અમદાવાદ
Table of Contents
Toggleઅમદાવાદ જિલ્લાના તાલુકા
અમદાવાદ સીટી, બાવળા, દસક્રોઈ, દેત્રોજ-રામપુરા, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ, વિરમગામ
અમદાવાદ જિલ્લાની રચના
1 મે, 1960 ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ જિલ્લાની રચના કરવામાં આવી હતી
અમદાવાદ જિલ્લા વિશે
તાલુકા
10
સ્થાપના
1 મે, 1960
મુખ્ય મથક
અમદાવાદ
ક્ષેત્રફળ
8,087 (ચો. કિ.મી.)
RTO નંબર
GJ-1, GJ-27, GJ-38
સાક્ષરતા
85.31%
સ્ત્રી સાક્ષરતા
79.35%
પુરુષ સાક્ષરતા
90.74%
વસ્તી
72,70,212
સ્ત્રી વસ્તી
34,52,686
પુરુષ વસ્તી
38,17,526
વસ્તી ગીચતા
890
જાતિ પ્રમાણ
904
નગરપાલિકા
7
ગામડાઓની સંખ્યા
556
ગ્રામ પંચાયત
474
લોકસભાની બેઠકો
2
વિધાનસભાની બેઠકો
21 – (વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઇ, ધોળકા, ધંધુકા)
અમદાવાદ જિલ્લાની સરહદ
- ઉત્તર – મહેસાણા,
ગાંધીનગર - દક્ષિણ – ખંભાતનો અખાત,
ભાવનગર,
બોટાદ - પૂર્વ – ખેડા,
આણંદ - પશ્ચિમ – સુરેન્દ્રનગર
અમદાવાદ જિલ્લાનો ઇતિહાસ
શ્વાન–સસલાની કથાનું આ નગર, ચાર અહમદની તથાનું આ નગર.
સંત એક વસ્યો હતો સાબર તટે, દેશના એ નાખુદાનું આ નગર.
-‘અઝીઝ’ ટંકારવી
- ભારતના એક સમયના ‘પૂર્વનું માન્ચેસ્ટર’ તરીકે ઓળખાતા અમદાવાદનું મૂળ નામ ‘અહેમદાબાદ’ હતું. અમદાવાદ ભારતના પ્રાચીન શહેરોમાં આગવું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત અમદાવાદને ભારતનું ‘બોસ્ટન’ તરીકે પણ ઓળખવામાં આવતું હતું.
- અબુલ ફઝલે અમદાવાદને ‘દુનિયાના બજાર’ તરીકે ઓળખાવ્યું હતું તેમજ જહાંગીરે અમદાવાદને ‘ગર્દાબાદ’ એટલે કે ‘ધૂળીયું શહેર’ તરીકે ઓળખાવ્યું હતું.
- અમદાવાદનો મૂળ પાયો ખાંટ રાજા આશાભીલ દ્વારા ટીંબો નામના ગામમાં નંખાયો હતો ત્યારે આ ગામ આશાભીલના નામ પરથી ‘આશાવલ અથવા આશાવલી’ તરીકે ઓળખાતું હતું.
- સોલંકી વંશના રાજા કર્ણદેવે આશાભીલને હરાવી પોતાના નામ ૫૨થી સાબરમતી નદીના કાંઠે ‘કર્ણાવતી’ શહેર વસાવ્યું અને ત્યાં કર્ણમુકતેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું. આ વિસ્તાર હાલ મણિનગરનો વિસ્તાર છે.
- ઈ.સ.1411માં સુલતાન મુઝફફરશાહના પૌત્ર નાસિરૂદ્દીન અહમદશાહએ પોતાની રાજધાની પાટણથી બદલી કર્ણાવતીમાં લાવ્યાં અને કર્ણાવતીની નજીક જ સપાટ ભૂમિ પાસે અહેમદાબાદ (અમદાવાદ) શહે૨ને સ્થાપવાનું નક્કી કર્યુ.
- અહમદશાહના આધ્યાત્મિક ગુરુ શેખ અહમદ ખટુગંજ બક્ષની સલાહથી ‘અહમદો’ કે જેણે એક પણ નમાઝ છોડી ના હોય તેવા વ્યક્તિના હાથે આ નવા નગ૨નો પાયો નંખાવ્યો હતો.
- જેમાં ચાર પવિત્ર પુરુષોએ (અહમદશાહ બાદશાહ પોતે, શેખ અહમદ ખટુગંજ બક્ષ, મલિક અહમદ, કાઝી અહમદ) 26 ફેબ્રુઆરી, 1411 (કેટલીક જગ્યાએ 14 ફેબ્રુઆરીનો ઉલ્લેખ જોવા મળે છે.) ના રોજ અમદાવાદ શહેરની પહેલી ઇંટ મૂકીને (માણેકબુરજ ખાતે) શહેરનું નિર્માણ કર્યું. અમદાવાદના નિર્માણ સમયે સૌપ્રથમ ભદ્રનો કિલ્લો બંધાયો.
અમદાવાદ જિલ્લાની ભૌગોલિક માહિતી
- 1 મે, 1960ના રોજ રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્દઘાટન થયું હતું.
- અમદાવાદ વર્ષ 1960 થી 1970 સુધી ગુજરાતનું સૌપ્રથમ રાજકીય પાટનગર હતું તથા વર્તમાનમાં આર્થિક પાટનગર ગણાય છે.
- ગુજરાત વિધાનસભાની શરૂઆતની બેઠકો અમદાવાદ સિવિલ હોસ્પિટલ (શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ) ખાતે ભરાતી હતી.
- ગુજરાતના પ્રથમ સચિવાલય તરીકે આંબાવાડી વિસ્તારમાં આવેલી પોલિટેકનિક કોલેજ અને રાજ્યપાલના બંગલા તરીકે શાહીબાગમાં આવેલા મોતીશાહી મહેલનો ઉપયોગ થતો હતો.
- મહાનગરપાલિકાના સેન્ટ્રલ હોલનું નામ ‘ગાંધી હોલ’ અને કોર્પોરેશનની વહીવટી બિલ્ડિંગનું નામ ‘સરદાર પટેલ ભવન’ રાખવામાં આવ્યું હતું
- બ્રિટિશકાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક અમદાવાદ હતું.
- બ્રિટિશ સરકાર દ્વારા ઈ.સ. 1885માં રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા મ્યુનિસિપાલટીના પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂક પામ્યાં હતા. પ્રજાસત્તાક મ્યુનિસિપાલટી 1 એપ્રિલ, 1915માં આવી અને રાવ બહાદુર ભાઈશંકર નાનાભાઈ પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ બન્યાં.
- રાષ્ટ્રીય કોંગ્રેસના બે અધિવેશનો અમદાવાદમાં યોજાયા હતા, ઈ.સ. 1902માં 18મું અધિવેશન સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષસ્થાને અને ઈ.સ. 1921મા 37મું અધિવેશન હકિમ અજમલ ખાનના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું.
- બોમ્બે પ્રાંતીય નિગમ અધિનિયમ, 1949 હેઠળ જુલાઈ 1950માં અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન (AMC)ની સ્થાપના થઈ હતી. અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની રચના થતા પ્રમુખના પદના સ્થાને મેયરનું પદ અસ્તિત્વમાં આવતા છેલ્લા પ્રમુખ અને પ્રથમ મેયર બનવાનું બહુમાન રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાના પૌત્ર ચીનુભાઈ શેઠને મળ્યુ હતું.
અમદાવાદમાં આવેલી નદીઓ
- સાબરમતી નદી
- મેશ્વો નદી
- સૂકભાદર નદી
- ખારી નદી
- ભોગાવો નદી
અમદાવાદ નદી કિનારે વસેલા શહેરો
- સાબરમતી નદીના કિનારે અમદાવાદ અને વૌઠા
- સુખભાદર નદીના કિનારે ધંધુકા અને ધોલેરા
અમદાવાદ પ્રદેશોની ઓળખ
- અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ ભાલકાંઠા (ભાલ પ્રદેશ) તરીકે ઓળખાય છે. જે ભાવનગરના વલભીપુર તાલુકા સુધી ફેલાયેલો છે. અમદાવાદ જિલ્લાના ભાલ પ્રદેશમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન થાય છે. ભાલીયા ઘઉંને વર્ષ 2011માં GI ટેગ આપવામાં આવ્યો હતો.
- સાબરમતી નદીની ઉત્તરે આવેલા વિસ્તારને વિરમગામના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. અહીં, રૂપેણ નદીના કારણે તૈયાર થયેલાં આ મેદાનને વીરમગામના કપાસના મેદાન તરીકે ઓળખાય છે.
- સાબરમતી નદી અને નળ સરોવર વચ્ચેનો પ્રદેશ ‘નળકાંઠા’ તરીકે ઓળખાય છે. અહીં વીરમગામ તાલુકામાં નળસરોવર આવેલું છે.
- સાબરમતી નદીના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં સાબરમતીનું મેદાન રચાયેલું છે.
- અમદાવાદનું મેદાન ચરોતર વિસ્તારના વાયવ્ય ખૂણે આવેલું છે. જેમાં જોધપુર ગામ અને થલતેજના ટેકરાનો સમાવેશ થાય છે. આ ટેકરાને અરવલ્લી પર્વતમાળાની પૂંછ તરીકે ઓળખવામાં આવે છે.
- અમદાવાદ જિલ્લાના માંડલ અને દેત્રોજ તાલુકાના વિસ્તારને ચુંવાળ પ્રદેશ’ તરીકે ઓળખવામાં આવે છે.
અમદાવાદ જાતિ પ્રમાણ
- અમદાવાદ ગુજરાતમાં સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો તથા શહેર છે.(ભારતમાં વસતીની દ્રષ્ટિએ અમદાવાદ શહેરનો સાતમો ક્રમ છે.)
- અમદાવાદ સૌથી ઓછી ગ્રામીણ વસતી ધરાવતો જિલ્લો છે.
અમદાવાદ જિલ્લાની આર્થિક માહિતી
અમદાવાદ જિલ્લામાં આર્થિક માહિતી પાક, ખનીજ, ઉદ્યોગો, ડેરી ઉદ્યોગો, બંદરો, સિંચાઇ યોજના, વિદ્યુત મથક, સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, હવાઈમથક, રેલવે સ્ટેશન.
પાક
- જિલ્લામાં ભાલ પ્રદેશના ‘ભાલિયા’, ‘છાસિયા’ અને ‘દાઉદખાની’ ઘઉં પ્રખ્યાત છે.
- આ ઉપરાંત કપાસ, ચણા, જુવાર, બાજરી, ડાંગર, એરંડા, બટાકા, જીરું જેવા પાકો પણ લેવાય છે.
- ધોળકા જામફળના પાક માટે જાણીતું છે.
ઉદ્યોગો
- સુતરાઉ કાપડનો ઉદ્યોગ
- વટવા અને ચાંદખેડામાં સ્ટીલ પાઈપનું ઉત્પાદન થાય છે.
- દસક્રોઈ તાલુકાના બારેજડીમાં ડાંગરની ખુશ્કીમાંથી તેલ બનાવવાનું કારખાનું તથા કાગળ બનાવવાની મીલ આવેલ છે.
- સાણંદ ખાતે ટાટા કંપનીનો ‘નેનો કાર પ્લાન્ટ’ આવેલો છે.
ડેરી ઉદ્યોગ
- આબાદ ડેરી
- આઝાદ ડેરી
- ઉત્તમ ડેરી
- અજોડ ડેરી
બંદરો
- ધોલેરા બંદર
- વિઠ્ઠલ બંદર
સિંચાઈ યોજના
- વાસણા બેરેજ (આડબંધ)
વિદ્યુત મથક
- સાબરમતી
સંશોધન કેન્દ્ર
- અમદાવાદ ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિયેશન (ATIRA)
- ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)
- નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન (NID)
- કમ્યુનિટી સાયન્સ સેન્ટર
- નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ
- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)
- સ્પેસ એપ્લિકેશન સેન્ટર
- ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટયૂટ
- મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટયૂટ
- સેન્ટર ફોર એન્વાયર્ન્મેન્ટ એજ્યુકેશન (CEE)
- ઈન્સ્ટિટયૂટ ફોર પ્લાઝમા રિસર્ચ
- ઈન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર
- હોઝિયરી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ
રાષ્ટ્રીય ધોરીમાર્ગ
- 47, 48 અને 147 (નવા) નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.
- નેશનલ એકસપ્રેસ (NE) નંબર-1 અમદાવાદને વડોદરા સાથે જોડે છે.
- આ ધોરીમાર્ગ ‘મહાત્મા ગાંધી એકસપ્રેસ-વે’ તરીકે ઓળખાય છે.
હવાઈ મથક
- અમદાવાદમાં ગુજરાતનું એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક આવેલું છે જેને 26 જાન્યુઆરી, 1991માં માન્યતા મળી હતી.
રેલવે સ્ટેશન
- કાલુપુર રેલવે સ્ટેશન
- મણિનગર રેલવે સ્ટેશન
અમદાવાદ જિલ્લાની વિકાસગાથા
- ઈ.સ. 1824માં ગુજરાતી શાળા તથા ઈ.સ. 1846માં અંગ્રેજી શાળા અમદાવાદમાં શરૂ થઈ હતી.
- મગનલાલ વખતચંદે ઈ.સ. 1850માં ‘અમદાવાદનો ઈતિહાસ’ નામનું પુસ્તક લખ્યું હતું.
- રણછોડલાલ છોટાલાલ રેટિંયાવાળાએ ઈ.સ.1861માં ગુજરાતની સૌપ્રથમ ‘સુતરાઉ કાપડની મીલ’ સ્થાપી હતી.
- અમદાવાદમાં કાપડની બીજી મિલ શરૂ કરનાર વ્યકિત બેચરદાસ લશ્કરી હતા. તેઓએ શેઠ ઉમાભાઈ હઠીસિંહ સાથે મળીને શેઠ બેચરદાસવાળી સહકારી બેંક શરૂ કરી હતી. બેચરદાસ લશ્કરીને બ્રિટિશ સરકારે ઈ.સ. 1873માં રાવ બહાદુરનો ખિતાબ આપ્યો હતો. બેચરદાસ લશ્કરીએ અમદાવાદમાં તેમની પુત્રી મહાલક્ષ્મીની સ્મૃતિમાં ગુજરાતમાં સૌપ્રથમ મહિલા ટ્રેનિંગ કોલેજ શરૂ કરી હતી જેનું નામ ‘મહાલક્ષ્મી મહિલા ટ્રેનિંગ કોલેજ’ રાખ્યું હતું.
- ઈ.સ. 1892માં અમદાવાદમાં બંધાયેલો પ્રથમ બ્રિજ ‘એલિસ બ્રિજ’ હતો. જેના ઈજનેર હિંમતલાલ ધીરજલાલ હતા. તત્કાલીન અંગ્રેજ અધિકારી સર બેરોવ એલબર્ટ એલિસ પરથી આ બ્રિજનું નામ ‘એલિસ બ્રિજ’ રાખવામાં આવ્યું હતું. વર્તમાનમાં આ બ્રિજ ‘વિવેકાનંદ બ્રિજ’ તરીકે ઓળખાય છે.
- અમદાવાદનો સૌથી પહોળો બ્રિજ સાબરમતી નદી પર આવેલો છે જે ઋષિ દધીચિ બ્રિજ તરીકે ઓળખાય છે.
- ઈ.સ. 1892માં મહિપતરામ રૂપરામ નીલકંઠની યાદમાં અમદાવાદના રાયપુર ખાતે અનાથ આશ્રમ સ્થપાયો હતો. જે ભારતના સૌથી મોટા અને જૂના અનાથ આશ્રમમાંનો એક છે.
- મહિપતરામ રૂપરામ નિલકંઠ તથા ભોળાનાથ સારાભાઈ દિવેટીયા દ્વારા પ્રાર્થના સભાની સ્થાપના 17 ડિસેમ્બર, 1871ના રોજ કરવામાં આવી હતી. આ પ્રાર્થના સભા આચાર અને પ્રચાર માટે જ્ઞાનસુધા પાક્ષિક બહાર પાડતું હતું.
- ઈ.સ. 1917માં મોતીલાલ દરજીની વીરમગામ જકાતબારીની ફરિયાદથી ગાંધીજીએ વીરમગામ જકાતબારીની જકાત દૂર કરાવી હતી.
- ઈ.સ.1918માં અમદાવાદ મિલ મજૂર આંદોલન થયેલું જે મહાત્મા ગાંધીજીનો પ્રત્યક્ષ રીતે ગુજરાતની ધરતી પરનો પ્રથમ શહેરી સત્યાગ્રહ હતો.
- મહાત્મા ગાંધી દ્વારા ‘અમદાવાદ ટેક્ષટાઈલ એસોસિયેશન’, ‘મજૂર મહાજન સંઘ’ (જેમના પ્રથમ અધ્યક્ષ અનસૂયાબેન સારાભાઈ હતા) ઈ.સ. 1932માં ગુજરાત હરિજન સેવકસંઘની તથા ઈ.સ. 1920માં અમદાવાદ મજદૂર મહાજન સંઘ જેવી વિવિધ સંસ્થાઓ સ્થપાઈ હતી.
- અસહકાર આંદોલનના ભાગરૂપે 18 ઓકટોબર, 1920માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. આ વિદ્યાપીઠની શરૂઆત કોચરબ આશ્રમની પાછળ ડાહ્યાભાઈ મહેતાના બંગલામાં શરૂ થઈ હતી.
- હિંદ છોડો ચળવળ ઈ.સ. 1942 વખતે શહીદ થનાર વિનોદ કિનારીવાલાની ખાંભી જયપ્રકાશ નારાયણના વરદ્ હસ્તે ઈ.સ. 1947માં ગુજરાત કોલેજમાં મૂકવામાં આવી હતી. હિંદ છોડો ચળવળના પ્રથમ શહીદ ઉમાકાંત કડિયા હતા.
- અમદાવાદમાં ઈ.સ. 1946માં રથયાત્રા દરમિયાન ભડકેલી કોમી હિંસા ડામવા અને કોમી એખલાસ માટે થઈને ‘વસંતરાવ હેગિષ્ટ’ અને ‘રજબઅલી લાખાણી’ નામના મિત્રોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કોમી એકતાના પ્રતિક સમાન વસંત રજબની શહાદતને યાદ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા દર વર્ષે કાર્યક્રમ યોજવામાં આવે છે. આમ, અમદાવાદમાં વર્ષોથી 1 જુલાઈને ‘કોમી એકતા દિવસ’ (વસંત-રજબ દિન) તરીકે ઉજવવામાં આવે છે.
- અમદાવાદમાં ગુજરાતનું સૌથી મોટું કાલુપુર રેલવે સ્ટેશન આવેલું છે. આ રેલવે સ્ટેશનને સિદી સૈયદની જાળી જેવું હેરિટેજ સ્વરૂપ આપવામાં આવશે.
- અમદાવાદમાં એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ (શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ) આવેલી છે.
- ગુજરાતમાં પ્રથમ વીજળી આધારિત ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે 20 જાન્યુઆરી, 1863 માં શરૂ થઈ હતી.
- અમદાવાદમાં આવેલ ‘ગુજરાત સાયન્સ સિટી’ ભારતનું બીજા ક્રમનું (ભારતનું સૌથી મોટુ કોલકત્તા ખાતે) સૌથી મોટું સાયન્સ સિટી છે. ગુજરાતનું સૌપ્રથમ થ્રીડી સિનેમાગૃહ સાયન્સ સિટી ખાતે આવેલ છે.
- ઈ.સ. 1962માં ડૉ. વિક્રમ સારાભાઈ દ્વારા INCOSPAR- Indian National Committee for Space Research ની સ્થાપના કરવામાં આવી હતી. 15 ઓગષ્ટ, 1969માં તેનું નામ બદલીને ISRO (Indian Space Research Organisation) ની સ્થાપના કરવામાં આવી.
- અમદાવાદ ખાતે ઈ.સ. 1948માં આકાશવાણી કેન્દ્ર, ઈ.સ. 1965માં વિવિધ ભારતીની શરૂઆત કરવામાં આવી હતી.
- અમદાવાદની સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક ખાતે સપ્તક સંગીત શાસ્ત્રીય મહોત્સવ દર વર્ષે જાન્યુઆરી માસ દરમિયાન યોજાય છે.
- વર્ષ 2009માં દેશની સૌપ્રથમ BRTS (Bus Rapid Transit System) સેવા અમદાવાદમાં શરૂ થઈ હતી. આ BRTS માર્ગને જનમાર્ગ નામ આપવામાં આવ્યું છે. 1 એપ્રિલ 1947માં AMTS (Ahmedabad Muncipal Transport Service) સેવા અમદાવાદમાં શરૂ થઈ હતી.
- વર્ષ 2015માં હરગોવિંદભાઈ ત્રિવેદી દ્વારા વિશ્વની સૌપ્રથમ કિડની યુનિવર્સિટી અમદાવાદમાં સ્થપાઈ હતી.
- અમદાવાદના ઓઢવ ખાતે વર્ષ 2019માં 70મા વન મહોત્સવ દરમિયાન ‘જડેશ્વર વન’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વન ગુજરાતનું 19મું સાંસ્કૃતિક વન છે.
- વર્ષ 2019માં ભારત દેશની પ્રથમ ખાનગી ટ્રેન ‘તેજસ’ અમદાવાદ-મુંબઈ અને નવી દિલ્હી-લખનઉ વચ્ચે શરૂ કરવામાં આવી.
- વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ અમદાવાદના મોટેરા ખાતે આવેલું છે. આ સ્ટેડિયમનું બાંધકામ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમના આર્કિટેક શશી પ્રભુ અને પોપુલૌસ હતા. આ સ્ટેડિયમનું સંચાલન ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા કરવામાં આવે છે.
- ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેન અમદાવાદના વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી શરૂ કરવામાં આવી છે.
- ગુજરાતની પ્રથમ ઈલેક્ટ્રિક બસ અને ભારતની પ્રથમ ‘બેટરી સ્વેપ’ ટેક્નોલોજી આધારિત બસ અમદાવાદના BRTS ખાતે શરૂ કરવામાં આવી જેને ‘સર્કિટ-S’ નામ આપવામાં આવ્યું.
અમદાવાદ જિલ્લાની સાંસ્કૃતિક માહિતી
અમદાવાદ જિલ્લાની ઐતિહાસિક ધરોહર, પવિત્ર સ્થાન, વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, લોકનૃત્ય, સંગ્રહાલયો, ગ્રંથાલયો, ગ્રંથભંડાર, યુનિવર્સિટી, વિદ્યાપીઠ, જાણીતી સાહિત્ય એકેડમીઓ, અન્ય વિવિધ સંસ્થાઓ અને સમાધિ સ્થળો
ઐતિહાસિક ધરોહર
- અમદાવાદ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં જુલાઈ, 2017માં સામેલ થનાર ગુજરાતનું (ચાંપાનેર અને રાણકીવાવ પછી) ત્રીજું હેરિટેજ સ્થળ છે.
- યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં શહેર તરીકે સ્થાન પામનાર અમદાવાદ ભારતનું સૌપ્રથમ અને એશિયા ખંડનું ત્રીજું શહેર હતું.
- 600 થી વધુ વર્ષ જૂના અને હિંદુ–જૈન-ઈસ્લામિક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન અમદાવાદ શહેરના કોટ વિસ્તારની અંદરના જૂના અમદાવાદને આ સન્માન મળ્યું છે.
- લોથલ
- નળ સરોવર
- કાંકરિયા તળાવ
- સરખેજનો રોજો
- ઝૂલતા મિનાર
- રાણી સીપ્રીની મસ્જિદ
- જામા મસ્જિદ
- સીદી સૈયદની જાળી
- મોતી શાહી મહેલ
- હઠીસિંહના દેરા
- કોચરબ આશ્રમ
- સાબરમતી આશ્રમ
- અમદાવાદની પોળો
પવિત્ર સ્થાન
- વેદ મંદિર
- માનવ મંદિર
- સીનેગોગ
- સંભાવનાથજીનું દેરાસર
- ઝકરીયા મસ્જિદ
- કુતુબુદ્દીનની મસ્જિદ
- રાણી રૂપમતી મસ્જિદ
- રૂપમંજરીની મસ્જિદ
- શાહપુર મસ્જિદ અથવા કાજી મહમદ ચિસ્તીની મસ્જિદ
- મલિક આલમની મસ્જિદ
- ઉમિયા માતાનું મંદિર
વાવ - તળાવ - સરોવર
- દાદા હરીરની વાવ
- અમૃતવર્ષણિની વાવ
- માતા ભવાનીની વાવ
- આશાપુરાની વાવ
- જેઠાભાઈની વાવ
- માલવ તળાવ
- મોતી તળાવ
મહેલો - હવેલી - કિલ્લાઓ
- ભદ્રનો કિલ્લો
- મોતી શાહી મહેલ
- ગાયકવાડ હવેલી
- સ્વામિનારાયણ હવેલી
- હરકુંવર શેઠાણીની હવેલી
- દોશીવાડાની પોળ અને પતાસા પોળની હઠીસિંહની હવેલી
- સાંકડી શેરીમાં આવેલી દિવેટિયાની હવેલી
- સારાભાઈની હવેલી
- મંગળદાસની હવેલી
- શાંતિદાસ ઝવેરીની હવેલી
- હાઝ પટેલની પોળમાં આવેલ ટંકશાળાની હવેલી
મેળા - ઉત્સવો
- વૌઠાનો મેળો
- જગન્નાથની રથયાત્રા
- આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
લોકનૃત્ય
- પઢારનૃત્ય
સંગ્રહાલય ( મ્યુઝિયમ )
- ગાંધી સ્મારક સંગ્રહાલય
- મ્યુનિસિપલ મ્યુઝિયમ, પાલડી
- અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ
- પુરાતત્વ સંગ્રહાલય
- કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્ષટાઈલ
- બી. જે. મેડિકલ કોલેજ મ્યુઝિયમ
- પતંગ મ્યુઝિયમ અને સંસ્કાર કેન્દ્ર
- આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન પ્રાચ્ય વિદ્યામંદિર
- શ્રેયસ ફોક મ્યુઝિયમ
- ઓટો વર્લ્ડ વીન્ટેજ કાર મ્યુઝિયમ
ગ્રંથાલયો - ગ્રંથભંડાર
- લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (પ્રાચીન અવશેષો, સિક્કાઓ તથા તામ્રપત્રનો સંગ્રહ છે)
- ભોગીલાલ જેસંગદાસ વિદ્યાભવન (ભો.જે. વિદ્યાભવન), ગુજરાત વિદ્યાસભા
- શ્રી વિજયનેમિસૂરી જ્ઞાનભંડાર, પાંજરાપોળ ઉપાશ્રય
- ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય
- એમ. જે. લાઈબ્રેરી
- પંડિત રૂપવિજયગણિ જ્ઞાનભંડાર, દોશીવાડાની પોળ
- શ્રી સંવેગી જૈન ઉપાશ્રય જ્ઞાનભંડાર, પગથિયાંની પોળ
- બ્રિટિશ લાઈબ્રેરી, લાલદરવાજા
- ભાઈશંકર નાનાભાઈ લાઈબ્રેરી, સારંગપુર
યુનિવર્સિટી અને વિદ્યાપીઠ
- ગુજરાત કોલેજ
- ગૂજરાત વિદ્યાપીઠ
- ગુજરાત યુનિવર્સિટી
- આઈ.આઈ.એમ. (ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ)
- આયુર્વેદિક કોલેજ
- લાલભાઈ દલપતભાઈ એન્જિનિયરિંગ કોલેજ (એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ)
- સેન્ટર ફોર એન્વાયરન્મેન્ટલ એન્ડ પ્લાનિંગ ટેકનોલોજી યુનિવર્સિટી
- ઈન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી
- નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી
- ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
- ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી
જાણીતી સાહિત્ય એકેડમીઓ
- ગુજરાત વર્નાકયુલર સોસાયટી
- ગુજરાતી સાહિત્ય પરિષઠ
- ગુજરાતી સાહિત્ય સભા
અન્ય વિવિધ સંસ્થાઓ
- દર્પણ એકેડમી સંસ્થા
- નૃત્યભારતી સંસ્થા
- નર્તક સંસ્થા
- કદમ્બ સંસ્થા
- જ્યોતિસંઘ સંસ્થા
- SEWA સંસ્થા
- સંગાથ સંસ્થા
- એ.ડી. શોધન આઈ.એ.એસ. ટ્રેનિંગ સેન્ટર
- વિશ્વકોશ ટ્રસ્ટ
- અખંડઆનંદ આયુર્વેદ મહાવિદ્યાલય અને હોસ્પિટલ
સમાધિ સ્થળો
- ભૂતપૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાની સમાધિ નારાયણ ઘાટ, અમદાવાદ
- મોરારજીભાઈ દેસાઈની સમાધિ અભયઘાટ, અમદાવાદ
- મધ્યયુગના રામકબીર સંપ્રદાયના પ્રખ્યાત ગુજરાતી કવિ ભાણસાહેબની સમાધિ વીરમગામમાં આવેલી છે.
અમદાવાદ જિલ્લાના વિરલ વ્યક્તિઓ
અમદાવાદ જિલ્લાના સાહિત્ય ક્ષેત્રે, ચિત્રકલા ક્ષેત્રે, સંગીતકલા ક્ષેત્રે, નાટ્ય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે ઉમદા વ્યક્તિઓ વિશે
સાહિત્ય ક્ષેત્રે
- અખો, શામળ (જન્મ: વેગણપુર જે હાલમાં ગોમતીપુર તરીકે ઓળખાય છે, અમદાવાદ)
- વલ્લભ ભટ્ટ
- આદિલ મન્સુરી (ફકીર મહંમદ ગુલાબ નબી મન્સૂરી)
- રમણભાઈ નીલકંઠ
- આનંદશંકર ધ્રુવ
- માઘવ રામાનુજ
- પ્રફુલ્લ રાવળ (જન્મ : વિરમગામ)
- રામનારાયણ પાઠક (ગુજરાતી ભાષાના સૌપ્રથમ પી.એચ.ડી. કરનાર)
- જોરાવર સિંહ જાદવ (જન્મ : ધંધુકા)
- શૂન્ય પાલનપુરી (જન્મઃ લીલાપુર)
- હરજી લવજી દામાણી ‘શયદા’ (જન્મ : ધંધુકા)
- પ્રિયકાન્ત મણિયાર (જન્મ વિરમગામ)
- દિલિપ રાણપુરા (જન્મ : ધંધુકા)
- કિશોર મકવાણા (જન્મ : ધોળકા)
- નરસિંહ રાવ દીવેટિયા
- પ્રીતિસેન ગુપ્તા
- શિવકુમાર જોષી
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
- કવિ ન્હાનાલાલ
- જયંતિ દલાલ
- કંચનલાલ વાસુદેવ મહેતા ‘મલયાનિલ’
- શેખાદમ આબુવાલા
- મધુસુદન પારેખ ‘પ્રિયદર્શી’
- બંસીધર શુકલા
- સુગમ સંગીત ક્ષેત્રે અવિનાશ વ્યાસ
- ક્ષેમુ દીવેટિયા
- અતુલભાઈ દેસાઈ
- હંસાબેન દવે
ચિત્રકલા ક્ષેત્રે
- પીરાજી સાગરા
- કનુ દેસાઈ
- છગનલાલ જાદવ
- જગન મહેતા (જન્મઃ વિરમગામ)
સંગીતકલા ક્ષેત્રે
- અતુલ દેસાઈ
નાટ્ય ક્ષેત્રે
- ક્ષેમુ દિવેટિયા
સામાજિક ક્ષેત્રે
- અંબાલાલ સારાભાઈ
- કસ્તુરભાઈ લાલભાઈ
- ઈલાબેન ભટ્ટ
- અનસૂયાબેન સારાભાઈ
ઉદ્યોગ ક્ષેત્રે
- રણછોડલાલ છોટાલાલ
- વિક્રમ સારાભાઈ