સુરેન્દ્રનગર
Table of Contents
Toggleસુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા
ચોટીલા, ચુડા, દસાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મુળી, સાયલા, થાનગઢ, વઢવાણ
સુરેન્દ્રનગર જિલ્લાની રચના
1 મે, 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે સુરેન્દ્રનગર જિલ્લાની રચના કરવામાં આવી હતી
સુરેન્દ્રનગર જિલ્લા વિશે
તાલુકા
10
સ્થાપના
1 મે, 1960
મુખ્ય મથક
સુરેન્દ્રનગર
ક્ષેત્રફળ
10,489 (ચો. કિ.મી.)
RTO નંબર
GJ-13
સાક્ષરતા
72.13%
સ્ત્રી સાક્ષરતા
61.45%
પુરુષ સાક્ષરતા
82.13%
વસ્તી
15,86,351
સ્ત્રી વસ્તી
7,83,981
પુરુષ વસ્તી
8,22,370
વસ્તી ગીચતા
168
જાતિ પ્રમાણ
930
નગરપાલિકા
7
ગામડાઓની સંખ્યા
574
ગ્રામ પંચાયત
543
લોકસભાની બેઠકો
1
વિધાનસભાની બેઠકો
5 – (ચોટીલા, દસાડા, ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ)
સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ
- ઉત્તર – કચ્છ,
કચ્છનું નાનું રણ,
પાટણ,
મહેસાણા - દક્ષિણ – બોટાદ,
રાજકોટ - પૂર્વ – અમદાવાદ
- પશ્ચિમ – મોરબી
સુરેન્દ્રનગર જિલ્લાનો ઇતિહાસ
- જૂનું નગર વઢવાણને ‘વર્ધમાનપુર’ તરીકે ઓળખવામાં આવતું હતુ. વઢવાણ અને સુરેન્દ્રનગ૨ ભોગાવોને કાંઠે વસેલા શહેરો છે. જેમાં હાલનું સુરેન્દ્રનગર એક સમયે બ્રિટિશ એજન્ટનું થાણું હતું અને વઢવાણને એક સમયે કેમ્પ કહેવામાં આવતું હતું. ઈ.સ. 1946માં વઢવાણના રાજવીને બ્રિટિશ એજન્ટે આ કેમ્પ સોંપ્યું. રાજવી શ્રી સુરેન્દ્રસિંહના નામ પરથી આ કેમ્પનું નામ ‘સુરેન્દ્રનગર’ કરવામાં આવ્યું. 10મી સદીથી 19મી સદી સુધી અહીં ઝાલાઓ રાજ કરતા હતા તેથી આ પ્રદેશને ‘ઝાલાવાડ’ તરીકે ઓળખવામાં આવે છે.
- 11મી સદી (વિક્રમ સંવત 1150)ની આસપાસ ઝાલાવાડ રાજા હરપાળ દેવળજીના પુત્ર રાજા કેસર શાસન કરતાં હતાં. રાજા હરપાળ દેવળજીના માતા પાટણના સોલંકીવંશના રાજા કરણઘેલાની પુત્રી હતા. હરપાળના વંશજો પરથી સુરેન્દ્રનગર જિલ્લો ઝાલાવાડ વિસ્તાર તરીકે ઓળખાયો.
- આ પ્રદેશ ઉ૫૨ 8મી અને 9મી સદીમાં ચાપવંશનું શાસન હતું જેનું વડુમથક વઢવાણ હતું.
- સિદ્ધરાજ જયસિંહે વઢવાણનો કિલ્લો અને સતી રાણકદેવીનું મંદિર ભોગાવો નદીના કિનારે બંધાવ્યું હોવાનું કહેવાય છે.
- પૌરાણિક પાંચાલ પ્રદેશ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ હોવાનું મનાય છે. જેમાં થાનગઢ, ચોટીલા અને મૂળી ગામનો સમાવેશ થાય છે. સ્કંદ પુરાણ અને પહ્મ પુરાણમાં પાંચાલનો ઉલ્લેખ જોવા મળે છે. પાંચાળ માટે ખૂબ જ જાણીતી પંક્તિ છે કે “ખડ પાણી ને ખાખરા, જ્યાં પાણા નહિ પાર, વગર દિવે વાળું કરે ઈ ૫ડ રૂડો પાંચાળ”.
સુરેન્દ્રનગર જિલ્લાની ભૌગોલિક માહિતી
- 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે સુરેન્દ્રનગર જિલ્લાની રચના કરવામાં આવી હતી. જિલ્લાનું મુખ્ય મથક સુરેન્દ્રનગર છે.
- સુરેન્દ્રનગર જિલ્લાને સાત જિલ્લાઓની સરહદને સ્પર્શે છે. આ ઉપરાંત, અમદાવાદ, રાજકોટ અને ખેડા જિલ્લાને પણ સાત જિલ્લાઓની સરહદ સ્પર્શે છે.
- સુરેન્દ્રનગર જિલ્લામાં માંડવની ટેકરીનો દક્ષિણનો ભાગ ઠાગા તથા માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર ચોટીલા ડુંગર આવેલા છે.
- વઢવાણ મરચાં માટે તેમજ થાનના પૈડાં, સિરામિક ઉદ્યોગ અને માટીનાં રમકડાંઓ માટે જાણીતું છે.
- સાયલા તાલુકાના ધજાળા ગામે ઈ.સ. 1976માં આકાશમાંથી 40 કિલોગ્રામ વજન ધરાવતી ઉલ્કા પડી હતી.
- સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ પાતાળ કુવાઓ આવેલા છે.
સુરેન્દ્રનગરમાં આવેલી નદીઓ
- વઢવાણ ભોગાવો નદી
- ઉમઈ નદી
- લીંબડી ભોગાવો નદી
- સુખભાદર નદી
- કંકાવતી નદી
- રૂપેણ નદી
- ફાલ્કુ નદી
- બ્રહ્માણી નદી
- ફાલ્કુ નદી, રૂપેણ નદી અને બ્રહ્માણી નદીઓ સૌરાષ્ટ્રની કુંવારિકા નદી તરીકે ઓળખાય છે.
સુરેન્દ્રનગર નદી કિનારે વસેલા શહેરો
- ફાલ્કુ નદીના કિનારે ધ્રાંગધ્રા
- વઢવાણ ભોગાવો નદીના કિનારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર
- સુખભાદર નદીના કિનારે સાયલા
- લીંબડી ભોગાવો નદીના કિનારે લીંબડી શહેર
સુરેન્દ્રનગર પ્રદેશોની ઓળખ
- કચ્છના નાના રણપ્રદેશ અને નળ સરોવર વચ્ચેના વિસ્તારને ‘ઝાલાવાડ’ તરીકે ઓળખવામાં આવે છે.
સુરેન્દ્રનગરમાં આવેલા અભયારણ્ય
- નળ સરોવર પક્ષી અભયારણ્ય
- ઘુડખર અભયારણ્ય
સુરેન્દ્રનગર જિલ્લાની આર્થિક માહિતી
સુરેન્દ્રનગર જિલ્લાની આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, સિંચાઇ યોજના, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે સ્ટેશન.
પાક
- કપાસનું સૌથી વધુ ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે
- બાજરી, ઘઉં, જુવાર, ઈસબગૂલ, જીરૂ, મગફળી, તલ વગેરે પાક થાય છે.
ખનીજ
- પાટડી–દસાડા તાલુકાના ખારાઘોડા ખાતે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન થાય છે.
- ગુજરાતમાં સૌથી વધુ ફાયરકલે સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાંથી મળે છે.
- મૂળી તાલુકામાંથી ફાયર કલે ઉપરાંત સિલિકા સેન્ડ, સેન્ડ સ્ટોન, બ્લેક સ્ટોન મળે છે.
ઉદ્યોગો
- થાનગઢમાં ચિનાઈ માટીનાં વાસણો બનાવવાનો ઉદ્યોગ (ઉત્પાદન માટે પરશુરામ પોટરી વિખ્યાત છે.) મોટા પ્રમાણમાં વિકાસ પામ્યો છે.
- થાનગઢમાં પ્લાસ્ટિક કલેમાંથી મેંગલોરી નળિયા બનાવવામાં આવે છે.
- ધ્રાંગધ્રામાં સ્ટોન કાર્વિંગનો ઉદ્યોગ વિકસ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અહીં સ્ટોનપાર્કનું નિર્માણ કરાયું છે. તે ચિનાઈ માટીના ઉદ્યોગ તથા રાસાયણિક ઉદ્યોગ માટેનું જાણીતું સ્થળ છે.
- ધ્રાંગધ્રામાં સોડા એશ અને કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું આવેલ છે.
- ખાદી એન્ડ વિલેજ ઈન્સ્ટ્રીઝ કમિશન (KVIC) દ્વારા પટોળા સાડીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ગુજરાતનો પ્રથમ સિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.
ડેરી ઉદ્યોગ
- સૂરસાગર ડેરી
સિંચાઈ યોજના
- નાયકા બંધ
- ધોળી ધજા બંધ
- થોરીયાળી બંધ
- ફાલ્કુ બંધ
રાષ્ટ્રીય ધોરીમાર્ગ
- 47 (નવા) નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.
રેલવે સ્ટેશન
- સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન
- વઢવાણ રેલવે સ્ટેશન
- પાટડી રેલવે સ્ટેશન
- લખતર રેલવે સ્ટેશન
- ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન
- થાનગઢ રેલવે સ્ટેશન
સુરેન્દ્રનગર જિલ્લાની વિકાસગાથા
- ગુજરાતમાં રૂના વ્યાપાર માટે સૌથી પહેલું એસોશિયેશન સુરેન્દ્રનગર જિલ્લા ખાતે સ્થપાયું હતું.
- તાંગળીયા શાલને વર્ષ 2009માં GI ટેગ આપવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરના ડુંગાશિયા સમાજ દ્વારા હાથથી વણેલી શાલ જે ભરવાડોનો પહેરવેશ છે.
સુરેન્દ્રનગર જિલ્લાની સાંસ્કૃતિક માહિતી
સુરેન્દ્રનગર જિલ્લાની ઐતિહાસિક ધરોહર, પવિત્ર સ્થાન, વાવ, તળાવ, સરોવર, કુંડ, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો.
ઐતિહાસિક ધરોહર
- રંગપુર
પવિત્ર સ્થાન
- વચ્છરાજ બેટ
વાવ - તળાવ - સરોવર - કુંડ
- માધાવાવ
- રાજબાઈ વાવ (રાતબા વાવ)
- માત્રી વાવ
- લાખા વાવ
- ચૌમુખી વાવ
- ગંગા વાવ
- ચંદ્રાસર તળાવ
- અડોલા તળાવ
- જોગાસર તળાવ
- ગંગવો કુંડ
- માત્રી વાવ
- ત્રિનેત્ર અને ત્રિદેવ કુંડ,
- દ્રૌપદી કુંડ
- દમયંતી કુંડ
- જીણાનંદ કુંડ
મહેલો - હવેલી - કિલ્લાઓ
- હવામહેલ
- સૂરજ મહેલ
- ઝિંઝુવાડાનો કિલ્લો
- વઢવાણનો કિલ્લો
મેળા - ઉત્સવો
- તરણેતરનો મેળો
- દૂધરેજનો મેળો
સુરેન્દ્રનગર જિલ્લાના વિરલ વ્યક્તિઓ
સુરેન્દ્રનગર જિલ્લાના સાહિત્ય ક્ષેત્ર, ચિત્રકલા ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે
સાહિત્ય ક્ષેત્રે
- દલપતરામ ડાહ્યાભાઈ તરવાડી (જન્મઃ વઢવાણ)
- કવિ મીન પીયાસી (જન્મઃ ચૂડા)
- પંડિત સુખલાલજી (જન્મઃ લીંબડી)
- ચુનીલાલ શાહ (જન્મઃ વઢવાણ)
- સ્વામી આનંદ (જન્મઃ શિયાણી, વઢવાણ)
- ઝવેરચંદ મેઘાણી (જન્મઃ ચોટીલા)
- લાભશંકર ઠાકર (જન્મઃ દસાડા)
- કુંદનિકા કાપડિયા (જન્મઃ લીંબડી)
- દિનકરરાય વેદ
- ક્રાંતિકારી સરદારસિંહ રાણા (જન્મઃ કંથારિયા, લીંબડી)
- લોક ગાયક હેમુ ગઢવી (જન્મઃ સાયલા)
- શાહબુદ્દીન રાઠોડ (જન્મઃ થાનગઢ)
- અમૃતલાલ શેઠ (પત્રકાર)
- કન્યાકેળવણીના હિમાયતી અરૂણાબેન દેસાઈ
- થાનના આપા જાદરા અને મેવા ભગત
ચિત્રકલા ક્ષેત્રે
- ગુલાબ મહમ્મદ શેખ (દૂધરેજ)
સામાજિક ક્ષેત્રે
- જુગતરામ દવે (જન્મઃ લખતર, ઉપનામઃ વેડછીનો વડલો)