ભાણવડ

તાલુકો

ભાણવડ

જિલ્લો

દેવભૂમિ દ્વારકા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

82

વસ્તી

1,25,561

ફોન કોડ

02896

પીન કોડ

360510

ભાણવડ તાલુકાના ગામડા

આબરડી, અંબાલીયારા, અભપરા નેસ, કંટોલીયા, કંસાલીયો નેસ, કઢીયાની નેસ, કપુરડી નેસ, કબરકા, કલ્યાણપર, કાટકોળા, કાસવીરડો નેસ, કીલેશ્વર નેસ, ક્રીશ્નાગઢ, ખતારીયો નેસ, ખોડીયાર નેસ, ગડુ, ગલી નેસ, ગુંદલા, ગુંદા, ગુલાબસાગર નેસ, ચાંદવડ, ચોખંડા, છાપીયો નેસ, જશાપર, જાંબુસર, જામપર, જારેરા, ટીંબડી, ઢેઢખુણા નેસ, ઢેઢીયો નેસ, ઢેબર, ધોળા ધુના નેસ, તાડી નેસ, થાર નેસ, દાંદગા નેસ, દુધાળા, ધર્માની નેસ, ધારાગઢ, ધુમલી, નવાગામ, પછાતારડી, પાછતર, ફતેહપુર, ફુલઝાર નેસ, ફોતડી, બડો નેસ, બરાડી નેસ, બોડકી, ભણગોળ, ભરતપુર, ભવનેશ્વર, ભાણવડ, ભેનકવડ, ભોરીયા, મેવાસા, મોખાણા, મોટા કાલાવાડ, મોડપર, મોરજર, મોરડીયો નેસ, રાણપર, રાનપારડા, રાનાસર નેસ, રાનીવાવ નેસ, રાવનો નેસ, રૂપામોરા, રેંટાળા કાલાવાડ, રોજડા, રોજીવાડા, વાગડીયે નેસ, વાનાવાડ, વી નેસ, વેરાડ, શીવા, સજાડીયાળી, સણખલા, સતસાગર નેસ, સઈ દેવળિયા, સુવારદો નેસ, સેધાખાઇ, સેવક દેવલીયા, હાથલા
Bhanvad

ભાણવડ તાલુકા વિશે માહિતી

ભાણવડ ખાતે આવેલ ઘુમલી અનુમૈત્રક સમય કાળમાં સેન્ધવ વંશની રાજધાની હતી. ઉપરાંત, જેઠવા વંશની પણ રાજધાની હતી. સાતમી સદીમાં જેઠવા સલકુમાર દ્વારા આ નગરની સ્થાપના કરવામાં આવી હતી. પ્રાચીન સમયમાં ભૂમિલિકા કે ભૂભૂત પલ્લી નામ તરીકે પ્રાચીન સમયમાં ઓળખાતું હતું. લી નામ

食 ભાણવડ તાલુકામાં ઘુમલી ખાતે 11મી સદીમાં જેઠવા શાસકોએ ભગવાન સૂર્યને સમર્પિત અને ગુજરાતનું સૌથી જૂનું સૂર્યમંદિર નવલખા મંદિર બંધાવ્યું હતું.

ઘુમલીના અવશેષ રૂપે નવલખા મંદિરની નોંધ સૌપ્રથમ અંગ્રેજ અધિકારી ‘બર્જર્સ’ દ્વારા ‘એન્ટિકિવટીઝ ઓફ કાઠીયાવાડ’માં લેવામાં આવ્યા બાદ પ્રચલિત થયું.

ભાણવડ તાલુકાના રાણપર ગામે ચોથી સદીની બૌદ્ધ ગુફામાંથી સૂતેલી અવસ્થામાં બુદ્ધની મૂર્તિ મળી આવી છે.

– ભાણવડ તાલુકામાં કિલેશ્વ૨ (ઘુમલી) પાસે પ્રાચીન કિલ્લો અને રામપોળ દ૨વાજો આવેલો છે.

– ભવનેશ્વર ગામ ખાતે ભવનેશ્વરના બે મંદિરો અને પાંચ મંદિરો જોવાલાયક સ્થળો છે.

– ભાણવડ તાલુકાના હાથલા ગામે ખૂબ જ પ્રાચીન મૈત્રક કાલીન શનિદેવનું મંદિર આવેલું છે.

– અહીં, આશાપુરા માતાજીનું મંદિર, ગણેશ મંદિર, રામ મંદિર, ભૃગુ કુંડ, સોનકંસારી મંદિર, ધિંગેશ્વર મહાદેવ (મોડ૫૨), ઈન્દ્રેશ્વર મહાદેવ, કિલેશ્વર મહાદેવ, લોરાલી ખાતે આવેલું ગોકેશશ્વ૨ મહાદેવ મંદિર તથા શૈલ ગુફાઓ જેવા પ્રસિદ્ધ તીર્થસ્થાનો આવેલાં છે.

ભાણવડ તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

ભાણવડ તાલુકામાં પ્રખ્યાત

  • 1