ધોળકા
Table of Contents
Toggleધોળકા તાલુકા વિશે
તાલુકો
ધોળકા
જિલ્લો
અમદાવાદ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
72
વસ્તી
2,14,836
ફોન કોડ
02714
પીન કોડ
382225
ધોળકા તાલુકાના ગામડા
ધોળકા તાલુકા વિશે માહિતી
પ્રાચીન નામ ‘ધવલ્લક’ અથવા ‘ધવલ્લકપુર’ જે મહાભારતના સમયમાં વિરાટનગર તરીકે ઓળખવામાં આવતું હતું.
વાઘેલા સોલંકી વંશના શાસક અર્ણોરાજના પુત્ર લવણપ્રસાદ ધોળકાનો શાસક બન્યો હતો. ધોળકા પાટણ પછી વાઘેલા શાસનની મહત્વની રાજધાની ગણાતી.
– મીનળ દેવીએ બંધાવેલ મલાવ તળાવને ન્યાયના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. આ તળાવ વિશે એવું કહેવામાં આવે છે કે, ‘ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ’. આ ઉપરાંત ખાન તળાવ અહીં આવેલું છે.
મલાવ તળાવ
– જૈન ધર્મનું પ્રસિદ્ધ તીર્થ કલીકુંડ અહીં સ્થિત છે. આ ઉપરાંત, પાંડવોની શાળા, ભીમનું રસોડું તથા સિદ્ધનાથ મહાદેવ જેવા પ્રાચીન સ્થળો આવેલા છે.
– ધોળકા તાલુકાના પાલુકાના નળકાંઠા અ નળકાંઠા અને ભાલ પ્રદેશમાં વસતી પઢાર જાતિનું પઢારનૃત્ય જાણીતું છે. આ નૃત્યમાં વપરાતી લાકડીઓનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી તે પ્રમાણે ઠોકીને જુદા-જુદા અવાજો કાઢી લોકો નૃત્ય કરે છે.
–
ચંદ્રમૌલીશ્વર મહાદેવ (૫૨પોટેશ્વર મહાદેવ)નું પ્રસિદ્ધ
મંદિર ધોળકા તાલુકામાં આવેલું છે.
– અરણેજ ખાતે બુટ ભવાની માતાનું પ્રસિદ્ધ મંદિર છે.
– ગણેશપુરા ખાતે ગણપતિની જમણીબાજુ સૂંઢવાળી મૂર્તિ આવેલી છે.
– ધોળકા ખાતે નગીના મસ્જિદ, ખાન મસ્જિદ અને બહલોલખાન કાજીની મસ્જિદ આવેલી છે.
– ધોળકા તાલુકાના વૌઠા ખાતે પ્રસિદ્ધ ‘વૌઠાનો મેળો’ ભરાય છે.
ધોળકા તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
ધોળકા તાલુકામાં પ્રખ્યાત
- 1