કચ્છ

Table of Contents

કચ્છ જિલ્લાના તાલુકા

અબડાસા, અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, રાપર

કચ્છ જિલ્લાની રચના

1 મે, 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કચ્છ જિલ્લાની રચના કરવામાં આવી હતી

કચ્છ જિલ્લા વિશે

તાલુકા

10

સ્થાપના

1  મે, 1960

મુખ્ય મથક

ભુજ

ક્ષેત્રફળ

45,674 (ચો. કિ.મી.)

RTO નંબર

GJ-12

સાક્ષરતા

70.59%

સ્ત્રી સાક્ષરતા

51.62%

પુરુષ સાક્ષરતા

80.60%

વસ્તી

20,92,371

સ્ત્રી વસ્તી

9,95,634

પુરુષ વસ્તી

10,96,737

વસ્તી ગીચતા

46

જાતિ પ્રમાણ

907

નગરપાલિકા

8

ગામડાઓની સંખ્યા

951

ગ્રામ પંચાયત

614

લોકસભાની બેઠકો

1

વિધાનસભાની બેઠકો

6 – (અબડાસા, અંજાર, ભુજ, ગાંધીધામ, માંડવી, રાપર)

કચ્છ જિલ્લાની સરહદ

  • ઉત્તર       –    પાકિસ્તાન
  • દક્ષિણ    –    અરબ સાગર
  • પૂર્વ          –    રાજસ્થાન,
                          બનાસકાંઠા,
                          પાટણ,
                          સુરેન્દ્રનગર,
                          મોરબી
  • પશ્ચિમ     –    અરબ સાગર
Kutch

કચ્છ જિલ્લાનો ઇતિહાસ

વંકી કચ્છ તણી ધરણી ને વંકા ભાષાના ભણકાર,
દો દિશ-વાહિની વંકી સરિતા, વંકા મ્હાડ તણી ત્રણ ધાર.
-દુલેરાય કારાણી

  • સાતમી શતાબ્દીમાં ચીની મુસાફર હ્યુ-એન-સંગે કચ્છની મુલાકાત લીધી હતી ત્યારે તેણે કચ્છમાં 1000 બૌદ્ધ સાધુઓ તથા 10 સંઘો નિવાસ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે

  • મહારાજા લખપતજીના શાસન (ઈ.સ. 1741-1760) દરમિયાન તેરા ખાતેના યુદ્ધમાં કચ્છના ઇતિહાસમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ થયો હતો.

  • હડપ્પા સંસ્કૃતિના અવશેષો ભચાઉ તાલુકાના ધોળાવીર, ખીરસરા અને શિકારપુર, નખત્રાણા તાલુકાના દેસલપર, રાપર તાલુકાના સુરકોટડા, ભુજ તાલુકાના કૂરન (સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર) જેવા સ્થળોએથી પણ મળી આવ્યા છે.

  • કચ્છમાં 200 વર્ષ પહેલા (ઈ.સ. 1819માં) કચ્છના મોટા રણમાં આવેલા ભૂકંપના કારણે 90 કિ.મી. લાંબી, 16 કિ.મી. પહોળી અને 3-4 મીટર ઊંચી એક દિવાલ જેવો કુદરતી રીતે બંધ રચાયો હતો. જેને ‘અલ્લાહ બંધ’ તરીકે ઓળખવામાં આવે છે. જેના કારણે લખપત તાલુકાને ફળદ્રુપ બનાવી મીઠુ પાણી પૂરું પાડતો સિંધુ નદીનો ફાંટો બંધ થઈ ગયો હતો. આ ભૂંકપમાં કચ્છના પશ્ચિમ કાંઠે વસેલું સિંદરી બંદર આખું દરિયામાં ડૂબી ગયેલું.

  • 1 એપ્રિલ, 1963ના રોજ જ્યારે ગુજરાતમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારે કચ્છ અને ડાંગ જિલ્લાને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું હતું. કચ્છમાં 15 એપ્રિલ, 1963ના રોજ પંચાયતી રાજ અમલમાં આવ્યું હતું.

  • કચ્છ શબ્દનો અર્થ દરિયાકાંઠાનો વિસ્તાર થાય છે. કચ્છનો ઉલ્લેખ હિંદુ પૌરાણિક કથામાં જોવા મળે છે. ઉપરાંત સિકંદરના સમય દરમિયાન લખાયેલા ગ્રંથોમાં પણ કચ્છનો ઉલ્લેખ જોવા મળે છે.

  • આ ક્ષેત્ર પર ગ્રીક-બેક્ટ્રિયન રાજા મિલિન્દનું રાજ હતું. ત્યારબાદ અનુક્રમે મૌર્ય, શકો, ક્ષત્રપ, ગુપ્તવંશ, મૈત્રકવંશ, ચાવડાઓ, સોલંકીઓ અને વાઘેલા વગેરેનું શાસન હતું. વાઘેલા વંશ પછી મુસ્લિમ શાસકો આવ્યાં ત્યારબાદ આઝાદી સુધી કચ્છ બ્રિટિશ શાસન હેઠળ રહ્યું.

  • કચ્છ એ ગુજરાત તથા સમગ્ર ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે.

  • આઝાદી બાદ ઈ.સ. 1948માં ભારતીય સંઘમાં કચ્છનું જોડાણ મહારાજા મદનસિંહ દ્વારા કરવામાં આવ્યું અને રાજ્યોનું વર્ગીકરણ ચાર પ્રકારનાં રાજ્યક્ષેત્રમાં કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉના બ્રિટિશ ઈન્ડિયાના ચીફ કમિશનરના પ્રાંતો અને અમુક દેશી રજવાડાઓનો વર્ગ C ના કેન્દ્રશાસિત પ્રદેશ હેઠળ સમાવેશ થતો હતો. જેમાં કચ્છનો સમાવેશ પણ C વર્ગના કેન્દ્રશાસિત પ્રદેશમાં થતો હતો. ઈ.સ.1956માં કચ્છને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું અને ઈ.સ. 1960માં ગુજરાતનું અભિન્ન અંગ બન્યું.

કચ્છ જિલ્લાની ભૌગોલિક માહિતી

  • જિલ્લાનું મુખ્ય મથક ભૂજ છે. જેની સ્થાપના 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કરવામાં આવી હતી.

  • કચ્છ એ ગુજરાતનો એકમાત્ર અને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે. પાકિસ્તાન સાથે કચ્છ જિલ્લાની જળ અને સ્થળ એમ બંને સરહદ જોડાયેલી છે.

  • કચ્છ જિલ્લો સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો તથા સૌથી વધુ મેન્ગ્રુવ (ચે૨ ના વૃક્ષો) ના જંગલો ધરાવતો જિલ્લો છે.

  • કચ્છના અખાત અને અરબી સમુદ્રને દ્વારકાની ભૂશિર અલગ કરે છે.

  • કચ્છ જિલ્લો ભૂકંપના પાંચમા (V) ઝોનમાં આવે છે. જે સૌથી ભયજનક ઝોન ગણાય છે.

  • કચ્છી ભરતકામને વર્ષ 2008-09માં GI ટેગ આપવામાં આવ્યો હતો અને કચ્છી શાલને વર્ષ 2012માં GI ટેગ આપવામાં આવ્યો હતો.

  • ગુજરાતનો સૌથી ઓછો વરસાદ કચ્છ જિલ્લામાં પડે છે તથા શિયાળામાં ગુજરાતનું સૌથી નીચું તાપમાન કચ્છના નલિયામાં જ નોંધાય છે.

  • કચ્છ ઘેટાં-બકરાની સૌથી વધુ પશુ સંપત્તિ ધરાવતો જિલ્લો છે.
  • કચ્છના બન્ની પ્રદેશમાં ઘરની દીવાલો પર જોવા મળતું આરસીકામ પ્રખ્યાત છે.

  • થરપાકર ગાયો, બન્ની ભેંસ, કચ્છી બકરા, પાનવાડી ઘેટાં કચ્છની જાણીતી પશુઓની જાત છે.

  • ખારાઈ ઊંટ કચ્છ વિસ્તારમાં જોવા મળે છે, તેમને સમુદ્રના તરવૈયાની ઉપમા આપેલી છે. આ ઊંટને દેશની 9મી ઓલાદ તરીકે રાષ્ટ્રીય માન્યતા મળી છે. અબડાસા તાલુકાના ચેરિયાના બેટ વાળો કાંઠો આ ખારાઈ ઊંટના ઉછેર માટે અનૂકુળ સ્થાન ગણાય છે. ઊંટનું આખે આખું ધણ છીંછરા દરિયામાં તરીને ખાડીઓના બેટ પર આવેલા મેન્ગ્રોવના જંગલ-ઝાડીમાં ચરવા જાય છે.

  • રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરોએ કચ્છ જિલ્લામાં ખારાઈ ઊંટ, બન્ની ભેંસ, કચ્છી ગધેડા, નારી અને ડગરી ગાયો તેમજ કચ્છી ઘોડાને રાષ્ટ્રીય માન્યતા આપી છે.

કચ્છમાં આવેલી નદીઓ

કચ્છમાં સૌથી વધુ કુલ 97 નદીઓ આવેલી છે. (સૌથી ઓછી નદીઓ આણંદ જિલ્લામાં આવેલી છે.)

  • રુકમાવતી નદી
  • સૂવિ નદી
  • માલણ નદી
  • સારણ નદી
  • સાકર નદી
  • મિતિ નદી
  • ઘૂરૂડ નદી
  • વેખડી નદી
  • ચાંગ નદી
  • ખાટી નદી
  • નારા નદી
  • પંજોરા નદી
  • ખારોડ નદી
  • કોટડી નદી
  • કાળી નદી
  • કનકાવતી નદી
  • રુદ્રમાતા નદી

કચ્છ નદી કિનારે વસેલા શહેરો

  • રુકમાવતી નદીના કિનારે માંડવી,
  • લૂણી નદીના કિનારે ધોળાવીરા અને
  • કોટડી નદીના કિનારે ભૂજ શહેર વસેલાં છે.

કચ્છ પ્રદેશોની ઓળખ

  • કચ્છની દક્ષિણે આવેલો દરિયા કિનારાનો મેદાની પ્રદેશ ‘કંઠીનું મેદાન’ તરીકે ઓળખાય છે. કચ્છના નાના રણ અને મોટા રણ વચ્ચેના બન્ની અને ખાવડા ડુંગરની આસપાસના પ્રદેશને ‘વાગડનું મેદાન’ કહે છે. જે ભચાઉ અને રાપર તાલુકાની આજુબાજુનો વિસ્તાર છે. વાગડનું મેદાન કચ્છના નાના રણ અને મોટા રણને અલગ પાડે છે.

  • કચ્છને ‘પશ્ચિમ ભારતના પ્રવેશદ્વાર’ તરીકે ઓળખવામાં આવે છે.

  • કચ્છમાં ખદીર બેટ, ખાવડા બેટ અને પચ્છમ બેટ જેવાં બેટો આવેલા છે. સૌથી વધુ ઘાસચારા અને પશુચારણ વિસ્તાર ખાવડા બેટ ગણાય છે.

  • કચ્છના જાણીતા ઊંચા ઘાસના પ્રદેશને બન્ની તરીકે ઓળખવામાં આવે છે. આ ઘાસમાંથી ઝૂંપડા બનાવવામાં આવે છે જેને ‘ભૂંગા’ તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂંગાઓના સમૂહ ‘વાંઢ’ તરીકે ઓળખાય છે.

  • બન્ની વિસ્તારના જન સમુદાયનું ભરતગૂંથણ સુપ્રસિધ્ધ છે. ઉ૫રાંત ખાવડા વિસ્તારનું મોચીભરત પણ જાણીતું છે.

  • કચ્છ જિલ્લો અને પાકિસ્તાનના સિંધ વિસ્તાર વચ્ચેનો કાદવ-કીચડવાળો પ્રદેશ સિરક્રિકની ખાડી તરીકે ઓળખાય છે. આ સ્થળે સમગ્ર ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત થાય છે. સિરક્રિક પ્રદેશ બાણગંગા તરીકે ઓળખાતો હતો જેને અંગ્રેજ સેનાપતિ ચાર્લ્સ નેપિયરે ઈ.સ. 1842માં જીતીને ભારતમાં ઉમેર્યો હતો.

  • કચ્છનો ડુંગરાળ વિસ્તાર અગ્નિકૃત પ્રકારનાં ખડકો ધરાવે છે.

કચ્છના રણ પ્રદેશો

કચ્છમાં મુખ્યત્વે બે રણ આવેલા છે.

  • મોટુ રણ
  • નાનું રણ

કચ્છના ઉચ્ચ પ્રદેશો

કચ્છનો ડુંગરાળ પ્રદેશ ત્રણ વિભાગમાં વહેચાયેલો છે.

  • ઉત્તરધાર
  • મધ્યધાર
  • દક્ષિણધાર

કચ્છ જાતિ પ્રમાણ

  • સૌથી વધુ અનુસૂચિત જાતિ (SC)ની વસતી આ જિલ્લામાં આવેલી છે. (સૌથી ઓછી ડાંગ જિલ્લામાં)

  • કચ્છ સૌથી ઓછી વસતીગીચતા ધ૨ાવતો જિલ્લો છે.

  • કચ્છ જિલ્લો સૌથી ઓછું ગ્રામીણ લિંગ પ્રમાણ ધ૨ાવે છે.(સૌથી વધુ ગ્રામીણ લિંગ પ્રમાણ તાપી જિલ્લામાં)

કચ્છમાં આવેલા અભયારણ્ય

ગુજરાતના એક જ જિલ્લામાં સૌથી વધુ (4) અભયારણ્ય કચ્છ જિલ્લામાં આવેલાં છે.

  • નારાયણ સરોવર અભયારણ્ય
  • ઘુડખર અભયારણ્ય
  • સુરખાબનગર અભયારણ્ય
  • ઘોરાડ પક્ષી અભયારણ્ય

કચ્છ જિલ્લાની આર્થિક માહિતી

કચ્છ જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, બંદરો, સિંચાઇ યોજના, વિદ્યુત મથક, સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, હવાઈમથક, રેલવે સ્ટેશન.

પાક

  • આ જિલ્લામાં બાજરી, જુવાર, ઈસબગુલ, મેઢી આવળ વગેરેના પાક થાય છે.

  • ગુજરાતમાં ખારેક અને ખજૂર (ખલેલા) ના ઉત્પાદનમાં કચ્છ પ્રથમ સ્થાને છે.

ખનીજ

  • જિપ્સમ (ચિરોડી), ડોલોમાઇટ ફાયર કલે, મુલતાની માટી, અકીક વગેરે ખનીજો પણ મળે છે.

  • ચુનાના પથ્થરો, બેન્ટોનાઈટ અને લિગ્નાઈટના ઉત્પાદનમાં કચ્છ ગુજરાતમાં પ્રથમ સ્થાને છે.

  • ભારતમાં લિગ્નાઈટ કોલસાનો સૌથી વધુ જથ્થો લખપત તાલુકાના પાંધ્રો ખાતે મળી આવે છે.

ઉદ્યોગો

  • અંજારમાં છરી—ચપ્પાં–સૂડી વગેરે બનાવવાનો ઉદ્યોગ છે.

  • ભૂજ સોના ચાંદીના કલાત્મક આભૂષણો માટે જાણીતું છે.

  • કંડલામાં લિગ્નાઈટ આધારિત થર્મલ વિદ્યુતમથક આવેલું છે.

  • કચ્છમાં રાખદાની, પાણીદાની, ફૂલદાની, અત્તરદાની વગેરે બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે.

  • કંડલા ખાતે ‘ઈફ્કો’ (ઈન્ડિયન ફાર્મસ ફર્ટિલાઈઝર કો–ઓપરેટિવ લિમિટેડ–IFFCO) નું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું આવેલું છે. (બીજું કારખાનું ગાંધીનગરના કલોલ ખાતે અને ત્રીજું સુરતનાં હજીરા ખાતે આવેલું છે.)

  • ભૂજ, માંડવી અને અંજાર રંગાટી કામ માટેના જાણીતા શહેરો છે.

ડેરી ઉદ્યોગ

  •  સરહદ ડેરી
  •  માધાપર ડેરી

બંદરો

  • કંડલા બંદર
  • મુન્દ્રા બંદર
  • માંડવી બંદર
  • તૃણા બંદર

સિંચાઈ યોજના

  • રુદ્રમાતા ડેમ
  • ખેંગાર સાગર ડેમ
  • વિજયસાગર ડેમ
  • ભૂખી ડેમ
  • ફતેહગઢ ડેમ

વિદ્યુત મથક

  • લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન

સંશોધન કેન્દ્ર

  • એગ્રિકલ્ચર રિસર્ચ સ્ટેશન
  • ડેટ પામ રિસર્ચ સ્ટેશન

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

  • 41, 141, અને 27 (નવા) નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગો આ જિલ્લામાંથી પસાર થાય છે.

હવાઈ મથક

  • રૂદ્રમાતા હવાઈ મથક

રેલવે સ્ટેશન

  • ભૂજ રેલવે સ્ટેશન
  • ગાંધીધામ રેલવે સ્ટેશન
  • ભચાઉ રેલવે સ્ટેશન
  • અંજાર રેલવે સ્ટેશન

કચ્છ જિલ્લાની સાંસ્કૃતિક માહિતી

કચ્છ જિલ્લાની ઐતિહાસિક ધરોહર, વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, લોકકલા, સંગ્રહાલયો, યુનિવર્સિટી અને વિદ્યાપીઠ.

ઐતિહાસિક ધરોહર

  • ધોળાવીરા
  • ખીરસરા
  • દેસલપર
  • કુરન
  • શિકારપુર
  • કાનમેર

વાવ - તળાવ - સરોવર

  • સેલોર વાવ
  • દુધિયા વાવ
  • પાંડવકુંડ વાવ અને પાંડવ કુંડ
  • કુલસર તળાવ
  • સીતારામ કુંડ
  • નારાયણ સરોવર

મહેલો - હવેલી - કિલ્લાઓ

  • આયના મહેલ​
  • વિજય વિલાસ પેલેસ
  • શરદ બાગ પેલેસ
  • પ્રાગ મહેલ
  • રોહાનો કિલ્લો
  • કંથકોટનો કિલ્લો
  • ફતેહગઢ અને લખપતના કિલ્લા
  • તેરાનો કિલ્લો

મેળા - ઉત્સવો

  • રણ મહોત્સવ
  • કચ્છના જખદાદનો મેળો
  • રવેચીનો મેળો
  • હાજીપીરનો મેળો
  • ધ્રાંગનો મેળો
  • રવાડીનો મેળો
  • ગંગાજીનો મેળો
  • જખૌનો મેળો
  • પંખેરાપીરનો મેળો
  • દાબડાનો મેળો
  • જેસલ તોરલનો મેળો
  • કારોલપીરનો મેળો

લોકકલા

  • બન્ની ભરતકલા
  • રોગન ચિત્રકળા

લોકસંગીત અને વિવિધ વાદ્ય

  • સુંદરી
  • ભોરિન્ડો
  • જોડિયાપાવા
  • રાવણહથ્થો
  • સુરંદો
  • પકાની – પનાર
  • મોરચંગ
  • કણી
  • નાગફણી

સંગ્રહાલય ( મ્યુઝિયમ )

  • ગ્રામીણ લોકકલા સંગ્રહાલય
  • કચ્છ મ્યુઝિયમ
  • એ.એ. વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય
  • ભારતીય સંસ્કૃતિ દર્શન (ગ્રામીણ લોકકલાનું સંગ્રહાલય)
  • મહાવીરસિંહ મદનસિંહજી મ્યુઝિયમ

યુનિવર્સિટી અને વિદ્યાપીઠ

  • ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી

કચ્છ જિલ્લાના વિરલ વ્યક્તિઓ

કચ્છ જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, કાચ વિદ્યામાં પારંગત, યોદ્ધા, ક્રાંતિકારી, વનસ્પતિ શાસ્ત્રી, સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, સંગીતકલા ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે

સાહિત્ય ક્ષેત્રે

  • હરિન્દ્ર દવે (જન્મ : ખાંભાળા)
  • જયંત ખત્રી (જન્મ : મુન્દ્રા)
  • હાજી મહમ્મદ અલ્લારખીયા (20મી સદી સામાયિકના સ્થાપક)
  • સીતાંશુ યશશ્ચંદ્ર મહેતા (જન્મ : ભૂજ, ઉપનામ : પરાવાસ્તવવાદી વિચારધારાના પ્રેરક)

કાચ વિદ્યામાં પારંગત

  • રામસિંહ માલમ

યોદ્ધા

  • ફતેહમહમ્મદ આરબ
  • જેસલ જાડેજા

ક્રાંતિકારી

  • શ્યામજીકૃષ્ણ વર્મા (જન્મ : માંડવી)

વનસ્પતિ શાસ્ત્રી

  • જયકૃષ્ણ ઇન્દ્રજી (જન્મ : લખપત)

સામાજિક ક્ષેત્રે

  • મેકરણ દાદા
  • ગુલાબ શંકર ધોળકિયા
  • હરિદાસ સ્વામી
  • ક્રાંતિલાલ અંતાણી
  • પ્રાણલાલ શાહ

રાજકીય ક્ષેત્રે

  • ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતા જેવા મહાનુભાવો કચ્છમાં થઈ ગયાં.

સંગીતકલા ક્ષેત્રે

  • અમુભાઈ દોશી (જન્મ : ભૂજ)
  • ઓસ્માન મીર (લોક (સંગીતકાર)