અબડાસા

તાલુકો

અબડાસા

જિલ્લો

કચ્છ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

137

વસ્તી

1,17,538

ફોન કોડ

02831

પીન કોડ

370655

અબડાસા તાલુકાના ગામડા

અરીખાણા, આશાપર, ઉકીર, ઉસ્તીયા, ઐડા, કનકપર, કમંડ, કરમટા, કંઢાય, કાડોઈ, કારા તળાવ, કારૈયા, કુકડાઉ, કુણઠિયા, કુવાપધ્ધર, કોઠારા, કોસા, ખાનાય, ખારુઆ, ખીરસરા (કોઠારા), ખીરસરા (વિંઝાણ), ખુઅડો, ગુડથર, ગોયલા, ગોલાય, ચરોપડી નાની, ચાવડકા, ચિયાસર, છછી, છસરા, છાડુરા, જખૌ, જસાપર, જંગડીયા, જાના-કોસા, જોગીયાય, ડાબણ, ડાહા, ડુમરા, તેરા, ત્રંબૌ, થુમડી, ધુણવાઈ, ધ્રુફી નાની, નરેડી, નલિયા, નવાવાડા, નવાવાસ (વાંઢ), નાગોર, નાના કરોડિયા, નાના નાંધરા, નાની બાલચોડ, નાની બેર, નાની સિંધોડી, નારાણપર, નાંગિયા, નુંધાતડ, નોડેવાંઢ, પટ, પીયોણી, પૈયા / પઈ, પ્રજાઉ, ફુલાય, ફુલાયા વાંઢ, બારા, બાલાપર, બાંડીયા, બિટીયારી, બિટ્ટા, બુટ્ટા (અબડાવાળી), બુડધ્રો, બુડિયા, બેરાચીયા, બોહા, ભવાનીપર, ભાચુંડા, ભાનાડા, ભીમપર, ભેદી (પઈ), ભોઆ, મંજલ રેલડિઆ, મિયાણી, મોખરા, મોટા કરોડિયા, મોટા નાંધરા, મોટી અક્રી, મોટી ચારોપડી, મોટી ધુફી, મોટી બાલચોડ, મોટી બેર, મોટી વામોટી, મોટી વાંઢ, મોટી સિંધોડી, મોટી સુડાધ્રો, મોથાડા, મોહડી, રવા, રાગણ વાંઢ, રાણપુર, રાપર ગઢવાળી, રામપર, રાયધણજર (મોટી), રાયધણજર (નાની), લઈયારી, લઠેડી, લાખણિયા, લાલા, વડસર, વડા ગઢવાલા, વડા ધનવારા, વડાપધ્ધર, વમોટી નાની, વરનોરી બુડીયા, વરાડિયા, વલસરા, વાગાપધર, વાગોઠ, વાયોર, વાંકુ, વાંઢ ટીંબો, વિંગાબેર, વિંઝાણ, સણોસરા, સાંધાણ, સંધાવ, સાણયારા, સામંદા, સારંગવાડો, સુખપર (સાયંડ), સુખપરા બારા, સુજાપર, સુડધ્રો નાની, સુથરી, હમીરપર, હાજાપર, હિંગાણીયા, હોથીઆય
Abdasa

અબડાસા તાલુકાનો ઇતિહાસ

અબડાસા તાલુકાનું મુખ્ય મથક નલિયા છે.

– અબડાસા તાલુકાના જખૌ ખાતે જૈન પંચતીર્થો આવેલા છે. જે પંચતીર્થો સુથરી, કોઠારા, જખૌ, નલિયા અને તેરા છે.

– સુથરી ખાતે વર્ષ 1965માં ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાં હતા. તેમની સ્મૃતિમાં સુથરી ખાતે બળવંત સાગરબંધ બાંધવામાં આવ્યો છે.

– કચ્છનું ઘોરાડ અભયારણ્ય અબડાસા તાલુકામાં આવેલું છે. તેને વર્ષ 1992માં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, જે રાજ્યનું બીજા નંબરનું સૌથી નાનું અભયારણ્ય છે. આ અભયારણ્ય મુખ્યત્વે ઘોરાડ અને ચીંકા૨ા માટે જાણીતું છે. ઘોરાડ એ રાજસ્થાનનું રાજ્યપક્ષી છે.

-> તેરાનો કિલ્લો અબડાસા તાલુકાના તેરા ગામે આવેલો છે. જેને દેસળજી પ્રથમના શાસન દરમિયાન તેરા ગામની જાગીર સોંપતા આ કિલ્લો જાડેજાઓએ બંધાવ્યો હતો. આ કિલ્લો કચ્છનું એક આકર્ષક પ્રવાસી સ્થળ છે. તેરા ગામની ઉત્તરમાં દરબારગઢ આવેલું છે. આ દરબારગઢમાં ફ્રેસકો પદ્ધતિના ભીંતચિત્રો જોવા મળે છે. આ ભીંતચિત્રો કચ્છી કલાના સમૃદ્ધ વારસાના ઉત્કૃષ્ટ નમૂના છે.

– અબડાસા આવેલું છે. પિંગલેશ્વર મહાદેવ તાલુકામાં સુપ્રસિદ્ધ મંદિર

અબડાસા તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

અબડાસા

1