્રોફેસર ત્રિભુવનદાસ ગજ્જરે ‘આયોડિન ટર્કોલાઈડ’ નામની દવા શોધી હતી. જે ઘણી અસરકારક નીવડી અને લાખો લોકોના જીવ બચ્યા હતા.

  • ઈ.સ. 1887માં સ્થપાયેલ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય છે.

  • ગુજરાતમાં ત્રિભુવનદાસ ગજ્જર દ્વારા ઔષધ ઉત્પાદનની પ્રથમ ફેકટરી એલેમ્બિક ઈ.સ. 1907માં વડોદરા ખાતે સ્થપાઈ હતી.

  • ઈ.સ. 1908માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા અલ્કાપુરી બજારમાં ‘બેન્ક ઓફ બરોડા’ની સ્થાપના કરવામાં આવી હતી.

  • ઈ.સ.1910માં મહારાજા સયાજી રાવ ત્રીજાએ ‘જ્યાં શાળા ત્યાં પુસ્તકાલય’ નો સિદ્ધાંત સ્વીકાર્યો હતો.

  • ઈ.સ. 1939માં પ્રતાપસિંહરાવ ગાયકવાડે સૌપ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત વડોદરામાં કરી હતી.

  • ગુજરાતની સૌપ્રથમ ખનીજ તેલ રિફાઈનરીની સ્થાપના કોયલી ખાતે ઈ.સ. 1965માં મુખ્યમંત્રી બંળવતરાય મહેતાના સમયમાં રશિયન સહકારથી થઈ હતી. જેની માલિકી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ધરાવે છે.

  • ગુજરાતનો સૌપ્રથમ ફિલ્મ સ્ટુડિયો વડોદરા જિલ્લાનો લક્ષ્મી સ્ટુડિયો હતો.

  • ગુજરાતમાં સૌપ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના વડોદરા જિલ્લામાં થઈ હતી.

  • ગુજરાતમાં સૌપ્રથમ વડોદરા શહેરમાં પાઈપલાઈન દ્વારા ગેસ પૂરો પાડવામાં આવ્યો હતો.

  • ભારતની સૌપ્રથમ રેલ યુનિવર્સિટી (ઘી નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલવે) વડોદરા ખાતે વર્ષ 2018માં શરૂ કરવામાં આવેલી છે.

વડોદરા જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

વડોદરા જિલ્લાની ઐતિહાસિક ધરોહર, વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, લોકનૃત્ય, સંગ્રહાલયો, ગ્રંથાલયો, ગ્રંથભંડાર, યુનિવર્સિટી, વિદ્યાપીઠ અને જાણીતી સાહિત્ય એકેડમીઓ.

ઐતિહાસિક ધરોહર

1

વાવ - તળાવ - સરોવર

  • મહમ્મદ તળાવ
  • આજવા તળાવ
  • સુરસાગર તળાવ (ચંદન તળાવ)
  • તરસાલી તળાવ
  • તેન તળાવ
  • વણજારી વાવ
  • નવલખી વાવ
  • વિદ્યાધરની વાવ (સેવાસી)
  • સપ્તમુખી વાવ

મહેલો - હવેલી - કિલ્લાઓ

  • ડભોઈનો કિલ્લો
  • લક્ષ્મી વિલાસ પેલેસ
  • પ્રતાપ વિલાસ પેલેસ
  • નજરબાગ પેલેસ
  • મકરપૂરા પેલેસ

મેળા - ઉત્સવો

  • ચાડિયાનો મેળો

લોકનૃત્ય

  • આલેણી–હલેણી નૃત્ય

સંગ્રહાલય ( મ્યુઝિયમ )

  • બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી
  • મહારાજા ફતેહસિંહ રાવ મ્યુઝિયમ
  • પુરાતત્વ વિદ્યા વિષયક મ્યુઝિયમ
  • હેલ્થ મ્યુઝિયમ
  • મેડિકલ કોલેજ મ્યુઝિયમ

ગ્રંથાલયો - ગ્રંથભંડાર

  • પ્રાચ્ય વિદ્યામંદિર
  • શ્રી મુકિત કમલમોહન જ્ઞાનભંડાર
  • મધ્યસ્થ ગ્રંથાલય (સેન્ટ્રલ લાઈબ્રેરી)
  • હંસાબહેન મહેતા ગ્રંથાલય
  • મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર

યુનિવર્સિટી અને વિદ્યાપીઠ

  • મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમ. એસ. યુનિવર્સિટી)
  • સુમનદીપ યુનિવર્સિટી
  • પારૂલ યુનિવર્સિટી
  • નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી

જાણીતી સાહિત્ય એકેડમીઓ

  • પ્રેમાનંદ સાહિત્ય સભા : આ સંસ્થાની સ્થાપના ઈ.સ. 1916માં ‘વડોદરા સાહિત્ય સભા’ના નામે થઈ હતી. જેને ઈ.સ. 1944માં ‘પ્રેમાનંદ સાહિત્ય સભા’ નામ આપવામાં આવ્યું. આ સંસ્થાનો ઉદ્દેશ ગુજરાતી ભાષા સાહિત્યનો વિકાસ અને પ્રગતિ માટેનો હતો. આ સંસ્થા દર 2 વર્ષે પ્રેમાનંદ ચંદ્રક પુરસ્કાર આપે છે.

વડોદરા જિલ્લાના વિરલ વ્યક્તિઓ

વડોદરા જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, ચિત્રકલા ક્ષેત્રે, સંગીતકલા ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે, અન્ય ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે

સાહિત્ય ક્ષેત્રે

  • મહાકવિ પ્રેમાનંદ (પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ, જન્મ : વડોદરા)
  • દયારામ (દયારામ પ્રભુરામ ભટ્ટ, જન્મ : ચાંદોદ, કર્મભૂમિઃ ડભોઈ)
  • ધીરા ભગત (ધીરા પ્રતાપ બારોટ, જન્મઃ ગોઠડા)
  • બાપુસાહેબ ગાયકવાડ (જન્મ : વડોદરા)
  • નટવરલાલ કુબેરદાસ પંડ્યા (જન્મ : સાવલી, ઉપનામઃ ઉસનસ્, આરણ્યક)
  • ખલીલ ધનતેજવી (પૂરુંનામ : ખલીલ ઈસ્માઈલ મકરાણી, જન્મ : ધનતેજ, સાવલી)
  • બાલમુંકુદ મણિશંકર દવે (જન્મ : મસ્તપુરા)
  • ધીરુબહેન ગોરધનભાઈ પટેલ (જન્મઃ વડોદરા)
  • કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા (જન્મ: વડોદરા, ઉપનામ: જિપ્સી, મૂળ વતન : ભાંજ, સચીન, સુરત)
  • પ્રફુલ નંદશંકર દવે (જન્મ : વડોદરા, વતન : નડિયાદ)
  • રમણલાલ વસંતલાલ દેસાઈ (જન્મઃ શિનોર)

ચિત્રકલા ક્ષેત્રે

  • ભુપેન ખખ્ખર
  • જેરામ પટેલ

સંગીતકલા ક્ષેત્રે

  • નીનુ મજુમદાર
  • ઉસ્તાદ ફૈખા મૌલાબક્ષ

ધાર્મિક ક્ષેત્રે

  • પ્રમુખ સ્વામી મહારાજ (જન્મ : ચાણસદ, મૂળનામ : શાંતિલાલ)
  • પુજ્યશ્રી મોટા (જન્મ : સાવલી, મૂળનામ : ચુનીલાલ આશારામ ભગત, તેમના આશ્રમો અને મૌન મંદિરો ૧ આશ્રમો ૨ સુર અને નડિયાદમાં આવેલ છે.)

આધ્યાત્મિક ક્ષેત્રે

  • ડોંગરેજી મહારાજ (કર્મભૂમિ : વડોદરા)

અન્ય ક્ષેત્રે

  • શિલ્પકાર નાગજી પટેલ (કરજણ જન્મ)
  • હો. આઈ. જ તાલુકાના જૂની જીથરડીએ આઈ. જી. પટેલ (પૂર્વ RBI ગવર્ન૨)