વિજયનગર
Table of Contents
Toggleવિજયનગર તાલુકા વિશે
તાલુકો
વિજયનગર
જિલ્લો
સાબરકાંઠા
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
84
વસ્તી
97,817
ફોન કોડ
02775
પીન કોડ
383460
વિજયનગર તાલુકાના ગામડા
વિજયનગર તાલુકાનો ઇતિહાસ
વિજયનગર તાલુકાના પોળો ખાતે અનુમૈત્રક સમયના બંધાયેલા જૈન મંદિરો આવેલાં છે.
વિજયનગર તાલુકામાં હરણાવ નદીના કિનારે હિન્દુ અને જૈન ધર્મના ઐતિહાસિક સ્મારકો આવેલા છે. જે અંદાજે પાંચસો થી હજાર વર્ષ જૂના છે.
– વિજયનગર તાલુકાના અભાપુર ગામે (આ જંગલનો થોડો હિસ્સો ખેડબ્રહ્મા તાલુકામાં પણ આવેલ છે.) હરણવાવ નદીના કિનારે 400 ચો. કિ.મી.થી વધારે વિસ્તારમાં ફેલાયેલું પોલો ફોરેસ્ટ આવેલું છે. અહીં દર વર્ષે ગુજરાત સરકાર પોલો ફેસ્ટિવલ ઉજવે છે.
–
પોળો કેમ્પ સાઈટને ઈકો ટુરિઝમ સાઈટ તરીકે વિકસાવવામાં
આવી છે. પોળોના જંગલોમાં શરણેશ્વર મહાદેવનું મંદિર,
રકત ચામુંડા, લાખેણાંનાં દેરાં, સદેવંત સાવળિંગાના દેરાં,
અભાપુરનું શિવ-શકિત મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે.
ત્રણ ભગ્ન જૈન મંદિરો પોળોના જંગલમાં આવેલા છે. લાખેણા
જૈન મંદિરથી ઓળખાતા આ ત્રણ જૈન મંદિરો પશ્ચિમાભિમુખ
छे.
– આ ઉપરાંત આંતરસુબા ખાતે આવેલા પ્રાચીન જૈન મંદિરો, શકિત મંદિર, શિવ મંદિર તથા શિવ પંચાયતન મંદિરો જાણીતા છે.
– વિજયનગર તાલુકાના કાલવણ ગામમાં વિરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ સ્થળે ઉબળાના ઝાડના મૂળિયામાંથી પાણી વહે છે. ઉપરાંત નરસિંહ ભગવાનનું મંદિર જોવાલાયક छे.
-> મહોમદ ઘોરીની પાટણ ચડાઈ વખતે અભાપુરમાં આવેલ પ્રખ્યાત સૂર્યમંદિર તેમણે તોડી પાડયું હતું.
2017માં 68મા વન મહોત્સવની ઉજવણી દરમિયાન પાલદઢ વાવના શહિદોની યાદમાં ‘વિરાંજલી’ વનની સ્થાપના કરવામાં આવી.
વિજયનગર તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
વિજયનગર
1