આહવા

તાલુકો

આહવા

જિલ્લો

ડાંગ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

201

વસ્તી

22,829

ફોન કોડ

02631

પીન કોડ

394710

આહવા તાલુકાના ગામડા

આહવા, આહેરડી, આંબલીયા, આમસરવળન, અંજનકુંડ, બારીપાડા, બદિનાગાંવઠા, બંધપાડા, બરડા (ખાંભલા), બરડીપાડા, બરડીપાડા (નક્ટ્યાહનવંત), બરમ્યાવાડ, ભાપખલ, ભવાડી, ભવાનદગડ, ભીસ્યા, ભુજાડ, ભુરાપાની, બીજુરપાડા, બીલમાળ, બોંડરમાળ, બોરદહાડ, બોરીગાંવઠા (વઘઇ), બોરીગાંવઠા (શામગહાન), બોરખલ, બોરખેત, બોરપાડા, ચામરપાડા, ચનખલ, ચવકીયા, ચવડવેલ, ચીચીગાંવઠા, ચિંચલી, ચિકાર (ઝાવડા), ચિકાર (રંભાસ), ચિકટીયા (ડાંગ), ચિખલા, ચિખલદા, ચીખલી (શામગહાન), ચિંચધરા, ચિંચપાડા, ચીરપાડા, દાબદર (કુડકસ), દારપાડા, દારડી, દાવદહાડ, દેવીપાડા, ધાંગડી, ધોધલપાડા, ધવલીદોડ, ધુડા, ધુલદા, ધુળચોંડ, ધુમખલ, દિવડ્યાવન, દિવાનટેમરૂન, દોડીપાડા, ડોન, ડોકપાતળ, ગડદ, ગાઢવી, ગલકુંડ, ગડવિહીર, ગરમાળ, ગવર્યા, ગાયખસ, ઘોઘલી, ઘોડી (ડાંગ), ઘોડવહળ, ઘુબીટા, ગિરા (ગામ), ગોદાડ્યા, ગોલાસ્ટા, ગોંડલવિહીર, ગોટીયામાળ, ગુંદીયા (ડાંગ), ગુંદવહળ, ગુંજપેડા, હનવંતચોંઢ, હનવંતપાડા (ચિંચલી), હારપાડા, હુંબાપાડા, ઇસદર (ગાઢવી), ઇસદર (બોરખલ), જાખાના, જામલાપાડા (રંભાસ), જામલાપાડા (ગાઢવી), જામદર, જવતાળા, જાંબાલા, ઝરીયા (ડુંગરડા), જોગબારી, કડમાળ (ગડદ), કાંહડોલઘોડી, કલમખેત, કલમવિહિર, કામડ, કમ્દયાવન, કંચનપાડા, કરડીઆંબા, કરંજડી, કાસવદહાડ, ખાંભલા (ડાંગ), ખાપરી (વાસુર્ણા), ખીરમણી, ખોખરી, કોસઆંબ્યા, કોસીમદા, કોસીમપાતળ, કોટમદર, કોટબા, કોયલીપાડા, કુકડનખી, કુમારબંધ, કુસમાળ, કુતરનાચ્યા, લહાનચર્યા, લહાનદભાસ, લહાનમાળુંગા, લશ્કરીઆંબા, લીંગા, માદલબારી, મહાલપાડા, મહાર્યાચોંડ, મહારદર, માલગા, મલીન, માલેગામ, ડાંગ જિલ્લો, માનમોડી, માછળી ખાતળ, મોગરા (ડાંગ), મોહપાડા (ગલકુંડ), મોરજીરા, મોઠા માળુંગા, મોઠાચર્યા, મોઠીદભાસ, મુલચોંડ, મુરમબી, નડગખાદી, નડગચોંડ, નાની દાબદર, નાંદનપેડા, નીલસાક્યા, નીંબારપાડા, નીમપાડા, નીરગુડમાળ, પંઢરમાળ, પાંડવા, પાતળી (ડાંગ), પાયરપાડા, પિંપરી, પિપલઘોડી, પિપલપાડા (પિપલાઇદેવી), પીપર્યામાળ, રાનપાડા (ડાંગ), રાવચોંડ, સાદડમાળ, સાદડવિહીર, સાજુપાડા, શામગહાન, સાપુતારા, સરવર, સતી (ડાંગ), સાવરખડી, સેન્દ્રીઆંબા, શિવારીમાળ, સીનબંધ, સોડમાળ, સોનગીર, સોનુન્યા, સુકમાળ, સુંદા (ડાંગ), સુપદહાડ, ટાકલીપાડા (પિપલાઇદેવી), ટાકલીપાડા, ટેકપાડા, ટેમ્બુરગર્થા, થોરપાડા, ઉગા (રંભાસ), ઉખટ્યા, ઉમર્યા, ઉંબરપાડા, વનાર (ડાંગ), વંઝારઘોડી, વાંઝટઆંબા, વિહીરઆંબા, વાડીયાવન, વાઘમાળ, વાઇદુન, વકાર્યા, વાનરચોંડ, વાંગણ (ડાંગ), વાંકન (ડાંગ), વાંકી (ડાંગ), વાંઝટેમરુન, વાસુર્ણા, વાવંદા, ભદરપાડા, આંબાપાડા (વઘઇ વિસ્તાર), આંબાપાડા (ચીખલી વિસ્તાર), બાજ
Ahwa

આહવા તાલુકા વિશે માહિતી

સર્પગંગા નદીના કિનારે રાજ્યનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ સાપુતારા ડાંગમાં આવેલું છે. આ ગિરિમથક સર્પાકારે પથરાયેલી સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલું છે, જેનું સૌથી ઊંચું શિખર સાપુતારા છે. અહીં સાપોના નિવાસને કારણે આ સ્થળને સાપુતારા તરીકે ઓળખવામાં આવે છે. અહીં ડાંગી આદિવાસી લોકો હોળી વખતે, ડાંગ દરબાર સમયે તથા દિવાળીના ઉત્સવોમાં સર્પગંગા નદીના કિનારે સાપની પૂજા કરે છે. (ડાંગમાં હોળીને સિગ્મા તરીકે ઓળખવામાં આવે છે.)

આહવા તાલુકામાં પાંડવા ગામ નજીક પાંડવ ગુફાઓ આવેલી છે. આ સ્થળની લોકવાયકા છે કે પાંડવોએ અહીં વનવાસ દરમિયાન વસવાટ કર્યો હતો. આ ગુફામાં પાંચ ખંડો આવેલા છે જેમાં સૌથી મોટા કક્ષને ભીમના ખંડ તરીકે ઓળખવામાં આવે છે.

– ઈ.સ. 1664માં તે સમયના મુઘલ સામ્રાજ્યના સમૃદ્ધ નગર સુરત ૫૨ છત્રપતિ શિવાજી મહારાજે ચઢાઈ કરી ત્યારે તેમનો લશ્કરી પડાવ ડાંગ જિલ્લામાં જે સ્થળે રોકાયો હતો તે સ્થળ લશ્કરી આંબા(તાઃઆહવા) તરીકે ઓળખાય છે.

– સાપુતારા ખાતે સનસેટ-સનરાઈઝ પોઈન્ટ, ઈકો પોઈન્ટ, વાઘબારી, લેકગાર્ડન, દીપકલા ઉદ્યાન, ઋતુંભરા વિશ્વ વિદ્યાલય, રોઝગાર્ડન, મધમાખી ઉછેર કેન્દ્ર વગેરે જોવાલાયક સ્થળો છે.

વર્ષ 1994માં આદિવાસી રેડિયો સ્ટેશનની શરૂઆત ડાંગ જિલ્લાના આહવા ખાતેથી થઈ હતી.

– સાપુતારા ખાતે સમર ફેસ્ટિવલ, મોન્સૂન ફેસ્ટિવલ, શરદ ફેસ્ટિવલ અને ગ્રીષ્મ ફેસ્ટિવલનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે.

– આહવા તાલુકાના ચનખલ ગામે ચનખલનો ધોધ આવેલો છે.

– નળદાદેવનું સ્થાનક, દંડકેશ્વર મહાદેવનું મંદિર, બોરખેતનું મંદિર વગેરે આહવાના જોવાલાયક ધાર્મિક સ્થળો છે.

ત્રિફળા વન સાપુતારા ખાતે આવેલું છે જેમાં આમળા, બહેડા અને હરડે જેવાં વૃક્ષો ઉછે૨વામાં આવે છે.

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ડોન ગિરિમથકમાં આવેલ આદિવાસીઓ ‘કુકણા’ બોલીનો ઉપયોગ કરે છે.

ડાંગ એકસપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડનું વતન કરાડીઆંબા આહવા તાલુકામાં આવેલું છે.

આહવા તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

આહવા તાલુકામાં પ્રખ્યાત

  • 1