વલસાડ

Table of Contents

વલસાડ જિલ્લાના તાલુકા

વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ, વાપી

વલસાડ જિલ્લાની રચના

વલસાડ જિલ્લાની રચના 1966 ના રોજ મુખ્યમંત્રી મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં સુરત જિલ્લામાંથી કરવામાં આવી હતી

વલસાડ જિલ્લા વિશે

તાલુકા

6

સ્થાપના

1966

મુખ્ય મથક

વલસાડ

ક્ષેત્રફળ

3,008 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-15

સાક્ષરતા

78.55%

સ્ત્રી સાક્ષરતા

72.06%

પુરુષ સાક્ષરતા

84.55%

વસ્તી

17,05,678

સ્ત્રી વસ્તી

8,18,456

પુરુષ વસ્તી

8,87,222

વસ્તી ગીચતા

567

જાતિ પ્રમાણ

922

નગરપાલિકા

5

ગામડાઓની સંખ્યા

470

ગ્રામ પંચાયત

384

લોકસભાની બેઠકો

1

વિધાનસભાની બેઠકો

5 – (વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ)

વલસાડ જિલ્લાની સરહદ

  • ઉત્તર       –     નવસારી
  • દક્ષિણ    –     દાદરા નગર હવેલી,
                           મહારાષ્ટ્ર
  • પૂર્વ          –     મહારાષ્ટ્ર
  • પશ્ચિમ     –     અરબ સાગર,
                            દમણ
Valsad

વલસાડ જિલ્લાનો ઇતિહાસ

  • વલસાડનું મૂળ નામ ‘ન્યગ્રોધપુર’ હતું. જે એક સમયે ‘વલ્લરખંડ’ તરીકે પણ ઓળખાતું હતું.

  • ન્યગ્રોધ એટલે વડ, આથી શરૂઆતમાં આ પ્રદેશ ‘વડસાળ’ તરીકે ઓળખાતો હતો અને પાછળથી તે ‘વલસાડ’ તરીકે જાણીતો થયો.

  • બ્રિટિશ શાસન દરમિયાન આ પ્રદેશ ‘બુલસાર’ (Bulsar) તરીકે ઓળખાતો હતો. વલસાડ જિલ્લાનું પ્રાકૃતિક વાતાવરણ અત્યંત રમણીય છે. અહીંનો લીલોછમ પ્રદેશ સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ ધરાવે છે.

  • આ જિલ્લો ભૌગોલિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય, આર્થિક ક્ષેત્રે સમૃદ્ધ વારસો ધરાવે છે.

  • કવિ નટવરલાલ પંડયા(ઉશનસ્) એ વૈવિઘ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસાના સમન્વયના કા૨ણે વલસાડ જિલ્લાને ‘ધન્ય ધરા વલસાડી’ થી ઓળખાવ્યો છે. આ ઉપરાંત, વલસાડ જિલ્લાને ‘દક્ષિણનો બગીચો’ તથા ‘દક્ષિણના વાડીઓના જિલ્લા’ તરીકેની ઉપમા પણ મળેલી છે.

  • લોકવાયકા પ્રમાણે પરશુરામે આ વિસ્તારને સદા નવપલ્લવિત રહેશે એવા આશીર્વાદ આપ્યા હતા આથી વલસાડ એ ‘પરશુરામની ભૂમિ’ તરીકે ઓળખાય છે.

  • રૂદ્રસિંહ પ્રથમના શિલાલેખમાં વાપીને ‘પાણીની ટાંકી’ તરીકે વર્ણવવામાં આવ્યું છે.

  • વિધર્મીઓના જુલમથી ઈરાનના પારસીઓ પોતાના ધર્મનું રક્ષણ કરવા માટે આશરે ઈ.સ. 766ની આસપાસ દીવ બંદરે ઉતર્યા હતા પરંતુ ત્યાં પોર્ટુગીઝોની દખલગીરીને કારણે તેઓ ઈ.સ. 785ની આસપાસ વલસાડના સંજાણ બંદરે આવ્યા હતા. તે વખતે સંજાણમાં જાદે રાણાનું રાજ્ય હતું. પારસીઓ તેમની પાસે રાજ્યાશ્રય મેળવવા માટે ગયા. જવાબમાં જાદે રાણાએ દૂધનો છલોછલ ભરેલો પ્યાલો મોકલ્યો. (જેના દ્વારા રાણા જણાવવા માંગતા હતા કે, અમારે ત્યાં વસતી વધારે છે એટલે તમને રાજ્યાશ્રય આપી શકાય એવું નથી) પ્રત્યુત્તરમાં પારસીઓએ તે પ્યાલામાં સાકર ભેળવીને દૂધમાં સાકરની માફક ભળી જઈશું એવો સંદેશો રાણાને મોકલ્યો અને આ પ્રત્યુત્તરથી ખુશ થઈ જાદેરાણા દ્વારા વસવાટની પરવાનગી આપવામાં આવી. પારસીઓ ઈરાનથી પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા. તેની સ્થાપના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામે કરવામાં આવી હતી. પારસીઓના આ પ્રખ્યાત ધાર્મિક સ્થળને ‘ફાયર ટેમ્પલ’ કહે છે, જે ઈરાનશાહ આતશ બેહરામ તરીકે ઓળખાય છે. શિવાજીએ ઈ.સ. 1664માં સુરતની લૂંટ વખતે પારનેરાના ડુંગરમાં રાતવાસો કર્યો હતો. ઈ.સ. 1930માં માર્ચ મહિનામાં નવસારી જિલ્લામાં થયેલ દાંડીકૂચ પછી વલસાડ તાલુકાના ધરાસણા ગામે અબ્બાસ તૈયબજી અને ગાંધીજીના પત્ની કસ્તૂરબાએ મીઠા ૫૨ લગાવવામાં આવેલ કર વિરુદ્ધમાં ‘ધરાસણા સત્યાગ્રહ’ કર્યો હતો.

  • આ બંનેની ધ૨પકડ થતા મૌલાના અબ્દુલ કલામ આઝાદ અને સરોજિની નાયડુના નેતૃત્વ હેઠળ આંદોલન આગળ વધ્યું. મીઠુબહેન પીટીટની આગેવાનીમાં બહેનોએ પરદેશી કાપડનું પિકેટિંગ કર્યુ હતું. ધરાસણા સત્યાગ્રહમાં સત્યાગ્રહીઓ પર થયેલ અત્યાચારની જાણકારી અમેરિકાના એક વર્તમાનપત્ર ‘New Freeman’ના પત્રકાર વેબ મિલરે આપીને સમગ્ર દુનિયાનું ઘ્યાન ખેંચ્યું હતું. ધરાસણા સત્યાગ્રહની યાદમાં 26 મે, 1978માં મોરારજી દેસાઈ દ્વારા ધરાસણા સ્મારક બનાવવામાં આવ્યું હતું.

  • ઈ.સ.1953માં પારડી તાલુકામાં ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ અને ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ દ્વારા ‘ખેડા સત્યાગ્રહ’ (પારડી ઘાસીયા આંદોલન) થયો હતો. જેમાં જમીનદારના શોષણમાંથી આદિવાસીઓને મુક્તિ અપાવીને ‘ખેડે તેનું ખેતર’ એવા ગણોતધારાનો અમલ કરાવવા માટે સત્યાગ્રહ થયો હતો. આ સત્યાગ્રહ 14 વર્ષ કરતા વધારે ચાલ્યો હતો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં પારડીની ઘાસીયા જમીનનો વિવાદ ઉકેલાયો અને ભૂમિહીન આદિવાસીઓને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા ભૂમિપત્રકો અપાયા હતા.

  • વલસાડ તાલુકાના ‘માલવણ’ ગામે સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે, જેનું સંશોધન કાર્ય ઈ.સ.1967માં જે.પી.જોષી અને એફ.આર.ઓલચીન દ્વારા થયું હતું. આ સ્થળેથી જસત અને તાંબાની વસ્તુઓ, બંગડીઓ અને નાના સળિયા, માટીની વસ્તુઓ, મણકાઓ, ઘરેણાંઓ વગેરે મળી આવ્યા છે ઉપરાંત બકરી, ઘોડો, ઘેટું, બારાસિંગા, માછલી વગેરે પ્રાણીઓના અવશેષો પ્રાપ્ત થયા છે.

વલસાડ જિલ્લાની ભૌગોલિક માહિતી

  • વલસાડ જિલ્લાની રચના વર્ષ 1966માં મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં સુરત જિલ્લામાંથી કરવામાં આવી હતી. જિલ્લાનું મુખ્ય મથક વલસાડ છે.

વલસાડમાં આવેલી નદીઓ

  • ઔરંગા નદી
  • કોલક નદી
  • કુંતા નદી
  • પાર નદી
  • દમણગંગા નદી
  • માન નદી

વલસાડ નદી કિનારે વસેલા શહેરો

  • ઔરંગા નદીના કિનારે વલસાડ
  • કોલક નદીના કિનારે ઉદવાડા
  • દમણગંગા નદીના કિનારે વાપી

વલસાડમાં આવેલા પર્વતો

  • વલસાડ જિલ્લામાં સહ્યાદ્રિની પર્વતમાળા આવેલી છે જેમાં પારનેરાનો ડુંગર મુખ્ય છે. પારનેરા ટેકરીનું સૌથી ઊંચું શિખર વિલ્સન હિલ ધરમપુર તાલુકાના પંગારબારી ગામે આવેલું છે.

  • ઈ.સ. 1928માં ધરમપુરના રાજા વિજય દેવજીએ કુદરતી સૌંદર્યથી ભરપૂર આ પ્રદેશને ગિરિમથક તરીકે વિકસાવવા તેમજ તેના ઉદ્ઘાટન માટે તત્કાલીન મુંબઈના અંગ્રેજ ગવર્નર સર લેસ્લી વિલ્સનને આમંત્રણ આપ્યું હતું. તેથી આ સ્થળને વિલ્સન હિલ્સ તરીકે ઓળખવામાં આવે છે.

  • ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ધરમપુર અને કપરાડામાં પડે છે તેથી તેને અનુક્રમે ગુજરાતનું ચેરાપુંજી અને મોનસિનરમ કહેવામાં આવે છે.

  • વલસાડ જિલ્લો ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો છે જે ફક્ત એક જ જિલ્લો (નવસારી) સાથે સરહદ ધરાવે છે.

  • કેન્દ્રશાસિત પ્રદેશ દમણ એ ઉમરગામ, વાપી અને પારડી તાલુકાની સરહદ સાથે જોડાયેલું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણનો વહીવટ કેન્દ્ર સરકાર હસ્તક છે.

  • ગુજરાત રાજ્યના દક્ષિણ સરહદની છેલ્લી ચેકપોસ્ટ ભિલાડ વલસાડ જિલ્લામાં આવેલી છે.

  • આ જિલ્લામાંથી દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર પસાર થાય છે.

વલસાડ જિલ્લાની આર્થિક માહિતી

વલસાડ જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, બંદરો, સિંચાઇ યોજના, જંગલ સંપત્તિ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે સ્ટેશન.

પાક

  • ચીકુ અને હાફૂસ કેરીના ઉત્પાદનમાં વલસાડ જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે.

  • આ ઉપરાંત, વલસાડ જિલ્લામાં ડાંગર, જુવાર, બાજરી, શેરડી, દ્રાક્ષ, કઠોળ વગેરેનો પાક થાય છે.

ખનીજ

  • વલસાડ જિલ્લામાં ચૂનાના પથ્થ૨, રેતી, લાલ ફોસ્ફરસ, મરક્યુરી સોલ્ટ વગેરે ખનીજો મળે છે.

ઉદ્યોગો

  • વાપીમાં ‘ઔદ્યોગિક વસાહત’ આવેલી છે, જ્યાં પ્લાસ્ટિક, રસાયણો અને ઈલેકટ્રોનિકસ ઉદ્યોગ વિકસ્યો છે

  • આથી વાપી ‘ઔધોગિક શહેર’ તરીકે જાણીતું છે તથા તે ગુજરાતનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર ગણાય છે.

  • ઈ.સ. 1952માં રંગ રસાયણ તેમજ દવાના ઉદ્યોગ માટે કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા સ્થાપિત ‘અતુલ’નું કારખાનું વલસાડ તાલુકાના અતુલ ગામે આવેલું છે. આથી પારનેરાનો ડુંગર ગુજરાતનો પ્રદૂષિત ડુંગ૨ ગણાય છે.

  • વલસાડ ખાતે વલસાડી સાગ અને લાકડાંનો ઉદ્યોગ વિકસ્યો છે.

  • આ ઉપરાંત ચર્મ(ચામડા) ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, ઈમારતી લાકડાંનો ઉદ્યોગ, ઈજનેરી ઉદ્યોગ વગેરે ઉદ્યોગો પણ વલસાડમાં વિકસ્યા છે.

બંદરો

  • સંજાણ બંદર
  • ઉમરગામ બંદર
  • કોલક બંદર
  • ઉમરસાડી બંદર
  • મરોલી બંદર
  • વલસાડ બંદર

સિંચાઈ યોજના

  • વાપી તાલુકામાં દમણગંગા નદી પર દમણગંગા ડેમ આવેલો છે.
  • આ ઉપરાંત દાદરા નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં દમણગંગા નદી ૫૨ મધુબન ડેમ આવેલો છે.

જંગલ સંપત્તિ

  • વલસાડી સાગ, મધ, ઔષધિઓ, ગુંદર વગેરે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

48 (નવા) નંબરનો (જૂનો 8) રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.

રેલવે સ્ટેશન

  • વલસાડ રેલવે સ્ટેશન
  • વાપી રેલવે સ્ટેશન
  • સંજાણ રેલવે સ્ટેશન
  • ઉમરગામ (દક્ષિણ ગુજરાતનું અંતિમ રેલવે સ્ટેશન)

વલસાડ જિલ્લાની વિકાસગાથા

  • ગુજરાતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ધરમપુરમાં સ્થાપવામાં આવ્યું હતું.

  • રંગરસાયણ ઉદ્યોગ વિકસ્યો હોવાને લીધે વલસાડ એ ‘થર્મોપોલી’ના જિલ્લા તરીકે જાણીતું છે.

  • વલસાડ જિલ્લાના વાપી તાલુકાનું ‘તીઘરા ગામ’ ગુજરાતનું પ્રથમ વાઈફાઈ ગામ છે.

  • ધરમપુર ખાતે મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા દ્વારા સ્થાપેલો ‘નંદીગ્રામ આશ્રમ’ આવેલો છે.

વલસાડ જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

વલસાડ જિલ્લાની મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, લોકનૃત્ય, ચિત્રકલા, સંગ્રહાલયો.

મહેલો - હવેલી - કિલ્લાઓ

  • શિવાજીનો કિલ્લો
  • પારનેરા ડુંગર
  • અર્જુનગઢનો કિલ્લો
  • મોહનગઢનો કિલ્લો

મેળા - ઉત્સવો

  • ઉદવાડાનો મેળો અથવા ઈરાનશા મહોત્સવ
  • પારનેરાના ડુંગરનો મેળો
  • દિતિયાભગત મહોત્સવ

લોકનૃત્ય

  •  શિકાર નૃત્ય

ચિત્રકલા

  • વારલી ચિત્રકલા

સંગ્રહાલય ( મ્યુઝિયમ )

  • લેડી વિલ્સન મ્યુઝિયમ

વલસાડ જિલ્લાના વિરલ વ્યક્તિઓ

વલસાડ જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, ફિલ્મ ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે

સાહિત્ય ક્ષેત્રે

  • નારાયણભાઈ મહાદેવભાઈ દેસાઈ(જન્મઃ વલસાડ)
  • મણિલાલ ભગવાનજી દેસાઈ(જન્મઃ ગોરગામ
  • ઉપનામઃ અંધકારના રંગ, લય)
  • રવીન્દ્ર પારેખ (જન્મ : કલવાડા)
  • કવિ અરદેશર ફરામજી ખબરદાર (જન્મ: દમણ, ઉપનામઃ અદલ મોટાલાલ, અખાભગત, પારસી બુચા કવિ)

ફિલ્મ ક્ષેત્રે

  • નિરૂપા રોય (જન્મઃ વલસાડ)

રાજકીય ક્ષેત્રે

  • બરજોરજી પારડીવાલા (જન્મઃ વલસાડ, ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ)
  • વકીલ ભૂલાભાઈ દેસાઈ(જન્મ : વલસાડ)

વલસાડ જિલ્લાના મહત્વના તાલુકાઓ