આહવા
Table of Contents
Toggleઆહવા તાલુકા વિશે
તાલુકો
આહવા
જિલ્લો
ડાંગ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
201
વસ્તી
22,829
ફોન કોડ
02631
પીન કોડ
394710
આહવા તાલુકાના ગામડા
આહવા તાલુકા વિશે માહિતી
સર્પગંગા નદીના કિનારે રાજ્યનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ સાપુતારા ડાંગમાં આવેલું છે. આ ગિરિમથક સર્પાકારે પથરાયેલી સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલું છે, જેનું સૌથી ઊંચું શિખર સાપુતારા છે. અહીં સાપોના નિવાસને કારણે આ સ્થળને સાપુતારા તરીકે ઓળખવામાં આવે છે. અહીં ડાંગી આદિવાસી લોકો હોળી વખતે, ડાંગ દરબાર સમયે તથા દિવાળીના ઉત્સવોમાં સર્પગંગા નદીના કિનારે સાપની પૂજા કરે છે. (ડાંગમાં હોળીને સિગ્મા તરીકે ઓળખવામાં આવે છે.)
આહવા તાલુકામાં પાંડવા ગામ નજીક પાંડવ ગુફાઓ આવેલી છે. આ સ્થળની લોકવાયકા છે કે પાંડવોએ અહીં વનવાસ દરમિયાન વસવાટ કર્યો હતો. આ ગુફામાં પાંચ ખંડો આવેલા છે જેમાં સૌથી મોટા કક્ષને ભીમના ખંડ તરીકે ઓળખવામાં આવે છે.
– ઈ.સ. 1664માં તે સમયના મુઘલ સામ્રાજ્યના સમૃદ્ધ નગર સુરત ૫૨ છત્રપતિ શિવાજી મહારાજે ચઢાઈ કરી ત્યારે તેમનો લશ્કરી પડાવ ડાંગ જિલ્લામાં જે સ્થળે રોકાયો હતો તે સ્થળ લશ્કરી આંબા(તાઃઆહવા) તરીકે ઓળખાય છે.
– સાપુતારા ખાતે સનસેટ-સનરાઈઝ પોઈન્ટ, ઈકો પોઈન્ટ, વાઘબારી, લેકગાર્ડન, દીપકલા ઉદ્યાન, ઋતુંભરા વિશ્વ વિદ્યાલય, રોઝગાર્ડન, મધમાખી ઉછેર કેન્દ્ર વગેરે જોવાલાયક સ્થળો છે.
વર્ષ 1994માં આદિવાસી રેડિયો સ્ટેશનની શરૂઆત ડાંગ જિલ્લાના આહવા ખાતેથી થઈ હતી.
– સાપુતારા ખાતે સમર ફેસ્ટિવલ, મોન્સૂન ફેસ્ટિવલ, શરદ ફેસ્ટિવલ અને ગ્રીષ્મ ફેસ્ટિવલનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે.
– આહવા તાલુકાના ચનખલ ગામે ચનખલનો ધોધ આવેલો છે.
– નળદાદેવનું સ્થાનક, દંડકેશ્વર મહાદેવનું મંદિર, બોરખેતનું મંદિર વગેરે આહવાના જોવાલાયક ધાર્મિક સ્થળો છે.
ત્રિફળા વન સાપુતારા ખાતે આવેલું છે જેમાં આમળા, બહેડા અને હરડે જેવાં વૃક્ષો ઉછે૨વામાં આવે છે.
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ડોન ગિરિમથકમાં આવેલ આદિવાસીઓ ‘કુકણા’ બોલીનો ઉપયોગ કરે છે.
ડાંગ એકસપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડનું વતન કરાડીઆંબા આહવા તાલુકામાં આવેલું છે.
આહવા તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
આહવા તાલુકામાં પ્રખ્યાત
- 1